Home Tags 042_August-2015

Tag: 042_August-2015

મન શાંત કરવું છે?

એક દિવસમાં લગભગ કેટલો સમય તમે કમ્પ્યુટરના સ્ક્રીન સામે પસાર કરો છો? તમારું કામ કે વ્યવસાય કેવો છે એની પર બધો આધાર છે, પણ સતત કમ્પ્યુટર સામે રહેવાની આડઅસરોથી બચવાનો એક ઉપાય એ છે કે વધુમાં વધુ ૨૦ મિનિટ સુધી કમ્પ્યુટર પર વ્યસ્ત રહ્યા પછી ઊભા થઈ જવું (ખરેખર તો હવે દુનિયાભરમાં, ઓફિસમાં પણ ઊભા ઊભા જ કામ કરવાનું ચલણ વધી રહ્યું છે!). પરંતુ જો તમને તમારું કામ ભરપૂર ગમતું હોય તો શક્ય છે કે તમે એમાં એવા પરોવાઈ જાવ કે વીસ મિનિટે ઊભા થવાનું યાદ...

બગ ફિક્સીઝ એટલે શું?

 આગળ શું વાંચશો? આખું ઈ-પેપર કેવી રીતે ડાઉનલોડ થઈ શકે? સવાલ લખી મોકલનારઃ આયુષ શાહ, ભૂજ (કચ્છ) સૌથી પહેલાં તો, આ સવાલ માટે અભિનંદન! ‘સાયબરસફર’માં મુખ્યત્વે જે ત્રણ બાબત પર ભાર મૂકાય છે, તે છે ક્યુરિયોસિટી, ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી. તેમાંથી પહેલી બાબત આ પ્રશ્નમાં બરાબર દેખાઈ આવે છે! મોટા ભાગે આપણે જ્યારે પણ સ્માર્ટફોનમાં કોઈ એપ અપડેટ કરીએ ત્યારે ત્યારે તેના ‘વોટ્સ ન્યૂ ઇન અપડેટેડ વર્ઝન’માં મોટા ભાગે આમ લખેલું હોય છે - Bug Fixes. તમામ પ્રકારનાં સોફ્ટવેર કે એપ્લિકેશનમાં મોટા ભાગે, નાની મોટી ભૂલ રહી જતી હોય છે, જે તેના...

ક્લાઉડ સંગ્રહ એટલે શું?

સવાલ લખી મોકલનારઃ વિનોદ અગ્રવાલ વિનોદભાઈનો આખો સવાલ કંઈક આવો છે, "મારી પાસે મોબાઇલમાં ઘણા ફોટા અને વીડિયો સંગ્રહ થયેલા છે. ફોનમાં અમુક કોલ રેકર્ડ છે અને એમએમએસ પણ છે, જે મારા માટે બહુ અગત્યના છે, પણ ફોનની મેમરી ફૂલ થઈ ગઈ છે, તો આ બધું મારે ક્યાં સંગ્રહ કરવું? ઘણી વખત તમારા લેખમાં ક્લાઉડમાં સંગ્રહ કરવાની વાત કરેલી છે, પણ એમાં કંઈ ગડ પડતી નથી. તમે કહો છો તેમ ક્લાઉડમાં સંગ્રહ કરી લીધા પછી, જ્યારે જોઈએ ત્યારે કઈ રીતે મેળવી શકાય અને કેટલા સમય સુધી...

મોબાઇલમાં પાણી કે પાણીમાં મોબાઇલ જાય ત્યારે…

ચોમાસામાં મસ્ત મજાનો વરસાદ વરસવાનો શરૂ‚ થયો હોય એ આપણે ઓફિસેથી કે શાકભાજી લઈને ઘેર પાછા ફરી રહ્યા હોઈએ તો પછી વરસાદમાં એ...ઇને મોજથી પલળતાં ફક્ત એક જ ચીજ આપણને રોકી શકે - ના, છત્રી નહીં, આપણો મોબાઇલ! આજે વરસાદ નહીં પડે એવી હવામા ખાતાની આગાહી પર વિશ્વાસ રાખીને આપણે પ્લાસ્ટિક બેગની વ્યવસ્થા રાખ્યા વિના બહાર નીકળ્યા હોઈએ તો ફોનને પાણીથી બચાવવાની પહેલી ચિંતા રહે. વરસાદને કારણે મોબાઇલમાં પાણી જાય કે ગફલતથી મોબાઇલ હાથમાંથી છટકે અને અને આખોઆખો પાણીમાં જાય - બંને સ્થિતિમાં, મોબાઇલને બચાવવાનું...

પરદેશમાં અભ્યાસ : કેમ, ક્યારે અને શાનો?

કરિયર સેન્ટ્રલમાં સામાન્ય રીતે આપણે આઇટી સંબંધિત માર્ગદર્શન મેળવીએ છીએ, આ વખતે જરા ઓફટ્રેક જઈને, પરદેશમાં અભ્યાસ વિશેની માહિતી મેળવીએ. આગળ શું વાંચશો? પરદેશમાં ભણવા જવાનાં કારણો એજ્યુકેશન અબ્રોડ માટે શું શું તૈયારી કરવી? પરદેશ જઈને ભણવું એ આજકાલનું નથી. ચીની પ્રવાસીઓ હ્યું-એન-સંગ અને ફાહિયન આજથી સદીઓ પહેલાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા ભારત આવ્યા હતા. તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં ભારત ઉપરાંત પણ બીજા અનેક દેશના વિદ્યાર્થીઓ હતા એવી નોંધ મળેલી છે. હાલના સમયમાં ફોરેન ભણવા જવાનું પ્રચલન વધતું જાય છે, પરંતુ એ વિશે ઘણા વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા ઘણી...

વર્ડમાં સુવિધાસભર સ્ટેટસબાર

દીવા તળે અંધારું - એ આપણી જાણીતી કહેવત અમસ્તી નહીં પડી હોય! માઇક્રોસોફ્ટ વર્ડનો જ દાખલો લઈએ તો લગભગ રોજેરોજ આપણે આ પ્રોગ્રામ ઓપન કરીને તેમાં કરતા હોઈશું, તેની કેટલીક સ્માર્ટ ટેકનિક પણ બરાબર જાણી લીધી હશે, છતાં, તેના તળિયે રહેલા સ્ટેટસબારની ખૂબીઓ આપણાથી અજાણી રહી હોય એવું બની શકે છે! વર્ડમાં આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ ઓપન કરીએ એટલે તેના તળિયે, સ્ટેટસબારમાં એ ડોક્યુમેન્ટને સંબંધિત ઘણી બધી માહિતી આપણી નજર સમક્ષ રહે. તમને ખબર હશે જ કે વર્ડમાંના ડોક્યુમેન્ટને આપણે જુદા જુદા વ્યૂઇંગ મોડમાં જોઈ શકીએ...

સોશિયલ એન્જિનીયરિંગઃ વિશ્વાસે વહાણ ડૂબે પણ ખરાં

આ કોઈ એન્જિનીયરિંગની નવી શાખા નથી, પણ કોઈ ટેક્નોલોજી વિના, ફક્ત ચાલબાજીથી લોકોને છેતરીને તેમની કમ્પ્યુટર સિસ્ટમ કે નેટ એકાઉન્ટમાંથી ખાનગી માહિતી ચોરવાની રીત છે, જેનો સામનો કરવા જરૂરી છે કોમન સેન્સ! આગળ શું વાંચશો? શું છે સોશિયલ એન્જિનીયરિંગ? કેવી રીતે થાય છે સોશિયલ એન્જિનીયરિંગ? કેવી રીતે બચીશું? ભારતમાંથી અમેરિકન નાગરિકોને નિશાન બનાવતું કૌભાંડ રાતના સવા બે વાગ્યાનો સમય છે. એક મલ્ટિનેશનલ કંપનીમાં નવાસવા આવેલા જુનિયર મેનેજરનો મોબાઇલ વાગે છે. પથારીમાંથી સફાળા જાગીને જુએ છે તો કંપનીનો નંબર દેખાય છે. વાતચીત કરતાં ખબર પડે છે કે કંપનીના...

જબરજસ્ત થ્રીલિંગ રેસિંગ

રસ્તા પર નહીં પણ મોબાઇલમાં કાર રેસિંગનો તમને શોખ હોય તો આ અફલાતૂન ગેમને તમારી અડફેટમાં લીધા વિના છૂટકો નથી! એન્ડ્રોઇડ પર ટોપ ડેવલપર ગણાયેલ હીરોક્રાફ્ટ નામની કંપનીએ વિકસાવેલી આ રેસિંગ એપ ‘રેસ ઇલલિગલ: હાઇ સ્પીડ ૩ડી’ તેના જોરદાર ગ્રાફિક્સની મદદથી કારરેસિંગનો અનોખો અનુભવ આપે છે. તમે ઇચ્છો તો સ્ક્રીન પર ડાબે-જમણે ટચ કરીને કાર ચલાવી શકો છોઅથવા મોબાઇલને જ સ્ટીઅરિંગ વ્હીલની જેમ ચલાવીને કાર ડ્રાઇવ કરી શકો છો. મોબાઇલ કરતાં પણ ટેબલેટમાં આ કાર રેસિંગની મજા કંઈક જુદી જ છે! અલબત્ત, આ ગેમ ખાસ્સી હેવી છે....

ફેસબુકની સેકન્ડહેન્ડ, પણ ટીપટોપ કાર!

તમારા મોબાઇલમાં મેમરી, રેમ અને નેટ કનેક્શનની સ્પીડ બધું ઓછું હોય અને ગુજરાતી ફોન્ટ હોય જ નહીં, તો તમારા માટે કામની છે ફેસબુકની નવી ‘લાઇટ’ એપ. એમાં નોર્મલ એપ જેવી મજા ને માભો નથી, પણ આપણી જરૂર ચોક્કસ સંતોષે છે. આગળ શું વાંચશો? શું છે આ ફેસબુક લાઇટ? ઓકે, તો લાઈટમાં કંઈ ગુમાવવું પડે છે? લાઇટ એપ અને રેગ્યુલર એપમાં શું ફેર છે? તમે ફેસબુકમાં સક્રિય હશો તો મોટા ભાગે તમને એક વાતની ફરિયાદ હશે - મોબાઇલમાં ફેસબુકના ઉપયોગ વિશેની ફરિયાદ. મોબાઇલમાં ફેસબુકના ઉપયોગમાં સામાન્ય રીતે બે-ચાર મુદ્દા...

ડાઉનલોડ કરો, જેન્યુઇન ફ્રી ઈ-બુક્સ!

ઇન્ટરનેટ પર ફ્રી ઈ-બુક્સની ભરમાર છે, પણ લેટેસ્ટ અને જેન્યુઇન ફ્રી ઈ-બુકસ શોધવાનું કામ સહેલું નથી. આવી સ્થિતિમાં એક વેબસર્વિસ આપણી પસંદ અનુસાર, એમેઝોન, ગૂગલ પ્લે વગેરે પર ઉપલબ્ધ ફ્રી ઈ-બુક્સ તારવી બતાવે છે. ઓક્કે, તો તમને મૂવીઝ જોવાનો જબરો શોખ છે. ઇચ્છા તો એવી હોય છે કે દર શુક્રવારે રીલિઝ થતી બધી ફિલ્મ જોઈ નાખવી, પણ મલ્ટિપ્લેક્સમાં ટિકિટના દર આપણને બ્રેક લગાવે છે, એટલે જ આપણે કોઈ ચોક્કસ વારે ટિકિટના દર ખાસ્સા ઘટાડી નાખતી સ્કીમ્સની તલાશમાં રહીએ છીએ. હવે ધારો કે કોઈ મલ્ટિપ્લેક્સ વન્ડરફૂલ વેનસડે...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.