Home Tags 045_November-2015

Tag: 045_November-2015

કોઈ તમારા ઈ-મેઇલ એકાઉન્ટ પર કબજો જમાવે તે પહેલાં…

તમને ક્યારેક તમારા કોઈ મિત્ર કે પરિચિતના ઈ-મેઇલ આઇડી પરથી, ખરેખર એમણે ન મોકલ્યો હોય એવો ઈ-મેઇલ આવી પડ્યો હશે. એ વ્યક્તિનું ઈ-મેઇલ એકાઉન્ટ કોઈ હેક કરી લે અને તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલી તમામ વ્યક્તિને ખોટા ઈ-મેઇલ મોકલવા લાગે ત્યારે આવું થતું હોય છે. હેકરે એ એકાઉન્ટમાં ઘૂસાડેલા પ્રોગ્રામથી આવા સ્પામ મેઇલ્સ રવાના થવા લાગતા હોય છે. આવું બની રહ્યું હોય તેની ઈ-મેઇલ એકાઉન્ટના મૂળ માલિકને તો ખબર પણ હોતી નથી. તમારા ધ્યાનમાં આવો મેઇલ આવે એટલે તમે એ વ્યક્તિને જાણ કરો અને પછી એ...

કી-બોર્ડનો પાયો તૂટી જાય ત્યારે…

કમ્પ્યુટરના કી-બોર્ડમાં પાછળની બાજુએ બે નાના પાયા જેવી સગવડ હોય છે, જેના આધાર પર આપણે કી-બોર્ડને આગળની બાજુએ થોડું ઊંચું રાખી શકીએ છીએ, જેથી ટાઇપિંગ સરળ થઈ શકે. લાંબા ઉપયોગ પછી આમાંનો કોઈ પાયો તૂટી જાય તો આપણે કી-બોર્ડ પાછળ કોઈ આધાર મૂકવો પડે છે. એના બદલે, બીજો પાયો પણ તોડી, બંને જગ્યાએ સાદી પેપર બાઇન્ડર ક્લિપના સળિયાને ભરાવી દો, કી-બોર્ડ ફરી પહેલાં જેવું થઈ જશે!  

કાર ફેક્ટરીની વર્ચ્યુઅલ સફર

થોડા સમય પહેલાં, અમદાવાદમાં ટાટા કંપનીએ નેનો કારા પ્રચાર માટે એક ઓફર રજૂ કરી હતી - કારની ટેસ્ટ ડ્રાઈવ લો (કે ખરીદો - ચોક્કસ વિગતો યાદ નથી!) અને અમદાવાદ નજીક, સાણંદમાં આવેલી નેનો કારી ફેક્ટરીની મુલાકાત લો! આ ઓફરો કેટલા લોકોએ લાભ લીધો એ તો ખબર નથી, પણ આપણી રોજિંદી ઘટમાળમાંથી થોડો બ્રેક લઈને આવી કોઈ મેગાફેક્ટરીની મુલાકાત લઈએ તો કંઈક તદ્દન જુદો જ અનુભવ જરૂર થાય. એટલે તો ટીવી પર નેશલ જ્યોગ્રાફિકનો ‘મેગાફેક્ટરીઝ’ શો સારો એવો લોકપ્રિય છે. પણ, આવી કોઈ મેગા ફેક્ટરી, ખાસ કરીને...

રેલ્વે બુકિંગ ફોર્મ તત્કાલ ભરવાની સુવિધા!

ઇન્ટરનેટ પર રેલવે બુકિંગ કરવા માટે કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ટાઇપિંગની આપણી પોતાની સારી સ્પીડ હોવી જરૂરી છે. જાણી લઈએ, ફોર્મ ભરવાની આપણી સ્પીડ વધારવામાં મદદરૂપ થાય એવું એક ટૂલ! આ દિવાળી વેકેશનમાં કોઈ સ્થળે પ્રવાસે જવાનું તમે વિચાર્યું હશે તો ઇન્ટરનેટ પર રેલવે બુકિંગ કરવાની કસરત તમને આકરી પડી હશે. બહુ વેળાસર આયોજન કર્યું હોય અને સમયસર બુકિંગ કરવાની મહેનત કરો તો ખાસ તકલીફ ન પડે, બાકી ખાસ કરીને રજાઓમાં મોટા ભાગની ટ્રેનમાં એટલું ઝડપથી બુકિંગ થતું હોય છે કે આપણે રજાઓની પાક્કી અનુકુળતા જોઈને તારીખ નક્કી કરીએ, ટ્રેન...

ફટાફટ નોટ ટપકાવો

ક્યારેક એવું બનતું હશે કે તમે ઓફિસમાં કમ્પ્યુટર સામે હો, કોઈનો ફોન આવે અને તમારે વાતચીતના કેટલાક અગત્યના મુદ્દાઓ ટપકાવી લેવાની જરૂર ઊભી થાય. આવી સ્થિતિ માટે તમે હંમેશા એક જ ડાયરી અને પેન હાથવગાં રાખતા હો તો ઠીક છે, બાકી પેન અથવા કાગળ શોધવા ફાફાં મારવાં પડે અને જે હાથે ચઢે તે કાગળમાં નોંધ ટપકાવો તો થોડા સમય પછી એ કાગળ જ શોધવા ફાફાં મારવાં પડે! આનો એક સરળ ઉપાય, જરૂરી મુદ્દાઓ ફટાફટ કમ્પ્યુટરમાં ટપકાવી લેવાનો છે. એ માટેના કેટલાક સહેલા રસ્તા જાણી લો. વિન્ડો...

જીમેઇલમાં મલ્ટીપલ સાઇન-ઇન શું છે?

સવાલ લખી મોકલનારઃ ફૈયાઝ શેખ, અમદાવાદ  ફૈયાઝભાઈનો મૂળ સવાલ જરા લાંબો છે "મેં x@gmail.com નામે ગૂગલ એકાઉન્ટ ઓપન કર્યું. તેમાં લોગ-ઇન કરીને જીમેઇલ વગેરેનો ઉપયોગ કર્યો. તે પછી ફોન તથા પીસીમાં y@gmail.com નામે એકાઉન્ટ ઓપન કર્યું. તેમાં લોગ-ઇન કરતાં, x@gmail.com ઉપર લોગ-ઇન થઈને જીમેઇલ વગેરે ઓપન થાય છે. ફોન તથા પીસીમાં આપણી ઇચ્છા મુજબ એક્સ કે વાય એકાઉન્ટમાં કઈ રીતે લોગ-ઇન કરી શકાય? આ સવાલ ખરેખર લાંબો નહીં, પણ અટપટો લાગ્યો હશે. તેમાં વાંક ફૈયાઝભાઈનો નહીં, પણ નવી ટેકનોલોજી અને આપણી નવી નવી જરૂરિયાતોનો છે! ખરેખર આવી મૂંઝવણ અનેક લોકોની...

ભોમિયા સાથે ભમીએ ડુંગરા

આ લેખના શીર્ષક માટે જેનો આધાર લીધો છે, એ કવિ શ્રી ઉમાશંકર જોશીની મૂળ પંક્તિઓ તો જુદી છે ને બહુ મજાની છે, "ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી... નેટ પર જરા સરખું સર્ચ કરશો તો આખું ગીત વાંચી તો ઠીક સાંભળી પણ શકશો. ફિલ્મ ‘જબ વી મેટ’ના પેલા ગીત "હમ જો ચલને લગે, ચલને લગે હૈં યે રાસ્તે, આ હા હા, મંઝિલ સે બેહતર લગને લગે હૈં યે રાસ્તે...માં પણ બરાબર આ...

ચાર ગણી ઝડપે બ્રાઉઝિંગ!

છેલ્લા થોડા સમયથી, તમે તમારા મોબાઇલમાં વેબસર્ફિંગ કરતા હો ત્યારે તેમાં તમને કોઈ ફેરફાર થયો હોય તેવું લાગ્યું છે? એટલે કે તમે કોઈ વેબપેજ ઓપન કરો ત્યારે અગાઉની સરખામણીમાં હવે એ ફટાફટ ઓપન થવા લાગ્યાં હોય એવું લાગે છે? ગૂગલ કહે છે કે એવું લાગવું જોઈએ! ચોક્કસ આંકડો કહીએ તો વેબપેજ ચાર ગણી વધુ ઝડપે લોડ થવું જોઈએ અને અગાઉ કરતાં એ વેબપેજ ૮૦ ટકા ઓછો ડેટા વાપરતું હોવું જોઈએ! યે બાત કુછ હજમ નહીં હુઈ, કેમ? પણ શક્ય છે કે આ હકીકત હોય. તમારા ફોનમાં...

વિદ્યાર્થીઓનું ટીવી, ઇન્ટરનેટ પર

એવી કોઈ શાળા કે કોલેજની કલ્પના કરી જુઓ, જેમાં જઈને તમે જુદા જુદા અનેક વિષય પરના ત્રીસ હજારથી વધુ લેક્ચર્સ એટેન્ડ કરી શકો! અને વિષયની વિવિધતા પણ અપાર! એમ સમજો કે દુનિયાની સૌથી નામાંકિત યુનિવર્સિટીઓમાં તમે એક સાથે એડમિશન લઈ લીધું, એ પણ કોઈ પ્રવેશ પરીક્ષા આપ્યા વિના કે કોઈ ફી ભર્યા વિના! વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકો અને પ્રોફેશનલ્સ માટે આ વિરાટ જ્ઞાનખજાનાની વાત કરતાં પહેલાં, આવું કેવી રીતે શક્ય બને છે અને એ શા માટે મહત્વનું છે એ થોડું સમજી લઈએ. વિશ્વઆખાના જ્ઞાનનું એકત્રીકરણ ઇન્ટરનેટને આપણે સૌ માહિતીનો...

વીઆર કેમેરાથી માંડીને પવનઊર્જા તરફ…

આગળ શું વાંચશો? જમ્પ કીપ લૂન મેપ્સ માય બિઝનેસ મકાની નેક્સસ ન્યૂઝ નાઉ  જમ્પ આપણા માટે લગભગ અજાણ્યું એવું ગૂગલનું વધુ એક પાસું. ગૂગલે આ વર્ષે મે મહિનામાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી. સપ્ટેમ્બર ૨૦૧૫ અંકમાં આપણે જાયન્ટ ટેક કંપનીઓ વર્ચ્યુઅલ રીયાલિટી ક્ષેત્રે કેવી હરણફાળ ભરી રહી છે એની વાત કરી હતી. વીઆરની મોટી તકલીફ એ છે કે આ ટેક્નોલોજી વિક્સાવવા માટે મોટી મોટી કંપનીઓ મથી રહી છે, પણ એની મજા માણવા કે આ ટેક્નોલોજીની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી શકાય એવું કન્ટેન્ટ ક્યાંથી લાવવું? યુટ્યૂબની અપાર લોકપ્રિયતાનાં મૂળ વીડિયો...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.