Home Tags 040_June-2015

Tag: 040_June-2015

તૈયાર થઈ જાવ પેનોસેલ્ફી માટે

તમારી પાસે સ્માર્ટફોન છે? આ સવાલનો જવાબ હા કે ના હોઈ શકે છે, પણ ‘સ્માર્ટફોન હોય તો સેલ્ફી લો છો?’ એ સવાલનો જવાબ અચૂક હા જ હોવાનો! પોતાની જાતને કોણ પ્રેમ કરતું નથી? સેલ્ફી આ પ્રેમની જ એક અલગ પ્રકારની અભિવ્યક્તિ છે! પણ હવે ધીમે ધીમે લોકો સેલ્ફીથી બોર થવા લાગ્યા છે. જો તમે પણ એ કેટેગરીમાં આવતા હો, પણ સેલ્ફી પ્રત્યેના પ્રેમથી તમે સેલ્ફી લેવાનું સદંતર બંધ કરવા માગતા ન હો તો, સેલ્ફીમાં જ કંઈક જુદું કરી શકો છો. સોશિયલ સાઇટ્સ પર સેલ્ફી પછીનો બઝવર્ડ...

વિચાર કરતાં ઝડપથી ટાઇપ કરો

કમ્પ્યુટરનો રોજબરોજ ઠીકઠીક ઉપયોગ કરવા છતાં મોટા ભાગે આપણે ઝડપી ટાઇપિંગ શીખવા પર ખાસ ધ્યાન આપતા નથી. અહીં આપેલી એક વેબસાઇટ તમને આ કામમાં ઘણી ઉપયોગી થઈ શકે છે. જે મને કમ્પ્યુટર પર થોડું ઘણું પણ કામ કરવાનું રહે છે એવા મોટા ભાગના લોકો, કમ્પ્યુટર પરની સફરના પહેલા કદમ જેવા ટાઇપિંગ તરફ લગભગ ધ્યાન આપતા નથી. પરિણામે લાંબા સમય સુધી કાં તો બંને હાથની એક-એક આંગળીથી ટાઇપ કરતા રહે છે, અથવા બધો સમય કી-બોર્ડ પર નજર ખોડી રાખીને, જુદી જુદી કી શોધીને તેમણે કામ કરવું પડે...

કમ્પ્યુટરની અંદર સર્ચ

તમે કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ સેવ કરી હતી, પણ પછી એ ક્યાંક ગાયબ થઈ ગઈ! હકીકતમાં તો આપણે એ ક્યાં સેવ કરી એ ભૂલાઈ ગયું હોય. આવી સ્થિતિ ઊભી થાય ત્યારે, કમ્પ્યુટરની અંદર સર્ચ કરવાની કેટલીક રીત જાણી રાખવા જેવી છે. હમણાં એક વાચકમિત્રના પ્રશ્નને, આજના હિસાબ પ્રમાણે બહુ જૂના ગણાય એવા દિવસોની યાદ તાજી કરી દીધી. જ્યારે આપણે સૌ મોટા ભાગે વિન્ડોઝ એક્સપી કે તેથી પણ જૂની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હતા ત્યારે કમ્પ્યુટરમાં આપણે ક્યાંક સ્ટોર કરેલી અને પછી એ ક્યાંકનું ઠેકાણું ભૂલાઈ ગયું હોય...

એક્સેલમાં ફંક્શન કીના વિવિધ ઉપયોગ

એક્સેલનો પ્રાથમિક પરિચય મેળવવાની આપણી પ્રવૃત્તિને આગળ વધારીને આ વખતે ફોકસ કરીને ફંક્શન કીનાં ફંક્શન્સ પર. કમ્પ્યુટરના કી-બોર્ડમાં સૌથી ઉપર જોવા મળતી એફ૧થી એફ૧૨ સુધીની ફંક્શન કી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને બીજા કેટલાક પ્રોગ્રામમાં કઈ રીતે કામની છે એ વાત તો આપણે અગાઉ કરી ગયા છીએ (જુઓ અંક ૮, ઓક્ટોબર ૨૦૧૨). હવે આ જ બધી કી એક્સેલમાં કઈ રીતે ઉપયોગી થાય છે એ સમજીએ! એફ૧ એક્સેલના મથાળે જોવા મળતી રીબનમાં જમણે ખૂણે એક ગોળાકારમાં પ્રશ્નાર્થ જોવા મળે છે. તેના પર ક્લિક કરતાં, એક્સેલની વિવિધ બાબતો સમજાવતી હેલ્પગાઇડ ખૂલે છે....

વર્ડમાં કોપી-પેસ્ટ, જરા જુદી રીતે

માઇક્રોસોફ્ટ વર્ડમાં કોપી-પેસ્ટ કરતાં તો આપણને સૌને આવડે છે અને વારંવાર કોપી-પેસ્ટ કરતી વખતે ખૂબ કામ લાગતી ક્લિપબોર્ડની સુવિધા વિશે પણ આપણે અગાઉ વિગતવાર વાત કરી ગયા છીએ. હવે વાત કરીએ, જરા જુદી રીતે થતા કોપી-પેસ્ટની. આ સુવિધાનું નામ છે સ્પાઇક. જૂના જમાનાની જેમ હજી પણ ઘણી દુકાનો કે ઓફિસમાં કામનાં કાગળિયાં, રસીદો વગેરે સાચવી રાખવા માટે નીચે લાકડા કે ધાતુના વજનદાર પાયામાં ખોસેલા અણીદાર સળિયાનો ઉપયોગ થાય છે. આવા સળિયાને ઇંગ્લિશમાં સ્પાઇક કહે છે અને વર્ડમાંની આ નામની સુવિધા પેલા જૂના સળિયાના સિદ્ધાંત પર જ કામ...

જીમેઇલમાં કામે લગાડો સ્ટાર્સને!

તમારા ઇનબોક્સમાં અનેક પ્રકારના ઈ-મેઇલને સતત ઉમેરો થતો હોય તો તમે વિવિધ રંગના સ્ટારનો ઉપયોગ કરીને મેઇલ્સનું તમારી જરુરિયાત અનુસાર સોર્ટિંગ કરી શકો છો, આ રીતે... આજકાલ જીમેઇલ આપણા સૌના કામકાજનું કેન્દ્ર બની રહેલ છે. મિત્રો કે સ્વજનો તરફથી આવતી ‘ટપાલ’, ઓફિસના કામ સંબંધિત મેઇલ્સ, બેન્ક, વીમા કે રોકાણ સંબંધિત સર્વિસીઝ તરફી આવતા ઈમેઇલ્સ, ઓનલાઇન ખરીદી કે રિઝર્વેશન વગેરે ઈ-મેઇલ્સ અને એ બધા ઉપરાંત, વણનોતર્યા મહેમાન તરીકે ટકી પડતા, જાતભાતની ઓફર્સ સાથે મેઇલ્સ તો ખરા જ! આ બધામાંથી અગત્યના મેઇલ્સને તમે અલગ કેવી રીતે તારવો છો? આમ તો,...

પીડીએફની કાપકૂપ કરો, ફટાફટ!

આપણે સૌને પીડીએફ ફાઇલ સાથે અવારનવાર પનારો પડે છે. ક્યારેક એવું પણ બને કે સંખ્યાબંધ પાનાં ધરાવતી એક પીડીએફનાં અમુક પાનાંની જુદી પીડીએફ બનાવવી પડે. આ કામ કોઈ ખાસ સોફ્ટવેર વિના સહેલાઈથી થઈ શકે છે. તમારે પીડીએફ ડોક્યુમેન્ટ્સ સાથે ઝાઝો પનારો રહેતો હોય તો ક્યારેક તમારે વધુ પાના ધરાવતા એક પીડીએફ ડોક્યુમેન્ટમાંથી ફક્ત અમુક પાનાં જ અલગ તારવવાં જરુરી હોય એવું બની શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારે પીડીએફે સ્પ્લિટ કરવાની ક્યારેક જરુર ઊભી થતી હશે. આ માટે ઇન્ટરનેટ પર થોડાં ખાંખાંખોળાં કરીએ તો ઘણાં બધાં...

હાલના અને ભાવિ એન્જિનીયર્સ માટે ચેલેન્જ!

કોલેજમાં યોજાતા રોબોફેસ્ટિવલ્સની વાતો વાંચીને તમને પણ કંઈક નવીન મોડેલ્સ બનાવવાનું મન થાય છે? તો તમારી મનપસંદ રેસિંગ બાઈકના પેપર મોડેલ બનાવીને શરુઆત કરી શકો. પણ યાદ રહે, આ બચ્ચાંના ખેલ નથી! ગયા મહિને નેપાળના ભૂકંપની સાથોસાથ દિલ બે-ચાર ધબકારા ચૂકી જાય એવા પણ એક સમાચાર હતા આ વર્ષે ગુજરાતમાં એન્જિનીયરિંગની સીટ્સ એટલી વધી ગઈ છે કે બારમા ધોરણમાં ૪૫ ટકા લાવનારને પણ એન્જિનીયરિંગમાં એડમિશન મળી જશે! શિક્ષણનું શું થવા બેઠું છે? એવી ચિંતા કરવાનો કોઈ અર્થ નથી, અત્યારે એન્જિનીયરિંગ ભણી રહેલા કે ગમે તેટલા ટકાએ એડમિશન...

તમારા પ્રિન્ટરને ધમધમતું રાખો, પ્રિન્ટેબલ્સથી!

બાળકોની રમતથી માંડીને બિઝનેસમાં ઉપયોગી સંખ્યાબંધ ‘રેડી-ટુ-યૂઝ’ ટેમ્પ્લેટ્સનો આ ખજાનો ફુરસદે તપાસવા જેવો છે વેકેશનમાં તમારી દીકરી વારંવાર ‘મમ્મી, કહેને, હું શું કરું’ એમ કહીને પજવે છે? અવા તમે જ દીકરાના પ્રોજેક્ટ માટે ક્લિપઆર્ટ શોધી શોધીને થાક્યાં છો? કે પછી તમે તમારા બિઝનેસ માટે સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાય એવું ઇનવોઇસનું ટેમ્પ્લેટ શોધી રહ્યા છો? ઘરના સૌથી નાનકડા સભ્યને બીઝી રાખવા માટે તેે કાગળ અને રંગ પકડાવી દેવાની વાત હોય કે પછી સ્કૂલના વિવિધ પ્રોજેક્ટ માટે ચાર્ટ પેપર પર વિવિધ ચિત્રો ચોંટાડવાની વાત હોય કે પછી ફોટોગ્રાફ્સને સરસ...

બદલાતા સમયની તસવીરી તવારીખ

ક્ષણે ક્ષણે આપણી પૃથ્વી પર બધું જ બદલાતું રહે છે અને જાણે-અજાણે આપણે સૌ આ પરિવર્તનને અસંખ્ય ફોટોગ્રાફ્સમાં કેપ્ચર કરીએ છીએ. હવે આ પબ્લિક ફોટોગ્રાફ્સને એકઠા કરવાની રોમાંચક કવાયત શરુ થઈ છે.અગાઉ પરિવારમાં લગ્નપ્રસંગ હોય તો એક ફોટોગ્રાફર રોકવામાં આવે અને એ આખા પ્રસંગના ફોટોગ્રાફ્સ લઈને જે આલબમ તૈયાર કરીને આપે, તેમાં આખા પ્રસંગની યાદગીરી સમેટાઈને રહેતી. હવે? હવે સૌ કોઈ ફોટોગ્રાફર બની શકે છે! હોંશીલા મહેમાનો પોતપોતાના એંગલથી ફોટોગ્રાફી કરે અને પછી વોટ્સએપ કે ફેસબુક કે ઈ-મેઇલ મારફત એ તમામ ફોટોગ્રાફ જેમનો પ્રસંગ હોય એમના...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.