Home Tags 027_May-2014

Tag: 027_May-2014

વેકેશનમાં આનંદ સફર

આપણું ધાર્યું કરવા માટે એક આખી જિંદગી પણ ઓછી પડતી હોય છે, તો એક વેકેશન ક્યાંથી પૂરું પડે? વેકેશન નજીક આવવાનું હોય ત્યારથી, આપણને પોતાને વેકેશન મળવાનું હોય કે સંતાનોને, આપણે સૌ જાતજાતના વિચારોના ઘોડા દોડાવવા લાગીએ છીએ અને પછી દિવસો ઓછા પડે છે! આ અંકમાં વેકેશનમાં ધારણા કરતાં થોડું વધુ કરી શકાય એવી કેટલીક વાતો આલેખી છે. ઇન્ટરનેટ ગેમ્સનો ખજાનો છે - પાર વગરની અને પાર વગરના પ્રકારની ગેમ્સમાંથી આ વખતે કેટલીક મેપ ગેમ્સ તારવી છે, પરિવારના સભ્યો સાથે રમશો તો વેકેશનના દિવસો ઓછા...

પ્રતિભાવ

ખૂબ ખુશ છું કે જે માહિતી મને ગૂગલ જેવડું મોટું સર્ચ એન્જિન આપી શકતું નથી, તે બધી માહિતી, ક્રિએટિવિટી, નોલેજ વગેરે મને ‘સાયબરસફર’ દ્વારા મળે છે. બધા લોકો કરતાં કંઈક અલગ જાણવા માટે એક માત્ર મેગેઝિન  એટલે ‘સાયબરસફર’. - ચિંતક સોઢા   એપ્રિલના એફએક્યુ વિભાગમાં એન્ડ્રોઇડ ડિવાઇસમાં પાસવર્ડ વગર કોઈ પણ ઈ-મેઇલ ઓપન થઈ શકે તે વાતના સંદર્ભમાં આપે સાવચેતીના ઉપાય તરીકે ફોનને પાસવર્ડ લોકથી પ્રોટેક્ટ કરવાનો ઉપાય સૂચવ્યો છે જે સૂચન ઘણું ઉપયોગી છે. આ રીતે તમે તમારા સ્માર્ટફોનને ઘણું મજબૂત રક્ષાકવચ પૂરું પાડી શકો છો.   પરંતુ ખાટલે...

ગૂગલ, ફેસબુકની હરીફાઇ આકાશે પહોંચી

ગયા મહિને ગૂગલે ટાઇટન એરોસ્પેસ નામની એક કંપની ખરીદી. આ કંપની ડ્રોન (એક પ્રકારનાં માનવરહિત પ્લેન) બનાવે છે. ગૂગલ કહે છે કે આ કંપનીએ બનાવેલા ડ્રોનથી પૃથ્વીના ફોટોગ્રાફ્સ લેવામાં અને લોકોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવામાં તેને મદદ મળશે. આગળ શું વાંચશો? પૃથ્વી ખરેખર ગરમ થઈ રહી છે? વાત એક જીવંત તસવીરની ભારતમાં સતત વધી રહ્યો છે વોટ્સએપનો ફેલાવો સ્માર્ટફોન માટે નવી કેમેરા એપ પીસી કરતાં ટેબલેટનું વેચાણ વધી રહ્યું છે વિદ્યાર્થીઓ માટે ખાસ સીડી, ડીવીડી, બીડી અને હવે એડી ગૂગલની હરીફ કંપની ફેસબુકે પણ આ જ પ્રકારના...

ભૂલથી ડિલીટ થયેલી ફાઇલમાં ફરી પ્રાણ ફૂંકતી સંજીવની સમાન સોફ્ટવેર

કમ્પ્યુટરમાં કામ કરતી વખતે કોઈ ફાઇલ અચાનક ઊડી ગઈ? કેટલાય ફોટોગ્રાફ્સ ખેંચ્યા પછી કેમેરાને પીસી સાથે કનેક્ટ કરતાં કાર્ડ ખાલીખમ દેખાય છે? આવું બને ત્યારે ડિલીટ થયેલી ફાઇલ્સ રીકવર કરવાના થોડા ચાન્સ છે, આ રીતે... આગળ શું વાંચશો? હાર્ડ ડ્રાઈવમાં ડેટા કેવી રીતે સ્ટોર થાય છે? આ વાત આપણા માટે શી રીતે કામની છે? તો શું કરવુ? રીકુવા સોફ્ટવેરના પ્રકાર રીકુવાનો ઉપયોગ કરો આ રીતે ક્યારેક એવું બનતું હોય છે કે આપણે જે ન કરવા ઇચ્છતા હોઈએ એ જ થઈને રહે. આપણે કમ્પ્યુટરની સાફસફાઈ કરવા માટે...

મોબાઇલમાં રીસાયકલ બીન કેવી રીતે ઉમેરાય?

તમે તમારી સિસ્ટમમાંના ડિજિટલ ડેટાની સાફસફાઈ કરી રહ્યા છો, સિસ્ટમની સ્ટોરેજ કેપેસિટી વધારવા તમે નકામી ફાઇલ્સ ડિલીટ કરી રહ્યા છો અને એ ઉત્સાહમાં કોઈ કામની ફાઇલ કે ફોલ્ડર પણ ઉડાવી દીધું! હવે? તમે કહેશો, નો પ્રોબ્લેમ - રીસાયકલ બીનમાં જઈ, એ ફાઇલ કે ફોલ્ડર શોધીને તેને રીસ્ટોર કરી લઈશું! ફાઇન, આ અંકમાં આપણે તેનાથી પણ એક સ્ટેપ આગળ વધીને, રીકુવા જેવા રીકવરી સોફ્ટવેરની પણ વાત કરી છે. પણ, વાત પીસી કે લેપટોપની નહીં પણ તમારા સ્માર્ટફોન કે ટેબલેટની હોય તો? યાદ રહે, મોબાઇલ ડિવાઇસમાં રીસાયકલ...

મેપ ટ્રાવેલિંગની મજા, નેટ પર!

ઇન્ટનેટ પર એવી સંખ્યાબંધ મેપ ગેમ્સ ઉપલબ્ધ છે, જેની મદદથી આપણે દુનિયાની ભૂગોળ વિશે આપણે કેટલુંક જાણીએ છીએ એ તપાસી શકીએ છીએ. જાણીએ આવી કેટલીક મજાની ગેમ્સ! આગળ શું વાંચશો? પોતાના દેશને જાણવાની અનોખી રીત ભારત વિશે તમે કેટલું નથી જાણતા? ગેમ કરતાં કંઈક વિશેષ ભારતની જિગ્સો પઝલ દુનિયાની સફર,નકશા પર સ્માર્ટફોનમાં મેપ ગેમ્સ વર્લ્ડ સિટિઝન જ્યોગ્રાફી લર્નિંગ કંટ્રીઝ લોકેશન માર્ચ અને એપ્રિલ મહિનામાં મલેશિયન પ્લેન ગાયબ થયાના સમાચાર અખબારોમાં છવાયેલા રહ્યા. દુનિયાના નકશા પર આ મલેશિયા દેશ ક્યાં આવ્યો એ તમે બતાવી શકો? (ગૂગલ મેપમાં...

ભારતમાં પણ હાથવગા બન્યા ઇન્ડોર મેપ્સ!

ગૂગલ મેપ્સમાં હવે ભારતનાં ૨૨ શહેરોનાં ૭૫ સ્થળોના ઇન્ડોર મેપ્સ ઉપલબ્ધ થયા છે, મતલબ કે મોલમાં કોઈ ચોક્કસ શોપ શોધવા હવે ફાંફાં મારવાં પડશે નહીં! માની લો કે તમે બે-ચાર મિત્રકુટુંબો બેંગલોર ફરવા ગયા છો અને ત્યાં ઓરિઓન કે ગોપાલન સિગ્નેચર મોલ જેવા કોઈ મોટા મોલમાં શોપિંગ કરવા પહોંચ્યા છો. શોપિંગ કરતાં કરતાં બધાં કુટુંબો અલગ અલગ થઈ ગયાં અને હવે કોઈ એક સ્થળે ભેગા થવું છે. તો શું કરશો? યસ, મોબાઇલથી તમારા મિત્રને ફોન જોડીને કહેશો કે અમે - ધારો કે કાફે કોફી ડે...

પાસવર્ડ ક્રેકિંગથી કેમ બચશો?

મજબૂત પાસવર્ડનું મહત્ત્વ આપણે સૌ જાણતા હોવા છતાં તેના તરફ પૂરતું ધ્યાન આપતા નથી. આવો જાણીએ કે લોકો આપણો પાસવર્ડ કઈ રીતે તોડી કે ચોરી શકે છે અને બચાવના ઉપાય શા છે? આગળ શું વાંચશો? પાસવર્ડ ક્રેકિંગની મુખ્ય ટેકનિક વિશે જાણીએ પાસવર્ડ સિક્યોરિટી વિશે આમ તો આપણે ઘણું જાણતા હોઈએ છીએ, પરંતુ તેમ છતાં હોવી જોઈએ એટલી જરૂરી સિક્યોરીટી રહેતી નથી અને વારંવાર પાસવર્ડ ચોરી અને હેકિંગની ઘટનાઓ બનતી રહે છે. સિગારેટ કે ગુટકાના પેકેટ પર જેમ મોટા મોટા અક્ષરે ચેતવણી આપી હોવા છતાં તેને અવગણવામાં આવે...

ઓનલાઇન સાવચેતીનાં સાત પગલાં

ઇન્ટરનેટ આપણા જીવનમાં વધુને વધુ પગપેસારો કરી રહ્યું છે ત્યારે ઓનલાઇન સલામતી માટેનાં કેટલાંક મહત્ત્વાં પગલાં જાણી લેવાં જરુરી છે, તેના પર અમલ કરવાનું એથી પણ વધુ અગત્યનું છે! આગળ શુ વાંચશો? કમ્પ્યૂટર, ફોન, ટેબલેટ વગેરેને પાસવર્ડ પ્રોટેકટેડ રાખો પેટ્રોલ પંપ પર સાવધ રહો। ટુ સ્ટેપ ઓથેન્ટિકેશન સોશિયલ સાઈટના પ્રાઈવસી સેટિંગ્સ સમજો કમ્પ્યુટરની યાદશક્તિ કમજોર બનાવો આવું તમારી સાથે પણ બનતું હશે - આપણે કોઈ મિત્ર કે પરિચિતને ઘરે મળવા જઈએ કે કોઈ પ્રસંગે સહુ ભેગા થઈએ ત્યારે વાતવાતમાં કોઈ આપણો સ્માર્ટફોન જોવા માગે! આપણે જો...

એન્ડ્રોઇડની કેટલીક ખાસ વાત…

જો તમે નવો નવો સ્માર્ટફોન લીધો હોય તો આ ફોનમાં જેમ ઊંડા ઊતરતા જશો તેમ તેમ તેની અનેક નવી ખૂબીઓ તમારી નજર સામે આવતી જશે. અહીં સ્માર્ટફોનની કેટલીક બહુ પાયાની, પણ નવા ફોનધારકો માટે નવી વાત આપી છે. સ્માર્ટફોન એક રીતે ભારતની ચૂંટણી વ્યવસ્થા જેવા છે - ઉપયોગી બહુ, પણ ગૂંચવે પણ બહુ! તમે નવો નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લીધો હોય કે થોડા સમયથી એનો ઉપયોગ કરી રહ્યા હો, કેટલીક પાયાની વાતની પૂરતી જાણકારી ન હોય તો સ્માર્ટફોન જેટલો ઉપયોગમાં લઈ શકો તેમ હોય તેના કરતાં...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.