Home Tags 047_January-2016

Tag: 047_January-2016

ચેન્નાઈના પૂરગ્રસ્ત વિસ્તારોનો નક્શો

ગયા મહિને ચેન્નાઈમાં અતિ ભારે વરસાદને પગલે આખું શહેર જળબંબાકાર થયું. ત્યારે શહેરના ચોક્કસ કેટલા ભાગમાં પાણી ભરાયાં હતાં એ જોવું હોય તો આપણે જોવો પડે આ નક્શો : http://osm-in.github.io/flood-map/chennai.html મેપબોક્સ નામની એક કંપની ઓપનસોર્સ ટેક્નોલોજીથી વિવિધ કંપનીઓને પોતાની એપ કે વેબસાઇટ માટે કસ્ટમાઇઝ્ડ મેપ્સ તૈયાર કરવાનાં સોલ્યુશન્સ આપે છે. મેપબોક્સમાં કાર્યરત અરુણ ગણેશ અને અરુણા શંકરનારાયણે ચેન્નાઈમાં પૂરને પગલે, પોતાનો અનુભ અને આવડત કામે લગાડ્યાં અને લોકો પોતે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોના લોકો જેને અપડેટ કરી શકે એવો નક્શો તૈયાર કર્યો. નક્શાનો મુખ્ય હેતુ, શહેરમાં ક્યાં ક્યાં...

દિલ્હીમાં બસમાં મફત વાઇ-ફાઇ

દિલ્હીમાં આપ સરકારે દિલ્હીના પ્રત્યેક નાગરિકે દર મહિને, ૧ એમબીપીએસની સ્પીડ સાથે ૧ જીબી ડેટા ફ્રી આપવાનું વચન આપ્યું હતું. આ વચન ધીમે ધીમે સાકાર થઈ રહ્યું છે. ડિસેમ્બર મહિનાથી, દિલ્હી સરકારે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ડીટીસી)ની બસોમાં પહેલી ૧૦ મિનિટ સુધી ફ્રી વાઇ-ફાઇ આપવાની શરૂઆત કરી છે. અત્યારે ફક્ત ૬ બસમાં આ પ્રોજેક્ટનો અખતરો શરૂ કરવામાં આવ્યો છે અને ૧૦ મિનિટ પછી યૂઝરને તેમનો અનુભવ કેવો રહ્યો એનો ફીડબેક આપવા કહેવામાં આવશે. ૧૦ મિનિટ પછી વાઇ-ફાઇ મળશે કે નહીં અને મળશે તો તેનો ચાર્જ કેવી...

પાસવર્ડને બાયબાય?

યાહૂએ યાહૂ એકાઉન્ટ કી નામની એક નવી પદ્ધતિ આપી છે, જે મુજબ આપણે યાહૂ મેઇલમાં સાઇનઇન થવાનો પ્રયાસ કરીએ ત્યારે ફક્ત આપણું ઈ-મેઇલ આઇડી જ આપવાનું રહે છે, પાસવર્ડ નહીં! આપણે ઈ-મેઇલ આપીએ એટલે આપણે આપેલા મોબાઇલ નંબર પર એક પુશ નોટિફિકેશન આવે, તમે યાહૂ મેઇલમાં સાઇન ઇન થવા માગો છો? યસ કે નો? આપણે યસ કહીએ એટલે પીસી પર યાહૂ મેઇલમાં સાઇન-ઇન થઈ જઈએ! કોઈ જ પાસવર્ડ યાદ રાખવાની જરૂર નહીં. આ પહેલાં, યાહૂએ કંઈક આ જ પ્રકારની ઓન-ડીમાન્ડ પાસવર્ડ નામની સુવિધા આપી હતી,...

ગૂગલની નવી મેસેન્જર એપ?

ફેસબુકનો સામનો કરવામાં ગૂગલ પ્લસને સફળતા મળી નથી, છતાં ગૂગલ હવે ફેસબુક મેસેન્જર સાથે બાથ ભીડી શકે એવી એક નવી મોબાઇલ મેસેન્જિંગ એપ વિક્સાવી રહી હોવાના સમાચાર છે. ગૂગલે અલગ મેસેન્જર એપ આપી હતી, પછી હેંગઆઉટમાં મેસેજિંગને મર્જ કર્યું અને હવે ફરી, આ તદ્દન અલગ એપની તૈયારી! જોકે આ એપમાં મેસેજિંગ ઉપરાંત, ગૂગલની બીજી સર્વિસીઝની ભેળસેળ હોવાની સંભાવના છે.

ઇન્કમટેક્સ રીટર્ન ફાઇલ કરવા મોબાઇલ એપ!

જાન્યુઆરી મહિનો આવતાં જ આપણને સૌને ઇન્કમટેક્સ બચાવવા માટે વિવિધ રોકાણ કરવાની અને પછી રીટર્ન ફાઇલ કરવાની ચિંતા સતાવવા લાગે છે. હવે ઓનલાઇન રીટર્ન ફાઇલ કરવાનું સહેલું બની રહ્યું છે, પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આ કામ હજી વધુ સહેલું બનાવવા માટે એક મોબાઇલ એપ ડેવલપ કરાવી રહ્યું હોવાના સમાચાર છે.

આંગળી ચીંધ્યાનું પુણ્ય

જે લોકો સ્માર્ટફોન, કમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરેના નવા નવા પરિચયમાં આવી રહ્યા છે એમને આ બધાનાં વિવિધ પાસાંનો પરિચય કરાવવો, કે પછી જે લોકો ઘણા સમયથી આ બધું વાપરે છે તેમનું ધ્યાન આ બધાં સાધનોની બારીક ખૂબીઓ તરફ દોરવું... આ બધું ચોક્કસ ‘સાયબરસફર’ના રડારમાં આવે, પણ અંતે આ બધાં સાધનો છે. ‘સાયબરસફર’નું ખરું લક્ષ્ય આ સાધનોના ઉપયોગ કરીને, નવી નવી અને આપણા માટે અજાણી રહી ગયેલી બાબતો સુધી પહોંચવાનું છે. ‘સાયબરસફર’ એવી દિશાઓ બતાવે છે, જ્યાંથી તમે તમારી રીતે આગળ વધી શકો અને ઘણું વધુ જાણી...

વર્ડસ્પાર્ક

કલાસર્જન કરવું એટલે...  "જ્યાં કુદરત અટકે ત્યાંથી કલાની શરૂઆત થાય છે.’’ "કલા સર્જવા વિશે કશું વિચારો નહીં. ફક્ત સર્જન કરતા રહો. તમે જે સર્જન કર્યું એ સારું છે કે ખરાબ તે બીજાને નક્કી કરવા દો અને એ લોકો જ્યારે નક્કી કરતા હોય ત્યારે પણ તમે તમારું કલાસર્જન ચાલુ જ રાખો - કલાસર્જન નિજાનંદ માટે છે,બીજા માટે નહીં.’’ "પોતાની આગવી દુનિયાનું સર્જન કરવું એ બહુ હિંમત માગી લેતું કામ છે.’’ "કલા તમે જે જુઓ છે તેમાં નથી, તમે બીજાને શું જોવા પ્રેરી શકો છો, તેમાં...

પ્રતિભાવ

હું શરૂઆતથી જ ‘સાયબરસફર’નો વાચક છું અને મેગેઝિનમાંથી ખૂબ ઉપયોગી માહિતી મળે છે. આવતા અંકોમાં બ્લોગ શું છે, બ્લોગિંગ કેવી રીતે શરૂ કરાય, બ્લોગિંગમાંથી કમાણી કેવી રીતે કરી શકાય વગેરે વિશે માહિતી આપશો. વિદ્યાર્થીઓ માટે પોતાના વ્યક્તિત્વને વિક્સાવવામાં બ્લોગિંગ ખૂબ ઉપયોગી થઈ શકે છે. આ રીતે તેમની વિચાર શક્તિ, લેખન શક્તિ, સંશોધન કરવાની આવડત, આત્મવિશ્વાસસ વગેરે બધું વિકસી શકે અને તેમને કોઈ ચોક્કસ ક્ષેત્રમાં નિષ્ણાત બનવાની તક પણ મળે છે. - સતીષ કનોજિયા, ભાવનગર જો આપણે વિવિધ પ્રકારની એપ્સ અને વાઇ-ફાઇ વગેરેનો ઉપયોગ કરીએ તો સ્માર્ટફોનની બેટરી...

લોકપ્રિય બની રહ્યાં છે લેપટેબ

તમે ટેબલેટ જેવી મોબિલિટી અને લેપટોપ જેવી કન્વીનિયન્સ એક સાધનમાં શોધી રહ્યા હો તો, જુદી જુદી ક્ષમતાનાં અને અલગ અલગ બજેટને અનુરૂપ એવાં ટુ-ઇન-વન ડિવાઇસીઝની રેન્જ વિસ્તરી રહી છે. એક તરફ પીસી-લેપટોપ અને બીજી તરફ સ્માર્ટફોન-ટેબલેટ, અત્યાર સુધી આપણે આ બે અંતિમો વચ્ચે વહેંચાયેલા હતા. મોટા સ્ક્રીનવાળા સ્માર્ટફોન એટલે કે ફેબલેટ અને ટેબલેટ પર ઇન્સ્ટન્ટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતાં, ઇન્ટરનેટ સંબંધિત ઘણું બધું કામ આપણે ફટાફટ, ગમે ત્યારે અને ગમે ત્યાંથી કરી શકીએ છીએ એટલે એટલા પૂરતી આપણને પીસી કે લેપટોપની જરૂર રહી નહીં. પરંતુ ધીમે ધીમે...

ઓનલાઇન પેમેન્ટ વધુ સહેલું બનશે

અત્યારની પ્રચલિત ઓનલાઇન પેમેન્ટ પદ્ધતિ પ્રમાણમાં ઘણી મુશ્કેલ હોય છે. પેમેન્ટના પેજ પર પહોંચ્યા પછી આપણે ક્રેડિટ કે ડેબિટ કાર્ડની વિગતો આપીએ તે પછી, સિસ્ટમ તરફથી આપણા મોબાઇલ પર વન-ટાઇમ-પાસવર્ડ આવે, આપણે મેસેજિંગ એપ ઓપન કરી એ કોડ વાંચીએ, પછી પેમેન્ટ ગેટવેના પેજ પર ટાઇપ કરીએ, એ પછી પેમેન્ટ ઓથેન્ટિકેટ થાય. આ લાંબી વિધિને બદલે, પેયુ ઇન્ડિયા નામની કંનપીએ વન-ટેપ પેમેન્ટ સોલ્યુશન રજૂ કર્યું છે. કંપનીના દાવા મુજબ આ સોલ્યુશન પ્રમાણે આપણે કાર્ડની પાછળનો સીવીવી નંબર કે વન-ટાઇમ-પાસવર્ડ લખવાની જરૂર હોતી નથી (આપણે પહેલી વાર...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.