Home Tags 007_September-2012

Tag: 007_September-2012

કારકિર્દીમાં ઊંચે જવા જાણી લો સ્માર્ટ વર્કિંગનાં ૧૬ સ્ટેપ્સ

ગયા મહિને, થેન્ક્સ ટુ ઓલિમ્પિક, એક ખેલાડીનું સરસ અવતરણ વાંચવા મળ્યું, "જીતવા માટે જીતવાની તમન્ના હોવી પૂરતી નથી. એ તો બધામાં હોય છે. જીતવા માટે પરસેવો પાડવાની તૈયારી જેનામાં હોય, અંતે એ જીતે છે. વાત રમતગમતના સંદર્ભે છે એટલે એમાં પરસેવો પાડવાની વાત છે. આપણા રોજબરોજના જીવનની, ખાસ કરીને ઓફિસમાં કામકાજની વાત કરીએ તો એમાં અંતે જીત એની થાય છે જે બીજા કરતાં કંઈક અલગ રીતે કામ કરી બતાવે છે. જે બીજા કરતાં જુદી રીતે દિમાગ ચલાવી જાણે છે. આપણે સૌ પોતપોતાના પરિવારમાંથી સંસ્કાર, કેળવણી, ઉત્સાહ,...

સ્ટોરેજ મીડિયા : કોણ કેટલું ભરોસાપાત્ર?

તમારા પરિવારના ફોટોગ્રાફ કે તમારા બિઝનેસનો અત્યંત મહત્ત્વનો ડેટા તમારે વર્ષોવર્ષ સાચવી રાખવો હોય તો કયા મીડિયા પર ભરોસો મૂકી શકાય તેમ છે? જુદા જુદા મીડિયાની રસપ્રદ સરખામણી કરે છે આ ઇન્ફોગ્રાફિક. આગળ શું વાંચશો? કમ્પ્યુટર મીડિયા ઓડિયો મીડિયા વીડિયો મીડિયા ફોટો મીડિયા કમ્પ્યુટર, ડિજિટલ કેમેરા, મોબાઇલ ફોન, સીડી ડિસ્ક, પેન ડ્રાઇવ... આ બધાનો ઉપયોગ આપણાં કામકાજ અને જીવનમાં જેમ વધતો જાય છે તેમ તેમ સૌને એક સવાલ વધુ ને વધુ સતાવવા લાગે છે, ડેટા કેમ સાચવવો? જેમ પરિવારના સ્વજનોના ફોટોગ્રાફ પેલા જૂનાપુરાણા આલબમની કેદમાંથી બહાર નીકળીને...

હોટમેઇલનો વધુ એક નવો અવતાર

જીમેઇલના સતત મજબૂત થતા ગઢમાં ગાબડાં પાડવા દેખીતા ઇરાદા સાથે, માઇક્રોસોફ્ટ કંપનીએ સૌથી જૂની વેબમેઇલ સર્વિસમાંની એક હોટમેઇલને હવે આઉટલૂક.કોમ નામે નવા સ્વરુપે રજૂ કરી છે. આ વખતે યુદ્ધ જામવાની શક્યતા છે! ઇન્ટરનેટના શરુઆતના સમયથી જો તમે તેનો લાભ લેવાનું શરૂ કર્યું હશે તો ઘણું ખરું તો તમે તમારું પહેલું ઈ-મેઇલ એકાઉન્ટ હોટમેઇલમાં ખોલાવ્યું હશે! નેટ પરની સાવ શરુઆતની ગણતરીની વેબબેઝ્ડ મેઇલ સર્વિસીઝમાં એક હોટમેઇલ પણ હતી, જેની સ્થાપના સબીર ભાટિયા નામના એક ભારતીય અને જેક સ્મિથ નામના તેમના સાથીદારે જુલાઈ ૧૯૯૬માં કરી હતી. બીજા જ...

આ જાપાનીઝ ‘લાઇન’ અમેરિકન ફેસબુક કરતાં મોટી થશે?

આપણે ભલે એમ માનતા હોઈએ કે ફેસબુકને સૌથી મોટી હરીફાઈ ગૂગલ પ્લસ તરફથી હશે (ફેસબુકમાં જીપ્લસ જેવાં ફીચર્સ સતત ઉમેરાતાં હોવાથી આ ધારણાને બળ પણ મળે છે), પણ હકીકત એ છે કે જાપાનમાં શરૂ થયેલી એક એપ્લિકેશન ફેસબુક કરતાંય વધુ ઝડપથી લોકપ્રિય બની રહી છે! આગળ શું વાંચશો? લાઈનનો ઉપયોગ કેવી રીતે કરશો? આ એપ તમારા સ્માર્ટફોનમાં ફ્રી કોલ કરવા માટે.. ફેસબુકને ૫.૮ કરોડ યુઝર્સના આંકડા સુધી પહોંચતાં ત્રણ વર્ષ કરતાં વધુ સમય લાગ્યો હતો (૨૦૦૪થી ૨૦૦૭ સુધીમાં) જ્યારે આ નવીસવી જાપાનીઝ ‘લાઇન’ એપના યુઝર્સની સંખ્યા માંડ...

સોશિયલ મીડિયાની બેધારી તલવાર

પૂર્વોત્તર રાજ્યોમાં હિંસા પછી ઇન્ટરનેટ પર ભારતવિરોધી તત્ત્વો સક્રિય થતાં, વધુ એક વાર ભારત સરકાર અને સોશિયલ મીડિયા વચ્ચેનો તણાવ સપાટી પર આવી ગયો. સવાલ એ છે કે ઇન્ટરનેટ પર અંકુશ શક્ય છે ખરો? ગયા મહિને પૂર્વોત્તર ભારતમાં થયેલાં તોફાનોનો લાભ લેવા માટે ભારતવિરોધી તત્ત્વોએ સોશિયલ મીડિયાને હથિયાર બનાવ્યું. ભારત પર ત્રાટકેલી કુદરતી આફતો સમયની તસવીરો અને વીડિયો ફૂટેજને આસામનાં તોફાનોના ફોટોઝ સાથે મિક્સ કરવામાં આવ્યાં અને ગૂગલ પ્લસ, ફેસબુક, ટ્વીટર, સંખ્યાબંધ બ્લોગ્સ અને ફોટોવીડિયો અપલોડિંગ સાઇટ્સ વગેરે પર આ બધું એક સાથે દેખાવા લાગ્યું. આસામમાં...

ઈ-સ્માઇલી :-) ની શરુઆત: ૧૯ સપ્ટેમ્બર, ૧૯૮૨

પીળા રંગના ગોળમટોળ હસમુખા સ્માઇલીનું પ્રતીક બહુ જાણીતું અને લોકપ્રિય છે, પણ તેને કી-બોર્ડની મદદથી અભિવ્યક્ત કરવાનું પહેલવહેલું સ્કોટ ફાલમેનને સૂઝ્યું. કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ફાલમેને ટાઇપ કરેલા એક સંદેશામાં પહેલી વાર રમૂજ માટે :-) અને રમૂજ ન હોય તેના માટે :-( વાપરવાનું સૂચવ્યું. આ ચિહ્નોને નામ અપાયું ઇમોટાઇકોન- (લાગણી) અને (પ્રતીક)નું સંયોજન. ફાલમેને શરૂ કરેલી લાગણી-અભિવ્યક્તિની આ પદ્ધતિમાં ત્યાર પછી બીજાં ઘણાં ઇમોટાઇકોન ઉમેરાયાં અને ઈ-મેઇલ, એસ.એમ.એસ.થી થતા સંદેશાવ્યવહારમાં તે આશ્ચર્યચિહ્ન કે ઉદ્ગારચિહ્નની માફક લાગણીચિહ્ન તરીકેનું અનિવાર્ય સ્થાન પામ્યાં. ફાલમેને લખેલા અસલ સંદેશા સાથે ઇમોટાઇકોનનો ટૂંકો...

વેબવિશ્વની નોંધણી સંસ્થા ICANNનો જન્મ: ૧૮ સપ્ટેમ્બર, ૧૯૯૮

ઇન્ટરનેટનો આરંભ અમેરિકાના સંરક્ષણ વિભાગની પહેલથી થયો હોવાથી, ઘણા સમય સુધી અમેરિકાની સરકાર તેની કર્તાહર્તા હતી. છેક ૧૯૯૮માં બિનસરકારી, બિનવ્યાવસાયિક એવી ICANN સંસ્થા અસ્તિત્વમાં આવી. ‘ઇન્ટરનેટ કોર્પોરેશન ફોર એસાઇન્ડ નેમ્સ એન્ડ નંબર્સ’- એવું આખું નામ ધરાવતી ICANN વેબસાઇટોની પાછળ લાગતાં .com, .org જેવાં લટકણિયાંમાં નવા ઉમેરા કરવાથી માંડીને, વેબસાઇટોનાં નામ (ડોમેઇન નેમ)ની નોંધણી તથા રિન્યુઅલ જેવી બાબતોનો કારભાર કરે છે. લાખો-કરોડો વેબસાઇટથી ઊભરાતા વેબવિશ્ર્વમાં નામોની અરાજકતા ન ફેલાય એ જોવાનું તેનું મુખ્ય કામ છે. તેના ઇતિહાસ અને કામગીરીની વિગતો માટે : http://www.icann.org/

ભારતમાં ટેલિવિઝન પ્રસારણની પા પા પગલી: ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૯

‘યુનિસેફ’ તરફથી મળેલા ૨૦ હજાર ડોલર અને ‘ફિલિપ્સ’ કંપનીના ૧૮૦ ટીવી સેટની મદદથી દિલ્હીના દૂરદર્શન કેન્દ્રની શરુ‚આત થઈ અને ભારત ટીવી યુગમાં પ્રવેશ્યું. લગભગ બે દાયકા સુધી એકના એક ટીવીકેન્દ્ર પરથી સરકારી ઢબના, નાગરિકજાગૃતિ અને શૈક્ષણિક બાબતોને લગતા કાર્યક્રમો આવતા રહ્યા. આ વર્ષો દરમિયાન તેનો વહીવટ ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ના તંત્રમાંથી જ થતો હતો. ૧૯૭૨માં મુંબઈમાં બીજું પ્રસારણ કેન્દ્ર સ્થપાયું. ૧૯૭૬ સુધીમાં શ્રીનગર સહિત કુલ આઠ શહેરોમાં સ્થપાયેલાં ટીવી સ્ટેશનો બ્લેક એન્ડ વ્હાઇટ કાર્યક્રમો પ્રસારિત કરતા હતા. ટીવીનું વહીવટી તંત્ર ‘દૂરદર્શન’ નામથી અલગ પડ્યા પછી,...

ઈસ્ટમેનની બ્રાન્ડ ‘કોડાક’ : ૪ સપ્ટેમ્બર, ૧૮૮૮

ડિજિટલ અને મોબાઇલ કેમેરાના જમાનમાં ફોટોગ્રાફીની જરાય નવાઈ ન લાગે, પણ સવાસો વર્ષ પહેલાંના યુગમાં તસવીરો ખેંચવાનું કામ ભારે કડાકૂટિયું હતું. એ વખતે ઈસ્ટમેને જુદા જુદા પ્રયોગો કરીને છેવટે પ્લેટને બદલે વીંટો વાળી શકાય એવી ફિલ્મ (રોલ) અને તેને સમાવતો કેમેરા તૈયાર કર્યો અને પેટન્ટ હક મેળવ્યા. તેનું ઈસ્ટમેને પસંદ કરેલું બ્રાન્ડનેમ હતું ‘કોડાક’. આ નામનો કશો અર્થ થતો નથી, પણ ખુદ કોડાકે આપેલા ખુલાસા પ્રમાણે, તેમને ‘કે’ અક્ષર બહુ વજનદાર અને અસરકારક લાગતો હોવાથી, તે ઇચ્છતા હતા કે તેમના નવા ક્રાંતિકારી ઉત્પાદનના નામનો...

બીજા વિશ્વયુદ્ધનાં મંડાણ: ૧ સપ્ટેમ્બર, ૧૯૩૯

જર્મન સરમુખત્યાર હિટલરના નાઝી સૈન્યે પાડોશી દેશ પોલેન્ડ પર ચઢાઈ કરી, એ સાથે જ માનવ ઇતિહાસના સૌથી વિનાશક યુદ્ધનાં મંડાણ થયાં. એક તરફ બ્રિટન અને ‘મિત્રરાષ્ટ્રો’, તો બીજી તરફ જર્મની, ઇટાલી તથા જાપાન- એવી બે છાવણીઓમાં અમેરિકા ‘તટસ્થ’ હતું, પણ જાપાને પર્લ હાર્બર પર હવાઈ હુમલો કર્યા પછી અમેરિકાને યુદ્ધમાં દાખલ થવું પડ્યું. ૩૦ એપ્રિલ, ૧૯૪૫ના રોજ હિટલરે આત્મહત્યા કર્યા પછી મે, ૧૯૪૫માં જર્મની પડ્યું અને ઓગસ્ટ, ૧૯૪૫માં અમેરિકાના અણુહુમલા પછી સપ્ટેમ્બર, ૧૯૪૫માં જાપાન શરણે આવી ગયું. પહેલા વિશ્વયુદ્ધમાં હારેલા જર્મની પર લદાયેલી આકરી શરતો અને...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.