Home Tags 015_May-2013

Tag: 015_May-2013

જાણીએ એ, જે જાણ્યું છતાં અજાણ્યું છે!

રોજબરોજ જે આપણી નજરતળેથી પસાર થતું હોય એની ઘણી બાબતોની આપણે અજાણ રહી જઈએ એવું બનતું હોય છે. આ અંકમાં જે મુખ્ય લેખો છે એ બધા કોઈ ને કોઈ રીતે આ જ વાતના આધાર પર લખાયેલા છે.  માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામનો આપણે રોજેરોજ ઉપયોગ કરીએ છીએ. આપણે આપણું કામ ચાલી જાય એટલી, ખપ પૂરતી તો તેની જાણકારી મેળવી લીધી હોય છે, પરંતુ આ પ્રોગ્રામ એટલો વિશાળ છે અને એટલો બધો વિચારપૂર્વક ડેવલપ કરાયેલો છે કે તેની સંખ્યાબંધ ખાસિયતો આપણા ધ્યાન બહાર રહે છે. આ અંકની કવર...

પ્રતિભાવ

 એપ્રિલ મહિનાનો અંક આજે મળ્યો જે ખૂબ જ ગમ્યો. એક જ બેઠકે આખો અંક વાંચી લીધો અને પછી અંકમાં આપેલ માહિતીનું પ્રેકટિક્લ...! મજા પડી ગઈ. ગૂગલ મેપ્સ વિશે આપેલ લેખ ખૂબ જ વિગતવાર આપેલ હોઈ વધારે ગમ્યો. કમ્પ્યુટરનો પાવર યૂઝર હોય સ્માર્ટ વર્કિંગ વિભાગ પણ ખૂબ જ ગમ્યો. - સુરેશ વાઘેલા, રાજકોટ  વાહ... વાહ... અદ્ભુત... આપે તો એપ્રિલ ૨૦૧૩ના અંકમાં ટેબલેટ અને જીપીએસની માહિતીનો દરિયો બતાવી દીધો... ગોળનું ગાડું મળ્યું... બીજું શું જોઈએ...? અને હવેથી તો નક્કી જ કરી નાખ્યું કે કમ્પ્યુટર જગતને લગતી સલાહ... ‘સાયબરસફર’...

મોઝિલાનું નવું વર્ઝન

પીસી કે લેપટોપ પરની બ્રાઉઝર વોર હવે મોબાઇલ અને ટેબલેટના સ્ક્રીન પર પણ આવી પહોંચી છે. આ બંને મોરચે ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ વચ્ચે જોરદાર હરીફાઈ જામી છે. બંનેનાં નવાં નવાં વર્ઝન અત્યંત ઝડપથી આવી રહ્યાં છે. આપણે પહેલાં વાત કરીએ મોઝિલા ફાયરફોક્સના એન્ડ્રોઇડ માટેના બ્રાઉઝરની. છ-આઠ મહિના કે તેથી પણ અગાઉ, દસથી પંદર હજાર રુપિયા ખર્ચીને સ્માર્ટફોન ખરીદનારા લોકોનો અનુભવ હશે કે તેમના ફોનમાં એન્ડ્રોઇડનું ૨.૩ જેવું જૂનું વર્ઝન, અત્યંત ઓછી ઇન્ટર્નલ સ્ટોરેજ કેપેસિટી અને એટલી જ ઓછી રેમને કારણે આટલા ટૂંકા સમયમાં...

ઇમેલમાં જામી એટેચમેન્ટ વોર

તમારે ઈ-મેઇલમાં હેવી ફાઈલ્સ મોકલવાની થાય છે? તમને ખ્યાલ હશે કે થોડાં વર્ષ પહેલાં તો આપણે યાહૂ, જીમેઇલ વગેરેમાં માંડ બે એમબી જેટલી સાઇઝની ફાઈલ જ એટેચ કરી શકતા હતા. એ પછી એટેચમેન્ટની સાઇઝ વધતી ચાલી અને હવે તો હેવી ફાઈલ્સ એટેચ કરવાનું પણ બિલકુલ સહેલું બનવા લાગ્યું છે. આગળ શું વાંચશો? ગૂગલ નેકસસ-૭ ટેબલેટનું નવું વર્ઝન આવે છે સેમસંગના મેગાફોન ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ગૂગલે તેની ડોક્સ એપ્લિકેશનને ગૂગલ ડ્રાઇવ નામે નવું સ્વ‚રુપ આપ્યું તે પછી વર્ષના અંતે, જીમેઇલમાંથી જ ગૂગલ ડ્રાઇવમાં રહેલી ફાઈલ એટેચ...

જાણો વર્ડની નિતનવી ખૂબીઓ

કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર કોઈ વ્યક્તિ માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સથી અજાણ હોય એવું બની શકે નહીં. બીજી બાજુ, એમએસ ઓફિસના વિવિધ પ્રોગ્રામ્સનો પૂરેપૂરો ઉપયોગ કરતી શકતી કોઈ વ્યક્તિ મળે એવું પણ બને નહીં! આવો જાણીએ વર્ડ ૨૦૦૭ની કેટલીક ખાસ વાત - પાશેરમાં પૂણીની જેમ! આગળ શું વાંચશો? રીબનને હાઈડ કઈ રીતે કરશો? ડોક્યુમેન્ટસ સેવ કરવાનું ડિફોલ્ટ ફોલ્ડર કઈ રીતે બદલી શકાય? ફાઈલનું ડિફોલ્ડ ફોર્મેટ કઈ રીતે બદલી શકાય? કોપી-પેસ્ટ માટેનું સ્પેશિયલ ક્લિપ બોર્ડ ફોર્મેટ પેઈન્ટરનો ઉપયોગ ફાઈન્ડ - રીપ્લેસનો સ્માર્ટ ઉપયોગ ટેક્સ્ટનું વર્ટિકલ સિલેકશન વર્ડમાં સ્પેલ ચેકર ...

વેકેશનમાં લૂંટવા જેવો ખજાનો

વેકેશનમાં કોઈ ભાર વિના મસ્તીથી સમય પસાર કરવો હોય કે પછી - ફરી ભાર વિના - કશુંક નવું શીખવું હોય તો અહીં આપેલી સાઇટ્સ ફંફોસી જુઓ. આગળ શું વાંચશો? સૂપટોય્ઝ ફનબ્રેઈન મીનીક્લિપ સુમોપેઈન્ટ ડ્રોસ્પેસ આખરે આવી ગયું છે વેકેશન! આખું વર્ષ બુક્સ, નોટબુક્સ, ક્લાસવર્ક અને હોમવર્ક કર્યા પછી, આખરે રીલેક્સ થવાનો સમય! વિદ્યાર્થીઓ ઉપરાંત મમ્મી-પપ્પાને પણ થોડો હાશકારો થાય એવો આ સમય છે, પણ સાથોસાથ નવું ટેન્શન ઊભું થાય છે. બિલકુલ ફ્રી થઈ ગયેલાં સંતાનો - પછી તે પહેલા ધોરણમાં હોય કે બારમા ધોરણમાં - સતત...

મહામૂલો સ્માર્ટફોન ખોવાય ત્યારે…

ઇન્ટરનેટની જેમ સ્માર્ટફોન પણ આપણી જિંદગીનો અલગ ન કરી શકાય એવો હિસ્સો બની રહ્યા છે. પણ ક્યારેક ભૂલથી, ફોન આપણાથી અલગ થઈ જાય - ખોવાઈ જાય તો? આ સ્થિતિમાં શું શું કરી શકાય તેની વાત. આગળ શું વાંચશો? આપણા સ્માર્ટફોનમાંના સેટિંગ્સ સેમસંગની સાઈટ પર લોક માય મોબાઈલ રિંગ માય મોબાઈલ ટ્રેક માય મોબાઈલ કોલ લોગ્સ કોલ / મેસેજ ફોરવર્ડ વાઈપ આઉટ માય મોબાઈલ કોઈ સિમકાર્ડ જ બદલી નાખે તો? મોબાઈલ ટ્રેક કરવામાં મદદરુપ એપ સ્માર્ટફોન બે રીતે મહામૂલા હોઈ શકે છે. સ્વાભાવિક છે કે કિંમતની રીતે,...

સ્માર્ટફોનથી સ્માર્ટ ફોટોગ્રાફી

પ્રોફેશનલ અને એમેચ્યોર ફોટોગ્રાફર્સ જેવો એક નવો વર્ગ ઊભો થયો છે - સ્માર્ટફોન ફોટોગ્રાફર્સ! તમે પણ આ વેકેશનમાં આવી જ ફોટોગ્રાફી અજમાવવાના હો તો જાણી લો કેટલીક જાણવા જેવી વાત. ગયા વર્ષે તમે વેકેશનમાં કોઈ સ્થળે ફરવા ગયા હશો અને આ વર્ષે ફરી ક્યાંક જશો તો બંને ટુરમાં મોટો ફેર કયો હશે (લોકેશન અને હોટેલનાં વધી ગયેલાં ભાડાં સિવાય!)? મોટી સંભાવના એ છે કે ગયા વર્ષે તમે ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફ્સ લીધા હશે અથવા મોબાઇલમાંના પ્રમાણમાં ખાસ્સા નબળા એવા કેમેરાથી કામ ચલાવ્યું હશે, પણ આ વર્ષે ક્વોલિટી...

બજેટ ટેબલેટમાં નવો ફાલ

ગયા અંકમાં આપણે કેટલાંક એન્ડ્રોઇડ ટેબલેટની સરખામણી કરી હતી ત્યારે વાત કરી હતી તેમ, માર્કેટમાં સતત નવાં નવાં મોડેલ ઉમેરાઈ રહ્યાં છે અને કિંમતો નીચી જઈ રહી છે.  જો તમને પણ મોબાઇલ રહીને નેટ સાથે કનેક્ટ રહેવા માટે ટેબલેટ ઉપયોગી લાગતું હોય તો હમણાં હમણાં આવેલાં કેટલાંક મોડેલ અને તેનાં જમા-ઉધાર પાસાં પર નજર ફેરવી લઈએ. ટેબલેટ ખરીદતી વખતે કઈ બાબતને કેટલું મહત્ત્વ આપવું એ તો હવે તમે જાણો જ છો!  

ગૂગલમાં ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશન

આપણા બેન્ક એકાઉન્ટ જેટલું મહત્ત્વનું સાબિત થઈ રહ્યું છે આપણું ગૂગલ એકાઉન્ટ. સદભાગ્યે, તેને અદ્દલ નેટ બેન્કિંગના એકાઉન્ટની જેમ જ જડબેસલાક સલામતી આપી શકાય છે. જાણો કઈ રીતે? આગળ શું વાંચશો? જેમ કે, પહેલો રસ્તો... અથવા બીજો રસ્તો.. કોઈ આપણો પાસવર્ડ કેવી રીતે રીતે ચોરી શકે? ટુ-સ્ટેપ વેરિફિકેશન ચાલુ કર્યા પછી કઈ રીતે કામ કરે છે? ઈ-મેઇલની સગવડ આપણા જીવનનો એવો અનિવાર્ય ભાગ બની ગઈ છે કે આપણે તેના વિશે ઝાઝો વિચાર પણ ભાગ્યે જ કરીએ છીએ - યંત્રવત, આપણી વધુ ને વધુ માહિતી ઈ-મેઇલમાં ઠાલવીએ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.