Home Tags 016_June-2013

Tag: 016_June-2013

ગમતાંનો ગુલાલ

આપણે ગુજરાતીઓ વિશ્વપ્રવાસી તરીકે ઓળખાઈએ છીએ. દુનિયાના લગભગ દરેક ખૂણે ત્યાં જ સ્થિર થયેલો ગુજરાતી પરિવાર મળી આવે. તેમ ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશનમાં દુનિયાભરનાં પ્રવાસસ્થળો ગુજરાતીઓથી ઉભરાઈ ઊઠે.  છતાં, આખી દુનિયા ફરી વળવાનું સૌ કોઈ માટે શક્ય નથી. કદાચ શક્ય બને તો પણ, આ બધાં સ્થળોને પંખીની નજરે, અલગ અલગ એંગલથી જોવાનું તો કેવી રીતે બને? આ અંકની કવરસ્ટોરી આ અસંભવ લાગતી વાત સંભવ બનાવે છે. દુનિયાનાં સૌથી સુંદર કુદરતી કે માનવસર્જિત સ્થળોનો આપણે ઘેરબેઠાં પ્રવાસ ખેડી શકીએ છીએ. આ સ્થળોની જાતમુલાકાત જેમ જુદો જ...

પ્રતિભાવ

અમે આઇટી ડેવલપમેન્ટ અને ટ્રેનિંગમાં કાર્યરત આઇટી કંપની છીએ. મને તમારું મેગેઝિન મળ્યું. મને ખૂબ ખૂબ ગમ્યું. તમારા આ કામ માટે મારી પાસે શબ્દો નથી. એટલું હું ચોક્કસ કહીશ કે અમારા તરફથી તમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો અચકાયા વગર જરૂર જણાવશો. તમે ખૂબ સારું કામ કરો છો, તેને આગળ ધપાવજો. - ચિરાગ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, (www.ckiict.com) આઇબોલનું ટેબલેટ ભરોસાપાત્ર ખરું કે? એમએસ વર્ડમાં તો મજા આવી ગઈ. સ્ટેટસબારથી કામ એકદમ ઇઝી થઈ ગયું. થોડી એક્સેલ વિશે માહિતી આપશો તો મજા આવશે. ગૂગલની ટુ...

“હેં? યુટ્યૂબ પેઇડ થઈ જશે?

દુનિયાભરના અનેક લોકો જે સર્વિસ પરના અનેક વીડિયોમાં અનેક કલાકો સુધી પરોવાયેલા રહે છે તે યુટ્યૂબ સર્વિસ ટૂંક સમયમાં પેઇડ થઈ રહી હોવાના સમાચારે કેટલાયના જીવ અધ્ધર કરી દીધા છે. આવો જાણીએ, હકીકત શું છે? આગળ શું વાંચશો? કોઈને પણ રોકડી કરવા લલચાવે તેવી યુટ્યૂબની લોકપ્રિયતા... જીમેઈલ આપણા મેઈલ્સ વાંચશે? જોખમી આદત- ડ્રાઈવિંગ અને ટેક્સ્ટિંગ આવી રહ્યો છે ગૂગલ મેપ્સનો નવો ઈન્ટરફેસ સેમસંગની મીઠી સમસ્યા ઈન્ટેલની પીસી અવેરનેસ ડ્રાઈવ હમણાં હમણાં આપણાં અખબારોમાં એક સમાચાર વાંચીને ઘણાના હૈયે ધ્રાસ્કો પડ્યો હશે, "હેં? યુટ્યૂબ પેઈડ સર્વિસ થઈ...

અલૌકિક સૃષ્ટિનો અદભુત પ્રવાસ

આપણે સૌ જાણીએ છીએ કે આપણી પૃથ્વી સુંદર છે. પણ ખરેખર કેટલી સુંદર છે? રશિયાના કેટલાક ફોટોગ્રાફર્સે, પૃથ્વીનાં કેટલાંક સૌથી સુંદર કુદરતી અને માનવસર્જિત સ્થળોની મુલાકાત લઈને તેમના એરિયલ પેનોરમા તૈયાર કર્યા છે. આ લેખમાં, એ તમામ પેનોરમા બતાવતી વેબસાઇટ, એ ફોટોગ્રાફર્સના અનુભવો, પેનોરમા જોવાની રીત, પેનોરમા તૈયાર કરવાની પદ્ધતિ, આકાશમાંથી દિલ્હીના અક્ષરધામને જોવાનો અનુભવ વગેરે બાબતો આવરી લેવાઈ છે. ‘‘ઓસ્સમ... આ બધું એક સોનાની સીડીમાં કોપી કરો અને પછી બ્રહ્માંડમાં દૂર દૂર મોકલવાનો હોય એવા સેટેલાઇટમાં એ સીડી મોકલી દો, જેથી બીજા ગ્રહો પર જીવો...

અક્ષરધામનો અનન્ય અનુભવ – આપણો અને ફોટોગ્રાફરનો

એરપેનોની સાઇટ પર દિલ્હીના અક્ષરધામ મંદિરનું અનન્ય દર્શન શક્ય છે. આ મંદિર રૂબરૂ જોનારા માટે પણ તેનો એરિયલ પેનોરમા બિલકુલ નવી અનુભૂતિ કરાવે તેમ છે. એરપેનો ટીમના ફોટોગ્રાફર સ્ટાસ સેદોવનો આ અનુભવ એમના જ શબ્દોમાં... આગળ શું વાંચશો? આકાશમાંથી અક્ષરદર્શન હવે આવી રહ્યા છે ફોટોફિચર "ભારતના અમારા પ્રવાસના છેલ્લા દિવસોમાં અમે ભારતની રાજધાનીનાં વિવિધ સ્થળો શૂટ કરવાનું વિચાર્યું હતું - લાલ કિલ્લો, કુતુબ મિનાર ને બીજાં બધાં. સ્વામિનારાયણ અક્ષરધામનું શૂટિંગ કરવાનું અમારું કોઈ પ્લાનિંગ નહોતું. અમને ખબર હતી કે અમે એક સેલફોન પણ સંકુલની અંદર લઈ...

ફોટોને પેન્સિલ ચિત્રમાં કેવી રીતે ફેરવી શકાય?

આખા પરિવારને મજા પડે એવી ફોટોશોપની એક મજાની કરામત, શીખો સહેલાઈથી તમે આબુ જાવ, નૈનિતાલ જાવ કે સિંગાપોર જાવ દરેક ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં એકાદ શોપ તો એવી મળે જ જ્યાં તમારો ફોટોગ્રાફ લઈને તેને ઇન્સ્ટન્ટ પેન્સિલ સ્કેચમાં ફેરવીને પ્રિન્ટ કાઢી આપવામાં આવે. આ કામ તમે પોતે પણ કરી શકો છો - સહેલાઈથી! જો તમારા કમ્પ્યુટરમાં ફોટોશોપ પ્રોગ્રામ હોય તો તેને ઓપન કરો, તમારા કોઈ મનપસંદ ફોટોગ્રાફની કોપી ઓપન કરો અને અહીં આપેલાં જુદાં જુદાં પગલાંને કાળજીપૂર્વક અનુસરીને તમારા ફોટોગ્રાફને પેન્સિલ સ્કેચમાં ફેરવો. લેખના અંતે, આ બધાં પગલાંને...

સોફ્ટવેર ટેસ્ટિંગ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીના વિકલ્પો

ટેક્નોલોજીમાં કારકિર્દી બનાવવી હોય તો કયા કયા વિકલ્પો છે? કઈ પેટાલાઈન લેવી સારી? અત્યારે તો બરાબર, ભવિષ્યમાં કેવીક તકો રહેશે? આઇ.ટી.નું ક્ષેત્ર એટલું ઝડપથી બદલાતું રહે છે કે તેમાં કારકિર્દીને લગતા આવા બધા પ્રશ્ર્નો સતત વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવતા રહે છે. ભારત અને યુએસએમાં કાર્યરત આઇટી કંપની ‘ઇન્ડયુએસએ’ના આસિસ્ટન્ટ મેનેજર (એચઆર) રોશન રાવલે અહીં તેમના અનુભવના આધારે આઇ.ટી.ના એક ચોક્કસ ક્ષેત્રમાં કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન આપ્યું છે. વાચકો તેમના આ વિશેના સવાલો રોશનભાઈને કે ‘સાયબરસફર’ને મોકલી શકે છે. - સંપાદક આગળ શું વાંચશો? કમ્પ્યુટર એન્જિનીયર બન્યા...

લેપટોપમાં હીટ+બેટરી મેનેજમેન્ટ

લેપટોપ તમારા જીવનનો એક અંતરંગ ભાગ હોય તો તેને હેમખેમ રાખવા અંગેની કેટલીક વાતો જાણી લેવા જેવી છે. આગળ શું વાંચશો? લેપટોપમાં પાવર સેવિંગ કરો આ રીતે... હજી થોડા સમય પહેલાં એવી સ્થિતિ હતી કે લોકોને મીઠી મૂંઝવણ થતી હતી - ડેસ્કટોપ લેવું કે લેપટોપ? હવે મૂંઝવણનો પ્રકાર બદલાયો છે - લોકો મૂંઝાય છે કે લેપટોપ લેવું કે ટેબલેટ લેવું? વળી એનાથી જુદી મૂંઝવણ અનુભવનારા લોકો પણ છે - ટેબલેટ લેવું કે મોટા સ્ક્રીનવાળો સ્માર્ટફોન લઈ લેવો? હકીકત એ છે કે આમાંની કોઈ વસ્તુ એકબીજાને બદલે ચાલે...

જીમેઇલમાં ઉપનામની સુવિધા

આપણી ઇચ્છા હોય કે ન હોય, ઇન્ટરનેટ પર આપણે અનેક લોકોને આપણું ઇમેઇલ એડ્રેસ આપવું પડે છે. જીમેઈલની એક મજાની સુવિધા, આ રીતે એડ્રેસની વહેંચણી કર્યા પછીની વાત સહેલી બનાવી દે છે, આ રીતે... આ લેખ અમદાવાદ નેશનલ બુકફેરના સ્ટોલમાં બેસીને લખાઈ રહ્યો છે એટલે ચારેતરફ પુસ્તકોનાં પાને કલાપી, ધૂમકેતુ જેવાં નામ જોઈને મન વિચારે ચઢે છે. આ સુંદર નામો વાંચીને કમને, ચૂંટણીનાં પ્રચાર બેનર્સમાં નામની પાછળ કૌંસમાં જોવા મળતાં ભોલો, બકો જેવાં નામ અને ત્યાંથી આગળ વધીને ફિલ્મ અને ક્રાઇમ ન્યૂઝમાં સાંભળવા મળતાં છપ્પન ટીકલી,...

ઇન્ટર્નલ મેમરી : બડે કામ કી ચીજ

તમે નવો સ્માર્ટફોન કે ટેબલેટ લેવાનો વિચાર કરતા હો તો કિંમત ઉપરાંત તેની ઇન્ટર્નલ મેમરી કેટલી છે એ મુદ્દા પર ખાસ ધ્યાન આપવું જરુરી છે. પૂછો કેમ? જવાબ મેળવવા માટે સમજીએ એન્ડ્રોઇડની વિવિધ પ્રકારની મેમરી! આગળ શું વાંચશો? ડાયનેમિક મેમરી ઈન્ટર્નલ મેમરી એક્સટર્નલ મેમરી (એસડી કાર્ડ) તમે સ્માર્ટફોન ખરીદવા કે બદલવાનું વિચારો તો સૌથી વધુ ધ્યાન તેની કઈ બાબત પર આપશો? સૌથી પહેલાં તો સ્વાભાવિક છે કે આપણે બજેટ નક્કી કરવું પડે. ત્યાર પછી મોટા ભાગે કંપની, સ્ક્રીનસાઇઝ, ડિસ્પ્લે ક્લેરિટી, પ્રોસેસર, કેમેરાના મેગાપિકસેલ, બેટરી વગેરે બાબતો...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.