Home Tags 012_February2013

Tag: 012_February2013

સર્ચ ક્ષેત્રે નવાં સમીકરણો

ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં બહુ ઝડપથી નવાં નવાં વિસ્મય જગાવવાની ક્ષમતા છે. આ ક્ષેત્રની બે દિગ્ગજ કંપની ગૂગલ એ ફેસબુક વચ્ચે અત્યારે ગ્રાફ સર્ચ વિક્સાવવાની હરીફાઈ શરુ થઈ છે. બંને વચ્ચેની સરખામણી બહુ રસપ્રદ છે. ગૂગલે આખા વેબજગતમાં શું શું છે તેની તલસ્પર્શી માહિતી છે એ ફેસબુક પાસે આ વેબજગતમાં લોકો શું શું કરે છે તેની માહિતી છે. હવે આ બંને કંપની પોતે જે કંઈ જાણે છે એ બધી માહિતીને એકબીજા સાથે સાંકળીને, માહિતી અને હકીકતોનો વિરાટ ગ્રાફ તૈયાર કરી રહી છે. આ બધું આપણને કેટલું ઉપયોગી થશે...

પ્રતિભાવ

જાન્યુઆરીના અંકમાં મજા આવી ગઈ. ખાસ કરીને ઓરિગામીની બંને સાઇટમાં, કેમ કે હું આર્ટ અને ક્રાફ્ટ ટીચર છું એટે મેં મારા વિદ્યાર્થીઓ માટે ઘણું બધું ડાઉનલોડ કરી લીધું છે. અરવિંદગુપ્તાટોય્ઝ.કોમ નામની સાઇટ પણ મને ‘સાયબરસફર’થી જાણવા મળી હતી. સ્કૂલમાં હું એના આધાર પર જ ક્રાફ્ટ વર્ક કરાવું છું. જીઇએફએસ-ઓનલાઇન જોવાની પણ બહુ મજા આવી. વીડિયો ડાઉનલોડ કરવા માટેની કોઈ સારી સાઇટ કે ફ્રી સોફ્ટવેર હોય તો જણાવશો. જાન્યુઆરીનું આખું મેગેઝિન લેપટોપ લઈને એના ઉપર વાંચી નાખ્યું. બધી સાઇટ ચેક કરી લીધી. ડેઇલીલિટ પણ ઘણી ઉપયોગી...

ફેસબુક ગ્રાફ સર્ચ : પ્રાઇવસીનો મુદ્દો મોટો

ફેસબુકે હમણાં લોન્ચ કરેલ ગ્રાફ સર્ચ સોશિયલ મીડિયો એક કદમ આગળ લઈ જાય તેમ છે, પણ સાથોસાથ તેના કારણે આપણી અંગત માહિતી વિશે મોટી ચિંતાઓ ઊભી થાય તેમ છે. ફેસબુકની બાબતમાં લગભગ દરેક વખતે બને છે તેમ, હમણાં હમણાં લોન્ચ થયેલા તેના નવા સર્ચ એન્જિન ગ્રાફ સર્ચ બાબતે પણ મતમતાંર ને વિવાદ જાહેર થવા લાગ્યા છે. ધીમે ધીમે રોલ આઉટ થઈ રહેલ આ ગ્રાફ સર્ચ એન્જિન ગૂગલ સર્ચ કરતાં જુદું કઈ રીતે છે એ પહેલાં સમજી લઈએ. ગૂગલ આખું વેબજગત સર્ચ કરે છે (ફેસબુક સહિતી ઘણી...

વર્ષ ૨૦૧૨માં ઇન્ટરનેટ : આંકડાની નજરે

ઇન્ટરનેટ પર દરરોજ કેટકેટલુંય બનતું રહે છે. ઇમેઇલ્સ, સોશિયલ સાઇટ્સ પર અપડેટ્સ, વીડિયો અને ફોટો અપલોડ, સ્માર્ટફોન પર ઇન્ટરનેટનો વપરાશ... આ બધી બાબત વાસ્તવમાં કેટલા મોટા પાયે બની રહી છે એ દર્શાવતા કેટલાક આંકડા ઇન્ટરનેટ પર એક સાથે કેટકેટલું બને છે! અસંખ્ય લોકો એકબીજાને કે એકથી અનેકને ઈ-મેઇલ્સ મોકલે છે, જુદી જુદી અનેક સોશિયલ સાઇટ્સ પર અસંખ્ય લોકો સ્ટેટસ અપડેટ કરે છે, ફોટોગ્રાફ કે વીડિયો ઉમેરે છે, અનેક નવાં ડોમેઇન નેમ ઉમેરાતાં જાય છે, એક પછી એક નવાં નવાં બ્રાઉઝર આવતાં જાય છે, વધુ ને...

આકાશને ચૂમતી ઇમારતોની દુનિયા

તમે સિવિલ એન્જિીયરિંગ સાથે સંકળાયેલા હો કે ન હો, દુનિયાની અજાયબી જેવાં સ્કાયસ્ક્રેર્સ વિશે જાણવામાં તમે રસ હોય તો અહીં આપેલી કેટલીક સાઇટ્સ તેની ઇન્ટરએક્ટિવ અનુભવ આપે છે. હજી એકાદ દાયકા પહેલાં, વર્ષ ૨૦૦૧માં મલેશિયામાં પેટ્રોનાસ ટાવર્સ નામે બનેલે જોડિયા ટાવરને દુનિયાના સૌથી ઊંચી ઇમારતનું સન્માન મળ્યું હતું. પરંતુ માંડ ત્રણ વર્ષ પછી એટલે કે ૨૦૧૬ સુધીમાં એવી સ્થિતિ સર્જાવાની છે કે વિશ્વની સૌથી ઊંચી ૧૦ ઇમારતોમાં પેટ્રોનાસ ટાવરનું ક્યાંય નામ જ નહીં હોય! અત્યારે બાંધકામ હેઠળ એવી સાત ઇમારતો આ ટોપ ટેનના લિસ્ટમાં નવી...

ખૂબીઓનો ખજાનો :ગૂગલ ક્રોમ

ઇન્ટરનેટ ‘ખોલવા’ માટે આપણે પેલા બ્લુ ઇ પર ક્લિક કરતા અને એનો કોઈ વિકલ્પ હોઈ શકે એવો વિચાર પણ સૂઝતો નહીં, એવો પણ એક જમાનો હતો એવું અત્યારે માન્યામાં પણ આવે? અત્યારે તો ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરવું હોય તો કેટલાં બધાં બ્રાઉઝર ઉપલબ્ધ છે!  આગળ શું વાંચશો? ઝડપ સરળતા સલામતી પ્રાઈવસી કસ્ટમાઈઝેશન સાઈનિંગ ઈન મોબાઇલ કે ટેબલેટમાં જોવા મળતાં કેટકેટલાંય બ્રાઉઝરને બાજુએ રાખીએ તોય, પીસી કે લેપટોપ માટે અત્યારે આપણી પાસે ઇન્ટરનેટ એક્સપ્લોરર ઉપરાંત મોઝિલા ફાયરફોક્સ, ગૂગલક્રોમ, ઓપેરા, સફારી વગેરે ઉપરાંત આપણા માટે અજાણ્યા એવા કેટલાય વિકલ્પ...

રાત્રિના સમયે ઝળહળતી પૃથ્વીનાં દર્શન

અવકાશમાંથી પૃથ્વી રાત્રે કેવી દેખાય છે એ વૈજ્ઞાનિકો માટે પણ જિજ્ઞાસાનો વિષય રહ્યો છે. હવે નવી ટેક્નોલોજીના પ્રતાપે આપણે પણ ઘેરબેઠાં આ માહિતી મેળવી શકીએ છીએ અને પૃથ્વીને જુદા દૃષ્ટિકોણથી જોઈ શકીએ છીએ. અવકાશમાંથી જોતાં, ગોળ ઘૂમી રહેલી પૃથ્વીના તો ઘણા વીડિયો આપણે જોયા છે, પણ રાત્રિના સમયે પૃથ્વી અવકાશમાંથી કેવી દેખાય છે? અમેરિકાની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા), નેશનલ ઓશનિક એન્ડ એટ્મોસ્ફરિક એડમિનિસ્ટ્રેશન તથા ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે અવકાશમાં તરતા મૂકેલા એક સેટેલાઇટે આપણી આ જિજ્ઞાસા સંતોષી દીધી છે. આ સેટેલાઇટે એપ્રિલ ૨૦૧૨માં નવ દિવસ...

ગૂગલ સર્ચનું ભાવિ બદલી નાખશે?

અત્યાર સુધી ગૂગલ સર્ચ એન્જિન આપણે જે સર્ચ કરીએ એ શબ્દો જ પકડી શકતું હતું. હવે નવી ટેક્નોલોજીના પ્રતાપે તે આ શબ્દોના અર્થ અને તેને સંબંધિત બીજી કેટલીય વાતો સમજી શકે છે. ગયા વર્ષે ગૂગલે તેના સર્ચ એન્જિનમાં એક નવી સુવિધા ઉમેરી હતી - ગૂગલ નોલેજ ગ્રાફ. પહેલી નજરે, આ સુવિધા સાવ સાદી છે - આપણે ગૂગલમાં કોઈ પણ વ્યક્તિ, શહેર કે સંસ્થા વગેરે માટે સર્ચ કરીએ ત્યારે રોજિંદા સર્ચ રીઝલ્ટની સાથોસાથ, સ્ક્રીનમાં ડાબી તરફ એક વિન્ડો ઓપન થાય જેમાં આપણે સર્ચ કરેલી બાબત વિશે...

એન્ટિવાઇરસ : સસ્તું નહીં… વસ્તુ માંગો!!

લાંબા સમયના અંતરાય બાદ ફરી એક વાર આપની સમક્ષ એક માહિતીસભર લેખ પ્રસ્તુત કરું છું, પરંતુ તે પહેલાં આ સમય દરમિયાન આપના પ્રતિભાવો, ફોન કોલ્સ તથા ઈ-મેઇલ બદલ આપનો ખૂબ અભાર વ્યક્ત કરું છું અને ખાસ તો એ વિદ્યાર્થીમિત્રો જેમને આમાંથી કંઈક શીખવા મળે છે, કંઈક પ્રેરણા મળે છે તેમના તરફથી કોઈ પણ સૂચનો અથવા કારકિર્દીને લગતા પ્રશ્રો આવકાર્ય છે! આગળ શું વાંચશો? પેઈડ એન્ટિવાઈરસ ઈન્ટરફેસ (સોફ્ટવેર ડિઝાઈન) ડીટેકશન સ્પીડ મોબાઈલ એન્ટિવાઈરસ સોફ્ટવેર કમ્પ્યુટર વાઇરસથી તો આપ પરિચિત જ હશો! VIRUS નું સાચું પૂરું નામ :...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક ઈ-પહેલ

આપણે અવારનવાર અખબારમાં એક ખૂણે ટચૂકડા ફોટોગ્રાફ સાથે ‘પીએચ.ડી. થયા’ એવા શીર્ષક સાથેના સમાચાર પર નજર ફેરવી બીજા સમાચારો તરફ આગળ વધી જઈએ છીએ, પણ ડોક્ટર ઓફ ફિલોસોફીની પદવી મેળવનારી એ વ્યક્તિએ કેટલી મહેનતથી કેવું સંશોધન કર્યું હશે એનાથી તદ્દન અજાણ રહી જઈએ છીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ ખાઈ પૂરવાનો એક પ્રયાસ કર્યો છે. યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીએ ‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રીસર્ચ આર્કાઈવ’ નામે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેના અંતર્ગત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીએચ.ડી. થેસિસને ઓનલાઇન ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ બધા જ થેસિસ એક ખાસ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.