Home Tags 022_December-2013

Tag: 022_December-2013

બદલાતી જિંદગી, બદલાતી ભૂમિકા

સમય કેવો બદલાઈ રહ્યો છે, હજી થોડાં વર્ષ પહેલાં ફિલ્મ અને ટીવી સિવાયના કોઈ સ્ક્રીન આપણી સામે નહોતા તોય ગાડું ચાલતું હતું અને હવે ઘરમાં, ઓફિસમાં, મુસાફરીમાં જેટલા સ્ક્રીન હોય એટલા ઓછા પડે છે! અલબત્ત, એ સાથે આપણી સગવડો વધી છે અને કાર્યક્ષમતા પણ વધી છે. આ અંકમાં, પીસી - લેપટોપ અને સ્માર્ટફોન વચ્ચેનું અંતર કેવી રીતે ઘટાડી શકાય એ વિશે વિગતવાર માહિતી આપી છે. આજના સમયના બિઝી એક્ઝિક્યુટિવ્સને એ જેટલી ઉપયોગી થશે એટલી જ પોતાના સ્માર્ટફોનમાં ગીતોની ફાઇલ્સ મેનેજ કરવા મથતી ગૃહિણીઓને પણ આ...

પ્રતિભાવ

દિવાળીનો અંક ખરેખર સુંદર છે. દરેક અંકની જેમ જ કવર સ્ટોરી ખૂબ સુંદર છે. માર્કેટમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના કમ્પ્યુટર વિશે સરળતાથી અને દરેકને પાકી સમજ મળે તે રીતે કરેલું નિરુપણ વાંચીને ઘણું એવું જાણવા મળ્યું જેના વિશે અત્યાર સુધી કન્ફ્યુઝન જ હતું. તેમાં પણ ક્રોમબુક વિશે આપેલી માહિતી મજેદાર છે. - ગુંજન પનારા અત્યાર સુધી પામટોપ, લેપટોપ, પીસી, અલ્ટ્રાબુક, ક્ધવર્ટિબલ, ટેબલેટ... એવાં બધાં નામ સતત સાંભળતા આવ્યા છીએ, એમાંથી કેટલાક, જેમ કે પીસી કે લેપટોપની કામગીરી અને ઉપયોગીતા વિશે પૂરેપૂરી સમજ હતી, પણ બીજા ઘણા પ્રકાર...

ક્વિક અપડેટ

આવી રહ્યો છે ભારતનો પહેલો ઓક્ટાકોર પ્રોસેસરવાળો સ્માર્ટફોન અત્યાર સુધી આપણે ડ્યુલ કોર કે ક્વોડકોર પ્રોસેસરવાળા સ્માર્ટફોન જોયા છે, પરંતુ હવે ઇન્ટેક્સ કંપનીએ ભારતનો પહેલો ૧.૭ ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર (એટલે કે આઠ કોર ધરાવતું)નું પાવરફૂલ પ્રોસેસર ધરાવતો ફોન લોન્ચ કર્યો છે. આ ફોન સાઇઝમાં પણ મોટો, પૂરા ૬ ઇંચનો ફેબલેટ છે. ઇન્ટેક્સ આઇ૧૭ નામ ધરાવતા આ ફોનનો સ્ક્રીન ૧૨૮૦ x ૭૨૦ રેઝોલ્યુશનનો એચડી અને આઇપીએસ ટેક્નોલોજીવાળો સ્ક્રીન ધરાવે છે. એન્ડ્રોઇડ ૪.૨ ધરાવતા આ ફોનમાં ૨ જીબી રેમ અને ૧૬ જીબી અથવા ૩૨ જીબી સ્ટોરેજના વિકલ્પ...

જોડી જમાવો સ્માર્ટફોન અને કમ્પ્યુટરની

થોડા સમય પહેલાં, આપણા બીઝી દિવસનો થોડો સમય ઓફિસમાં કે ઘરમાં કમ્પ્યુટરના સ્ક્રીન સામે પસાર થતો હતો. પછી લેપટોપ આવ્યાં, પરિણામે ઘરથી ઓફિસની સફર દરમિયાન કે એરપોર્ટ પર કે બહારગામ જતી વખતે લક્ઝરી કોચમાં પણ આપણો ફુરસદનો સમય લેપટોપના સ્ક્રીન સામે ખચર્વિા લાગ્યો. પછી સ્માર્ટફોન આવ્યા એટલે મૂવીના ઇન્ટરવલ દરમિયાન કે કંટાળાજનક ગીત કે સીન દરમિયાન પણ આપણી આંખો સ્માર્ટફોનના સ્ક્રીનમાં પરોવાઈ રહે છે! આગળ શું વાંચશો? ઈન્ટરનેટનો લાભલેવાશે, ઓફલાઈન રહીને ટૂંકમાં, હવે આપણું કામ સતત જુદા જુદા સ્ક્રીન વચ્ચે વહેંચાવા લાગ્યું છે. સમયની આ જરુરિયાત છે...

એન્ડ્રોઇડ ફોન, મેનેજ કરો કમ્પ્યુટરમાંથી

સ્માર્ટફોનથી આપણું ઘણું બધું કામ ફટાફટ થઈ જાય છે, આપણે ઇચ્છીએ ત્યારે આપણું કામ કરી શકીએ છીએ એ બધી વાત સાચી, પણ એ તો હકીકત છે કે આપણને આપણું રોજિંદું કામકાજ મોટા સ્ક્રીન પર, મોટા કી-બોર્ડ પર કરવામાં જ મજા આવે છે. આગળ શું વાંચશો? ફોનને પીસી સાથે કનેક્ટ કરો, આ રીતે.. કનેક્ટ કર્યા પછી... વોટ્સએપની મજા, પીસી પર તમે ઓફિસમાં પીસી પર કામ કરી રહ્યા હો અને કોઈ સાથે એસએમએસની આપલે કરવાની થાય અને જો એ કામ પીસીના મોટા સ્ક્રીન પર, ફૂલ કી-બોર્ડની મદદથી થઈ...

સ્માર્ટફોનથી લેપટોપને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કેવી રીતે કરશો?

ક્યારેક એવા સંજોગ ઊભા થઈ શકે છે, જ્યારે આપણે લેપટોપમાં જ નેટ સર્ફિંગ કરવું જરુ‚રી બની જાય. તમે આ માટે અલગ ડોંગલ ખરીદ્યું ન હોય તો સ્માર્ટફોનથી લેપટોપમાં નેટનો લાભ લઈ શકો છો. આગળ શું વાંચશો? ટીધરિંગનો અલગ ચાર્જ હોઈ શકે? આટલું ધ્યાનમાં લેશોઃ સ્માર્ટફોનમાં લેવાનાં પગલાં લેપટોપમાં લેવાનાં પગલાં અચ્છા, તો સ્થિતિ કંઈક આવી છે - તમારી પાસે એક સરસ એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે અને તમારી પાસે એક લેપટોપ કે પીસી પણ છે. પીસી માટે તમે ઇન્ટરનેટ કનેક્શન લીધું છે. સ્માર્ટફોનમાં પણ તમે ઓફિસ બહાર હો...

ગણિતના ગળાડૂબ પ્રેમ માટે…

સચીન તેંડુલકરને ૧૧ વર્ષની ઉંમરે પિતાએ છૂટો દોર આપ્યો હતો, ‘ચેઝ હોયર ડ્રીમ્સ, વિધાઉટ શોર્ટકટ્સ’. તેા કોચે પણ સચીનને ક્યારેય ‘વેલ પ્લેડ, માય બોય’ કહીને, પોતાની રીતે પ્રોત્સાહિત કર્યો. આ બંને મહાનુભાવોએ પોતપોતાની રીતે સચીનના ઘડતરમાં યોગદાન આપ્યું. આપણે પણ, માબાપ હોઈએ કે શિક્ષક, સંતાન કે વિર્દ્યાીર્થીના ઘડતરમાં પૂરેપુરું યોગદાન આપવા ઇચ્છતા હોઈએ છીએ, પણ આપણે રમેશ તેંડુલકર કે આચરેકર સર નથી એટલે આપણે ઘણી બધી મર્યાદાઓ નડતી હોય છે. આપણું સંતાન ગણિતમાં ગૂંચવાતું હોય અને એ ફ્રેક્શન્સ, એલ્જીબ્રા, જ્યોમેટ્રી કે પ્રોબેબિલિટીના સવાલો લઈને...

સચીન જેવું ક્રિકેટ ને ઇંગ્લિંશ શીખવું છે? ગુરુ બનાવો શ્રીકાંતને!

સચીન તેંડુલકરની છેલ્લી ટેસ્ટમેચ પછીની સ્પીચ તમે જોઈ હતી? તો તમને પણ વિચાર આવ્યો હશે કે અદભુત ક્રિકેટ રમી જાણતો આ ક્રિકેટર આટલું સારું બોલી પણ શકે છે? સારું વિચારવું એ એક વાત છે, પણ લાખો વચ્ચે પોતાના વિચારોને, ગોખ્યા કે ઝાઝું ગોઠવ્યા વિના અસ્ખલિત રીતે, સુંદર ભાવવાહી રીતે શબ્દોમાં વ્યક્ત કરવા એ બીજી વાત વાત છે. જો તમે સચીનના નવેસરથી પ્રેમમાં પડ્યા હો અને તેના ક્રિકેટ અને સારા અંગ્રેજીના ગુણ પોતાનામાં કે સંતાનમાં ઉતારવા માગતા હો તો તમારે ક્રિશ્નામાચારી શ્રીક્રાંતને ગુરુ બનાવવા રહ્યા! તમને...

ગેમિંગ ક્ષેત્રે રહેલી અપાર તકો-૨

આપણો ફુરસદનો સમય મજાથી પસાર આપતી ગેમ્સ આખરે બને છે કેવી રીતે એ આપણે ઓક્ટોબર ૨૦૧૩ના અંકમાં વાંચ્યું હતું. હવે ગેમ બનાવારા લોકો વિશે જાણીએ, જેમાં તમે પણ જોડાઈ શકો છો! આગળ શું વાંચશો? ગેમ આર્ટ ગેમ પ્રોગ્રામિંગ અને ટેકનિકલ ગેમિંગમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કેવી તકો છે? ગેમિંગ માટેનું શિક્ષણ ક્યાંથી લઈ શકાય  ગેમ આર્ટ ગેમ ડિઝાઈનર : ગેમ ડિઝાઈનરને એક રીતે ગેમ માટેના આર્કિટેક્ટ કહી શકાય. ગેમ કેવી લાગશે, અલગ અલગ સ્ટેજ કેવા લાગશે, કેવી રીતે રમાશે (ગેમ પ્લે), રમનારને કેવો અનુભવ થશે...

જાણો એક્સેલનો પાયો

એક્સેલનો આપણે આપણા ખપ પૂરતો ઉપયોગ કરી લઈએ છીએ, પણ તેની પાયાની ખૂબીઓ અને ખાસિયતો સમજી લઈએ તો રોજિંદા કામકાજને ગજબની અસરકારક રીતે સહેલું બનાવવામાં એક્સેલનો જોટો જડે તેમ નથી અંગ્રેજી શબ્દ એક્સેલનો ગુજરાતી અર્થ છે ચડિયાતું થવું, સરસાઈ મેળવવી, દીપી નીકળવું, સરસ બનવું, ઉત્કૃષ્ટ નીવડવું... આ બધા અર્થ સાર્થક કરે તે માઇક્રોસોફ્ટનો પ્રોગ્રામ એટલે એક્સેલ. કમ્પ્યુટરનો જન્મ થયો ત્યારે તેને ગળથૂથીમાં માહિતી મળી હતી એમ કહીએ તો ચાલે. કમ્પ્યુટરની શોધનો મૂળ ઉદ્દેશ માહિતીનો સંગ્રહ કરવો, માહિતીની ઉપર પ્રક્રિયા કે પૃથક્કરણ કરવું અને માહિતીનું વિશ્લેષણ કરવું...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.