Home Tags 043_September-2015

Tag: 043_September-2015

કાર ઉદ્યોગની ભાવિ દિશા

અમદાવાદના રીલિફ રોડ પર કંઈ કામ હોય તો કાર ધરાવતા મોટા ભાગના લોકો ત્યાં જવા માટે રીક્ષા પસંદ કરે છે, કારણ પાર્કિંગ પ્રોબ્લેમ! આપણાં શહેરોના આવા ભરચક વિસ્તારોની સ્થિતિ ક્યારે સુધરશે એ તો ખબર નહીં, પણ એરપોર્ટ, ફાઇવસ્ટાર હોટેલ કે મોલ જેવી જગ્યાએ, જ્યાં પ્રમાણમાં વ્યવસ્થિત પાર્કિંગ પ્લોટ્સ હોય ત્યાં આ સ્થિતિની કલ્પના કરી જુઓ... તમે પોતાની કાર ડ્રાઇવ કરીને, મોલના પાર્કિંગ પ્લોટના એન્ટ્રન્સ પાસે પહોંચ્યા. કારમાંથી નીચે ઉતર્યા અને ખિસ્સામાંથી સ્માર્ટફોન જેવું ટચૂકડું સાધન કાઢી, કારનો ‘ઓટો પાર્કિંગ મોડ’ એક્ટિવેટ કર્યો અને તમે મોલમાં દાખલ...

વર્ડમાં ટેબલ્સનો ઉપયોગ સમજીએ

વર્ડમાં ડોક્યુમેન્ટ બનાવતી વખતે કોઈને કોઈ તબક્કે તમારે ટેબલ્સનો ઉપયોગ કરવાનો થતો હશે. વર્ડમાં ટેબલ્સ ટૂલ એકદમ પાવરફૂલ છે, પણ તેને બરાબર સમજી લીધા પછી! માઇક્રોસોફ્ટ વર્ડના કોઈ ડોક્યુમેન્ટમાં કોષ્ટક એટલે કે ટેબલમાં જુદી જુદી માહિતી દર્શાવતી હોય તો એ માટેનાં ટૂલ જેટલાં પાવરફૂલ છે એટલાં જ ઉપયોગમાં સહેલાં છે - જો એ વિશેની પાયાની સમજણ હોય તો! આપણે જાણી છીએ તેમ ટેબલ જુદી જુદી હરોળ - રો અને સ્તંભ - કોલમથી બને છે. આપણે વર્ડ ડોક્યુમેન્ટમાં ટેબલ ઉમેરતાં અને તેમાં જરૂરી ફેરફારો કરવાનું જાણી લઈએ. ટેબલ તૈયાર...

વિન્ડોઝમાં ફોટો મેનેજમેન્ટ

જો તમે તમારા ફોટોગ્રાફ્સની ઓનલાઇન લાઇબ્રેરી બનાવવા ન ઇચ્છતા હો તો પીસીમાં, વિન્ડોઝની મદદથી પણ લાઇબ્રેરીને વધુ સઘન બનાવી શકો છો. અલબત્ત, એ માટે તમારે ઘણી મગજમારી કરવાની તૈયારી રાખવી પડશે. તમે તમારા ડિજિટલ ફોટોગ્રાફ્સ કેવી રીતે સાચવો છો? દુ:ખતી નસ દબાવી દીધી હોય તો સોરી, પણ સ્માર્ટફોન થકી ડિજિટલ ફોટોગ્રાફી જેટલી સહેલી બની છે, એટલું આપણે ક્લિક કરેલા ઢગલાબંધ ફોટોગ્રાફ્સને મેનેજ કરવાનું મુશ્કેલ બન્યું છે. આમ તો ગૂગલે ફોટો મેનેજમેન્ટ સહેલું બનાવવા માટે સૌથી પહેલાં પિકાસા, પછી ગૂગલ પ્લસમાં ફોટોઝ સેક્શન અને પછી અંતે, એક-બે મહિના...

વિન્ડોઝ ૭ની અજાણી ખૂબીઓ

ઘણાં બધાં કારણોસર, તમે વિન્ડોઝ ૧૦ ન અપનાવો તેવું બની શકે છે. તો જેનો ઉપયોગ અત્યારે ચાલુ છે એના જ માસ્ટર શા માટે ન બનવું? આખરે વિન્ડોઝ ૧૦ની પધરામણી થઈ ગઈ છે. કમ્પ્યુટર સાથે તમારે સામાન્ય કરતાં જરા વધુ ઘરોબો હશે તો તમને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જે ફેરફારો થઈ રહ્યા છે એ ચોક્કસ રસપ્રદ લાગ્યા હશે. મોટા ભાગના લોકોએ વિન્ડોઝ એક્સપીનો વર્ષો સુધી ઉપયોગ કર્યો છે. એ પછી, વિન્ડોઝ વિસ્ટા ઓપરેટિંગ સિસ્ટમ આવી, પણ મોટા ભાગના સર્વિસ એન્જિનીયર તેના બદલે વિન્ડોઝ એક્સપીનો જ ઉપયોગ કરવાની સલાહ આપતા...

વિન્ડોઝ ૧૦ હાજિર હૈ!

આખી દુનિયાને સ્માર્ટફોન તરફ વળતી જોઈને, માઇક્રોસોફ્ટે વિન્ડોઝના નવા વર્ઝનને તમામ પ્રકારના ડિવાઇસમાં એક સરખો અનુભવ આપે તેવું બનાવવાની કોશિશ કરી છે. જોકે અત્યારે તેની ખૂબીઓ કરતાં પ્રાઇવસીની ચિંતા વધુ ચર્ચાઈ રહી છે. લાંબો સમય રાહ જોવડાવ્યા પછી, ખાસ તો એ ‘બિલકુલ મફતમાં મળશે’ એવી વાતોને કારણે વધુ ઉત્સુકતા જગાવ્યા પછી વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ થઈ ગઈ છે. આપણે ત્યાં હજી પણ સંખ્યાબંધ પીસી ૨૪ ઓગસ્ટ, ૨૦૦૧માં લોન્ચ થયેલી વિન્ડોઝ એક્સપી ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, ઘણા લોકો વિન્ડોઝ ૭ સુધી પહોંચ્યા છે અને ખાસ કરીને...

પરદેશમાં ભણવાના પ્રશ્નો : કેમ, ક્યારે અને શું?

ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ જવાનું વિચારી રહ્યા હો તો અહીં ટોપ ફાઇવ કન્ટ્રીઝ અને તેમનાં જમા-ઉધાર પાસાં તારવી આપ્યાં છે. આગળ શું વાંચશો? અમેરિકા - ટોપ કોર્સ : એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, હેલ્થકેર, ફાર્મસી, માનવ વિજ્ઞાન અને કળાઓ યુનાઈટેડ કિંગડમ - ટોપ કોર્સ : એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, હેલ્થકેર, હોટેલ મેનેજમેન્ટ, માનવ વિજ્ઞાન અને કળાઓ ઓસ્ટ્રેલિયા - ટોપ કોર્સ : આઇટી, હેલ્થકેર, મેનેજમેન્ટ અને એકાઉન્ટિંગ કેનેડા - ટોપ કોર્સ : ટેકનોલોજી અને એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, મેડિકલ, એનિમેશન, માનવ વિજ્ઞાન અને કળાઓ ન્યુઝીલેન્ડ - ટોપ કોર્સ : હોટેલ મેનેજમેન્ટ, ટુરીઝમ મેનેજમેન્ટ,...

જીવનભર ઉપયોગી થઈ શકે એવી બ્રેઇન ગેમ

સફળ થવું હોય તો કંઈક અલગ વિચારતાં શીખવું પડે - આ વાત કહેવામાં જેટલી સહેલી છે, એટલી અમલમાં મૂકવી મુશ્કેલ છે. દિમાગને જુદી જુદી સમસ્યાના જુદા જુદા ઉકેલ શોધવાની ટેવ પાડવી હોય તો આ ગેમ રમવા જેવી છે. આગળ શું વાંચશો? શું છે આ ફ્લેક્સિબલ થીંકિંગ? ઘણાં મા-બાપ અવારનવાર પોતાના સંતાન વિશે ફરિયાદ કરતાં હોય છે કે "હાથમાંથી સ્માર્ટફોન મૂકતો (કે મૂકતી!) જ નથી. અતિરેક કોઈ પણ બાબતનો ખોટો છે, એટલે આ ફરિયાદમાં તથ્ય ખરું, પણ ક્યારેક એ પણ વિચારવું જોઈએ કે દીકરો કે દીકરી સ્માર્ટફોનમાં કરે...

ફિશિંગ એટેકનાં બે ઉદાહરણ

એક સજાગ વાચકમિત્રે મોકલાવેલા ઈ-મેઇલનાં બે ઉદાહરણ સ્પષ્ટ બતાવે છે કે આપણી માહિતી ચોરવા માટેના આ પ્રયાસ બહુ સહેલાઈથી પારખી શકાય છે, ફક્ત થોડી સાવધાની રાખવાની જરૂર જ હોય છે. આગળ શું વાંચશો? ‘યાહૂ’નો મેઇલ ‘આઇડીબીઆઇ’નો મેઇલ સવાલ થોડી સજાગતાનો ‘સાયબરસફર’ના એક વાચકમિત્ર, શ્રી કુલીનભાઈ દેસાઈને તેમના ઈ-મેઇલ આઇડી પર એક મેઇલ મળ્યો. મેઇલમાં ‘ફ્રોમ’માં લખવામાં આવ્યું હતું યાહૂ અને સબ્જેક્ટમાં ૧૩.૦૮.૨૦૧૫ એવી તારીખ હતી. મેઇલમાં લખવામાં આવ્યું હતું કે તમારા મેઇલબોક્સની ૧ જીબીની સ્ટોરેજ લીમિટ પૂરી થઈ ગઈ છે અને તમે તમારું મેઇલ બોક્સ રીવેલિટેડ નહીં કરો...

ભાષાનાં ઘટતાં અંતર

ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપની ભાષાંતર ક્ષેત્રે નવીન શોધો થકી, દુનિયાના અલગ અલગ  ભાષા બોલતા લોકોને પરસ્પરની નજીક લાવી રહી છે. હવે સમય આવી પહોંચ્યો છે, ઇન્સ્ટન્ટ ઓટોમેટિક ટ્રાન્સલેશનનો! ગયા વર્ષે, જૂન મહિનામાં આપણે એક ખાસ પ્રકારની એપ વિશે વાત કરી ત્યારે લખ્યું હતું કે આપણને તેનો તરત લાભ મળવાનો નથી, હવે એ સમય આવી ગયો છે, અલબત્ત પૂરેપૂરો નહીં વાત એમ છે કે ગયા જૂન મહિનાની આસપાસ ગૂગલે ક્વેસ્ટ વિઝ્યુઅલ્સ નામની એક કંપની ખરીદી હતી. આ કંપનીએ વર્લ્ડ લેન્સ નામની એક મોબાઇલ એપ વિક્સાવી હતી. એ...

કેન્ડીડ ફોટોગ્રાફી માટે કામની એપ્સ

અણી ચૂક્યો માણસ કદાચ સો વર્ષ જીવતો હશે, પણ ક્ષણ ચૂકેલા ફોટોગ્રાફની કોઈ કિંમત નથી. વિચારના ઝબકારા સાથે જ તમે કોઈ ક્ષણ તસવીરમાં કેદ કરી લેવા માગતા હો તો બે ખાસ એપ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરવા જેવી છે. આગળ શું વાંચશો? સ્નેપશોટ ક્વિક કેમેરા સારી ફોટોગ્રાફીમાં જેટલું મહત્વ પ્રકાશના સંયોજનનું છે, એટલું જ સમયનું છે. એટલે જ ફોટોગ્રાફીમાં ‘કેન્ડીડ ફોટોગ્રાફી’ની આવડત મહત્વની ગણાય છે. કેન્ડીડ ફોટોગ્રાફી એટલે એવી ફોટોગ્રાફી જેમાં તમે જેનો ફોટોગ્રાફ લઈ રહ્યા હોય એ પોતાની સામે કેમેરા મંડાઈ રહ્યો છે એ હકીકત પ્રત્યે બેધ્યાન હોય, અથવા...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.