Home Tags 024_February-2014

Tag: 024_February-2014

જવાબો ઓછા હશે તો ચાલશે, સવાલો વધુ જોઈશે

જીવનમાં આગળ વધવા માટે જવાબો જાણવા કરતાં, સવાલો જાગતા રહે એ વધુ જરૂરી હોય છે. આ વાત ઇન્ટરનેટનાં સર્ચ એન્જિન્સથી વિશેષ આપણને કોણ સમજાવી શકે?! ઇન્ટરનેટમાં અપાર માહિતીનો ગંજ ખડકાયો છે, અહીં એક સવાલના અનેક જવાબો હાજર છે, પણ આ જવાબો સુધી પહોંચવા માટે સવાલો જાણવા જરુ‚રી છે. એની સાથોસાથ, સર્ચ એન્જિનના ક્ષેત્રે અત્યારે ગૂગલનું એકચક્રી શાસન ચાલી રહ્યું છે અને ગૂગલ કંપની તેની સર્ચ ટેક્નોલોજીની ધાર સતત સતેજ કરી રહી છે ત્યારે, અસરકારક રીતે સર્ચ કેમ કરાય એ જાણી લેવું ખાસ જ‚રૂરી છે. સર્ચ બોક્સમાં...

પ્રતિભાવ

‘સાયબરસફર’ એક ખૂબ જ સરસ મેગેઝિન છે, જે બધી જ ઉંમરના વ્યક્તિ માટે આશીર્વાદ સમાન છે. કમ્પ્યુટર એ ઇન્ટરનેટ દ્વારા કઈ રીતે જ્ઞાનનો સાગર છે તે આ મેગેઝિન સમજાવે છે. - મુકુંદ કંટારિયા, ભાવનગર  મને તમારો પ્રયાસ ગમ્યો. તમે યુએસએમાં હાર્ડ કોપી મોકલો છો ખરા? જો મોકલતા હો તો મને ખરેખર ગમશે કેમ કે મારાં પેરેન્ટસ અહીં યુએસએમાં છે અને એમને તમારું મેગેઝિન ખૂબ ગમે છે, પણ એમને ઓનલાઇનને બદલે હાથમાં લઈને વાંચવું ગમશે! - સિદ્ધાર્થ શાહ, યુએસએ ‘સાયબરસફર’ મારું ગમતું સામયિક છે. દર મહિનાની પહેલી તારીખ નજીક...

ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ કોન્ટેક્ટ લેન્સ

તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ છે? બેલ્જિયમની એક નોન-પ્રોફિટ સંસ્થા ‘ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફાઉન્ડેશન’ના વર્ષ ૨૦૧૩ના આંકડા કહે છે કે દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યાની દૃષ્ટિએ ભારત આખા વિશ્વમાં ચીન પછી બીજા નંબરે છે અને યુએસ ત્રીજા નંબરે છે. આ ત્રણેય દેશોની કુલ વસતી ધ્યાને લઈએ તો આ આંકડા ખાસ નવાઈજનક ન લાગે, પણ આ દેશોમાં ૨૦થી ૭૯ વર્ષની વયમર્યાદામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા જે ઝડપે વધી રહી છે તે ચોક્કસ ચિંતાજનક છે. ત્યાં સુધી કે આ સંસ્થાએ પોતાના અહેવાલમાં લખ્યું છે કે વિશ્વ ડાયાબિટીસ સામેની લડાઈ હારી...

સ્માર્ટફોનનો ઉપયોગ : કેવો અને કેટલો?

દુનિયા આખી પર સ્માર્ટફોન છવાઈ રહ્યા છે, તેમના ઉપયોગના બદલાતા ટ્રેન્ડની રસપ્રદ માહિતી એક મિનિટ માટે, તમારા હાથમાં રહેલા આ છાપાની ગડી વાળો અને આજુબાજુ નજર ફેરવો. તમે ઘરમાં એકલા જ બેઠા હો તો જુદી વાત છે (તો બીજા હાથમાં મોબાઇલ હશે!), બાકી બીજી ફક્ત એક વ્યક્તિ તમારી બાજુમાં હશે તો તેની નજર તેના હાથમાંના મોબાઈલમાં પરોવાયેલી હોવાની પૂરી શક્યતા છે! ઘરમાં કે ઓફિસમાં કે કોઈ પણ જાહેર સ્થળે હવે ઘણા ખરા લોકો પોતાના સ્માર્ટફોનમાં પરોવાયેલા જોવા મળે એ સાવ સામાન્ય થઈ પડ્યું છે ત્યારે,...

અસલી ચલણી નોટ કેવી રીતે પારખશો?

ભારતીય ચલણી નોટો આજકાલ ચર્ચામાં છે, અસલી-નકલી કારણોસર. નકલી નોટોના મોટા પડકારને પહોંચી વળવા રિઝર્વ બેન્ક વિવિધ પગલાં લઈ રહી છે, એમાંનું એક પગલું છે લોકજાગૃતિ કેળવતી એક ખાસ વેબસાઇટ. આગળ શું વાંચશો? આરપાર જોવાથી બનતી સખ્યા વોટરમાર્ક રંગબદલતી સંખ્યા ફ્લુરોસન્ટ રંગનો ઉપયોગ સિક્યુરિટી થ્રેડ ઉપસેલા રંગ છૂપાયેલી સંખ્યા તદ્દન ઝીણા અક્ષરો ઓળખ ચિહ્નો નોટપ્રિન્ટ થયાનું વર્ષ ચલણી નોટનું ચલણ વિકસ્યું આ રીતે વર્ષ ૨૦૧૩ના અંત ભાગમાં, સોશિયલ મીડિયા પર અને વાસ્તવિક વિશ્વમાં એક ચર્ચાએ ખાસ જોર પકડ્યું હતું, જાન્યુઆરી ૨૦૧૪થી બેન્કો હાથેથી લખાણ લખેલી ચલણી નોટો...

તમને ગૂગલ સર્ચ આવડે છે?

આપણે દરરોજ ગૂગલના સર્ચબોક્સમાં કંઈક ને કંઈક લખીને સર્ચ કરીએ છીએ અને પછી સંખ્યાબંધ પરિણામો જોઈને ગૂંચવાઈએ છીએ. સર્ચ કરવાની કેટલીક ચોક્કસ રીત જાણી લઈએ તો આપણું કામ ઘણું આસાન બની શકે છે. આગળ શું વાંચશો? સર્ચના મૂળ તમારા જન્મદિને, વિશ કરશે ગૂગલ સેફસર્ચ કેવી રીતે કરાય? પ્રાઈવેટ સર્ચ એન્જિનની વધતી લોકપ્રિયતા ગુજરાતીમાં સર્ચ કેવી રીતે કરાય? ફોન ઓટોમેટિક અનમ્યૂટ કરવા માટે ધારદાર નોલેજ માટે... તમને ગૂગલમાં સર્ચ કરતાં કેવુંક આવડે છે? ગુસ્સે ના થશો, આજના સમયમાં આ સવાલ કોઈને ‘તમને લખતાં-વાંચતાં કે બોલતાં આવડે છે...

સર્ચ એન્જિન માર્કેટિંગ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન અને સોશિયલ મીડિયા માર્કેટિંગના ક્ષેત્રે રહેલી કારકિર્દીની તકો

જેમ આપણે ઇન્ટરનેટમાં જોઈતી માહિતી આપતી સાઇટ્સ શોધીએ છીએ, તેમ બધી સાઇટ્સ આપણી નજરમાં આવવા માટે મથતી હોય છે. ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઇન માર્કેટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન વગેરે ક્ષેત્રનો મેળવીએ પ્રાથમિક પરિચય, આ લેખમાં.  છેલ્લાં ૧૦-૧૨ વર્ષમાં ઈન્ટરનેટ અને ખાસ તો ગૂગલ.કોમના વિકાસના પગલે સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન અને સર્ચ એન્જિન માર્કેટિંગ જેવાં ક્ષેત્રોમાં તકો ઊભી થઈ છે. આ તકો આઇટી અને સોફ્ટવેર ક્ષેત્રે બિનપરંપરાગત છે. એટલે કે ઈન્ટરનેટને લગતું કામ હોવા છતાં તેને સોફ્ટવેર પ્રોગ્રામિંગ સાથે કોઈ સીધી લેવાદેવા નથી. ઘણા બધા...

વિઝ્યુઅલ ડિક્શનરી-થિસોરસ

અંગ્રેજી શબ્દોનું ભાષાભંડોળ વધારવા માગતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે આ સાઈટ મોટું ભાથું તૈયાર કરી આપે છે. ભાષાની મજા એ છે કે તેમાં અનેક શબ્દો સમાયેલા હોય છે અને ઘણા બધા શબ્દો એકબીજા સાથે કંઈક મજાની રીતે સંબંધ ધરાવતા હોય છે. ડિક્શનરી કે થિસોરસમાં આપણે જુદા જુદા શબ્દો વાંચીએ ત્યારે એના અર્થ અને જે તે શબ્દ સાથે સંબંધિત બીજા શબ્દો જાણવા મળે, પણ કાગળ પર લખાયેલા શબ્દોની મયર્દિા હોય છે, તે પૂર ઝડપે દોડતી આપણી કલ્પના સાથે તાલ મિલાવી શકતા નથી.પરંતુ, એક બીજા સાથે સંબંધ...

ગૂગલ આપણે જે સર્ચ કરીએ એ શોધી આપે છે. આ બધી માહિતી ગૂગલ પર કોણ મૂકે છે?

સવાલ લખી મોકલનારઃ નીતિન શાહ, ડોંબીવલી ટૂંકો જવાબ છે, આપણે સૌ! આપણે બધા જ ભેગા થઈને ગૂગલને જુદી જુદી માહિતી આપીએ છીએ, જે ગૂગલ શોધીને આપણી નજર સમક્ષ લાવી મૂકે છે! ગૂગલ અને તેના જેવાં બીજાં સર્ચ એન્જિનોએ એવી ટેક્નોલોજી વિક્સાવી છે જેની મદદથી, આવાં સર્ચ એન્જિનનાં કમ્પ્યુટર આખા ઇન્ટરનેટ પરનાં અનેક વેબપેજીસમાંની માહિતીને સતત જુદી જુદી રીતે તપાસતાં રહે છે અને જુદા જુદા અનેક માપદંડોને આધારે આ માહિતીને તપાસી, યાદીમાં આગળ કે પાછળ મૂકીને આપણી સમક્ષ મૂકે છે. એટલે કે ગૂગલ પર જોવા મળતી માહિતી...

જીમેઇલમાં કોઈ મેઇલ હજી પૂરો લખાયો ન હોય અને ભૂલથી સેન્ડ બટન પર ક્લિક થઈ જાય તો તેને કોઈ રીતે અનસેન્ડ કરી શકાય?

સવાલ લખી મોકલનારઃ ધીરજ પરીખ, અમદાવાદ હા, આવી સગવડ છે. એ માટે જીમેઇલમાં લોગ-ઇન થઈને જમણી તરફના ગિયર આઇકન પર ક્લિક કરી, જીમેઇલના સેટિંગ્સમાં જાઓ. તેમાં સૌથી પહેલા ‘જનરલ’ ટેબમાં ‘અનડુ સેન્ડ’ વિકલ્પ દેખાશે. તેને પહેલાં ઇનેબલ કરો અને પછી તમે કેટલા સમયની મર્યાદામાં સેન્ડનો કમાન્ડ અટકાવી રાખવા ઇચ્છો તે નક્કી કરો. આપણને જીમેઇલ પાંચથી ૩૦ સેકન્ડ સુધીનો સમય આપે છે. મતલબ કે જો આપણે આ સુવિધા ચાલુ કરીને ૩૦ સેકન્ડની સમયમર્યાદા નક્કી કરીએ, તો પછી જ્યારે પણ કોઈ મેઇલ મોકલીશું ત્યારે જીમેઇલના ઉપરના ભાગે, આપણો મેસેજ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.