Home Tags 034_December-2014

Tag: 034_December-2014

બીપીઓ/કેપીઓ : કારકિર્દી, માન્યતાઓ, ગેરમાન્યતાઓ અને વાસ્તવિકતા-1

આઇટી ક્ષેત્રે કારકિર્દી માટે બહુ જાણીતું અને છતાં એટલી જ ગેરસમજો ધરાવતું એક ક્ષેત્ર છે આઉટસોર્સિંગનું. મેળવીએ આ ક્ષેત્ર વિશેની જાણકારી. એકમેકને પૂરક એવા સંજોગોને લીધે ભારતમાં આઉટસોર્સિંગ ઉદ્યોગના પાયા નખાયા. એ પછીના દોઢ દાયકામાં આ ઉદ્યોગ ભારતીય યુવાનોની ક્ષમતાઓ, અને મહેનતુ સ્વભાવને લીધે પૂરબહારમાં ખીલી ઊઠ્યો છે. આગળ શું વાંચશો? આઉટસોર્સિંગ કેમ કરાય છે? આઉટસોર્સિંગના પ્રકારો? કોલસેન્ટર કેપિઓ (નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ) બીપીઓ/કોલ સેન્ટર ક્ષેત્રે રહેલી કારકિર્દીની તકો બીપીઓ અંગેની માન્યતાઓ ટેકનોલોજી, વિશ્વના પ્રવાહો, અને કેટલાંક આંતરિક પરિબળોને કારણે ૯૦ના દાયકાના મધ્યથી આઉટસોર્સિંગ સ્વ‚પે ભારતમાં ઘણી નવી...

મોબાઇલ એજ્યુકેશન!

હમણાં ગૂગલના સહસ્થાપક અને ગૂગલના આઇડિયાઝ વિભાગના ડિરેક્ટરે સાથે મળીને લખેલું એક પુસ્તક વાંચું છું : ધ ન્યૂ ડિજિટલ એજ. બંને લેખકોએ ઇન્ટરનેટથી સારી અને નરસી બંને રીતે આપણું જીવન કેવું બદલાઈ રહ્યું છે એની ઊંડાણથી ચર્ચા કરી છે.  આ જ વાત, આ અંકની કવરસ્ટોરીના સંદર્ભે જોઈએ તો સમજાય કે આપણું શિક્ષણ પણ કેટલું બદલાઈ રહ્યું છે. પહેલાં શાળા અને પાઠ્યપુસ્તક એ બે જ શિક્ષણના સ્રોત હતા. હવે શાળામાં જે શીખવા મળે છે એ બધું જ વિદ્યાર્થી ધારે તો બીજી અનેક રીતે શીખી શકે છે....

વર્ડસ્પાર્ક

ગૂગલના સહસ્થાપક એરિક સ્મિટ અને ગૂગલના આઇડિયા વિભાગના ડિરેક્ટર જેર્ડ કોહેને સાથે મળીને એક પુસ્તક લખ્યું છે : ધ ન્યૂ ડિજિટલ એજ. આ પુસ્તકની પ્રસ્તાવનામાંથી નીચે કેટલાક અંશો આપ્યા છે : ઇન્ટરનેટ એ માણસે બનાવેલી બહુ થોડી વસ્તુઓમાંની એક છે, જેને માણસ પોતે બરાબર સમજી શક્યો નથી. જેની શ‚આત માહિતીના ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિશનના સાધન તરીકે થઈ, એ આજે સર્વવ્યાપક છે અને માનવ ઊર્જા અને માનવ અભિવ્યક્તિ માટેનું અંત વિનાનું માધ્યમ છે.  ઇન્ટરનેટની તમારા જીવન પરની અસર જુઓ. તમે અત્યાર સુધીમાં જે કોઈ વેબસાઇટ્સ જોઈ છે, જે ઈ-મેઇલ્સ મોકલ્યા...

ઓનલાઇન શોપિંગના અનુભવ

ઓનલાઇન ચીજવસ્તુઓની ખરીદી સહેલી અને સગવડદાયક બની રહી છે તેની સાથોસાથ લોકોના સારા અને નરસા અનુભવો પણ વધી રહ્યા છે. ઓનલાઇન ચીજવસ્તુઓની ખરીદી સહેલી અને સગવડદાયક બની રહી છે તેની સાથોસાથ લોકોના સારા અને નરસા અનુભવો પણ વધી રહ્યા છે. ગયા મહિને ઓનલાઇન શોપિંગ અંગેના લેખના પ્રતિસાદમાં વિવિધ વાચકોએ તેમના અનુભવ લખી મોકલ્યા, તેમાંથી એક વાચકનો અનુભવ વિશેષ નોંધપાત્ર છે. વાંચો અને યોગ્ય-અયોગ્યનો જાતે જ નિર્ણય કરો! હેમેન્દ્રભાઈ મહેતા તેમનાં પત્ની કલ્પનાબહેન સાથે વડોદરામાં રહે છે. બંને દીકરી વિદેશમાં સ્થાયી થઈ છે. દંપતિ ૮૦ વર્ષની વય...

ઓર્ડર મુજબ સંતોષકારક, ઝડપી ડિલિવરી મળી

‘સાયબરસફર’નો નવેમ્બર ૨૦૧૪ અંક વાંચીને મને સંખ્યાબંધ ચીજવસ્તુઓની ઓનલાઇન ખરીદી કરવાનું પ્રોત્સાહન મળ્યું. ખાસ કરીને ‘કમ્પેર બાય હટકે’ એપ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરીને હું એમેઝોન પરથી વધુ આત્મવિશ્વાસ સાથે ખરીદી કરી શક્યો. મેં પત્નીને જન્મદિવસની ભેટ તરીકે એન્ડ્રોઇડ વન ફોન અને મારા પોતાના માટે ૧૬ જીબીની સેન્ડડિસ્ક પેન ડ્રાઇવની ખરીદી કરી. મારા જમાઇ માટે, સીધું એમના એડ્રેસ પર સરપ્રાઇઝ ગિફ્ટ તરીકે પહોંચે એ રીતે સનગ્લાસિઝની પણ ખરીદી કરી. મારા ઘરમાં કામકાજ કરતી વ્યક્તિ માટે એક બેઝિક ફોન ખરીદ્યો ને અંતે ફરી મારા પોતાના માટે ૮૫...

ઓનલાઇન શોપિંગ: ગુડ, બેડ એન્ડ અગ્લી અનુભવો

આમ તો પુસ્તકો ખરીદવા માટે અમે ઘણા સમયથી ઓનલાઇન શોપ્સમાંથી ખરીદી કરતા હતા. કેમ કે પુસ્તકો પર આટલું જંગી ડિસ્કાઉન્ટ અત્યાર સુધી બીજે ક્યાંયથી મળ્યું નહોતું. ફ્લિપકાર્ટ ઉપરાંત વન બાય વન હોમશોપ૧૮, ઇન્ફિબીમ, ઇન્ડિયાપ્લાઝા, એમેઝોન વગેરે ઘણી સાઇટ્સ પરથી પુસ્તકો ખરીદવાનો અનુભવ મેળવી લીધો (એનાં કારણોમાં વધુ ડિસ્કાઉન્ટ મેળવવાની લાલચ અને ફ્લિપકાર્ટ પર ૫૦૦ રૂપિયાથી ઓછી ખરીદી પર લાગતો ચાલીસથી એંસી રૂપિયા જેટલો ડિલિવરી ચાર્જ સામેલ હતાં!). હમણાં આ દિવાળીએ અમે અત્યાર સુધીની જંગી ખરીદીનો હવાલો ઓનલાઇન શોપ્સને આપ્યો. એમેઝોન.ઇનમાંથી ડેલ કંપનીનાં એકસાથે બે લેપટોપ ઓર્ડર...

ગૂગલ ઇનબોક્સ

ગૂગલે દુનિયાને જીમેઇલની ભેટ આપી એ વાતને દસ વર્ષ થઈ ગયાં છે. ગૂગલ કહે છે કે જ્યારે જીમેઇલનો જન્મ થયો ત્યારે સમય જુદો હતો. ત્યારે વાત લગભગ પીસી પૂરતી સીમિત હતી. હવે લોકો જુદાં જુદાં પ્લેટફોર્મ અને જુદાં જુદાં સાધનોમાં ઈ-મેઇલ એક્સેસ કરે છે અને લોકોની કામ કરવાની રીત પણ બદલાઈ છે. આ બધાને કારણે ગૂગલે જીમેઇલમાં મોટાં પરિવર્તન કરવાને બદલે ‘ગૂગલ ઇનબોક્સ’ નામે એક નવી જ સર્વિસ શરૂ કરી છે, જે આપણા જીમેઇલને આધાર તરીકે લઈને કામ કરશે. ગૂગલના મતે હવે ઈ-મેઇલ એટલે માત્ર...

હવે આવે છે નોકિયા ટેબલેટ

શીર્ષક વાંચીને ગૂંચવાયા? બજારમાં તો અત્યારે જ નોકિયા લુમિયા નામનાં ટેબલેટ મળે છે, તો શીર્ષકમાં ‘આવે છે’ કેમ લખ્યું? જવાબ એ છે કે અત્યારે બજારમાં વેચાતાં નોકિયા ટેબલેટ ટેકનિકલી માઇક્રોસોફ્ટ કંપનીનાં છે કેમ કે મૂળ ફિનલેન્ડની કંપની નોકિયાએ માંડ સાત મહિના પહેલાં પોતાનો મોબાઇલ હેન્ડસેટ્સનો બિઝનેસ માઇક્રોસોફ્ટ કંપનીને ૭.૨ અબજ ડોલરમાં વેચી નાખ્યો છે. બંને કંપની વચ્ચેના કરાર મુજબ નોકિયા કંપની ૨૦૧૬ના અંત સુધી નોકિયા બ્રાન્ડનો સ્માર્ટફોન વેચી નહીં શકે અને આવતાં ૧૦ વર્ષ સુધી ફીચર ફોન વેચી શકે તેમ નથી. એટલે હવે  આ મૂળ...

યાહૂ વેબ ડિરેક્ટરીની પૂર્ણાહૂતિ

૧૯૯૪માં જ્યારે યાહૂની શરૂઆત થઈ ત્યારે તેનું નામ હતું ‘જેરી એન્ડ ડેવિડ્ઝ ગાઇડ ટુ ધ વર્લ્ડ વાઇડ વેબ’. પછી તેનું નામ થયું, ‘યટ અનધર  હાયરાર્કિકલ ઓફિસિયસ ઓરેકલ’ જેનું શોર્ટફોર્મ એટલે યાહૂ! યાહૂની શરૂઆત એક પ્રકારની વેબ ડિરેક્ટરી તરીકે થઈ હતી. જોકે હવે ઇન્ટરનેટ એટલું વિશાળ બન્યું છે કે આવી વ્યક્તિગત રીતે તૈયાર થયેલી ડિરેક્ટરી બિલકુલ પહોંચી વળી શકે નહીં. આથી છેવટે ૩૧ ડિસેમ્બરથી યાહૂની ઓરિજિનલ વેબ ડિરેક્ટરી કાયમ માટે બંધ થઈ જશે.  

ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સ

ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા આ મહિને એટલે કે ડિસેમ્બર ૨૦૧૪માં ૩૦.૨ કરોડ થઈ જવાની શક્યતા છે. ઇન્ટરનટે એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને માર્કેટ રિસર્ચ કંપની આઇએમઆરબી ઇન્ટરનેશનલના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. કુલ ૬૦ કરોડ યુઝર્સ સાથે ચીન વિશ્વમાં સૌથી આગળ છે. તેના પછી અમેરિકા છે અને ત્યાર પછી ભારતનો નંબર છે, પણ હવે ભારત યુએસ કરતાં આગળ નીકળી જવાની ધારણા છે. આ આંકડા કંટાળાજનક લાગતા હોય તો ઉપરનું ગ્રાફિક જુઓ - ભારતમાં ઇન્ટરનેટનો વપરાશ કેટલી ઝડપે વધી રહ્યો છે એ બરાબર સમજાઈ જશે!
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.