Home Tags 046_December-2015

Tag: 046_December-2015

વિવિધ એન્જિન્સની અંદરની સફર

કોઈ વાહનના ડિઝલ એન્જિન કે હવે ભૂલાવા લાગેલાં ભકછૂક ભકછૂક રેલવે સ્ટીમ એન્જિન કે જેટલ પ્લેના એન્જિનમાં એવી તે શી કરામત હોય છે કે તે મહાકાય વાહનોને આગળ વધવાની જબરજસ્ત ઊર્જા પૂરી પાડે છે? ઓટોમોબાઇલ એન્જિનીયરિંગ તમારા અભ્યાસનો વિષય હોય કે ન હોય, વિવિધ પ્રકારનાં એન્જિન્સની રચના કેવી હોય છે એનું તમને કૂતુહલ હોય તો આ એક વેબસાઇટ તપાસી જુઓ : http://www.animatedengines.com હોમ પેજ પર જતાં, વિવિધ એન્જિનનાં લાઇન ડ્રોઇંગ અને તેની લિંક જોવા મળશે. તમને જે ગમે તે એન્જિનમાં ઝંપલાવતાં એની રચનાની એક વિગતવાર સમજ જોવા...

એક્સેલમાં પરફેક્ટ પ્રિન્ટિંગ

કમ્પ્યુટર પર જુદી જુદી અનેક જાતની ગણતરીઓ કરવા માટેનો સૌથી સારો પ્રોગ્રામ એટલે એક્સેલ. એક્સેલ ઉપરાંત ઓપન ઓફિસ, લાઇબર ઓફિસ, કિંગસોફ્ટ ઓફિસ, ગૂગલ શીટ વગેરે મફત કે પ્રમાણમાં સસ્તા અન્ય સ્પ્રેડશીપ પ્રોગ્રામ પણ છે, પરંતુ ગણતરી માટે આપણો એક્સેલ સાથે પ્રેમભર્યો નાતો બંધાઈ ગયો છે. પરંતુ આ લેખના પહેલા જ વાક્યમાં ‘કમ્પ્યુટર પર’ શબ્દ પર ધ્યાન આપવા જેવું છે. એક્સેલ પ્રોગ્રામ સ્ક્રીન પર ગણતરી માટે તૈયાર કરાયેલો છે, એટલે એક સ્પ્રેડશીટમાં તમે ખાસ્સું એવું પહોળું અને ઊંડું પથરાય એવું ડેટાનું ટેબલ બનાવી શકો, પણ જ્યારે એને...

વિન્ડોઝમાં એરર રીપોર્ટિંગ બંધ કરવું છે?

વિન્ડોઝમાં કોઈ ને કોઈ પ્રોગ્રામમાં કંઈક સમસ્યા ઊભી થતાં તેને શટ ડાઉનની જરૂર છે એવી નોટિસનો તમે ક્યારેક તો સામનો કર્યો જ હશે. એ સાથે, કંપનીને તેનો એરર રીપોર્ટ મોકલવાનું કે ન મોકલવાનું બટન પણ તમે જોતા હશો. મોટા ભાગે, તમે રીપોર્ટ  મોકલવાની જ સલાહ મળી હશે. આમ તો, આવા ક્રેશ રીપોર્ટથી માઇક્રોસોફ્ટ કંપનીને પ્રોગ્રામમાં ક્યાં પ્રોબ્લેમ સર્જાયો હતો તે તાસવાની તક મળે છે, પણ તમે કોઈ કારણસર આવી નોટીસ આવે જ નહીં એવું ઇચ્છતા હો તો નીચેનાં પગલાં લો : સ્ટાર્ટ બટનને ક્લિક કરી, કંટ્રોલ...

ફેસબુકમાં વીડિયો ઓટો-પ્લે બંધ કરો, આ રીતે…

છેલ્લા થોડા સમયથી, ફેસબુકમાં આપણી ફીડ કે ટાઇમલાઇનમાં આવેલા વીડિયો આપોઆપ પ્લે થવા લાગ્યા છે. વીડિયો એડવર્ટાઇઝમેન્ટ આ રીતે ઓટોપ્લે થાય તેમાં જે તે કંપનીને ફાયદો છે, પણ આપણું નુક્સાન છે, ખાસ તો સ્માર્ટફોનમાં ડેટા પ્લાન પર ફેસબુકમાં ફટાફટ નજર ફેરવતા હોઈએ ત્યારે. સદનસીબે, આ ઓટોપ્લે બંધ કરી શકાય છે, આ રીતે... પીસીમાં ફેસબુકમાં લોગ-ઇન થઈ, ઉપલા મેનુમાંની છેલ્લી લિંક પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ. અહીં ડાબી તરફની પેનલમાં છેક નીચે ‘વીડિયોઝ’ દેખાશે, તેના પર ક્લિક કરો. અહીંથી તમે વીડિયોની ક્વોલિટી પણ બદલી શકો છો અને ઓટોપ્લે...

કરામતી કૂકીઝ

ઇન્ટરનેટ પર તમે જરા સતર્ક રહીને બ્રાઉઝિંગ કરતા હશો તો બે બાબતોએ તમારું ધ્યાન ખેંચ્યું હશે : એક, ઘણી વેબસાઇટ ઓપન કરતાં, તેના પર ઉપર કે નીચે, આપણું ધ્યાન ખેંચાય એ રીતે એક નોટિસ આવે છે (જુઓ ઉપરની ઇમેજ). બીજી બાબત જરા વધુ સતર્કતા માગી લે છે. આપણે અમુક વેબસાઇટની પહેલી વાર મુલાકાત લઈએ ત્યારે તે આપણને ‘વેલકમ ટુ અવર સાઇટ’ એવો કંઈક મેસેજ બતાવે છે અને કેટલાક દિવસો પછી ફરી એ વેબસાઇટની મુલાકાત લઈએ ત્યારે તે ‘વેલકમ બેક ટુ અવર સાઇટ’ એવો કંઈક...

સ્માર્ટફોન લેવાની ઉતાવળ કરશો નહીં

આગળ શું વાંચશો? બેટરી મેનેજમેન્ટ અને એપ સ્ટેન્ડબાય ફાઇલ મેનેજર મેમરી કાર્ડ સપોર્ટ રેમ મેનેજર એપ પરમિશન નાઉ ઓન ટેપ સ્માર્ટ લોક   આ દિવાળીએ પહેલો સ્માર્ટફોન કે પછી જૂના કરતાં વધુ સુવિધાવાળો નવો સ્માર્ટફોન ખરીદવાનું તમે વિચાર્યું હોય, પણ કોઈ કારણસર એ ટાર્ગેટ પૂરું ન થઈ શક્યું હોય, તો નિરાશ થવાની કોઈ જ‚રૂર નથી, ઉલટાનું હજી થોડી વધુ રાહ જોઈ લેવામાં વધુ લાભ છે! બે કારણસર. એક, જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદવાનું વિચારતા હો તો તેનું નવું વર્ઝન લોન્ચ થઈ ગયું છે, જે થોડા સમયમાં ઘણા...

નેવિગેશન, હવે ઓફલાઇન પણ

હજી ગયા અંકમાં જ આપણે વાત કરી હતી કે કોઈ અજાણ્યા શહેરમાં જવાનું થાય ત્યારે તેનો નક્શો આપણા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરીને આપણે તેનો ઇન્ટરનેટ કનેક્શન વગર પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારે મર્યાદા એટલી હતી કે સ્માર્ટફોનમાંનો આ ઓફલાઇન નક્શો કાગળના નક્શા જેવું જ કામ આપતો હતો, તેમાં ડિજિટલ મેપના ફાયદા નહોતા. હવે સ્થિતિ બદલાઈ છે! ગૂગલે હમણાં જ જાહેરાત કરી છે કે હવે આ ઓફલાઇન મેપમાં પણ સર્ચ અને નેવિગેશની સુવિધા મળશે. આપણે ત્યાં નેટ કનેક્શન મોંઘું, ધીમું એ અવિશ્વસનીય હોવાથી, આ સુવિધા તમારા પોતાના શહેર...

દુનિયાના સમાચારો પર ઊડતી નજર

આગળ શું વાંચશો? ગૂગલન્યૂઝ સમાચાર ધ પેપરબોય પ્રેસરીડર આપણી આસપાસની અને આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે એ વિશે સતત માહિતગાર રહેવામાં મદદરૂપ થાય છે અખબાર. ટીવી અને ઇન્ટરનેટના આક્રમણ છતાં હજી પણ અનેક લોકોની સવાર બાલ્કનીમાં કે હિંચકે ચાની ચૂસકી અને અખબાર નજર ફેરવ્યા પછી જ પડે છે. જો તમે પણ અખબાર વાંચનના આવા રસિયા હો અને ઘરે આવતાં બે-પાંચ અખબારથી તમને સંતોષ ન થતો હોય તો, ઇન્ટરનેટ તમારી મદદ કરી શકે છે. અહીં એવી કેટલીક સાઇટ/એપની વાત કરી છે, જેના પર સવારના પહોરમાં કરેલી...

ઇમોજીની મનમોજી વાતો

ગયા મહિને તમે સ્માર્ટફોન પર ‘હેપ્પી દિવાલી’ કે ‘નૂતન વર્ષાભિનંદન’ના મેસેજ સૌને પાઠવ્યા ત્યારે તેમાં ઇમોજીની છૂટ્ટા હાથે લ્હાણી કરી હતીને? વડીલોને પ્રણામ માટે જોડેલા હાથનું ઇમોજી, મિત્રોને શુભેચ્છા માટેનું ઇમોજી અને નાના હોય એમને આશીર્વાદનું ઇમોજી! એ જ રીતે, આ મહિને આખી દુનિયા મેરી ક્રિસમસના મેસેજીસ વહેતા કરશે ત્યારે તેમાં કેક અને ગિફ્ટ બોક્સ જેવા ઇમોજી ઉમેરવાનું ભૂલશે નહીં. તમે વોટ્સએપ જેવી એપમાં મેસેજ લખતી વખતે કે રીપ્લાય કરતી વખતે સ્માઇલી કે થમ્સ અપની ઇમોજી ઉમેરતી વખતે, બીજો કોઈ મૂડ એક્સપ્રેસ કરવા માટે બીજું કોઈ...

ફેસબુકમાં તમારી પોસ્ટ સર્ચ થવા દેવી નથી?

ફેસબુક પર તમે ફક્ત નજીકના મિત્રો સાથે શેર કરેલી કેટલીક વાતો હવે દુનિયાની કોઈ પણ વ્યક્તિને ફેસબુકના સર્ચ રિઝલ્ટમાં જોવા મળી શકે છે. જો તમને એનાથી કોઈ ફેર ન પડતો હોય તો જુદી વાત છે, પણ જો તમે તમારી પોસ્ટ્સ મિત્રો પૂરતી જ મર્યાદિત રાખવા માગતા હો તો... ફેસબુકમાં લોગ-ઇન થયા પછી, ઉપરના મેનુમાં જમણા છેડે તાળા જેવી નિશાની પર ક્લિક કરો. અહીં ‘હૂ કેન સી માય સ્ટરફ’ પર ક્લિક કરો. અહીં તમને મુખ્ય બે વિકલ્પ દેખાશે, પબ્લિક અને ફ્રેન્ડ્સ. જો તમે તમારી પોસ્ટ્સ ફેસબુકના સર્ચમાં પણ ઉમેરાય...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.