Home Tags 029_July-2014

Tag: 029_July-2014

જે ઓછું વાંચવા મળે છે…

આ વખતના અંકમાં અખબારોએ જેની ખાસ નોંધ લીધી નથી એવી બે બાબતો તરફ વધુ ધ્યાન આપ્યું છે. દુનિયાઆખીને અત્યારે ફૂટબોલજ્વર ચઢ્યો છે, અખબારો પાનેપાનાં ભરીને દરેક મેચની ઝીણવટભરી વાતો લખે છે, પણ ટીવી પર વર્લ્ડકપની મેચીઝ લાઇવ જોવાની મજા જેનાથી ચાર ગણી ચઢી જાય છે એ ટેક્નોલોજીસ વિશે ભાગ્યે જ ક્યાંય કશું વાંચવા મળ્યું છે. અત્યારે ભલે ફૂટબોલનો વર્લ્ડકપ છે એટલે એની વાત કરીએ, પણ ક્રિકેટની વાત કર્યા વિના સ્પોર્ટ્સની વાત અધૂરી જ રહે. ઉર્વીશ કોઠારીએ ફૂટબોલ અને ક્રિકેટ બંનેમાં ચોક્સાઈ અને મનોરંજન ઉમેરતી...

વર્ડસ્પાર્ક

રમતના આંતરરાષ્ટ્રીય મેદાન સુધી પહોંચવું બહુ મુશ્કેલ હોય છે. એથી મુશ્કેલ ત્યાં ટકી રહેવું હોય છે અને એથી પણ વધુ મુશ્કેલ, ત્યાંથી વિદાય લેવાનું હોય છે. વિવિધ રમતોના મહારથીઓએ તેમની નિવૃત્તિ સમયે અનુભવેલી લાગણી... ૨૪ વર્ષમાં ૨૨ યાર્ડ વચ્ચેની મારી જિંદગી, આખરે એનો અંત આવે છે એ માનવું મુશ્કેલ છે. - સચીન તેંડુલકર   હું ઝીરોમાં આઉટ થયો એનું મને ઘણું દુ:ખ છે. ફક્ત ચાર રન હું કરી શક્યો હોત તો મારી ૧૦૦ની એવરેજ થઈ જાય. મને ત્યારે એ વાતની ખબર નહોતી અને મને લાગે છે કે ઇંગ્લિશમેનને...

પ્રતિભાવ

  પહેલાની જેમ જ હજુ પણ ‘સાયબરસફર’માં વહેતા ટેકનો-જ્ઞાનના પ્રવાહમાં તણાવાનું ચૂકતો નથી. મેં આપને પહેલાં જણાવ્યું તેમ આપના લેખમાંથી પ્રેરણા લઈને અમારા જ્ઞાતિ-સમાજના એક નાના એવા મેગેઝિનમાં ટેકનો-કોર્નર નામનો લેખ શરુ કર્યો.     દર મહિને ટેક્નોલોજીના વિષય સાથે વાંચકોને રસ પડે તેવું તેમ જ કંઈક નવું જાણવા મળે અને તેનાથી પણ વિશેષ લોકોપયોગી થઈ રહે તેવી ટેકનો-માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની મારી ભાવના રહેલી છે. - નિનાદ ભટ્ટ, અમદાવાદ  હું  એક શિક્ષક છું, પણ ઓનલાઇન ગુજરાતી લખતાં નહોતું આવડતું, ‘સાયબરસફરે’ મને એ શીખવાડ્યું! - પરેશ રાજાણી, માંગરોળ  ‘કળશ’ પૂર્તિમાં...

ક્વિક અપડેટ

ખિસ્સા અને મોભાને પરવડે એવો કાર્બન ટાઇટેનિયમ એસ૯ લાઇટ સ્માર્ટફોન મોબાઇલ ફોન્સની દુનિયામાં રોજબરોજ નવીનતા જોવા મળી રહી છે. હમણાં કાર્બન કંપનીનો ‘કાર્બન ટાઇટેનિયમ એસ૯ લાઇટ’ નામનો તેનો મોબાઇલ ઓનલાઇન રિટેલર વેબસાઇટ પર લિસ્ટેડ થઈ ચૂક્યો છે. જેની કિંમત રૂ. ૯૯૯૦ રાખવામાં આવી છે, જે હાલ ડિસ્કાઉન્ટ રેટ  રુ. ૮૯૯૦માં ઉપલબ્ધ થઈ શકે છે. આગળ શું વાંચશો? માઇક્રોમેક્સ દ્વારા બે નવા વિન્ડોઝ ફોનની રજૂઆત કાર્બન ટાઇટેનિયમ એસ૯ લાઇટની  વિશેષતાઓ જોઈએ તો તેમાં ડ્યુઅલ સિમ (જીએસએમ+જીએસએમ) સપોર્ટ છે. તેની ખાસ વિશેષતા તેનો સ્ક્રીન છે જે ૫.૫ ઇંચનો ક્યૂએચડી...

નવી સરકાર, નવો પ્રવાહ : સોશિયલ મીડિયાનું વધ્યું મહત્ત્વ

હાલમાં જ આપણા દેશમાં લોકસભા ચૂંટણી સંપન્ન થઈ તેમાં ભાજપને અને ખાસ કરીને નરેન્દ્ર મોદીને મળેલી સફળતાનાં રહસ્યો કોઈ પૂછે તો નાનું છોકરું પણ સોશિયલ મીડિયાનું નામ અચૂક લે! આ વખતની ચૂંટણીમાં સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વીટરની ભૂમિકા મહત્ત્વની રહી. નવી સરકાર રચાઈ તેમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સાથી મંત્રીઓને ટ્વીટર જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું કહ્યું છે. આગળ શું વાંચશો? લંડન ડિજિટલી પાવરફુલ બનશેઃ ડિજિટલ ટેકનોલોજીમાં ભરશે હરણફાળ ટેકનોલોજીએ સર્જી મૂંઝવણ કેટલી ચા પીવી જોઈએ? તમારો કપ જ તમને કહેશે। તિરુવનંથપુરમના...

નોકરી કરવી છે કે ઉદ્યોગ સ્થાપવો છે?

ગુજરાતના અનેક પરિવારોના નવયુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એન્જિનિયરિંગ કે ઉચ્ચ શિક્ષણના બીજા ક્ષેત્રોમાં કદમ માંડવા જઈ રહ્યાં છે. આ વિદ્યાર્થીઓનું સ્વપ્ન શું હોય છે? ગુજરાતના અનેક પરિવારોના નવયુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એન્જિનિયરિંગ કે ઉચ્ચ શિક્ષણના બીજા ક્ષેત્રોમાં કદમ માંડવા જઈ રહ્યાં છે. આ વિદ્યાર્થીઓનું સ્વપ્ન શું હોય છે? નામ એનું રયાન એલિસ. ૧૪ વર્ષની ઉંમરે આ અમેરિકન છોકરડાએ આપણે અહીં એની નોંધ લેવી પડે એવા એક કામની શરૂઆત કરી. એણે એક એરહોસ્ટેસ માટે એક ઈ-કોમર્સ વેબસાઇટ બનાવી. એ એરહોસ્ટેસ દુનિયાભરમાં ઊડતી, જુદાજુદા દેશોની ખાસિયત સમી ચીજવસ્તુઓ ખરીદી લાવતી અને...

ફૂટબોલના વર્લ્ડ કપમાં ટેક્નોલોજીના ગોલ

જગત આખામાં ફૂટબોલ ફીવર છવાયો છે, પરંતુ આ વખતનો વર્લ્ડકપ ઘણી બધી રીતે કંઈક જુદો છે. આપણા મીડિયાની નજરમાં ન આવેલા આ મુદ્દાઓ જાણી લો અહીં… આગળ શું વાંચશો? દૂધનું દૂધ, પાણીનું પાણી કરી આપતી ગોલલાઈન ટેકનોલોજી વેનેશિંગ સ્પ્રેઃ કામચલાઉ લક્ષ્મણરેખા આંકવાની કમાલ હાઈટેક પ્રસારણ બ્રાઝુકા બોલબાહરી પરિબળો સામે અવિચળ ટ્વેેન્ટી-ટ્વેેન્ટીની ક્રિકેટ મેચ હોય કે ઓલિમ્પિક - ફૂટબોલ વર્લ્ડ કપ - વિમ્બલ્ડન જેવી વિશ્વપ્રસિદ્ધ રમતસ્પર્ધાઓ, તેમાં ખેલાડીઓના પ્રદર્શન જેટલું જ રોમાંચકારી પરિબળ નવી ટેક્નોલોજીનું હોય છે, પરંતુ તે પડદા પાછળ રહીને કામ કરતી હોવાથી તેની ચર્ચા...

ક્રિકેટમાં ટેક્નોલોજી : વ્યાપારીકરણ અને વિદ્રોહનો વારસો

ક્રિકેટમાં નવી ટેક્નોલોજીના વધા ઉપયોગ પાછળ મોટા ભાગે રમતની મૂળભૂત જરુરિયાત કરતાં, પ્રેક્ષકોના મનોરંજનનો મુદ્દો વધુ મહત્ત્વનો રહ્યો છે, છતાં વિવિધ ટેક્નોલોજીથી ક્રિકેટમાં ચોક્સાઈ અને રોમાંચ બંનેનો ઉમેરો થયો છે એ સ્વીકારવું રહ્યું! આગળ શું વાંચશો? હોક-આઈઃ બાજ-નજર નહીં, એક્સ-રે દૃષ્ટિ કટ અડી કે નહીં એની કટકટ ટાળતી બે ટેકનોલોજી સ્પીડગનઃ ગોળીની જેમ છૂટેલા દડાની ઝડપ માપતી ગન સ્ટમ્પ કેમેરાઃ બેટ્સમેનની આંખે દેખ્યો અહેવાલ ઝિંગ વિકેટ સિસ્ટમઃ દાંડિયા ડૂલ નહીં, કૂલ સ્પાયડર કેમઃ સબકી ખબર રખતા હૂં જોઈએ છેઃ નાે બોલ નક્કી કરી આપતી ટેકનોલોજી બ્રાઝિલમાં...

એવરેસ્ટનું આરોહણ

એપ્રિલ મહિનામાં, એવરેસ્ટની સૌથી મોટી દુર્ઘટનામાં એક સાથે ૧૬ શેરપાનાં મૃત્યુ થયાં. ડિસ્કવરી ચેનલે શેરપા સમુદાયને મદદરુપ થવા અને તેમનું કામ કેટલું મુશ્કેલ છે એ હૂબહૂ દશર્વિતી એક વેબસાઇટ તૈયાર કરી છે. આગળ શું વાંચશો? મોબાઈલમાં એવરેસ્ટનો ૩ડી મેપ ઉનાળાની શરુઆતમાં, એપ્રિલ મહિનામાં નેપાળના ખુમજંગ વિસ્તારમાં જાતભાતના લોકોની ભીડ જામી હતી. વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટના આરોહણ માટે આ વિસ્તાર પહેલા પડાવ સમાન છે. આરોહણની નવી સીઝનમાં ભાગ લેવા અને એવરેસ્ટ સર કરવાનું સપનું લઈને આવેલા લોકો ઉપરાંત બીજા કેટલાક લોકો અહીં અલગ અલગ કારણસર આવ્યા...

ઉઘડતી શાળાએ ગુજરાતી માધ્યમના શિક્ષકોને વિનંતી…

ગુજરાતની શાળાઓ અને શિક્ષકો પાસેથી એક અપેક્ષા છે. સાથે એવો વિશ્વાસ પણ છે કે ગુજરાત આ અપેક્ષા પૂરી કરી જ શકશે, કેમ કે ઘણી શાળાઓમાં આવી પહેલ થવા પણ લાગી છે. પણ આ અપેક્ષાનો ફોડ પાડતાં પહેલાં, થોડી બીજી વાત કરી લઈએ. સર્ચ એન્જિનથી શરૂઆત કરીને બીજી અનેક રીતે આપણા જીવનમાં રીતસર ઊંડો પગપેસારો કરી ચૂકેલી ગૂગલ કંપનીએ ખાસ ભારતની યુનિવર્સિટીઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે એક પ્રોગ્રામ શરૂ કર્યો છે - નામ છે ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર પ્રોગ્રામ (‘સાયબરસફર’ના ઓગસ્ટ ૨૦૧૩ અંકમાં આપણે ગુજરાતમાંથી પસંદ થયેલા...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.