Home Tags 048_February-2016

Tag: 048_February-2016

સતત નવું જાણવા, શીખવાનાં ચાર વર્ષ

ચાર વર્ષ! આ અંકથી ‘સાયબરસફર’ ચાર વર્ષ પૂરાં કરીને પાંચમા વર્ષમાં પ્રવેશે છે! ચાર વર્ષ પહેલાં, ‘સાયબરસફર’ કોલમના કારણે નિકટના પરિચયમાં આવેલા અને બીજા ઘણા નજીકના લોકોએ મેગેઝિનના વિચારને વધાવ્યો તો હતો, પણ પછી સાચી લાગણી અને ચિંતાથી પૂછ્યું પણ હતું, ‘મેગેઝિન ચાલશે ખરું?!’ ઘણા લોકોએ એમ પણ કહ્યું હતું કે ‘કમ્પ્યુટર કે સ્માર્ટફોન કે ઇન્ટરનેટ એ બધું હવે બધાના હાથમાં જ તો છે, બધા જાતે જ શીખી શકે છે, પછી મેગેઝિનની શી જરૂર રહેશે?’ હકીકત એ છે કે ‘સાયબરસફર’ કોલમ અને મેગેઝિન બંને શરૂ કર્યાં...

પ્રતિભાવ

‘સાયબરસફર’નો જાન્યુઆરી-૨૦૧૬નો અંક સરસ છે... ખાસ કરીને ફોટો સ્કેચર અને ગ્રામરલી ઇન્સ્ટોલ કરી લીધું. મજા આવી ગઈ. માઇક્રોસોફ્ટ એક્સેસ વિશે બહુ નથી ખબર તો એનો ઉપયોગ વિષે માહિતી આપશો. એક્સેલની માહિતી અને ટેબના વિવિધ ઉપયોગ તેમ જ વિન્ડો કીનો ઉપયોગ ખૂબ સરસ. લેપટોપ સાથે લઈને જ ‘સાયબરસફર’ વાંચવા બેસું છુ. નેટ પણ ચાલુ રાખું છું! ગુજરાતી ગ્રામર ચેક કરવાની કોઈ વેબસાઇટ હોય તો લખજો. - રાજેન્દ્ર ચૌહાણ, ચિત્ર શિક્ષક, સિક્કા (જામનગર) આ વખતનો અંક ખૂબ સરસ! ભવિષ્યમાં ‘ક્યુઓરા’ સાઇટ વિશે લખશો. ગુજરાતીમાં એકદમ ફાસ્ટ લખવા માટે ગૂગલ ઇન્ડિક કીબોર્ડ...

નવા લોન્ચ થયેલા મોબાઇલ્સ

પ્રોફેશનલ કેમેરા ફીચર્સ, એન્ડ્રોઇડ માર્શમેલોનું પ્રોમીસ, ૩ જીબી રેમ, ફિંગરપ્રિન્ટ સેન્સર, સતત નીચે જતી કિંમત... નવા સ્માર્ટફોનમાં નવા નવા લાભ મળી રહ્યા છે, અલબત્ત આ બધું એક ફોનમાં મળતું નથી! આગળ શું વાંચશો? એસસ ઝેનફોન ઝૂમ, રૂ. ૩૭,૯૯૯/- લી વનએસુ, રૂ. ૧૦,૯૯૯/- સ્વાઇપ વર્ચ્યુ, રૂ. ૫,૯૯૯/- લાવા પી૭, રૂ ૫,૪૯૯/- કાર્બન કે૯ સ્માર્ટ, રૂ ૩,૯૯૦/- એસસ ઝેનફોન ઝૂમ, રૂ. ૩૭,૯૯૯/- એસસ કંપનીએ ‘વિશ્વનો સૌથી પાતળો, ઓપ્ટિકલ ઝૂમની સગવડ ધરાવતો’ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે - એસસ ઝેનફોન ઝૂમ. આ ફોન ૧૩ એમપીનો રીયર કેમેરા ધરાવે છે, જેમાં લેસર...

એપ્સના મામલે સ્માર્ટફોન કંપનીઓની હૂંસાતૂંસી અને દાદાગીરી

થોડા સમય પહેલાં, આપણે ત્યાં એવી સ્થિતિ હતી કે આપણે કોઈ એક મોબાઇલ કંપનીનું સિમ કાર્ડ લીધું, પછી એ નંબર જાળવી રાખવા માટે આપણે ફરજિયાત એ કંપની સાથે જ જોડાઈ રહેવું પડે. પછી નંબર પોર્ટેબિલિટીની સુવિધા મળતાં આપણે, પોતાનો નંબર જાળવીને બીજી કંપની સાથે જોડાઈ શકીએ છીએ. આવી સુવિધા મળતાં પહેલાં, આપણી જે સ્થિતિ હતી, કંઈક એવી જ સ્થિતિ સ્માર્ટફોનના ક્ષેત્રે પણ છે. અત્યારે મુખ્યત્વે એન્ડ્રોઇડ, એપલ અને વિન્ડોઝના સ્માર્ટફોનમાંથી કોઈ પણ પ્રકારનો સ્માર્ટફોન આપણે ખરીદીએ તો મોટા ભાગે, બીજી ઓપરેટિંગ સિસ્ટમમાં મળતા લગભગ કોઈ...

મોટોરોલા માર્કેટમાંથી અલવિદા લેશે

લાંબા સમય સુધી ટેકજગતમાં મોટું નામ ઊભું કરનારી મોટોરોલા બ્રાન્ડ માર્કેટમાંથી અલવિદા લઇ રહી છે. વર્ષ ૨૦૧૨માં ગૂગલે મોટોરોલાનો ફોન બિઝનેસ ખરીદ્યો હતો અને ત્યારબાદ વર્ષ ૨૦૧૪માં આ કંપની ગૂગલે લિનોવોને વેચી દીધી. હવે લિનોવો કંપનીએ મોટોરોલા બ્રાન્ડને સમેટી લેવાનું નક્કી કર્યું છે. લિનોવો મોટોરોલાનાં હાઇ એન્ડ મોડેલ્સ માટે ‘મોટો’ બ્રાન્ડ જાળવી રાખશે જ્યારે બજેટ મોડેલ્સ માટે ‘વાઇબ’ બ્રાન્ડનો ઉપયોગ કરશે.

જાણો ટોરેન્ટ ડાઉનલોડિંગની ગેરસમજો, હકીકતો અને જોખમો

કમ્પ્યુટરના નવાસવા પરિચયમાં આવતાં ટાબરિયાં પણ જાણે છે કે ‘ટોરેન્ટ પરથી મફતમાં મૂવી, ગેમ્સ કે સોફ્ટવેર ડાઉનલોડ કરી શકાય’. પરંતુ ‘ટોરેન્ટ’ ખરેખર શું છે એ વિશે બહુ ઓછી સ્પષ્ટતા અને સમજણ જોવા મળે છે. આગળ શું વાંચશો? બિટટોરેન્ટી શોધ કોણે કરી? બિટટોરેન્ટ કેવી રીતે કામ કરે છે? તમારે ટોરેન્ટની જરૂર ખરી? એફએક્યુ વિભાગ માટે બિટટોરેન્ટ વિશે સવાલો મોકલનારા વાચક મિત્રો : સુલિ મકવાણા અને મયૂર પંચાલ "બોસ, ‘એરલિફ્ટ’ ફિલ્મ જોવી છે? આપણી પાસે આખી મૂવી આવી ગઈ છે! હજી તો બોલીવૂડની કોઈ નવી ફિલ્મ રીલિઝ થઈ હોય...

સ્માર્ટ કારથી સ્માર્ટ કોલિંગ સુધી

પાછલા કેટલાક અંકોથી આપણે ગૂગલ-આલ્ફાબેટ કંપનીના એ-ટુ-ઝેડમાં પથરાયેલા પ્રોજેક્ટસ વિશે જાણી રહ્યા છીએ. આ બધા પ્રોજેક્ટ્સ કેવી વિવિધ રીતે આપણું જીવન બદલી રહ્યા છે એ જાણવું રસપ્રદ છે. આગળ શું વાંચશો? સર્ચ સેલ્ફ-ડ્રાઇવિંગ કાર સેજટીવી સ્કોલર ટ્રાન્સલેટ ટેન્ગો યુઆરએલ શોર્ટનર વોઇસ સર્ચ ગૂગલ સર્ચ વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ (જોકે એ આપણા વિશે વધુ જાણે છે!). અત્યારે ફક્ત એટલું જાણી લઈએ કે ૧૫ સપ્ટેમ્બર, ૧૯૯૭ના દિવસે google.com ડોમેઇન રજિસ્ટર થયું ત્યારથી આજ સુધીમાં ગૂગલની સર્ચ ટેક્નોલોજી એટલી વિકસી છે કે તે દરરોજ અસંખ્ય લોકોના અસંખ્ય સવાલોના...

ફોનનો આઇએમઇઆઇ નંબર કેવી રીતે જાણશો?

ફોન ચોરાય તે પહેલાં અચૂક નોંધી રાખવા જેવો આ નંબર જાણવાની એકથી વધુ રીતો છે. આગળ શું વાંચશો? ફોન પાસે હોય ત્યારે... ફોન ગૂમ થયા પછી... આ યુએસએસડી શું છે? આપણા ફોનનો આઇએમઇઆઇ (એટલે કે ઇન્ટરનેશનલ મોબાઇલ સ્ટેશન ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી) નંબર આપણને ખબર હોવી જોઈએ - આ વાત આપણને સૌને ખબર છે, પણ સાચું કહેજો, તમને તમારા ફોનનો આ નંબર ખબર છે? આ નંબર ફોન ખરીદ કર્યાના બિલમાં અને તેના બોક્સ પર પ્રિન્ટ કર્યો હોય છે એ વાત સાચી, પણ એ બંને ચીજ જ્યારે જરૂર પડે...

ફેસબુક સાથે જૂની યાદોની સફર

બે-ચાર વર્ષ પહેલાં, બરાબર આ દિવસે તમે બીજાને કે બીજાએ તમને શું કહ્યું હતું એ ફેસબુક તમને યાદ અપાવે છે. તમે ફેસબુક પર ઘણા સમયથી સક્રિય હો તો ધીમે ધીમે તમારા જીવનની અસંખ્ય યાદોનો સંગ્રહ ફેસબુક પર જમા થયો હશે. તમે ઇચ્છો તો, ફેસબુક એ જૂની યાદો ફરી તાજી કરી શકે છે! ફેસબુકે ગયા વર્ષે ‘ઓન ધીસ ડે’ નામની એક સર્વિસ શરૂ કરી છે. તમે ફેસબુકમાં લોગ-ઇન થયા પછી, facebook.com/onthisday પેજ પર જશો તો બરાબર એ જ દિવસે ભૂતકાળનું અને તમારી સાથે સંબંધ ધરાવતું કન્ટેન્ટ તમને...

ગૂગલ ફોટોઝ પણ જૂની યાદો તાજી કરે છે

ફેસબુકની જેમ, ગૂગલ ફોટોઝ પણ જૂની યાદો તાજી કરી શકે છે. અહીં આપણે પોતે જ લીધેલા અને પોતે જ સ્ટોર કરેલા ફોટો ફરી નજર સામે આવતા હોવાથી, મોટા ભાગે મનગમતી યાદો જ તાજી થવાની સંભાવના વધુ છે. જો તમે ગૂગલ ફોટોઝમાં તમારા ફોટોઝ સ્ટોર કરતા હો (એ વિશે જુલાઈ 2015 અંકમાં કવરસ્ટોરી હતી) તો તેમાં ઉમેરાયેલી આ નવી સગવડ કદાચ તમારા ધ્યાનમાં આવી હશે. ગૂગલ ફોટોઝે આ સર્વિસને ‘રીડિસ્કવર ધીસ ડે’ નામ આપ્યું છે. તેમાં આપણે કોઈ દિવસે ગૂગલ ફોટોઝની સાઇટ પર જઈએ કે તેની એપ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.