Home Tags 044_October-2015

Tag: 044_October-2015

ફેસબુક પરની ગ્લોબલ ફ્રેન્ડશીપ

આ નક્શો તમે પહેલી વાર જોશો તો કદાચ એવું લાગશે કે આપણા વડાપ્રધાન જે જે દેશોની મુલાકાત લઈ આવ્યા છે તેનો નક્શો હશે, પણ હકીકતમાં એવું નથી! આ નક્શો ગ્લોબલ ફ્રેન્ડશીપ ટ્રેન્ડ્સ દર્શાવે છે. ના સમજાયું? આ નક્શો છે જ એવો. એ રસપ્રદ છે, પણ જરા ઊંડા ઊતરીએ ત્યારે. અમેરિકાની જાણીતી સ્ટેન્ફોર્ડ યુવિર્સિટીમાંથી ‘ઇન્ટરનેશલ રીલેશન્સ’ વિષયમાં સ્નાતક થયેલી મિયા ન્યુમેન નામની એક વિદ્યાર્થિનીએ વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કેવા મૈત્રી સંબંધો છે એ તપાસતો એક અભ્યાસ હાથ ધર્યો અને તેનું પરિણામ આ નક્શો છે. પરંતુ આ નક્શો ભારત...

કેવું લેપટોપ ખરીદશો?

એક સમય એવો હતો જ્યારે કમ્પ્યુટર ખરીદવાનું થાય ત્યારે ડેસ્કટોપ પીસી લેવું કે લેપટોપ તેની મૂંઝવણ થતી. હવે લેપટોપની ઓવરઓલ કેપેસિટી ડેસ્કટોપ જેટલી જ થઈ ગઈ છે અને લેપટોપમાં ગમે ત્યાંથી કામ કરવાની સગવડ છે એટલે પસંદગી થોડી સહેલી બની છે, તો વળી નવી મૂંઝવણ ઉમેરાઈ - લેપટોપ કેવું કે સારું ટેબલેટ? એક વાત નક્કી છે કે ડેસ્કટોપમાં જે કંઈ થઈ શકે એ બધું લેપટોપમાં થઈ શકે, પણ એ જ રીતે ટેબલેટ લેપટોપની બરોબરી કરી શકે તેમ નથી. એટલું ખરું કે સામાન્ય રીતે ડેસ્કટોપ કરતાં લેપટોપની...

શોર્ટન્ડ યુઆરએલ શું છે?

સવાલ લખી મોકલનારઃ મયુર પંચાલ  સૌથી ટૂંકો જવાબ, નામ કહે છે તેમ, ટૂંકું યુઆરએલ! પણ, ચાર વર્ષ પહેલાં ઓક્ટોબર મહિનામાં જ જેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી એ જગજિત સિંહની પેલી પ્રખ્યાત પંક્તિઓની જેમ, બાત નીકલી હૈ તો દૂ...ર... તલક જાએગી! લાંબો જવાબ જાણતાં પહેલાં જાણીએ યુઆરએલ વિશે થોડું - વેબસાઇટના એડ્રેસ તરીકે યુઆરએલનો ઉપયોગ આપણે સૌ જાણીએ છીએ, પણ એનો અર્થ કદાચ ઓછો જાણીએ છીએ. યુનિફોર્મ રીસોર્સ લોકેટર જેનું આખું નામ છે, એ યુઆરએલ ઇન્ટરનેટ પરની કોઈ ચોક્કસ વેબસાઇટ, વેબપેજ કે ફાઇલનું સરનામું દર્શાવે છે. યુઆરએલના જુદા જુદા...

સાયબર ટેરરિઝમ

આગળ શું વાંચશો? ક્યાંથી આવ્યો આ શબ્દ - સાયબર ટેરરિઝમ સૌથી મોટાં બે હથિયાર : કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાયબર એટેકના પ્રકારો સાયબર ટેરરિઝમનો ઈતિહાસ કઈ રીતે કરે છે સાયબર એટેક? ત્રણ મેથડ સાયબર ટેરરિઝમના મુખ્ય ટૂલ્સ કેટલા સક્ષમ છીએ આપણે? સાયબર ટેરરિઝમ ‘સાયબર ટેરરિઝમ’  શબ્દ તમે અવારનવાર છાપાં, મેગેઝિનમાં વાંચ્યો કે ટીવી કે સેમિનારમાં સાંભળ્યો હશે. વૈશ્વિક દૃષ્ટિએ ચિંતાનો વિષય બની ગયેલા આ શબ્દ વિષે કોઈ ચોક્કસ વ્યાખ્યા તો નથી, પરંતુ સમજવા માટે સરળ ભાષામાં  કહીએ તો જ્યારે ઇન્ટરનેટ, પર્સનલ કમ્પ્યુટર અને અન્ય ટુલ્સ કે ટેક્નોલોજી...

ગેમઝોન

આગળ શું વાંચશો? પેપર ફોલ્ડિંગ ગેમ પેપર કટિંગ ગેમ એપ્સ અને ગેમ્સની કિંમત ઘટી પ્લે સ્ટોરનાં ગિફ્ટ વાઉચર Paperama પેપર ફોલ્ડિંગ તમે ગમતી રમત કે પ્રવૃત્તિ હોય તો તમને તમારા સ્માર્ટફોન પર, સ્ક્રીન પર ટચથી વર્ચ્યુઅલ કાગળને વાળી શકાય એવી, ઓરિગામીની ઘણી બધી રમત મળશે. આવી એક ગેમ છે પેપરામા. પહેલી નજરે, બિલકુલ સિમ્પલ ગેમ છે. આપણને એક ચોરસ કાગળ સ્ક્રીન પર આપવામાં આવે અને ટપકાંવાળી લાઈનથી તેના પર એક આકાર દોરેલો હોય. આપણે કાગળને આંગળીના ઇશારે વાળીને એ આકાર જેવો બનાવી દેવાનો. શરત એટલી આ કામ ઝડપથી...

નેટ કનેક્શન વિના ચેટિંગ

ગુજરાતમાં વારંવાર મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાગતાં લોકો તેના ઉપાય શોધવા લાગ્યા છે. આવા પ્રતિબંધ કરતાં પણ, કુદરતી આફતના સંજોગમાં ઘણી મદદરૂપ થઈ શકે એવી એક કરામતી એપ જાણી લો. આગળ શું વાંચશો? ફાયરચેટમાં શું શું થઈ શકે?   ગયા મહિને પૂરાં ૧૩ વર્ષ પછી ગુજરાતે અશાંતિ જોઈ અને કેટલાંય વર્ષો પછી આપણે એ પણ અનુભવ કર્યો કે ફેસબુક કે વોટ્સએપ વિના પણ જીવી શકાય છે! સરકારે અને ઘણી મોબાઈલ કંપનીઓએ સામે ચાલીને, અફવાઓ ડામવા અને પરિસ્થિતિ થાળે પાડવા મોબાઇલ ઇન્ટરનેટ તથા એસએમએસ સુવિધાઓ અમુક દિવસ પૂરતી બંધ...

આવી ગઈ છે ફેસબુક મોમેન્ટ્સ

ફેસબુકે એવી ટેક્નોલોજી વિક્સાવી છે કે કોઈ ફોટોગ્રાફમાં આપણો સ્પષ્ટ ચહેરો ન દેખાતો તો પણ તે આપણને ઓળખી બતાવે છે. આ ટેક્નોલોજીને કામે લગાડીને તેણે બનાવી છે નવી ફોટોશેરિંગ એપ. ફોટો રેકગ્નિશન ક્ષેત્રે દુનિયાની અગ્રણી ટેક કંપનીઓ ઘણી આગળ વધી ગઈ છે. તમે પીસીમાં પિકાસા સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હોય તો તમે જાણતા હશો કે તેમાં આપણે અમુક ફોટામાં અમુક વ્યક્તિ ઓળખી બતાવીએ તે પછી સિસ્ટમ આપોઆપ એ વ્યક્તિના બધા ફોટોગ્રાફ અલગ તારવી આપે છે. યુએસ પછી ભારતમાં લોન્ચ થયેલી ફેસબુકની મોમેન્ટ્સ એપમાં કંઈક આવી જ અને એથી...

એક્સેલમાં વર્કશીટ કોપી કે મૂવ કરો આ રીતે…

જો તમે એક્સેલનો પ્રમાણમાં ઠીકઠીક ઉપયોગ કરતા હશો તો તમે જાણતા જ હશો કે એક્સેલની ફાઇલને સામાન્ય રીતે ‘વર્કબુક’ કહેવામાં આવે છે અને એક વર્કબુકમાં એકથી વધુ ‘વર્કશીટ’ હોય છે (આપણે કોરી એક્સેલ ફાઇલ - વર્કબુક ઓપન કરીએ એટલે બાય ડિફોલ્ટ તેમાં ત્રણ કોરી વર્કશીટ જોવા મળે છે, જેમાં આપણે જરૂરિયાત મુજબ ઉમેરો કરી શકીએ છીએ). એવું ઘણી વાર બની શકે કે આપણે કોઈ વર્કબુકમાંની કોઈ આખેઆખી વર્કશીટને એક્સેલમાંની બીજી કોઈ વર્કબુકમાં કોપી કરવાની જરૂર ઊભી થાય કે પછી, એ જ વર્કબુકમાં તેની કોપી કરવાની થાય....

ગુજરાતી મોબાઇલ!

તમારા ફોનમાં ગુજરાતી ફોન્ટ કેમ દેખાય એની ચિંતા છોડી દો! હવે વોટ્સએપ જેવી એપમાં પણ ગુજરાતી વાંચવાની સરસ સુવિધા ઉપલબ્ધ છે અને ફોનમાંનું બધું જ ગુજરાતી હોય એવા દિવસો પણ આવી ગયા છે. મોબાઇલમાં ગુજરાતી વંચાવું જોઈએ એ જરૂરિયાત એક છે, પણ આ જરૂરિયાત જે લોકોને છે એ બે પ્રકારના છે! એક, એવા લોકો જેમની જરૂર વોટ્સએપમાં આવેલા ગુજરાતી મેસેજીસ વાંચવા પૂરતી હોય. એ લોકો સ્માર્ટફોનનના જૂના જોગી હોય અને સ્માર્ટફોનન ખરીદતી વખતે જરૂરી સ્પેસિફિકેશન્સની એમની યાદીમાં ગુજરાતી ફોન્ટની જરૂરિયાતનો ક્રમ ઘણો નીચે હોય. બીજો પ્રકાર એવા...

“કહું છું, ક્યાં છો તમે?”

મુંબઈ હોય કે અમદાવાદ, ઘર બહાર ગયેલા સ્વજનની સલામતી વિશે પરિવારના અન્ય સભ્યો સતત ચિંતામાં રહે છે. સ્માર્ટફોનનની મદદથી, આપણે એકબીજાનું સચોટ લોકેશન જાણી શકીએ છીએ, સતત! મુંબઈ બ્લાસ્ટ્સ પર આધારિત ફિલ્મ ‘વેનસડે’ તમે જોઈ હતી? તેમાં, આતંકવાદીઓ સામે અકળાયેલા કોમનમેન નસીરુદ્દીનનો એક ડાયલોગ કંઈક આવો છે... "મુંબઈવાલા ઘર સે ઓફિસ જાતા હૈ તો બીવી બારબાર ફોન કરતી હૈ, ચાય પી લી? ટીફિન ખા લીયા? દરઅસલ, વો જાનના ચાહતી હૈ, તુમ જિન્દા તો હો?’’ કમનસીબે, આપણા દેશમાં આ સ્થિતિ ફક્ત મુંબઈ પૂરતી સીમિત નથી. વાત કુંભમેળા કે...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.