Home Tags 018_August-2013

Tag: 018_August-2013

‘આવડે છે’ ને ‘નથી આવડતું’

થોડા દિવસ પહેલાં, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લા પાને એક નાના સમાચાર છપાયા હતા - ‘મહેસાણાનો વિદ્યાર્થી ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર બન્યો’. વિદ્યાર્થીનું નામ - બોની પ્રજાપતિ - વાંચીને ચમકારો થયો કે અરે, આના પપ્પા તો ‚રુબરુ આવીને ‘સાયબરસફર’નું લવાજમ ભરી ગયા છે! બોનીએ કહ્યું કે પોતે ભલે કમ્પ્યુટર એન્જિનીયરિંગ ભણે, આ મેગેઝિનમાંથી એને પણ ઘણું નવું જાણવા મળે છે. બે-ત્રણ મહિના પહેલાં, અમદાવાદ નેશનલ બુકફેરમાં એક જરા જુદા પિતા-પુત્રનો ભેટો થયો હતો. પિતાએ અંકો હાથમાં લીધા, પાનાં ઉથલાવ્યાં અને તરત, દસમા કે બારમા ધોરણમાં ભણતા દીકરા સામે...

પ્રતિભાવ

મેગેઝિન ખૂબ જ સરસ છે. દરેક લેખ ઉપર ધ્યાન અપાય છે. નવું નવું જાણવા મળે છે. ભાષા સરળ છે. કસ્ટમર સપોર્ટ સારો છે. ઓફિસ ૨૦૦૭ પરનો લેખ સરસ હતો. આવી જ રીતે આપતા રહેશો. દર વખતે કોઈ સારી એન્ડ્રોઇડ એપ્લિકેશન વિશે જાણકારી આપશો.  આપણી પોતીકી ભાષામાં મેગેઝિન હોઈ કમ્પ્યુટર તથા ઇન્ટરનેટ વિશે ઘણી બધી જાણકારી મળી રહે છે, જે અમારા જેવાને બહુ જ ઉપયોગી થાય તેમ છે.  તમામ પ્રકારના લોકોને કમ્પ્યુટર નોલેજ આપવાનો આ એક ખરેખર સરસ કનસેપ્ટ છે, અને વ્યાજબી કિંમત હોવાથી તમામ લોકો આ...

ઓનલાઇન કન્ટેન્ટ જુઓ ટીવી પર

ટીવી અને કમ્પ્યુટરના સ્ક્રીન વચ્ચેનું અંતર ધીમે ધીમે ઓગળી રહ્યું છે અને આ કામ કરી રહ્યા છે સ્માર્ટફોન અને ટેબલેટ! આગળ શું વાંચશો? પૃથ્વી પરના પહેલા વર્ષની સફર જુલાઈ મહિનાના અંતમાં ગૂગલે ક્રોમકાસ્ટ નામના એક નવા સાધનની જાહેરાત કરી છે. જેમ આપણે પોતાના પીસી કે લેપટોપમાં ઇન્ટરનેટ કનેક્શન મેળવવા માટે ટેલિકોમ કંપનીઓનાં ડોંગલનો ઉપયોગ કરીએ છીએ, જેનો યુએસબી ડ્રાઈવમાં નાખીને ઉપયોગ કરી શકાય છે, એ જ રીતે આ ક્રોમકાસ્ટ સાધન પણ યુએસબી પેનડ્રાઇવ જેવું જ સાધન છે. આ સાધન આપણા હાઇ-ડેફિનિશન ટીવીના સોકેટમાં નાખીને ટીવીને સ્માર્ટફોન,...

એન્ડ્રોઇડનું નવું વર્ઝન જેલી બીન ૪.૩!

૨૫મી જુલાઈએ ગૂગલે જાહેરાત કરી છે કે એન્ડ્રોઇડનું વધુ એક વર્ઝન આવી ગયું છે - જેલી બીન ૪.૩. ગૂગલનું નેક્સસ ૭ ટેબલેટ એન્ડ્રોઇડ ૪.૩ જેલી બીન ધરાવતું સૌથી પહેલું ટેબલેટ બન્યું છે. તમે એન્ડ્રોઇડનો ક્યારેય ઉપયોગ કર્યો ન હોય તો આ નવા વર્ઝનની ખૂબીઓ સમજાવવી મુશ્કેલ છે, છતાં થોડો પ્રયત્ન કરીએ : આગળ શું વાંચશો? રીસ્ટ્રિક્ટેડ પ્રોફાઈલ્સ બ્લુટૂથ સ્માર્ટ રેડી બિલ્ટ ઈન સિક્યોરિટી પ્રોટેકશન બિગસ્ક્રીન પર પ્રોજેકશન એકશનેબલ નોટિફિકેશન્સ સ્માર્ટ રેડી બ્લુટૂથ  રીસ્ટ્રિક્ટેડ પ્રોફાઇલ્સ પપ્પા પાસે ટેબલેટ હોય તો તેમના કરતાં તેમનો ટાબરિયો તેનો વધુ ઉપયોગ કરતો...

ગુજરાતમાંથી ગૂગલમાં

આખી દુનિયામાં એવી કંપની બહુ ઓછી હશે, જ્યાં કામ કરતા લોકોને વધુ સારી તકની આશામાં બીજી કોઈ કંપનીમાં જવાની જરુર ન લાગતી હોય. ફોર્બ્સ, ફોર્ચ્યુન, સીએએન, લિંક્ડઇન જેવી વિશ્વપ્રસિદ્ધ કંપનીઓ વર્ષોવર્ષ, વિશ્વવ્યાપી સર્વેક્ષણ કરીને નોકરી કરવા માટે વિશ્વની સૌથી સારી કંપનીઓની યાદી બહાર પાડતી હોય છે. તેમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી એક નામ ટોપ રેન્ક્સમાં જોવા મળે છે - ગૂગલ. આગળ શું વાંચશો? ગૂગલ સ્ટુડન્ટના એમ્બેસ્ડરના અનુભવો, તેમના જ શબ્દોમાં સતત કંઈક નવું કરવાની જેને અદમ્ય તમન્ના હોય અને એ માટે પૂરતું પ્રોત્સાહન અને સ્વતંત્રતા મળે ને એ...

“સફળતા માટે ક્રિયેટિવ થિંકિંગ બહુ અગત્યનું છે’’

બોની પ્રજાપતિ (એલડીઆરપી ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રીસર્ચ ગાંધીનગર) હું લગભગ બીજા ધોરણમાં હતો ત્યારે મારા પપ્પા બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરવાળું કમ્પ્યુટર લાવેલા. કમાન્ડ પ્રોમ્પ્ટથી જ ચાલે. જેમની પાસેથી લીધું હતું એમણે થોડાક કમાન્ડ લખી આપેલા. ત્યારથી હું કમ્પ્યુટર મચડતો થયો! મારા પપ્પા પહેલેથી સ્પષ્ટ મતના હતા કે પાયાનું ભણતર માતૃભાષામાં જ મળવું જોઈએ, એટલે એકથી ચાર ધોરણ હું મહેસાણાના પટેલ વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમમાં ભણ્યો. પછી ગણપત વિદ્યાનગરની શાળામાં ઇંગ્લિશ મીડિયમમાં દાખલ થયો. અમારી શાળામાં પાંચમા ધોરણથી કમ્પ્યુટરનો વિષય ભણવાનો હતો અને અમારા શિક્ષક પરેશભાઈ પટેલ...

“ગુજરાતી માધ્યમને લીધે મને કોઈ મુશ્કેલી નડી નહીં’’

વૈભવી દેસાઈ (ધીરૃભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ગાંધીનગર) અમારી કોલેજમાં એકાદ વર્ષથી ગૂગલ ડેવલપર ગ્રુપ કાર્યરત છે, જે અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ યોજે છે. તેમાંથી જ મને ગૂગલ વિશે ઘણું વધુ જાણવા મળ્યું અને જીએસએ પ્રોગ્રામની માહિતી મળી. જોકે ગૂગલ જેવી મલ્ટિનેશનલ કંપનીનો ઇન્ટરવ્યૂ હતો એટલે દરેક સામાન્ય માણસની જેમ મારા મનમાં પણ અનેક પ્રશ્નો હતા કે કેવા સવાલો પૂછાશે? મેં પહેલાં કોઈ ઇન્ટરવ્યૂ આપેલો નહીં એટલે બહુ અંદાજ પણ નહોતો. એટલે સૌથી પહેલાં મેં વાત કરી મારી જ કોલેજના ગત વર્ષનાં જીએસએ...

“લાઇફનો પહેલો જ ઇન્ટરવ્યૂ ક્રેક કર્યો, એ પણ ગૂગલનો!’’

હરનીતસિંહ સીતલ, (બાબરિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, વડોદરા) ગૂગલના ટેલિફોનિક ઇન્ટરવ્યૂની તૈયારી કરવા મેં કેટલાક સારા બ્લોગ સર્ફ કર્યા મને કેવા સવાલો પૂછાઈ શકે એની એક યાદી બનાવી. ગૂગલ ટીમ સાથેના ઇન્ટરએક્શન દરમિયાન મારે ફોકસ કરવા જોઈએ એવા કેટલાક મુદ્દાઓ પણ મેં નોંધી રાખ્યા. મારા પિતાના મિત્ર ભારતના એક અગ્રગણ્ય ઓર્ગેનાઇઝેશનની રીક્રુટમેન્ટ ટીમના સભ્ય છે. મેં તેમની સાથે પણ ઇન્ટરવ્યૂની પ્રેક્ટિસ કરી. આ મોક ઇન્ટરવ્યૂ મારા માટે પ્રેક્ટિસ મેચ જેવો રહ્યો અને મને ખબર પડી કે ખરેખરા ઇન્ટરવ્યૂમાં હું કેવી રીતે વધુ આત્મવિશ્વાસ દાખવી શકું. છેવટે મે...

“ફેર ફક્ત ભાષાનો છે, બીજો કોઈ નહીં’’

કાવેરી ધવન (ફેકલ્ટી ઓફ આર્કિટેકચર, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા) ગૂગલ સ્ટુડન્ટ પ્રોગ્રામ અગાઉ એક ઓપન પ્રોગ્રામ હતો, પણ વિદ્યાર્થીઓના જબરજસ્ત પ્રતિભાવ પછી ગૂગલે પસંદગીની કોલેજોને પાંચ-પાંચ વિદ્યાર્થીઓ સૂચવવા કહ્યું અને તેમાંની પોતાના એમ્બેેસેડર પસંદ કરવાની પદ્ધતિ અપનાવી. અમારે પહેલાં એક ફોર્મ ભરીને અમારી વ્યક્તિગત વિગતો, આવડત અને લીડર તરીકેના અનુભવો કહેવાના હતા. ત્યાર પછીના ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં પણ અમારા પોતાના વિશે જ વાત કરવાની હતી. સૌથી સારી વાત એ હતી કે ક્યાંય કશું ઇન્ટરવ્યૂ જેવું લાગ્યું નહીં. આપણે પોતાના નજીકના મિત્ર સાથે પોતાની વાત કરતા હોઈએ એવું જ...

“અગાઉના અનુભવો કામ લાગ્યા’’

બ્રિજેશ પટેલ (એલડી કોલેજઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ) મારી ઇન્ટરનેટ સર્ફિંગ કરવાની આદતે મને ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર પ્રોગ્રામથી વાકેફ કરાવ્યો. મારા ટેલિફોનિક ઇન્ટરવ્યૂ દરમિયાન મને ૩-૪ ક્રોસ ક્વેશ્ચેન્સ પણ પૂછ્યા હતા, પણ મેં મારી બધી બેઝિક ઇન્ફર્મેશન પહેલેથી કાગળમાં નોટ કરી રાખી હતી. હું છેલ્લાં ૩ વર્ષથી યુવા અનસ્ટોપેબલ નામની એક એનજીઓમાં કામ કરું છું. મારો એ અનુભવ મને બહુ કામ લાગ્યો. કેવી રીતે કોઈ પણ ઇવેન્ટ મેનેજ કરવી અને એમાં શું મુશ્કેલીઓ આવી શકે એનો મને પહેલેથી થયેલો અનુભવ મને બહુ કામ લાગ્યો. એ ઉપરાંત, મારા કોલેજના ટીચર...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.