Home Tags 019_September-2013

Tag: 019_September-2013

તમે ફોન સાથે વાત કરો છો?

ઇન્ટરનેટ પર શરુ થઈ રહ્યો છે એક નવો યુગ! ‘એસએમએસ પરેશ ટુ સે આઇ વીલ બી ધેર ફોર મીટિંગ એટ ટેન, "કોલ હોમ, "શો માય ફોટોઝ ફ્રોમ સિંગપોર ટ્રીપ, "ઇઝ માય ફ્લાઇટ ઓન ટાઇમ?, "વ્હેર ઇઝ માય હોટેલ?, "હુ ઈ ઓલ્ડર, ઓબામા ઓર હીઝ વાઇફ?, "પ્લીઝ બુક એ ટેબલ ફોર ટુ એટ ક્વિકબાઇટ રેસ્ટોરન્ટ... કિન્ડર ગાર્ડનનાં બાળકોની પેલી ફેવરિટ ગેમ ‘ફાઇન્ડ ધ ઓડ વન આઉટ’ની જેમ, ઉપલાં બધાં વાક્યોમાંથી કયું વાક્ય અલગ તરી આવે છે? જરા ધ્યાનથી વાંચો! પહેલી નજરે તો, કોઈ બોસ પોતાની સેક્રેટરીને અલગ અલગ...

ખોવાયેલો સ્માર્ટફોન ગૂગલ શોધી આપશે!

સાદા ફોન અને સ્માર્ટફોનમાં પાયાનો તફાવત એ છે કે તમારી આખી ડિજિટલ લાઇફ સ્માર્ટફોનમાં પણ સમાઈ જાય છે. જો તમે સ્માર્ટફોનનો ભરપૂર ઉપયોગ કરતા હો તો તમારા મેઇલ્સ (બિઝનેસ અને બેન્ક સંબંધિત બધા જ), બેન્ક એપ્સ, પર્સનલ ફોટોઝ સહિત ઘણી બધી સેન્સિટિવ ઇન્ફર્મેશન તમારા સ્માર્ટફોનમાં ધરબાયેલી હોય છે. પહેલાં સાદો ફોન ખોવાય તો બહુ બહુ તો આપણા બધા કોન્ટેક્ટ્સ જતા, પરંતુ હવે? આગળ શું વાંચશો? પહેલું પગલું બીજું પગલું કેટલીક સ્પષ્ટતા શાંતિથી વિચારશો તો લખલખું આવી જશે! એટલે ફોન લીધા પછી સૌથી પહેલાં તમારા ફોનમાં તમને પોતાને...

મેઇલ મર્જ કેવી રીતે કરાય?

કમ્પ્યુટર આપણને આટલું બધું ઉપયોગી શા માટે લાગે છે? સૌથી મોટું કારણ એ કે કમ્પ્યુટર આપણું કામ સહેલું બનાવે છે. કેટકેટલાંય કામ એવાં છે જે કરતાં સામાન્ય રીતે કલાકો વીતે, એ કામ કમ્પ્યુટર ચપટી વગાડતાં કરી આપે છે. પરંતુ એ માટે, કમ્પ્યુટરના વિવિધ પ્રોગ્રામ્સની પાયાની ખૂબીઓની પાકી સમજ હોવી જરુરી છે. માઇક્રોસોફ્ટ ઓફિસના વિવિધ પ્રોગ્રામ્સ ગજબની લોકપ્રિયતા પામ્યા છે એના પાયામાં પણ આ જ કારણ છે - ઓફિસ સંબંધિત વિવિધ કામ એ તદ્દન સહેલાં બનાવી દે છે. પાર વગરની ખૂબીઓ આ પ્રોગ્રામ્સમાં સમાયેલી છે. આવી એક...

આ ઝીપ કે રાર ફાઇલ્સ શું છે?

ઈ-મેઇલના એટેચમેન્ટમાં કે કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કરતાં કમ્પ્યુટરમાં આવી પડેલી ઝીપ કે રાર ફાઇલ કેવી રીતે ઓપન કરવી તેની મૂંઝવણ છે? આવો સમજીએ આ પ્રકારની ફાઇલ્સના ઉપયોગની રીત. આગળ શું વાંચશો? ફાઈલ કે ફોલ્ડર કમ્પ્રેસ કરવા માટે કમ્પ્રેસ્ડ ફોલ્ડરમાંની ફાઈલ્સ એક્સ્ટ્રેક્ટ કરવા માટે આટલું નોંધી લેશોઃ તમે ક્યારેક તો .zip કે .rar પ્રકારની ફાઇલના સંપર્કમાં આવ્યા હશો. મોટા ભાગે કોઈએ તમને ઈ-મેઇલમાં આવી ફાઇલ મોકલી હશે અથવા કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કર્યો હશે તેની ફાઇલ ઝીપ ફાઇલ તરીકે આવી હશે અને પછી તેને ઓપન કેવી રીતે કરવી...

‘ગતિ’ નહીં, ‘પ્રવેગી ગતિ’

આપણે સૌ ખરેખર એક રોમાંચક સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણા પરિવારમાં ઘણા લોકો એવા મળી આવશે જેમણે ફાનસના અજવાળે જીવાતી ને ફક્ત રેડિયોના અવાજ થકી દુનિયા સાથે તાલ મિલાવતી જિંદગી જોઈ છે. એ જ લોકો આજે પલકના ઝપકારે, વિશ્વના ખૂણે ખૂણા સુધી પહોંચતું કમ્યુનિકેશન પણ જોઈ રહ્યા છે! પાછલાં વર્ષો તરફ જોઈએ તો ‘ગતિ’ અને ‘પ્રવેગી ગતિ’ શબ્દો વચ્ચેનો તફાવત બરાબર સમજાય છે. અત્યારે ગજબની તેજ, પ્રવેગી ગતિએ પરિવર્તનો થઈ રહ્યાં છે. ઈ-મેઇલથી કમ્યુનિકેશન હજી નવું લાગતું હતું ત્યાં તરત ઇન્સ્ટન્ટ મેસેજિંગ આવ્યું. ઇન્ટરનેટ...

પ્રતિભાવ

ઓગસ્ટ ૨૦૧૩ અંકમાં ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર્સ વિશેનો લેખ વાંચવાનું ખરેખર ખૂબ ગમ્યું. આખો લેખ રસપ્રદ તો હતો જ, માહિતીપ્રદ પણ હતો. અમારા જેવા આગળ વધતા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહનરૂપ લેખ. મેગેઝિનમાં આવરી લેવાયેલા અન્ય લેખો પણ પ્રભાવશાળી હતા. - વૈભવી દેસાઈ, ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર, અમદાવાદ  કમ્પ્યુટર અને ઇન્ટરનેટની વિસ્મયભરી દુનિયામાં જેને પણ રસ હોય એ સૌને માહિતી આપવાના આ મિશનમાં અમે કોઈ પણ રીતે મદદરુપ થઈ શકીએ તો જરૂર જણાવશો. - મહેન્દ્રભાઈ અને મીરાબહેન મહેતા, કેનેડા  ‘સાયબરસફર’ની સાઇટ પર હું પહેલી વાર લોગ-ઇન થયો. મેગેઝિનનો કરન્ટ ઇસ્યુ વાંચવાનું શરુ કર્યું....

પેટમાં પહોંચીને સ્ટેટસ અપડેટ કરતી દવા!

ઇન્ફર્મેશન ટેક્નોલોજી આપણી આસપાસ તો વિસ્તરી જ રહી છે, હવે તે આપણા પેટની અંદર પણ પહોંચવા લાગી છે! દવા લેવાનું ભૂલી જતા દર્દીઓ માટે ઉપયોગી એવી, હજી વિકસી રહેલી આ ટેક્નોલોજી જાણવા જેવી છે. લગ્નની ચોરીમાંથી, સ્મશાનગૃહમાંથી કે છેવટે ટોઇલેટમાંથી લોકો ટ્વીટર કે ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરતા હોવાની વાતો તો આપણે સાંભળી છે, પણ પેટની અંદરથી સ્ટેટસ અપટેડ કરવામાં આવશે અને એ પણ નિર્જીવ દવા દ્વારા એમ કોઈ કહે તો કહેવાનું મન થાય કે ‘યે બાત કુછ હજમ નહીં હુઈ!’ પરંતુ, બીબીસીના એક અહેવાલ મુજબ, તબીબો...

વોઇસ ઇનપૂટ સેટિંગ

કમ્પ્યુટરમાં આપણા અવાજને પારખીને તે અનુસાર ટાઇપ કરવાની કે યોગ્ય પગલાં લેવાની સગવડ - સ્પીચ રેકગ્નિશન - આમ તો વર્ષો જૂની છે, પરંતુ ઉચ્ચારો પારખવાની તેની પ્રમાણમાં મર્યાદિત ક્ષમતાને કારણે આ સુવિધા ખાસ જાણીતી થઈ નથી. પરંતુ હવે સ્માર્ટફોનના આગમન સાથે વાત બદલાઈ છે. આગળ શું વાંચશો? વોઈસ સર્ચ વિશે વધુ જાણો વોઈસ એકશન વિશે વધુ જાણો વોઈસ ટાઇપિંગ કેવી રીતે કરી શકાય પીસી/લેપટોપમાં વોઈસનો ઉપયોગ કેવી રીતે કરશો જાણીને અજમાવવા જેવા વોઈસ કમાન્ડસ તમારા સ્માર્ટફોન, એન્ડ્રોઇડ ટેબલેટ, આઇફોન, આઇપેડ કે વિન્ડોઝ ૮ ડિવાઇસમાં ગૂગલ સર્ચ એપને તમે...

ઇંગ્લિશના ગૂંચવતા શબ્દો

ઇંગ્લિશ ઇઝ એ ફન્ની લેન્ગ્વેજ! બરાબર, આપણે સૌ આ જાણીએ છીએ અને તક મળે ત્યારે આ ભાષાની ગૂંચવણો પર હસીએ પણ છીએ. પણ દિલ પર હાથ મૂકીને કહો, તમારો પોતાનો, ઇંગ્લિશ પર પાવરફૂલ કમાન્ડ હોય તો તમને ગમે કે નહીં? તો ટૂંકી વાત એટલી કે હવેથી આપણે ઇન્ટરનેટની ગલીગૂંચીઓમાં ચક્કર લગાવીને, અંગ્રેજી ભાષા પર મજબૂત પકડ મેળવવામાં મદદરુપ થાય એવી વાતો શોધી એને સમજવાનો પ્રયાસ કરીશું. ઇંગ્લિશના ઘણા શબ્દો તેમના લગભગ સરખા સ્પેલિંગ કે ઉચ્ચાર કે જુદાં જ કારણોસર ઘણી ગૂંચવણ ઊભી કરે છે. અહીં આવા...

વિકિપીડિયામાં વધુ જાણો, નજીકથી

વિકિપીડિયાનો તમે કેટલોક ઉપયોગ કરો છો? જો તમે દિવસમાં ઓછામાં ઓછું એક વાર વિકિપીડિયા પર ચક્કર લગાવતા હો અને તમારા ખિસ્સામાં સ્માર્ટફોન હોય, તો તેમાં વિકિપીડિયાની એપ હોવી અનિવાર્ય છે! ગૂગલ એપમાં જઈને વિકિપીડિયાની ઓફિશિયલ એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લો. જ્યારે ફ્રી પડો ત્યારે આ એપના મેઇન પેજ પર નજર ફેરવી લેશો તો જે તે દિવસનો ફીચર્ડ આર્ટિકલ વાંચી શકશો અને સાથોસાથ લેટેસ્ટ કરન્ટ ન્યૂઝથી પણ સતત અપડેટ રહી શકશો. વિવિધ લેખ સર્ચ કરવાની સગવડ તો છે જ. જો તમારા ફોનમાંના ઇન્ટરનેટ કનેક્શનને સતત ચાલુ રાખવું...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.