Home Tags 013_March-2013

Tag: 013_March-2013

પરીક્ષાના દિવસોમાં કોર્સ બહારની વાત

માર્ચ અને એપ્રિલ આપણે ત્યાં પરીક્ષાના મહિના છે. આ દિવસોમાં પરીક્ષા સિવાયની કોઈ પણ વાત કરવામાં જોખમ છે. જેવું લોકશાહીમાં ચૂંટણીનું સ્થાન છે એવું જ કદાચ વિદ્યાર્થીની કારકિર્દીમાં પરીક્ષાનું સ્થાન છે. આપણે સૌ જાણીએ છીએ કે નેતાઓ ચૂંટવા માટે ચૂંટણી સૌથી સારી પદ્ધતિ નથી, પણ કમનસીબે તેનાથી સારી પદ્ધતિ પણ ધ્યાનમાં આવતી નથી. ઉજ્જવળ કારકિર્દી માટે જ્ઞાન મહત્ત્વનું છે અને તેને ચકાસવા માટે પરીક્ષા સૌથી સારી પદ્ધતિ નથી જ, એમાંય આપણે તો શાળાના પાઠ્યપુસ્તકમાં હોય એને જ જ્ઞાન ગણી લેવું પડે એવી સ્થિતિ છે. પણ જે વિદ્યાર્થી,...

પ્રતિભાવ

 ક્યારે મહિનો પૂરો થાય નવો અંક જોવા મળે તેની રાહ જોઈએ છીએ. ખરેખર સુંદર માવજત લઈ ફેબ્રુઆરી ૨૦૧૩નો અંક તૈયાર કરેલ છે. ટેબલેટ વિશે વિગતવાર માહિતી આપવા વિનંતી. - ધર્મેન્દ્ર રસિકલાલ મોદી ગરવા ગુજરાતીને ઇન્ટરનેટ સાથે જોડવાનો આ સફળ પુરુષાર્થ કાબીલે તારીફ છે. ‘સાયબરસફર’નાં પાનાં ઓછાં પડે છે. એક વાર એક જ બેઠકે આખા વર્ષના અંકો વાંચવાનો રેકોર્ડ હું આજે પૂરો કરું છે. જ્ઞાનતૃપ્તિનો આ યજ્ઞ સૌને જરુરથી ફળદાયી નીવડશે એવી શુભકામના સાથે અભિનંદન. - રોહિત ચૌહાણ અને કરદેજ કન્યાશાળા પરિવાર ફેબ્રુઆરીનો અંક વાંચ્યો, ઘણો ગમ્યો. મારા તરફથી...

અમદાવાદની વેબસાઇટ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં

અમદાવાદમાં જેાં મૂળ છે એવી એક વેબસાઇટે ગયા મહિને લિમ્કા બુક ઓફ એવોર્ડ્સમાં એન્ટ્રી મેળવી. સાઇટનું નામ છે inpublicinterest.in. ટીવી પર આવતી સંખ્યાબંધ જાહેરાતોમાની કેટલીક એવી હોય છે જે આપણા દિમાગમાં ઘર કરી જતી હોય છે. ગણતરીની સેકન્ડમાં પોતાની વાત અસરકારક રીતે કહી જતી જાહેરખબર બનાવવી એ બહુ મુશ્કેલ કામ છે. એમાં પણ આખા સમાજને અસર કરે એવો કોઈ હકારાત્મક સંદેશ ધરાવતી જાહેરખબર બનાવવી એ તો વળી વધુ અઘરું કામ છે. ઇનપબ્લિકઇન્ટરેસ્ટ.ઇન સાઇટ પર આવી જાહેર હિતની, સામાજિક સંદેશ ધરાવતી દેશ-વિદેશની અઢળક જાહેરાતો એકઠી કરવામાં આવી...

ચાઇનીઝ હેકર્સના નિશાન પર ટેકનોલોજી કંપનીઓ અને અખબારો

હેકિંગ દુનિયાભર માટે મોટો પડકાર છે, પણ થોડા સમયથી મોટી મોટી ટેક્નોલોજી કંપની અને વિશ્વ સ્તરનાં અખબારો સાયબરએટેકનો ભોગ બની રહ્યા છે અને એ સૌ શંકાની સોય તાકે છે ચાઇનીઝ હેકર્સ તરફ. આગળ શું વાંચશો? કઈ કંપનીના સ્માર્ટફોન વધુ વિશ્વસનિય? સાત વર્ષની એપ ડેવલપર પહેરી શકાય એવાં કમ્પ્યુટર્સ સમાચાર છે કે હેકર્સે હવે માઇક્રોસોફ્ટ કંપનીનાં કમ્પ્યુટર્સને પણ પોતાનું નિશાન બનાવ્યાં છે! ગયા મહિને, માઇક્રોસોફ્ટ કંપનીએ એક બ્લોગ પોસ્ટ દ્વારા જાહેર કર્યું કે તેનાં ‘કેટલાંક’ કમ્પ્યુટર્સમાં માલિશિયસ સોફ્ટવેર ઘૂસી ગયાં છે. કંપનીએ કહ્યું હતું કે તેના કોઈ કસ્ટમરના...

બ્રાન્ચ વગરની બેન્ક!

આ વર્ષની શરુઆતમાં અમેરિકામાં એક એવી બેન્કનો પ્રારંભ થયો જે સંપૂર્ણપણે સ્માર્ટફોન કે ટેબલેટનો ઉપયોગ કરતા લોકોને ધ્યાનમાં રાખીને કામ કરે છે. આ બેન્કના કોઈ કામકાજ માટે બેન્કમાં જવાની જરુર નથી અને તેની કોઈ બ્રાન્ચ જ નથી! તમે એવી બેન્કની કલ્પના કરી શકો છો, જેમાં કોઈ બ્રાન્ચ જ ન હોય? જેમાં કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરવા માટે તમારે બેન્કમાં જવાની જરુર જ ન હોય? આ વર્ષની શરુઆતમાં અમેરિકામાં આવી એક બેન્ક લોન્ચ થઈ, નામ છે ગો બેન્ક (બેન્કમાં જવાનું જ નથી, છતાં નામ ગો બેન્ક!). ગો બેન્કની...

સવાલ-જવાબોની મજાની દુનિયા

જેમને શીખવાની કે શીખવવાની સાચી ધગશ છે એમને માટે ઇન્ટરનેટ પર પાર વગરની સર્વિસીઝ ઉપલબ્ધ છે. વિકિપીડિયા પ્રકારની, પણ સ્વરુપમાં તેનાથી સાવ જુદી એક સર્વિસ - ક્વિઝલેટ - તેમાંની એક છે. આગળ શું વાંચશો? ક્વિઝલેટનો ઉપયોગ કઈ રીતે કરશો? ક્વિઝલેટની મજા કઈ રીતે લેશો? ઉંમર હતી ૧૫ વર્ષ. નામ એન્ડ્રયુ સધરલેન્ડ. હાઇ સ્કૂલમાં ભણતો આ છોકરો ફ્રેન્ચ ભાષા શીખવા મથામણ કરતો હતો. મદદ કરવાની ઇચ્છાથી એના પપ્પાએ કહ્યું કે તેઓ એને વારંવાર પ્રશ્ર્નો પૂછશે અને એન્ડ્રયુ જવાબો આપતો રહેશે તો ધીમે ધીમે ફ્રેન્ચમાં ફાવટ આવી જશે....

ફેસબુક પર પ્રાઈવસી

ફેસબુકનો જબરજસ્ત ઉપયોગ કરનારા મોટા ભાગના લોકો પોતાની પ્રાઇવસી માટે ખાસ સજાગ હોતા નથી. ફેસબુક માટે સામાન્ય મત એવો છે કે તેનાં પ્રાઇવસી સેટિંગ સતત બદલાતાં રહે છે અને આપણે જે ખાનગી રાખવા માગતા હોઈએ તે બધું જ દુનિયા આખી સમક્ષ મુકવા માટે ફેસબુક સતત પ્રયત્નશીલ રહે છે. નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે પ્રાઇવસીનાં સેટિંગ બદલતી વખતે, યુઝર્સને વિકલ્પો આવ્યા વિના જ સેટિંગ્સ બદલી નાખવામાં આવે છે. જોકે એ ફેસબુકનો દોષ જોવાનો અર્થ નથી, આપણી પ્રાઇવસી આપણી પોતાની જવાબદારી છે. આથી જ ફેસબુક...

વેબસર્ફિંગ સિમ્પલ બનાવતી સર્વિસ

સાયબરજગતની સફરમાં, એક સ્ટેશનેથી અનેક રુટ પર જઈ શકાય એવાં તમારાં પોતાનાં જંક્શન તમે તૈયાર કરી શકો છો. આવી એક સર્વિસની વાત અહીં વિગતવાર કરી છે. તમે તમને અનુકૂળ એવી, આવી બીજી કોઈ સર્વિસ પણ શોધી શકો છો. ઇન્ટરનેટ એક એવું માધ્યમ છે, જેમાં સૌ કોઈ પોતપોતાની મરજી ચલાવી શકે છે. અખબાર તેના દરેક વાચકને એકસરખું વાંચન આપી શકે છે, એમાં આપણે સ્પોર્ટ્સનું આખું પેજ પહેલા પેજ પર જોવું હોય તો એવું શક્ય ન બને. ટીવીમાં ચેનલ પાર વગરની, પણ અંતે તો સ્ક્રીન પર એક...

પૃથ્વીની સૌથી ઊંડી જગ્યાએ ડૂબકી

બરાબર એક વર્ષ પહેલાં જાણીતા ફિલ્મ સર્જક જેમ્સ કેમેરુને મહાસાગરના તળિયા સુધી પહોંચતી ડૂબકી લગાવી હતી. ઇન્ટરનેટ પર આપણે આ ડૂબકી વિશે તલસ્પર્શી માહિતી મેળવી શકીએ છીએ. આગળ શું વાંચશો? મહાસાગરોનાં મહાવિસ્મયો વધુ માહિતી માટે જુઓ તમે અત્યારે આ લેખમાં લઈને વાંચી રહ્યા છો તેના બરાબર એક વર્ષ પહેલાં, પૃથ્વી પર (ખરેખર તો પૃથ્વીના પેટાળમાં) એક નવો ઇતિહાસ રચાયો હતો. પૃથ્વી પર પથરાયેલા મહાસાગરોના તળિયે, માણસને જેની જાણ છે એવી વિશ્વની સૌથી ઊંડી જગ્યાએ માણસ પહોંચ્યો! આ સાહસ તો ગજબનું હતું જ, ઇન્ટરનેટની મદદથી આપણે આજે એ...

પાવરપોઇન્ટમાં માસ્ટર સ્લાઇડનો ઉપયોગ

પ્રેઝન્ટેશન બનાવવા માટે હવે પાવરપોઇન્ટ ઉપરાંત કેટલાય વિકલ્પો આપણી સામે છે, તેમ છતાં સૌને સૌથી સરળ રીત લાગે છે પાવરપોઇન્ટની. તેને વધુ સહેલી બનાવે છે માસ્ટર સ્લાઇડની સુવિધા.તમે હજી વિદ્યાર્થીઓ હો કે ભણી ગણીને કારકિર્દીમાં સેટ થઈ ગયા હો, તમારે પ્રેઝન્ટેશન સાથે અચૂક પનારો પડ્યો હશે અથવા પડશે. અસરકારક પ્રેઝન્ટેશન એ એક આગવી કળા છે અને એમાં બહુ મદદરૂપ થાય છે માઇક્રોસોફ્ટ ઓફિસના પાવરપોઇન્ટ કે ઓપન ઓફિસના ઇમ્પ્રેસ જેવા પ્રોગ્રામ. પાવરપોઇન્ટ અને ઇમ્પ્રેસ વધતા-ઓછા પ્રમાણમાં લગભગ સરખા પ્રોગ્રામ છે, આપણે વાત કરીશું માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટ. માઇક્રોસોફ્ટના બધા...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.