Home Tags 023_January-2014

Tag: 023_January-2014

સાધનો છે, જાણકારી નથી

"કમ્પ્યુટર, સ્માર્ટફોન, ૩જી કનેક્શન... આ બધું હોવા છતાં આપણા વિદ્યાર્થીઓ તેનો પૂરો લાભ લઈ શક્યા હોય એવું લાગતું નથી. નવી ટેક્નોલોજી, નવા ટ્રેન્ડ વગેરેની સામાન્ય જાણકારી પણ તેમને હોતી નથી. આપણા વિદ્યાર્થીઓ પાસે ઇન્ફર્મેશનની એક્સેસ છે, પણ તેઓ ઇન્ફોર્મ્ડ નથી. આ શબ્દો આ મેગેઝિનમાં કરિયર સેન્ટ્રલ નામે કોલમ લખતા રોશન રાવલના છે અને તેઓ એક મલ્ટિનેશનલ કંપનીમાં એચઆર મેનેજર હોવાથી આ શબ્દોનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. સગવડ અને સાધનો છે, પણ જાણકારી નથી - આ બહુ દુ:ખદ સ્થિતિ છે. લેટેસ્ટ સ્માર્ટફોનમાં ફેસબુકની એપ કે વોટ્સએપના...

પ્રતિભાવ

ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આપણે સૌ એક ટેક્નોસેવી વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. તેઓ પોતે તો સોશિયલ મીડિયાનો પૂરો ઉપયોગ કરી જ જાણે છે, પણ ગુજરાતનાં ગામડાંની શાળાઓ સુધી કમ્પ્યુટર અને તેનું શિક્ષણ પહોંચાડવા માટે પણ વ્યાપક પ્રયાસો કરી રહ્યા છે. ગયા મહિને એક મુલાકાત દરમિયાન તેમને ‘સાયબરસફર’ના અંકો ભેટ આપવામાં આવ્યા ત્યારે તેમણે આ પહેલને પ્રેમથી બિરદાવી હતી. મારા જેવા સાયબર નિરક્ષરને સ્માર્ટફોનનો સ્માર્ટ યુઝર બનાવવા બદલ ધન્યવાદ! તમારી કોલમ નિયમિત વાંચતી વખતે કોણ લખે છે તે ધ્યાન બહાર હતું, પરંતુ સાયબરસફર મેગેઝિન...

બજેટ ફેબલેટ

મોટો સ્ક્રીન અને પાવરપેક્ડ પરફોર્મન્સ તમારી પસંદ હોય, પણ બજેટ ઇન્ટરનેશનલ બ્રાન્ડ જેટલું મોટું ન હોય તો તમારા માટે ઝોલો ક્યુ૨૦૦૦ સારી ચોઈસ બની શકે છે. આગળ શું વાંચશો? બજેટ સ્માર્ટફોન વિન્ડોઝ ફોન હાઈએન્ડ એન્ડ્રોઈડ ઝોલો વિરુધ્ધ નેકસસ આ ફેબલેટ ૫.૫ ઇંચનો આઇપીએસ ડિસ્પ્લે ધરાવે છે. તેમાં ૧૩ મેગાપિક્સેલનો ઓટોફોકસ કેમેરા છે. આ ફોન ફૂલ-એચડી વીડિયો રેકોર્ડ કરી શકે છે. તેમાં ક્વાડકોર પ્રોસેસર હોવાથી મલ્ટિટાસ્કિંગ કે હેવી ગેમિંગમાં પણ સરળતા રહે છે. એન્ડ્રોઇડ ૪.૨.૧ વર્ઝન ધરાવતા આ ફોનમાં ૧ જીબી રેમ અને ૮ જીબીની ઇન્ટર્નલ સ્ટોરેજ...

ઇન્ફર્મેશન અને ટેકનોલોજીની દૃષ્ટિએ વીતેલું વર્ષ

કેવું રહ્યું ૨૦૧૩નું વર્ષ? એક શબ્દમાં કહેવું હોય તો... ઇન્ફર્મેશન ટેક્નોલોજીની દૃષ્ટિએ વર્ષ ૨૦૧૩ને એક શબ્દમાં વર્ણવવું હોય તો કયો શબ્દ સૌથી યોગ્ય ગણાય? આઇટી સાથે જેમને ડેવલપમેન્ટનો નાતો છે એવા લોકો ‘ક્ધવર્જન્સ’ જેવો કોઈ ભારેખમ શબ્દ બોલશે અને આપણા જેવા, જેમને આઇટી સાથે રોજબરોજના ઉપયોગનો સીધો ને સાદો નાતો છે એવા લોકો કહેશે - ભેળસેળ! ખરેખર, આ આખું વર્ષ જુદાં જુદાં સાધનો અને જુદી જુદી ટેક્નોલોજી અને જુદી જુદી કંપનીઓની ભેળસેળનું રહ્યું છે. આ બધું આ જ વર્ષમાં શ‚ થયું અને પૂરું થયું એવું...

ઇન્ટરનેટ તમારા પોકેટમાં, ખરેખર!

આ કવર સ્ટોરી ખરેખર તો ચાર-પાંચ અંક પહેલાં ‘સાયબરસફર’માં પ્રકાશિત થઈ ગઈ હોત, પણ ત્યારે એ વિચાર પડતો મૂકવામાં આવેલો અને હવે, અત્યારે તમે એ જ મુદ્દો, કવર સ્ટોરી તરીકે જ વાંચી રહ્યા છો, કેમ? ઇન્ટરનેટને ખરેખર આપણા ગજવામાં મૂકી દેતી આ અફલાતૂન સુવિધા ઉપયોગી તો અગાઉ પણ હતી, પણ ત્યારે તેનો ખરો લાભ માત્ર સ્માર્ટફોન ધરાવતા લોકોને મળે તેમ હતો. સ્માર્ટફોનમાં આ એપનો ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે લાભ મળતો હતો, જ્યારે પીસી પર પોકેટનો લાભ માત્ર નેટ કનેક્શન હોય ત્યારે જ મળી શકતો...

મોબાઇલ ડેટા પ્લાનનું સ્માર્ટસેવિંગ

મોબાઇલમાં નેટ કનેક્શનના દર સતત ઘટી રહ્યા છે, પણ સામે ઉપયોગ વધી રહ્યો છે. બિલને કંટ્રોલમાં રાખી શકાય આ રીતે... આગળ શું વાંચશો ? ડેટા પ્લાન બચાવતી એપ ડેટા ક્યાં વપરાય છે તે જાણો વાઈ-ફાઈનો વધુ ઉપયોગ કરો ડેટાની ઓટોમેટિક આપલે કંટ્રોલ કરો ડેટાભૂખી એપ્સ જાણી લો ઓટો-અપડેટ્સ કરો ડેટાની કરકસર કરતી એપ્સનો ઉપયોગ કરો નવો નવો અને એ પણ પહેલવહેલી વાર સ્માર્ટફોન લેવાનો આનંદ કંઈક જુદો જ હોય છે. કેટલાય સમયથી બીજા લોકોના હાથમાં સ્માર્ટફોન જોઈને આપણને ચળ ઉપડી હોય અને છેવટે પોતાના હાથમાં, પોતાનો...

તમારી શાળામાં ગૂગલને એડમિશન આપવું છે?

બિઝનેસીઝ માટે હવે જે પેઈડ સર્વિસ છે, તે એપ્સ ગૂગલ શૈક્ષણિક સંસ્થાઓને બિલકુલ નિ:શુલ્ક આપે છે, જેની મદદથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકમેકના સીધા સંપર્કમાં રહીને, સાથે મળીને વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી શકે છે. આગળ શું વાંચશો? આ ગુગલ એપ્સ ફોર એજ્યુકેશન ખરેખર શું છે? અમારી સ્કૂલની પોતાની વેબસાઈટ છે, પણ અમારી ગૂગલ એપ્સની શી જરુર? વિદ્યાર્થાઓને જીમેલ એકાઉન્ટમાં કે બીજી એપ્લિકેશન્સમાં વણજોઈતી જાહેરાતો જોવા મળે એનું શું? ડેટા સ્ટોર કરવાની સગવડ મળે? બીજો કોઈ લાભ ખરો? પણ આ બધું કેવી રીતે કરવું? ધારો કે તમે...

સોફ્ટવેર અને આઇ.ટી. ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રાથમિક સૂચનો

‘અત્યારે જમાનો આઇ.ટી.નો છે’ વાતવાતમાં આપણે આવું સાંભળીએ છીએ, પણ આ સતત વિકસતા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને જ પૂરતી જાણકારી ન હોય તો તેમના વાલીને તો ક્યાંથી હોય! અહીં એમની પ્રાથમિક ગૂંચવણો ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. આગળ શું વાંચશો? સોફ્ટવેર અને આઈ.ટી.ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે સોફ્ટવેર અને આઈ.ટી. ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ધોરણ ૧૨માં વિજ્ઞાનપ્રવાહ લેવો પડે? શ્રેષ્ઠ વિદ્યાશાખા કઈ? ખાનગી કલાસીસમાં અભ્યાસ કરવાનો વિકલ્પ કેવો રહે? કોલેજ કે યુનિવર્સિટીની પસંદગી કરતી વખતે શું કાળજી રાખવી? સારી કોલેજ કે વિદ્યાશાખામાં પ્રવેશ પ્રવેશ મેળવી લીધા...

એક્સેલમાં કરો સરવાળો!

ઓફિસના રોજબરોજના હિસાબ-કિતાબમાં આપણે સ્પ્રેડશીટ અને તેમાં સરવાળા-બાદબાકીનો વારંવાર ઉપયોગ કરીએ છીએ. કેટલાક ખાસ સંજોગોમાં, ખાસ રીતે સરવાળા કરવાના થાય ત્યારે ગૂંચવણો ઊભી થાય છે. અહીં બતાવ્યા છે તેના ઉપાય... આ જે આપણે ‘સાયબર એક્સલ - સફર’માં સરવાળા અને સરવાળાની ખૂબીઓ વિષે જાણીશું. સામાન્ય રીતે પાંચથી દસ સેલમાં સરવાળો કરવો હોય તો કોઈ એક્સેલમાં સેલ પોઇન્ટરને ઊભું રાખીને = (બરાબર)ની નિશાની કરીને જે તે રકમવાળા સેલમાં જઈને +થી જોડતા જઈએ તો સરવાળો તૈયાર. દા.ત. અહીં C23 નામના સેલ ઉપર પોઇન્ટર રાખીને =ની નિશાની કરી UP arrows key વડે...

જમ્પ લિસ્ટ : એક કામની સગવડ

જો તમે વિન્ડોઝ ૭ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હો તો તમારે જાણવા જેવી એક સુવિધા છે ટાસ્કબારમાંનાં જમ્પ લિસ્ટ્સ. કમ્પ્યુટર ઓન થયા પછી, મોનિટર પર સૌથી નીચે દેખાતી પટ્ટીને ટાસ્કબાર કહે છે એ તો તમે જાણતા જ હશો. આપણે જે પ્રોગ્રામ કે ફોલ્ડર ઓપન કરીએ તેના આઇકન આ ટાસ્કબારમાં જોવા મળતા હોય છે, જેથી આપણે એક ફોલ્ડરમાંથી બીજા ફોલ્ડર કે પ્રોગ્રામમાં જવું હોય તો તેના આઇકન પર માઉસથી લેફ્ટ ક્લિક કરીને તેમાં જઈ શકીએ. જમ્પ લિસ્ટની સુવિધા માઉસથી રાઇટ ક્લિક કરવાથી મળે છે. એક રીતે આ જમ્પ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.