Home Tags 011_January2013

Tag: 011_January2013

સૌની સાથે ઊડવાનો આનંદ

‘સાયબરસફર’એ એક વર્ષ પૂરું કર્યું! આ ૧૨મો અંક છે. આ અંકની કવરસ્ટોરી ધ્યાનમાં રાખીએ તો એમ કહી શકાય કે કોઈ પર્વતની ધાર પરથી પાંખો ફફડાવીને અગાધ આકાશમાં છલાંગ લગાવતા પક્ષીને કેવી અનુભૂતિ થશે એ હવે, કંઈક અંશે સમજાય છે. દોઢ-બે વર્ષ પહેલાં આકાશમાં ઊડવાની ઇચ્છા જાગી હતી, પછીનો લાંબો સમય પર્વતની ધારને છોડવાની, ઝંપલાવવાની હિંમત એકઠી કરવામાં ગયો અને હવે ખબર નથી કે પાંખોમાં કેટલું જોર છે ને પવન કેટલો સાથ આપશે, ખબર ફક્ત એટલી છે કે સૌની સાથે ઊડવામાં આનંદ છે, સફર અવિરત ચાલશે. સાચું કહું...

પ્રતિભાવ

ડિસેમ્બરનો અંક મળ્યો. અત્યંત આનંદ થયો. સુભાષિતો ગમ્યાં ને લિંક્સ પણ... વિકિમીડિયાના વિશાળ ફલકનો પરિચય થયો. યુટ્યૂબની સમસ્યા હલ થઈ, આનંદ! - મહેશ ઉપાધ્યાય, વડોદરા ‘સાયબરસફર’માં ફૂટનોટમાં જે રીતે કેમેરાને લગતાં સૂચનો કરવામાં આવ્યાં હતાં, તે રીતે કમ્પ્યુટર તથા વિન્ડોઝને લગતા બ્લોગ્ઝ, વેબસાઇટ્સ અને લિંક્સ આપશો. આપણે વાત કરી ગયા તેવા કમ્પ્યુટર ધીમું ચાલે છે, મેમરી ઓછી છે એવો મેસેજ આવે છે, કમ્પ્યુટરમાં એરર નં. ૧૦૨૫ આવતી હોય વગેરે વિન્ડોઝની હેલ્પ કે ઓપરેટિંગ સિસ્ટમને લગતા વિષયોનો તેમાં સમાવેશ કરશો. કમ્પ્યુટર હાર્ડવેરને લગતા પ્રશ્રો જેવા કે પેનડ્રાઇવ અથવા...

વર્ષ ૨૦૧૨માં સાયબરજગત, ઊડતી નજરે

વર્ષભર દબદબો રહ્યો મોબાઇલ ડિવાઇસીઝનો ઇન્ફર્મેશન ટેક્નોલોજીની દૃષ્ટિએ વર્ષ ૨૦૧૨માં રાજ ચાલ્યું મોબાઇલનું. આ વર્ષમાં સ્માર્ટફોન અને ટેબલેટ જેવાં મોબાઇલ સાધનો વધુ શક્તિશાળી, વધુ સસ્તાં અને વધુ ઉપયોગી બન્યાં. ભારતમાં આકાશ અને બીએસએનએલનાં અત્યંત સસ્તાં ટેબલેટ છેવટે હકીકત બનવાને કારણે આવનારા સમયમાં વધુ ને વધુ લોકોના હાથમાં ટેબલેટ જોવા મળશે એ નક્કી છે.  મોબાઇલ અને ટેબલેટમાં ઊથલપાથલ ૧૪ વર્ષથી મોબાઇલ હેન્ડસેટ ક્ષેત્રે રાજ કરતી નોકિયા કંપનીને આખરે, ૨૦૧૨માં સેમસંગે પાછળ રાખી દીધી. આ રેસમાં એપલ ત્રીજા નંબરે છે. સ્માર્ટફોનમાં ફરી સેમસંગ નંબર વન, એપલ બીજા નંબરે અને...

સાયબરજગતની ચિત્રાત્મક રજૂઆત

ઇન્ટરનેટ પર વિવિધ વિષયોના ઇન્ફોગ્રાફિક્સની ભીડ જામવા લાગી છે એ તો આપણે જાણીએ છીએ. એક સાઇટ પર, ખુદ ઇન્ટરનેટના પોતાના વિઝ્યુઅલાઇઝેશનનો પ્રયોગ શરુ થયો છે. આ દુનિયા અજબ ગજબના લોકોથી ભરેલી પડી છે, જે પોતાના શોખ અને રસના વિષયમાં ખાસ્સા એવા ઊંડા ઊતરી શકે છે અને ઇન્ટરનેટના પ્રતાપે આપણે આવા લોકો અને તેમના કામને નજીકથી જોઈ પણ શકીએ છીએ. આવી એક વેબસાઇટ છે webempires.org. આ વેબસાઇટ સર્જનારા કેટલાક ભેજાબાજ ડેવલપર્સને વિચાર આવ્યો કે સાયબરજગતની આંકડાકીય માહિતીને ગ્રાફિક્સની મદદથી જોઈ-તપાસીએ તો? એમને સતાવતા સવાલો કંઈક આવા હતા... કઈ વેબસાઇટ...

આવી રહેલી ટેક્નોલોજીની ઝલક

અખબારોમાં ભાવિ ટેક્નોલોજીની કપોળ કલ્પનાઓ વિશે વાંચીને તમને સંતોષ ન થતો હોય અને અલગ અલગ ક્ષેત્રમાં કેવી ટેક્નોલોજી વિકસશે અને તેની કેવી અસર થશે તેની તર્કબદ્ધ માહિતી મેળવવી હોય તો આ સાઇટ તમારે જોવી જ રહી. રસોડામાં રોબોટ શાકભાજી સમારી આપશે કે માણસ પાંખ વગર હવામાં ઊડી શકશે કે એવી બીજી અનેક અધ્ધરતાલ કલ્પનાઓ આપણે અવારનવાર અખબારોમાં વાંચીએ છીએ. ભાવિ ટેક્નોલોજીના નામે છપાતા આવા સમાચારો પર આપણે એક કોરી નજર ફેરવીને તેને બાજુએ મુકીએ છીએ. સદભાગ્યે ઇન્ટરનેટને કારણે આપણે, ટેકનોલોજીના ભાવિના વધુ વ્યવસ્થિત અને આયોજનબદ્ધ...

આકાશમાંથી વિશ્વદર્શન કરાવતી અનોખી વેબસાઇટઃ દુનિયાની કોઈ પણ જગ્યા પર જાતે પ્લેન ઊડાડો!

ગૂગલ અર્થ વિશે આપણે સૌ જાણીએ છીએ. પણ તમે એ જાણો છો કે ગૂગલ અર્થની મદદથી, આપણે આખી દુનિયામાં ગમે ત્યાં પ્લેન ઉડાવીને નીચેની દુનિયા જોવાનો આનંદ માણી શકીએ છીએ? એ માટે તમારે મુલાકાત લેવી પડે આ ખાસ વેબસાઇટની. આગળ વાંચો આ સાઇટનો પૂરો લાભ લેવા વિશે સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી. કલ્પનાને જરા છૂટો દોર આપો અને વિચારો કે... તમે એક પેરાગ્લાઇડર છો અને અમદાવાદના કાંકરિયા તળાવની ઉપર પેરાશૂટને આમથી તેમ લઈ જતાં જતાં મોજથી નીચે દેખાતું કાંકરિયા જુઓ છો. એ સાથેે સાથે જોઈ રહ્યા છો ચારે...

પાણીમાંથી પાતાળદર્શન

ફિલ્મ ‘યે જિંદગી ના મિલેગી દોબારા’માં રીતિક રોશન જિંદગીમાં પહેલી વાર સ્ક્યુબા ડાઇવિંગ કર્યા પછી દરેક શ્વાસે  જિવાતી જિંદગીનો અનુભવ કરે છે એ દૃશ્ય યાદ છે? એ ફિલ્મમાં તો પાણીના ડર અને પછીની અનુભૂતિની વાત છે, પણ દરિયાના પેટાળમાં સમાયેલું અપાર વૈવિધ્ય માનવને સદીઓથી આકર્ષતું રહ્યું છે. માનવે પૃથ્વીના પેટાળ અને અવકાશનાં રહસ્યોનો તાગ મેળવવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ મહાસાગરોનાં ઊંડાણ ઘણે અંશે માનવની પહોંચની બહાર રહ્યાં છે. અલબત્ત, વૈજ્ઞાનિક અને આર્થિક બંને પ્રકારનાં કારણોસર મહાસાગરનો તાગ મેળવવા માટે સતત પ્રયાસો થતા રહે છે. છેક ૧૫૨૧માં...

કાગળમાંથી કલાકૃતિ સર્જવાના કસબી

કાગળમાંથી હોડી કે પ્લેન બનાવવા જેટલો સીમિત ઓરિગામી સાથેનો તમારો સંબંધ જરા ગાઢ બનાવવો હોય કે ઓરિગામીના એન્જિનિયરિંગ સુધી પહોંચવું હોય, બંને હેતુ પાર પાડવામાં મદદ કરશે આ બે નિષ્ણાતો... સાવ સાદા કાગળના ટુકડાને જુદી જુદી રીતે વાળીને સુંદર કલાકૃતિઓ સર્જવાની કલા એટલે જાપાનીઝ ઓરિગામી. નાનપણમાં આપણે સૌએ કાગળનાં પ્લેન બનાવી ઉડાવ્યાં છે. ‘વો કાગઝ કી કશ્તી...’ નજમ સાંભળીને હજી તમારું હૈયું ભરાઈ આવતું હોય તો એમાં જગજિત સિંઘના કંઠ ઉપરાંત આપણે પોતે બનાવેલી ને વહેતા પાણીમાં તરાવેલી કાગળની હોડીઓની યાદનો પણ ચોક્કસ મોટો ફાળો છે. એ...

સાવધ રહો ગેરમાર્ગે દોરતા ઈ-મેઇલથી

રોજબરોજના અનેક મેઇલ્સ વચ્ચે, આપણે અજાણતાં જ કોઈ મેઇલમાં આવેલી લિંક પર ક્લિક કરી દઈએ, તો એવું બની શકે છે કે આપણે ઈ-મેઇલ ફિશિંગનો ભોગ બની જઈએ. પહેલા, બાજુના પેજ પર આપેલા ઈ-મેઇલના સ્ક્રીનશોટ્સ ધ્યાનથી જુઓ. પહેલો ઈ-મેઇલ પરદેશથી, કોઈ સાવ અજાણી વ્યક્તિ તરફથી આવેલો છે. ‘સાયબરસફર’ના તંત્રીના અન્ય એક ઈ-મેઇલ આઇડી પર આ મેઇલ આવ્યો. મેઇલમાં લખ્યું હતું, "મને એક અજાણ્યું બિલ મળ્યું છે, તમે કંઈ ઓર્ડર કર્યું હતું? તરત જ જવાબ આપશો કેમ કે રકમ મોટી છે... સાથે, એ ‘બિલ’ની લિંક પણ આપેલી...

પુસ્તકો વાંચો હપ્તાવાર, ઈ-મેઇલ્સમાં!

વાંચન ગમે છે, પણ સમય નથી - આવી ફરિયાદ હવે નહીં ચાલે. એક ફ્રી વેબસર્વિસની મદદથી તમે સંખ્યાબંધ પુસ્તકોના નાના-નાના અંશ નિયમિત રીતે ઈ-મેઇલમાં મેળવી શકો છો. દરરોજ પાંચ-દસ મિનિટ તો ફાળવી શકોને? યાદ કરો, કોઈ નવલકથા આખ્ખેઆખ્ખી છેલ્લે તમે ક્યારે વાંચી હતી? વાંચનનો શોખ હશે તો આ સવાલથી તમારી દુ:ખતી નસ દબાઈ ગઈ હશે. એક જમાનામાં તમે ૬૫૦-૭૦૦ પાનાંની દળદાર નવલકથાઓ રસથી, રાતભર જાગી જાગીને પણ વાંચતા અને હવે? સમય નથી! જિંદગી એકદમ ફાસ્ટ થઈ ગઈ છે અને ઘડીભરની નિરાંત મળતી નથી. આપણો ઘણો...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.