Home Tags 036_February-2015

Tag: 036_February-2015

સીઈએસ-૨૦૧૫ : કનેક્શન નવી ટેક્નોલોજી સાથે

અમેરિકાના લાસ-વેગાસમાં વર્ષના આરંભે યોજાતા ક્ઝ્યુમર ઇલેકટ્રોનિક શો (સીએસઈ)નું ટેક-રસિયાઓમાં અનેરું આકર્ષણ છે. આ શોમાં ટેક્નોલોજીમાં ટોપ રહેતી કંપનીઓ પોતાનો દબદબો જાળવી નવાં-નવાં મોડલ રજૂ કરે છે, તો ક્ષેત્રમાં નવી પ્રવેશેલી કંપનીઓ પોતાની હાજરીની નોંધ લેવાય તે માટે મથે છે. કંપનીઓની મોડલ-મથામણમાં મોજ પડે છે - ગેજેટ લવર્સને. તો ચાલો, આપણે પણ થઈ જઈએ તેમની સાથે કનેક્ટ... લિનોવો કંપનીએ રજૂ કરી વજનમાં સૌથી હલકી અલ્ટ્રાબુક. માત્ર ૮૦૦ ગ્રામ વજન. વિન્ડોઝના ૮.૧ વર્ઝન પર ચાલશે. જો લેવાનું વિચારતા હો તો મે મહિના સુધી રાહ જુઓ.લિનોવોની પ્રતિસ્પર્ધી ડેલ...

રેડિયો સાંભળો નવા સ્વરૂપે

૧૩ ફેબ્રુઆરી એટલે વર્લ્ડ રેડિયો ડે. યુનેસ્કોએ જ્યારે ૧૩ ફેબ્રુઆરીને વર્લ્ડે રેડિયો તરીકે જાહેર કર્યો ત્યારે તેનાં કેટલાંક મજબૂત કારણ આપ્યાં હતાં. સંસ્થાના મતે રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું મીડિયમ છે. એટલું જ નહીં તે શક્તિશાળી અને સસ્તું પણ છે. રેડિયોનો અવાજ કરોડો લોકો સુધી પહોંચે છે, આ અવાજ શ્રોતાઓ વચ્ચે કોઈ અંતર રાખતો નથી. નિરક્ષર, વિકલાંગ, વૃદ્ધ, મહિલા, યુવાનો, બાળકો બધા રેડિયોને સાંભળી શકે છે, તે તેનું જમા પાસું છે. તેથી રેડિયોનું એક નોખું જ મહત્ત્વ છે, પણ આજે આપણે વાત કરવી છે...

ગૂગલ નેવિગેશનમાં હવે હિન્દીમાં માર્ગદર્શન

‘સાયબરસફર’ના એપ્રિલ ૨૦૧૩ અંકની કવરસ્ટોરીમાં આપણે સ્માર્ટફોનમાં નેવિગેશનની વિગતવાર વાત કરી ગયા છીએ. આ સુવિધાથી સ્માર્ટફોનમાં આપણે ઘણી અસરકારક રીતે લાઇવ નેવિગેશન એટલે કે ધાર્યા સ્થળે પહોંચવા માટે નક્શા પર જીવંત માર્ગદર્શનની સુવિધા મેળવી શકીએ છીએ. જેમ કે તમે સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ કારમાં આવ્યા હોય, વસ્ત્રાપુર તળાવ પાસેની કોઈ જગ્યાએ જવાનું હોય ને અમદાવાદના રસ્તાઓથી તમે પરિચિત ન હો તો, સરખેજથી આગળ વધી તમે સ્માર્ટફોનમાં નેવિગેશન ચાલુ કરી દો તો, તમે જેમ જેમ આગળ વધતા જાવ તેમ તેમ સ્માર્ટફોનમાંના નક્શા પર તમારી કાર એક ટપકા રૂપે આગળ વધતી...

ક્રિકેટ વર્લ્ડ કપ : એપ્સથી રહો અપડેટેડ

આ મહિનાથી ભારત અને ક્રિકેટ રમતા દુનિયાના તમામ દેશોમાં સૌથી હોટ ટોપિક એક જ રહેશે - ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૫. ૪૦ દિવસ માટે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનારા આ વર્લ્ડકપમાં ભારત પોતાનો વર્લ્ડકપ જાળવા રાખવા માટે રમશે ત્યારે જો તમે ટીવીથી દૂર હો ત્યારે પણ સતત અપડેટેડ રહેવા માગતા હો અને દરેક મેચનો લાઇવ સ્કોર કે લાઇવ બ્રોડકાસ્ટ જોવા માગતા તો ડાઉનલોડ કરી લો તમારા સ્માર્ટફોનમાં આ બધી એપ્સ.  Star Sports Cricket Scores વર્લ્ડકપમાં રમતી દરેક ટીમમાં કોણ ક્યા ગ્રૂપમાં છે, કઈ તારીખે કઈ ટીમ વચ્ચે મેચ છે,...

પ્રિન્ટ કાઢતી વખતે એક પેજ બચાવવું છે?

માઇક્રોસોફ્ટ વર્ડમાં તૈયાર કરેલા પત્ર જેવા કોઈ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢતી વખતે છેલ્લા પેજમાં બહુ થોડું લખાણ હોય, તો થોડી બાંધછોડ કરીને એ પેજનું લખાણ આગલા પેજમાં સમાવી શકાય. આગળ શું વાંચશો શ્રીંક વન પેજ સુવિધાનો ઉપયોગ કરીને પેરેગ્રાફ એન્ડ લાઈન સ્પેસિંગનો ઉપયોગ કરીને પેજ માર્જિન બદલીને હેડર-ફૂટરમાં જરુરી ફેરફાર કરીને  માઇક્રોસોફ્ટ વર્ડમાં તમારે કોઈ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢવી હોય, ખાસ કરીને કોઈ પત્ર તૈયાર કર્યા પછી, ત્યારે ઘણી વાર એવું બનતું હશે કે પત્રનો બહુ થોડો ભાગ બીજા પાને જતો હોય! પ્રિન્ટ લેવાની હોય તો બહુ થોડી...

આખરે આ ૩-ડી પ્રિન્ટિંગ છે શું?

અખબારમાં આપણે વારંવાર કોઈ વ્યક્તિએ ૩-ડી પ્રિન્ટ કરીને ગન બનાવી કે આખી કાર બનાવી કે પછી આખેઆખું બિલ્ડિંગ બનાવ્યું એવા સમાચાર વારંવાર વાંચીએ છીએ. કમનસીબે આ સમાચારોમાં ૩-ડી પ્રિન્ટિંગ ખરેખર શું છે એ વિશે ખાસ સ્પષ્ટતા હોતી નથી. સાદા શબ્દોમાં કહીએ તો ડિજિટલ ડિઝાઇનમાંથી ત્રિપરિમાણિય એટલે કે થ્રી ડાયમેન્શનલ નક્કર અને વાસ્તવિક વસ્તુઓ બનાવવાની પ્રક્રિયા ૩-ડી પ્રિન્ટિંગ તરીકે ઓળખાય છે. આખી વાતને અત્યંત સાદી રીતે સમજીએ તો એમ કહી શકાય કે જેમ આપણે કમ્પ્યુટરમાંથી કોઈ વર્ડ ડોક્યુમેન્ટની પ્રિન્ટરની મદદથી કાગળ પર પ્રિન્ટ લઈએ, કંઈક એવી...

એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ફાઈલ અને ફોલ્ડર્સ કેવી રીતે મેનેજ કરી શકાય?

કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને  આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે! આગળ શું વાંચશો ઈન્ટરનેટ પરથી પીડીએફ ફાઈલ ડાઉનલોડ નહીં પણ સીધી ઓપન કરવી હોય તો? વોટ્સઅેપમાં પ્રોફાઈલ પિકચર અે સ્ટેટ્સ કેવી રીતે બદલાય? મોબાઈલ કેમેરામાં આવતી એચડીઆર ટેકનોલોજી શું છે? એચડીઆર મોડનો ઉપયોગ ક્યારે કરવો? બે પીસી એકબીજા સાથે કેવી રીતે જોડી શકાય સવાલ મોકલનારઃ વિનોદભાઈ અગ્રવાલ, ફતેપુરા, દાહોદ આપણા પીસીમાં વિન્ડોઝ એક્સપ્લોરરની મદદથી આપણે જુદી જુદી ડ્રાઈવમાંનાં વિવિધ ફોલ્ડર્સ અને...

નવો મોબાઇલ ખરીદ્યો?

સરસ! તમે ઓનલાઇન ઓર્ડર આપીને ખરીદી કરી હોય કે લોકલ સ્ટોરમાંથી તમારો મોબાઇલ સરસ મજાના બોક્સમાં પેક થઈને તમે મળ્યો હશે. પહેલી નજરેે આકર્ષક લાગતા આ બોક્સ ખોલ્યા પછી આપણે તે ઉપયોગી રહેતા નથી એ આપણે વહેલી તકે તેેને ડસ્ટબીનના હવાલે કરીએ છીએ, પરંતુ એવી ઉતાવળ કરતાં પહેલાં કેટલીક વાતી ખાતરી કરી લેવી હિતાવહ છે. જેમ કે... તમારો રીટર્ન પીરિયડ ચાલુ છે? ખાસ કરીને જો આપણે ઓનલાઇન ખરીદી કરી હોય એ જો આપણને મળેલી પ્રોડક્ટમાં કોઈ અસંતોષ જણાય તો જે તે સાઇટના સેલર મુજબ  આપણી પાસે...

ઓપન સોર્સ : શું, કેમ અને તકો – ભાગ-૧

ઓપન સોર્સને એક સમાંતર બ્રહ્માંડ કહી શકાય, જેમાં દરેક પદાર્થની સામે  પ્રતિ-પદાર્થ હોય છે. ઓપન સોર્સમાં કાંઈક એવું જ છે. લગભગ દરેક પ્રોપરાઇટરી સોફ્ટવેર કે ટેક્નોલોજીની સામે એક ઓપન સોર્સ સોફ્ટવેર કે ટેક્નોલોજી હોય છે  આગળ શું વાંચશો? ઓપન સોર્સ એટલે શું ? ઓપન સોર્સ અને ફ્રી-વેરમાં શું તફાવત છે? ઓપન સોર્સ હંમેશા ફ્રી જ હોય છે? ઓપન સોર્સનો ઇતિહાસ ઓપન સોર્સ સોફટવેર એટલે શું? કરિયર સેન્ટ્રલ ડિક્ષનરી પ્રોપ્રાઈટરી  આજે વાત કરીએ, વારંવાર સાંભળવા મળતા પરંતુ એટલી જ ગેરસમજો ધરાવતા એક રસપ્રદ વૈશ્વિક સમાંતર પ્રવાહની. એન્ડ્રોઇડ ફોનનું છેલ્લાં...

બદલી નાખો તમારો સ્માર્ટફોન!

ચિંતા ના કરશો, તાબડતોબ નવો ફોન લેવાની વાત નથી, પરંતુ વિજેટ્સ અને લોન્ચર જેવી સગવડની મદદથી સ્માર્ટફોનનો દેખાવ તદ્દન બદલવાની કે તેને વધુ સ્માર્ટ બનાવી દેવાની વાત જાણી લો અહીં. આગળ શું વાંચશો વિજેટ્સનો ઉપયોગ હોમસ્ક્રીન પર ફોનનાં ફંકશન્સ સરળ બનાવતાં વિજેટ્સ લોન્ચરનો ઉપયોગ ફોનનો દેખાવ અને કામકાજ બદલતી લોન્ચર એપ્સ એન્ડ્રોઇડ ફોન વાપરનારા લોકો ભલે એપલ ફોન ધરાવતા લોકોની ઈર્ષા કરતા હોય, એપલ ફોનનો ઉપયોગ કરનારા હંમેશા એક વાતની ફરિયાદ કરતા હોય છે - એન્ડ્રોઇડમાં જેટલું કસ્ટમાઇઝેશન થઈ શકે છે એટલું એપલ ફોનમાં થઈ શકતું નથી. વાસ્તવમાં...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.