Home Tags 033_November-2014

Tag: 033_November-2014

પ્લીઝ, નો ઉલ્લુ બનાવીંગ!

‘એક્સપોર્ટનો ઓર્ડર કેન્સલ થતાં અમે પાણીના ભાવે માલ વેચી રહ્યા છે. આથી ઓછા ભાવે મળે તો જાહેરમાં ફાંસીએ ચઢી જઈશું...’ આપણે ત્યાં અખબારોમાં સેલની આવી જાહેરખબરો અવારનવાર જોવા મળે છે. તહેવારના દિવસોમાં સાડીઓના મોટા શો રૂમ સેલ યોજે ત્યારે તેમણે પણ ફરજિયાત પોતાના સેલ માટે ‘અસલી સેલ’, ‘જેન્યુઇન સેલ’ જેવાં વિશેષણ વાપરવા પડે છે. કેમ કે લોકોને સેલની સચ્ચાઈમાં ભરોસો રહ્યો નથી. ઓનલાઇન શોપિંગ લોકપ્રિય બન્યા પછી લોકોની ખરીદવાની રીત બદલાઈ છે, પણ તેમાંય સેલને નામે ગ્રાહકોને આકર્ષીને પછી ઉલ્લુ બનાવવાની રીત બદલાઈ નથી. ભારતમાં...

વર્ડસ્પાર્ક

આખી દુનિયામાં પહેલાં વાંચવાની અને પછી ખરીદી કરવાની આખી ઢબ બદલી નાખવાનું શ્રેય એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને ફાળે જાય છે. વિશ્વના સથી વધુ શ્રીમંત લોકોની યાદીમાં ૧૯મા ક્રમે પહોંચેલા આ માણસ પાસેથી, બિઝનેસની સફળતાના વિચારો શીખવા જેવા છે. આખી દુનિયામાં પહેલાં વાંચવાની અને પછી ખરીદી કરવાની આખી ઢબ બદલી નાખવાનું શ્રેય એેમેઝોાનના સ્થાપક જેફ બેઝોસને ફાળે જાય છે. વિશ્વમાં સૌથી વધુ શ્રીમંત લોકોની યાદીમાં ૧૯મા ક્રમે પહોંચેલા આ માણસ પાસેથી બિઝનેસની સફળતાના વિચારો શીખવા જેવા છે.બિઝનેસમાં સામાન્ય રીતે એક પ્રશ્ન વારંવાર પૂછાય છે, ‘વ્હાય?’ સવાલ...

પ્રતિભાવ

‘સાયબરસફર’ના દરેક અંક વાંચવાની ખૂબ મજા પડે છે. અમારા સમગ્ર પરિવારને ‘સાયબરસફર’ના દરેક અંકમાંથી ઘણું બધું નવું જાણવા મળે છે. અમે મેગેઝિનની શરૂઆતથી જ તમામ અંકો કિંમતી ઘરેણાની જેમ સાચવી રાખ્યા છે! - નીનાબહેન આર. પટેલ (જીએનએફસી ટાઉનશીપ, નર્મદાનગર, જિ. ભરૂચ)    થોડાક અંકોથી ટેક્નોટર્મ્સ નામનો નવો વિભાગ શરૂ કર્યો તે ખૂબ ઉપયોગી લાગે છે કારણ કે ટેક્નોલોજીના યુગમાં આવા ઇંગ્લિશ શબ્દો તો ઘણા સંભળાયા કરે છે, પણ તે ખરેખર શું છે અને શું કામ કરે છે તે બેઝિક માહિતી પણ ‘સાયબરસફર’માં વાંચવા મળે છે. આ...

તમે ફેસબુકને તમારું બીપી કેટલું છે તે કહેશો?

તમે તમારી પોતાની કે પરિવારની મેડિકલ ફાઇલ વ્યવસ્થિત રીતે જાળવો છો? ત્રણ વર્ષ પહેલાં દાંતની રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરાવી હતી, એ પછી એક વાર પગમાં મોચ આવી હતી, હમણાં હમણાંથી ડાયાબિટીસ કે કોલેસ્ટરોલના ટેસ્ટ કરાવવાના શરૂ થયા છે... તમારી હેલ્થને લગતી આવી બધી જ માહિતી તમારી પાસે બિલકુલ હાથવગી છે? લગભગ નહીં જ હોય. પરંતુ તમને યાદ હોય તો ગૂગલે ૨૦૦૮માં ગૂગલ હેલ્થ નામનો એક પ્રોજેક્ટ શરુ‚ કર્યો હતો, જેમાં વિવિધ હોસ્પિટલ, પેથોલોજી લેબ અને ડોક્ટર્સ પાસે સચવાયેલી આપણી બધી માહિતી ગૂગલ હેલ્થમાં એક જ...

એમેઝોને ગૂગલને માત આપી

આ અંકમાં તમે એફએક્યુ વિભાગમાં વાંચશો તેમ, આઇકેન નામે જાણીતી ઇન્ટરનેટની નિયામક સંસ્થા ઇન્ટરનેટનાં વિવિધ ટોપ-લેવલ ડોમેઇનની યાદી જાળવે છે.   ડોટકોમ, ડોટઓર્ગ, ડોટએડ્યુ, ડોટઇન વગેરે ટોપ-લેવલ ડોમેઇન વિશે તો આપણે જાણીએ છીએ, પણ હમણાં ડોટબાય (.buy) ટોપ-લેવલ ડોમેઇનની હરાજી થઈ અને જગતની સૌથી મોટી ઓનલાઇન રીટેઇલ કંપની એમેઝોને આ નામ ૪.૬ મિલિયન ડોલર આપીને ખરીદી લીધું. ગૂગલ આ હરાજીમાં બીજા નંબરે રહ્યું. ડોટબાય સાથે ડોટટેક (.tech) અને ડોટવીઆઇપી (.vip) ટોપ-લેવલની પણ હરાજી થઈ અને ગૂગલ કંપની એ બંને પણ ખરીદી શકી નહીં!    

આંધ્ર પ્રદેશમાં મંત્રીમંડળની પેપરલેસ મીટિંગ

ગયા મહિને, આંધ્ર પ્રદેશ સરકારે એક અનોખી પહેલ કરી. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન નહીં, પણ ‘સીઇઓ’ તરીકેની પોતાની છાપ જાળવી રાખવા માટે મથતા ચંદ્રબાબુ નાયડુના મંત્રીમંડળની ગયા મહિને એક બેઠક મળી ત્યારે તેમાં મુદ્દાઓ તો બીજી સામાન્ય બેઠકો જેવા જ ચર્ચાયા પણ આ બેઠકમાં ફેર એ હતો કે આ કેબિનેટ મીટિંગ ‘ઇ-કેબિનેટ’ હતી! મુખ્યમંત્રી પોતે અને તેમના બધા મંત્રીઓ આ બેઠકમાં ફાઇલ્સના ઢગલાને  બદલે માત્ર આઇપેડ લઈને સામેલ થયા!ભારતના કોઈ રાજ્યમાં આ રીતે ઓલમોસ્ટ પેપરલેસ કેબિનેટ મીટિંગ યોજાઈ હોય એવું આ પહેલી વાર બન્યું. આંધ્ર...

આઇસ્ક્રીમ સેન્ડવીચ, કિટકેટ અને હવે…

એન્ડ્રોઇડનાં વર્ઝનનાં નામ મોંમાં પાણી લાવે તેવાં હોય છે એ તો આપણે જાણીએ જ છીએ. કિટકેટ પછીના એન્ડ્રોઇડના વર્ઝનને હાલ પૂરતું ‘એન્ડ્રોઇડ એલ’ એવું કોડનેમ અપાયું છે. આ વર્ઝનનું નામ લોલીપોપ રહે તેવી પૂરી શક્યતા છે! અત્યાર સુધી લોકો એલથી શરૂ થતી જુદી જુદી સ્વીટ્સનાં નામ શોધી શોધીને થાક્યા હતા, પણ ગૂગલે ચૂપકીદી જાળવી રાખી હતી. હમણાં ગૂગલે તેનો ૧૬મો બર્થડે ઉજવ્યો ત્યારે એક એનિમેટેડ જીફ પોસ્ટ કરી અને તેમાં કેક પર વિવિધ લોલીપોપ ગોઠવેલી હતી, આટલા પરથી લોકોએ ધારી લીધું છે કે હવે આવે...

ગૂગલ પાસેથી ખરીદો, ચૂકવો એરટેલને!

‘સાયબરસફર’નું લવાજમ ભરવું હોય કે રીન્યુ કરાવવું હોય તો નાની રકમ માટે તમારે કેટલી મોટી કસરત કરવી પડે છે? મનીઓર્ડર કરવો કે ચેક લખીને કુરિયર કરવાનું તો ભારે પીંજણવાળું કામ છે જ, ઓનલાઇન પેમેન્ટ કરવાનું કામ પણ પ્રમાણમાં લાંબી વિધિવાળું છે. આ તો લવાજમની વાત થઈ, ફક્ત એકાદ અંક છૂટક ખરીદવો હોય તો? આટલી મગજમારી કોઈ ન કરે. પણ હવે સ્થિતિ બદલાઈ રહી છે. તમે તમારા સ્માર્ટફોનમાં એક એપ ખોલી, તેમાં તમારે જે પુસ્તક કે મેગેઝિન વગેરે ખરીદવું હોય તેને સિલેક્ટ કરો અને ‘પે નાઉ’...

આવે છે વિન્ડોઝ ૧૦

હજી આપણાં ઘણાં કમ્પ્યુટર્સ વિન્ડોઝ એક્સપી પણ ચાલી રહ્યાં છે, ત્યાં માઇક્રોસોફ્ટ કંપનીએ વિન્ડોઝ ૭, ૮, ૮.૧ અને પછી ૯ને બાજુએ ધકેલીને સીધી વિન્ડોઝ ૧૦ની જાહેરાત કરી દીધી છે. જોકે લોકો અને કંપનીઓ સુધી તે ૨૦૧૫માં જ પહોંચશે. અત્યારે કંપનીના વિન્ડોઝ ઇન્સાઇડર પ્રોગ્રામમાં સામેલ લોકો અને કેટલાક પસંદગીના આઇટી પ્રોફેશનલ્સને જ આ સિસ્ટમ તપાસવાની તક મળશે. ગયા મહિને, માઇક્રોસોફ્ટે આ નવી સિસ્ટમની જાહેરાત કરતી વખતે તેની થોડી વિગતો આપી. આજના સમયની જરૂરિયાત મુજબ, આ ઓપરેટિંગ સિસ્ટમ ફક્ત પીસી કે લેપટોપ પૂરતી સીમિત ન રહેતાં ટેબલેટ,...

સાહેબ હાજર છે!

"સાહેબ રજા પર છે, કાલે આવજો! આ શબ્દો આપણામાંના ઘણા લોકોએ સરકારી ઓફિસમાં સાંભળ્યા હશે. જાણીતા એક્ટર પંકજ કપૂરની સિરિયલ ‘ઓફિસ ઓફિસ’માં પણ, મોટા ભાગની કચેરીઓમાં સામાન્ય માણસે જે તકલીફો વેઠવી પડે છે એનો આબેહૂબ ચિતાર રજૂ થયો હતો. હવે કેન્દ્ર સરકાર, સરકારી કચેરીઓની આ છાપ સુધારવા પ્રયત્નશીલ છે. કેન્દ્ર સરકારે હમણાં એક એટેન્ડન્સ વેબસાઇટ (attendance.gov.in/) લોન્ચ કરી છે, જેમાં તમામ સરકારી કચેરીઓમાં કોણ કોણ હાજર છે એ કોણ કોણ ગેરહાજર છે તે જોઈ શકાશે. આ વેબસાઇટ ગુજરાત મોડેલ પર નહીં પણ ઝારખંડ સરકારની આવી...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.