Home Tags 037_March-2015

Tag: 037_March-2015

વિન્ડોઝ એક્સપી, ૭ અને ૮માં હીડન ફાઇલ કેવી રીતે શોધી શકાય?

સવાલ મોકલનારઃ મહેશ સોલંકી, ધ્રાંગધ્રા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં બાય ડિફોલ્ટ મહત્ત્વની ફાઇલ્સ હીડન રાખવામાં આવે છે, જેથી ભૂલથી એ ડિલીટ કે મૂવ ન થાય. સિસ્ટમ ફાઇલ્સ ઉપરાંત, આપણે આપણા કામનું કોઈ ફોલ્ડર કે ફાઇલ બીજા લોકોથી છુપાવવા માગતા હોઈએ તો તે વિન્ડોઝ એક્સપ્લોરરમાં તે ફોલ્ડર કે  ફાઇલ પર રાઇટ ક્લિક કરીને, અંતે આપેલા પ્રોપર્ટીઝના વિકલ્પમાં જાઓ. તેમાં જનરલ ટેબમાં, છેક નીચે એટ્રીબ્યુટ્સના વિકલ્પ આપેલા છે, તેની મદદથી ફાઇલને હાઇડ કરી શકાય છે. હવે આખી સિસ્ટમમાંની તમામ હીડન ફાઇલ આપણે જોવી હોય તો તે ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝન અનુસાર, સરળ...

એન્ડ્રોઇડ ફોનમાં વાઇ-ફાઇની સુવિધાનો ફાયદો કઈ રીતે લઈ શકાય?

ઇન્ટરનેટ કનેક્શન વગર વાઇ-ફાઇનો ઉપયોગ કરી શકાય ખરો? સવાલ મોકલનારઃ કૌમિલ ભટ્ટ, ભાવનગર એન્ડ્રોઇડ કે બીજા કોઈ પણ પ્રકારના સ્માર્ટફોન કે ટેબલેટમાં આપણે મુખ્યત્વે બે રીતે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શકીએ : એક, આપણે જે બીએસએનએલ, આઇડિયા, એરટેલ કે વોડાફોન જેવી જે ફોન કંપનીનું સિમકાર્ડ ફોનમાં નાખ્યું હોય તેમાં આપણા પ્લાનની સાથોસાથ ઇન્ટરનેટ માટેનો ડેટા પ્લાન પણ ખરીદીએ અને તેની મદદથી સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા મેળવીએ. બીજો રસ્તો વાઇ-ફાઇ દ્વારા સ્માર્ટફોનને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવાનો છે. હવે ઘણાં બધાં ઘરોમાં કમ્પ્યુટર માટે કેબલ કે લેન્ડલાઇન ફોનની સાથે ઇન્ટરનેટ કનેક્શન...

ઇસરોએ આપી નવી ભેટ

ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રે વિશ્વસ્તરે ભારતનો દબદબો છે. ભારતીય આઇટી કંપનીઓએ આખી દુનિયામાં પોતાની ધાક જમાવી છે અને દુનિયાની મહાકાય ટેક કંપનીઓમાં પણ ટોચના સ્થાને ભારતીયો જોવા મળે છે. તેમ છતાં, ભારતની ‘સરકારી’ વેબસાઇટ્સ જોઈએ તો ભારતની બિલકુલ જુદી જ છાપ ઉપસે! તદ્દન જૂની સ્ટાઇલના લેઆઉટ્સ, યુઝરને ક્યાંય ધ્યાને લેવાયો ન હોય એવા યુઝર ઇન્ટરફેસ, માહિતીના આદાન-પ્રદાનનું સૌથી અસરકારક માધ્યમ હોવા છતાં વેબસાઇટ્સમાં માત્ર માહિતી ઠાલલવા પર ભાર (લિંક પર ક્લિક કરો એટલે સરકારી દસ્તાવેજોની પીડીએફ ખૂલે!), જે કંઈ નવી માહિતી અપલોડ થઈ હોય એ દશર્વિવા તદ્દન...

વર્ડમાં પેરેગ્રાફ સાથે રમત

માઇક્રોસોફ્ટ વર્ડમાં પેરેગ્રાફને ઉપર-નીચે કરવા હોય કે જુદા-જુદા પેરેગ્રાફના ક્રમ બદલવા હોય તો આ સહેલું બની શકે છે, આ રીતે... વર્ડમાં પેરેગ્રાફ ઉપર-નીચે કરવા હોય તો... ઘણી વાર આપણે વર્ડમાં કોઈ રીપોર્ટ કે ડોક્યુમેન્ટ તૈયાર કરીએ ત્યાર પછી આખું લખાણ ફરી વાર તપાસી રહ્યા હોઈએ ત્યારે કોઈ પેરેગ્રાફને ઉપર-નીચે કરવાની જરૂર ઊભી થાય. આવું થાય ત્યારે સામાન્ય રીતે આપણે આખો પેરેગ્રાફ સિલેક્ટ કરી, કોપી કરીને બધી જ્યાં મૂકવો હોય ત્યાં પેસ્ટ કરીએ. પણ તેના કરતાં એક વધુ સહેલો ઉપાય છે. જે પેરેગ્રાફને ખસેડવાનો હોય તેમાં ગમે ત્યાં...

પાવરપોઇન્ટમાં ઇમેજ સાથે રમત

પાવરપોઇન્ટમાં લાંબી લાંબી ટેક્સ્ટ મૂકવાને બદલે યોગ્ય ઈમેજીસથી સજાવવામાં આવે તો પ્રેઝન્ટેશનને પ્રોફેશનલ ટચ આપી શકાય. અલબત્ત, આમાં કેટલાક અવરોધ આવી શકે છે. જાણીએ તેના ઉપાય. ઓફિસમાં કોઈ નવા પ્રોજેક્ટ માટે પ્રેઝન્ટેશન બનાવવાની જવાબદારી માથે આવી? અથવા, સ્કૂલમાં ભણતી દીકરીને પ્રોજેક્ટ તરીકે એક પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું છે અને તેમાં સુંદર વિઝ્યુઅલ્સ મૂકવાનાં છે? ઇમેજીસનાં આડેધડ લંબચોરસ ખોખાં મૂકીને તો  સૌ કોઈ પ્રેઝન્ટેશન બનાવી શકે, પણ જો તમે એક જ સ્લાઇડમાં, એકબીજા પર ઓવરલેપ થતી હોય તેવી ઇમેજીસ સાથે રજૂઆત કરો તો વાતમાં કંઈક દમ આવે. પરંતુ...

અસાધારણ ઓનલાઇન ડિક્શનરી

એક એવી ડિક્શનરીની કલ્પના કરો, જે એક સાથે એક હજારથી વધુ ડિક્શનરી ફંફોસીને આપણે આપેલા શબ્દનો અર્થ શોધી બતાવે અને આપણા હૈયે હોય, પણ હોઠે આવતો ન હોય એવો શબ્દ પણ શોધી બતાવે. શબ્દ સાથે તમારે કેવોક પનારો? તમે કવિ કે સાહિત્યકાર હશો તો કદાચ કંઈક આવો જવાબ આપશો, "જનમજનમનો આપણો સથવારો, શબ્દ, તારો ને મારો આવો પનારો! પણ નોર્મલ વ્યક્તિ હશો તો કહેશો કે ખપ પૂરતો. આપણી જરુરિયાત પૂરી થઈ જાય એટલે ભયો ભયો, શબ્દોમાં એથી વધુ ઊંડા ઊતરવાની કોઈ જરુર નથી. વાત તો સાચી, પણ...

યુટ્યૂબમાં એજ્યુકેશનલ ચેનલ

અભ્યાસમાં ઉપયોગી વીડિયો યુટ્યૂબ પર છે તો પાર વિનાના, પણ શોધવા મુશ્કેલ હોય છે. હવે ભારતના કેટલાક શિક્ષકોએ, ભારતની શાળાઓના અભ્યાસક્રમ મુજબ આવા વીડિયોને અલગ તારવ્યા છે. હમણાં ટીવી પર વારંવાર જોવા મળતી પેલી આઇ એમ લર્નિંગ ફ્રોમ આઇઆઇએન રાજસ્થાન કે તમિલનાડુ જાહેરાતમાં આમ જોવા જાવ તો ઇન્ટરનેટના મૂળ હેતુને બરાબર પકડવામાં આવ્યો છે. આજે તમે ધારો તો દુનિયા આખીનું શિક્ષણ ગમે ત્યારે, ગમે ત્યાંથી મેળવી શકો છો. પરંતુ આ જાહેરાત થકી ઇન્ટરનેટ દ્વારા એજ્યુકેશનનો સંદેશ લોકો સુધી બરાબર પહોંચતો હોય એવું લાગતું નથી. પૂછો કેમ? કેમ...

વિન્ડોઝ અને એન્ડ્રોઇડ ફોનના લાભ-ગેરલાભ શા છે અને વિન્ડોઝ ફોન વધુ સલામત છે એ વાત સાચી?

સવાલ મોકલનારઃ એચ. એન. જોશી, વડોદરા આ સવાલના જવાબનો આધાર, ફોનનો આપણો ઉપયોગ કેવો છે તેના પર છે. જો ફોનનો મુખ્યત્વે ફોન તરીકે અને ઇન્ટરનેટ સર્ફિંગ માટે જ કરવાનો હોય તો બંને પ્રકારના ફોન લગભગ સરખા જ છે. જો આ બંને ઉપયોગ ઉપરાંત, ફોન પર તમે માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલ્સ પણ એક્સેસ કરીને એડિટ કરવા માગતા હો તો એન્ડ્રોઇડમાં પણ એ હવે શક્ય તો છે, પણ વિન્ડોઝ ફોનમાં સ્વાભાવિક રીતે સુગમતા રહેશે. પરંતુ એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી ખરી કે ફોનમાં આપણે ધારીએ એટલી સહેલાઈથી ડોક્યુમેન્ટમાં એડિટિંગ...

ઓપન સોર્સ : શું, કેમ અને તકો-ભાગ-૨

ઓપન સોર્સ ક્ષેત્રે ગુજરાતમાં રહીને જેમણે નામ કાઢ્યું છે એવા કેટલાક લોકો સાથે આ ક્ષેત્રમાં કારકિર્દી વિશેની વાતચીત મિત્રો ગયા અંકમાં આપણે ઓપન સોર્સ શું છે એ અંગે ચર્ચાઓ કરી અને એ નોધ્યું કે ઓપન સોર્સ લગભગ દરેક ક્ષેત્રે છે, જોકે આપણે આપણી ચર્ચા ફક્ત સોફ્ટવેર અને આઇ.ટી. પૂરતી રાખીશું. ઓપન સોર્સ કારકિર્દી બનાવવા માટે કેવી રીતે મદદરુપ થઈ શકે એ માટે આ લખનારે આ ક્ષેત્રે કામ કરતા કેટલાક નિષ્ણાતોને મળીને ચર્ચા કરી.   શ્રી મનીષ શેલડીયા, સહસ્થાપક, www.cignex.com, અમદાવાદ  ઓપન સોર્સ સોફ્ટવેરની વાત નીકળે તો CIGNEX નું નામ ચોક્કસ...

કમ્પ્યુટરમાં પાસવર્ડ પ્રોટેક્શન

વિન્ડોઝમાં જુદા જુદા યુઝર એકાઉન્ટ ક્રિએટ કરીને અને આપણા એકાઉન્ટ માટે પાસવર્ડ પસંદ કરીને આપણે કમ્પ્યુટરને ઠીક ઠીક રીતે સલામત બનાવી શકીએ છીએ. આ અંકમાં આગળ આપણે મિત્રો કમ્પ્યુટરને શિકાર બનાવવાની જે હળવી રીતો જોઈ, એનો ભોગ તમે અને તમારું કમ્પ્યુટર પણ બની શકે છે! તમે નોંધ્યું હશે કે ત્રણેય રમતમાં આપણે કમ્પ્યુટરની કંટ્રોલ પેનેલ સુધી પહોંચવું પડે છે. આપણે પોતે આવી સેટિંગ્સ સાથેની રમતોનો શિકાર બનવું હોય તો આપણી ગેરહાજરીમાં બીજી કોઈ વ્યક્તિ આપણા કમ્પ્યુટરમાં ‘ઘૂસી’  ન શકે એનું ધ્યાન રાખવું પડે. ઉપરાંત, આજના સમયમાં વાત...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.