Home Tags 041_July-2015

Tag: 041_July-2015

ભૂતકાળ અને વર્તમાનની ભેળસેળ

ઉપરની નીચેની ધ્યાનથી જુઓ. કંઈ જુદું લાગે છે? ઇમારતનો એક તરફનો ભાગ તદ્દન ભાંગેલ-તૂટેલ છે, જયારે બીજી તરફનો ભાગ નવોનક્કોર છે! આ તસવીર લંડન શહેરના સેવન સિસ્ટર્સ રોડ પર એક ખૂણે આવેલા ઇગલેટ પબ્લિક હાઉસની છે. આ તસવીર ક્યારે લેવામાં આવી એ કહેવું મુશ્કેલ છે કેમ કે આ ખરેખર એક તસવીર નથી, ભૂતકાળની એક ચોક્કસ તારીખ અને નજીકના વર્તમાનની કોઈ તારીખની બે તસવીરો ભેગી કરીને આ તસવીર બનાવવામાં આવી છે. તસવીરમાં જે ખેદાન-મેદાન ભાગ દેખાય છે તે ભાગની તસવીર, ૨૯ સપ્ટેમ્બર, ૧૯૧૭ના દિવસે લેવાઈ હતી, જે...

ટેક IT ઈઝી

ભીના મજાના દિવસોમાં માણો કલ્પના અને કમ્પ્યુટરની કરામત, આ તસવીરોને કોઈ શબ્દોની જરુર છે? (તમામ તસવીરો: www.pinterest.com પરથી સંકલિત, પિન્ટરેસ્ટ વિશે વધુ જાણો ‘સાયબરસફર’નામાર્ચ ૨૦૧૨ અંકમાં)

ઘરખર્ચનો પાક્કો હિસાબ, સ્માર્ટ રીતે!

મોંઘવારી વધતી જાય છે એવી ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી, જરૂર છે ખિસ્સામાંથી જતા દરેક રૂપિયાનું પગેરું દબાવીને ખર્ચમાં શક્ય એટલી બચત કરવાની. આ કામ સહેલું બનાવે છે એક સ્માર્ટ એપ. આગળ શું વાંચશો? પહેલાં સમજીએ મુખ્ય સેટિંગ્સ અને સલામતીની  બાબતો એપનો હોમ સ્ક્રીન તપાસીએ એક્સપેન્સ માટે જુદી જુદી કેટેગરી ખોલીએ ઈન્કમ નોંધીને શુભ શરુઆત કરીએ હવે એક્સપેન્સ નોધતા જઈએ ઈન્કમ-એક્સપેન્સ પર નિયમિત નજર રાખીએ ‘‘અરે, હજી હમણાં તો એટીએમમાંથી આટલા હજાર લાવ્યા હતા, આટલી વારમાં બધા ખર્ચાઈ પણ ગયા? રૂપિયા ક્યાં ગાયબ થાય છે એ ખબર...

સમાન એપનાં ફોલ્ડર બનાવો

તમે નવો નવો સ્માર્ટફોન લીધો, અખતરા માટે તેમાં સંખ્યાબંધ એપ્સ ઇન્સ્ટોલ કરી લીધી અને હવે એપ્સની ભરમારમાં તમને સારી લાગેલી એપ્સ શોધવામાં મુશ્કેલી થાય છે? આગળ શું વાંચશો? સ્માર્ટફોન ચાલુ થતો નથી? સ્માર્ટફોનમાં  સ્માર્ટ સર્ચ જેમ આપણે કમ્પ્યુટરમાં ફોલ્ડર બનાવીને તેમાં અન્ય ફોલ્ડર કે ફાઇલ્સ સેવ કરી શકીએ છીએ એ જ રીતે એન્ડ્રોઇડમાં પણ ફોલ્ડર બનાવીને જુદી જુદી રીતે, જેમ કે ન્યૂઝને લગતી કે રેસિપીને લગતી સરખી એપને ન્યૂઝના કે રેસિપીના ફોલ્ડરમાં ગોઠવી શકાય છે. પરિણામે જ્યારે તમે રેસિપી જોવા માગતા હો ત્યારે અલગ અલગ એપ...

કારકિર્દી એટલે શું? કારકિર્દી આયોજન માટે કેટલાંક સૂચનો

ક્યા વિષયમાં, ક્યા ક્ષેત્રમાં જવું એ વિશે મૂંઝવણ અનુભવો છો? અહીં તમારા મનમાં ઘોળાતા કેટલાક સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે આગળ શું વાંચશો? કારકિર્દીનું તબક્કાવાર આયોજન કેટલાક કોમન પ્રશ્નો કેટલાંક ખાસ યાદ રાખવા જેવાં સૂચનો મિત્રો, જૂન-જુલાઈ એ એડમિશન ક્યાં લેવું અને કઈ વિદ્યાશાખા પસંદ કરવી એની મૂંઝવણની મોસમ હોય છે. વળી કારકિર્દીના આયોજન અંગે તો અનેક મતભેદો અને મગજ ચકરાઈ એ હદે જટિલતા હોય છે. આ વખતે આમાંની કેટલીક બાબતોની ચર્ચા કરીએ જેથી કરિયરના વિવિધ પડાવ પર ઊભેલા મિત્રોને કંઈક માર્ગદર્શન મળે. આમાંની ઘણી...

જાણો સિક્યોરિટીના દ્રષ્ટિકોણથી સ્માર્ટફોનની મોટી ખામી વિશે

છેલ્લા થોડા સમયમાં થયેલા અલગ અલગ સંશોધનોમાં બહાર આવ્યું છે કે સ્માર્ટફોનને ફેક્ટરી રીસેટ કર્યા પછી, એટલે કે તેમાંનો તમામ ડેટા ડિલીટ કર્યા પછી પણ તેમાં ડેટા રહી જતો હોય છે, જે બીજા રીકવર કરી શકે છે. જાણો વધુ. આગળ શું વાંચશો? થોડું રિસર્ચ વિશે શું ઉપાયો થઈ શકે? હવે માણસ એટલા મોબાઇલ થઈ ગયા છે એ વાતમાં કોઈ બેમત નથી. હવે દરેક વ્યક્તિ પાસે પોતાનો ફોન છે જે હવે એક આઇડેન્ટી બની ચૂક્યો છે. એટલે હવે એ વાત તો જૂની થઈ ગઈ, પરંતુ હવે સ્માર્ટફોનના યુઝર્સની...

આંગળીના ઇશારે ઝડપી બ્રાઉઝિંગ!

ઇન્ટરનેટ પર કામકાજનો તમારો ઘણો ખરો સમય ક્રોમ બ્રાઉઝરમાં જતો હોય તો તેના કેટલાક શોર્ટકટ્સ જાણી રાખવાથી તમારું બ્રાઉઝિંગ ઘણું વધુ ઝડપી બની શકે છે. દુનિયાનું ફેવરિટ બ્રાઉઝર કયું? આ સવાલના જવાબમાં પાછો બીજો સવાલ પૂછાઈ શકે છે કમ્પ્યુટરની વાત કરો છો કે મોબાઇલની? આમ તો ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ વચ્ચે આ મુદ્દે ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે અને છેલ્લા (એકાદ વર્ષ જૂના!) સમાચારો મુજબ છેવટે ગૂગલ ક્રોમ તેના બંને હરીફો કરતાં આગળ નીકળી ગયું છે. તેનું કારણ પહેલા પ્રશ્ર્નના પૂરક પ્રશ્નમાં જ સમાયેલું છે. હવે...

વિચારોને સાચવી લો, સહેલાઈથી!

બિઝનેસ માટે કંઈક નવો આઇડિયા, કરવાનાં કામનું લિસ્ટ, ખરીદીની યાદી, અખબારમાં જોયેલી કોઈ એડ જેના પર ફોલોઅપ કરવું છે... આ બધું તરત ને તરત સાચવી લેવું હોય  અને ભવિષ્યમાં સહેલાઈથી શોધવું હોય તો કામની છે આ એપ. કલ્પના કરો કે તમે (પતિ-પત્ની બંને) એક બીઝી, વર્કિંગ પર્સન છો. સાંજે તમે દીકરીની બર્થ-ડે પાર્ટી રાખી છે અને ઓફિસેથી ઘરે પહોંચતાં પહેલાં, પોતપોતાની ઓફિસની નજીકના મોલમાં જઈને અને ત્યાર પછી બીજી બે-ચાર શોપ ફરીને તમારે કેટલીય વસ્તુની ખરીદી કરવાની છે. તમે ખરીદવાની ચીજવસ્તુઓનું લિસ્ટ તો બનાવી લીધું છે,...

લિખતે લિખતે ટાઇપ હો જાયે : ક્યા બાત હૈ!

સ્ક્રીન પર આંગળીના હળવા લસરકા કરતાં સ્ક્રીન પર ટાઇપ થવા લાગે તો? તો તો પછી કહેવું જ શું? હમણાં ગૂગલે આવી એક સુવિધા આપી છે. ગૂગલ હેન્ડરાઇટિંગ ઇનપૂટ ટૂલ. આમ તો સ્માર્ટફોન પર ટચ કરીને લખી શકાય તેવી પેન પણ મળે છે.  જેને સ્ટાઇલસ પેન કહેવામાં આવે છે. અમૂક કંપનીના  મોબાઇલમાં તો સાથે જ પેન આવે છે. ગૂગલના હેન્ડરાઇટિંગ ટૂલની મદદથી, આવી પેન વિના પણ સ્ક્રીન પર હાથે લખીને લખાણ ટાઇપ કરી શકાય છે. જે ભાષામાં સ્ટાન્ડર્ડ કીબોર્ડથી લખવું મુશ્કેલ હોય તેને માટે આ સુવિધા ઉપયોગી...

નજર ભરીને માણો વિશ્વનો સૌથી વિશાળ પેનોરમા

જાહેરાતનાં મોટાં હોર્ડિંગમાં આપણે જે શાર્પ પિક્ચર્સ જોઈએ છીએ એ સામાન્ય રીતે ૧૦૦ કે ૧૫૦ ડીપીઆઇમાં પ્રિન્ટ કરેલાં હોય છે. હોર્ડિંગ આપણે દૂરથી જોવાનાં હોય એટલે તેમાં પિક્ચરનું રેઝોલ્યુશન થોડું ઓછું હોય તો ચાલે. મેગેઝિનમાં કે અખબારમાં પ્રિન્ટ થયેલા ફોટોગ્રાફ  ૩૦૦ ડીપીઆઇના હોવા જરૂરી છે, તો જ એમાંની ડિટેઇલ્સ શાર્પ આવે અને તેના પિક્સેલ ફાટી ગયેલા ન લાગે. હવે વિચારી જુઓ કે ૩૦૦ ડીપીઆઇના રેઝોલ્યુશન સાથે પ્રિન્ટ કરવાનો થાય તો આખા ફૂટબોલના મેદાન જેવડો પેપર જોઈએ, એ ફોટોગ્રાફની ડિજિટલ સાઇઝ કેટલી વિશાળ હશે અને એ ફોટોને...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.