Home Tags 006_August-2012

Tag: 006_August-2012

અપાર એપ્સ!

આપણા મોબાઇલ અને પીસી, લેપટોપ કે ટેબલેટના બ્રાઉઝર હવે જાતભાતની એપ્સથી છલકાઈ રહ્યાં છે. આપણે ધારીએ ત્યારે, ધારીએ ત્યાંથી, ધારીએ તે કરવાની સગવડ આપતી એપ્સની દુનિયામાં એક લટાર. ધારો કે હમણાં જ તમે ખબર પડી છે કે મધરાતથી ફરી પેટ્રોલના ભાવ વધવાના છે! તમે તરત જ તમારી બાઇક કે કાર લઈને ટાંકી ફુલ કરાવવા પેટોલપંપ તરફ ભાગો છો. તમારી જેમ કેટલાય લોકોએ ત્યાં લાઇન લગાવી છે અને તમે પાછા વળવાનું વિચારો ત્યાં તો તમારી પાછળ લાઇન લંબાઈ ગઈ છે. હવે? બે-ચાર વર્ષ હેલાંનો સમય હોત તો મને-કમને...

ક્રોમ વેબ સ્ટોર : ઇન્ટરનેટનો સતત બદલાતો અરીસો!

ગૂગલે સપ્ટેમ્બર ૨૦૦૮માં તેનું પોતાનું ફ્રી બ્રાઉઝર ગૂગલ ક્રોમનું બીટા વર્ઝન લોન્ચ કર્યું એ સમયે ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઈ) સૌથી લોકપ્રિય બ્રાઉઝર હતું, પણ મોઝિલા ફાયરફોક્સ નામે તેની સામે સૌથી મોટો પડકાર ઊભો થયો હતો. ફાયરફોક્સની બીજી અનેક ખૂબીઓ ઉપરાંત તેમાં ઉમેરી શકાતી નાની નાની એપ્લિકેશન્સ તેનું મોટું જમા પાસું હતું. ગૂગલ ક્રોમ ફાસ્ટ બ્રાઉઝર હતું, પણ શરૂઆતમાં તેમાં એક્સટેન્શન્સનો અભાવ હતો. ગૂગલે ડિસેમ્બર ૨૦૧૦માં ગૂગલ વેબ સ્ટોર લોન્ચ કરીને આ ખામી પૂરી કરી દીધી. ક્રોમ વેબ સ્ટોરમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની બાબતો તમે મેળવી શકો છો : એપ્સ...

વેબનો વિકાસ સમજાવતી ટાઇમલાઇન

આજે તમે બે-ચાર ક્લિક કરીને દુનિયાભરમાં પથરાયેલા તમારા મિત્રો સાથે સંપર્કમાં રહી શકો છો. યુએસમાં રહેતા દીકરાને ત્યાં પારણું બંધાય તો ભારતમાં રહેતાં દાદા-દાદી પલકવારમાં પૌત્રીનો હસતો ચહેરો જોઈને એનાં ઓવારણાં લઈ શકે છે. ભારતના મુંબઈમાં બેઠેલા ટીચર સિડની, લંડન ને ન્યૂ જર્સીમાં બેઠેલા સ્ટુડન્ટ્સનું એક સાથે ટ્યુશન લઈ શકે છે. ચારેય જણા એકમેક સાથે ચર્ચા કરી શકે છે ને કોમન વ્હાઇટ બોર્ડ પર મુદ્દાઓની આપલે કરી શકે છે. કેવી રીતે થાય છે આ બધું? આ બધું કે આમાંનું કેટલુંક આપણે કરીએ છીએ, પણ આ બધું થાય...

ગ્રામરમાં ગરબડ કરો છો?

ઇંગ્લિશ ઇઝ એ ફન્ની લેન્ગ્વેજ! વાત સાચી, પણ એમ હસી કાઢવાથી ચાલશે નહીં. ઇંગ્લિશમાં, ખાસ કરીને વ્યાકરણમાં થતી કેટલીય સામાન્ય ભૂલો સમજાવતું આ ઇન્ફોગ્રાફિક બ્લોગર્સ માટે તૈયાર થયું છે, પણ સૌને કામનું છે. અહીં જાણી લો તેના મુદ્દાઓ, સરળ ગુજરાતી ભાષામાં! YOUR/YOU'RE આપણે જ્યારે કોઈ બાબત માટે માલિકીભાવ દર્શાવવાનો હોય ત્યારે YOUR વપરાય, જેમ કે "YOUR Computer"  કે Your Pen વગેરે. જ્યારે "You're" એ "You are"નું સંક્ષિપ્ત, ટૂકું કરેલું સ્વ‚રૂપ છે. આ વાક્ય ધ્યાનથી વાંચશો તો "Your" અને "You're" વચ્ચેનો તફાવત બરાબર સમજાઈ જશે! "You're screwing up your writing...

જો જિંદગી કમ્પ્યુટર હોત તો…

 આપણી જિંદગીમાં એડ કે રિમૂવ કરવા માટે ફક્ત કંટ્રોલ પેનલમાં જવાની જ જરુર રહેતી હોત. ...આપણે ઇચ્છીએ ત્યારે ખુશીને સ્ટાર્ટ કરી શકતા હોત અને ગમને ડિલીટ. ...ડિસ્પ્લે સેટિંગ્સ બદલીને આપણું લાંબું નાક કે નાના કપાળને ઠીકઠાક કરી શકતા હોત. ...જિંદગીમાં ધાંધલધમાલ વધી જાય તો મજાની શાંતિ મેળવવા માટે ફક્ત સ્પીકર્સ મ્યૂટ કરીએ એટલી જ વાર. ...કશુંક ન ગમતું બને તો અનડુ કરી શકતા હોત. ...ખોવાયેલાં ચશ્માં કે મોબાઇલ શોધવા માટે Ctrl+F (ફાઇન્ડ)નો કમાન્ડ કાયમ હાથવગો રહેત. ...રોજ કસરત કરવા માટે પણ ફક્ત કમાન્ડ જ આપવાનો. ...એસ્કેપનો કમાન્ડ આપીને ન ગમતી પરિસ્થિતિથી ભાગી...

ઓવર એપ્સનો આફરો

ચાલ ને સારવ આ ઓગસ્ટની રજાઓમાં કયાંક ત્રણ-ચાર દિવસ જઈ આવીએ. માનુષને પણ સ્કૂલમાં રજાઓ છે, પણ મારી એક શરત છે. સંગિનીએ ઇન્ટેરેસ્ટિંગ પણ શરતી પ્રસ્તાવ મૂક્યો. સારવ અને સંગિની બંને કમ્પ્યુટર એન્જિનિયર. એક જ ફર્મમાં કામ કરે. કોલેજમાં સાથે ભણતાં દોસ્તી થઈ પછી પ્રેમ થયો, લગ્ન થયાં અને માનુષ ‚પે સંતાનની ગિફ્ટ મળી. હવે તો માનુષ પણ આઠમા ધોરણમાં હતો. બંને વર્કિંગ પેરન્ટ્સ એટલાં બધાં ફરવાનાં શોખીન કે દર ત્રણ મહિને આવાં નેનો વેકેશન લઈ લે, પણ આ વખતે શરતી વેકેશન હતું એટલે સારવથી પુછાઈ...

ઇન્ડિયન રેલવેનો મેજિકલ મોનસૂન રોમાન્સ!

ઇન્ડિયન રેલવે અને ચોમાસું! આ બેં અલગ અલગ હોય તો પણ આપણે એક જાતની મજાની અનુભૂતિ કરાવી શકે તેમ છે, તો બંને ભેગાં થાય તો તો અસરનું પૂછવું જ શું! તમે અમદાવાદ કે મુંબઈની કોંકણ રેલવેમાં ગોવા કે દક્ષિણ ભારતા પ્રવાસે ગયા હશો તો - થેંક્સ ટુ કોંકણ રેલવે - સહ્યાદ્રિની પર્વતમાળા અને પશ્ચિમની ઘાટના આહ્લાદક સૌંદર્યથી પ્રભાવિત થયા જ હશો. આ રુટ પર, ગોવાથી થોડા દક્ષિણ તરફ આગળ વધતાં દૂધસાગર ધોધ આવે છે. આ ધોધ પર, ધોધથી બિલકુલ નજીક રેલવે બ્રિજ છે એ તેના પરથી ટ્રેન...

ઇન્ટરનેટ પર ઝાઝા ખાંખાંખોળા ન કરવા હોય તો…

ઇન્ટરનેટ પર વિવિધ ભાષામાં, વ્યક્તિગત કે સંસ્થાગત સ્વરુપે કેટલાય પ્રકારની નોંધપાત્ર પહેલ થઈ છે અને સતત આગળ વધી રહી છે. આ વિભાગમાં આપણે એવી વિવિધ ભાષામાં વિકસી રહેલી પ્રવૃત્તિઓ પર ઝડપભેર નજર ફેરવીશું. અહીં વાત ટૂંકમાં થશે, પણ તમે પૂરતો સમય લઈને ફુરસદે આ સાઇટ્સ જોવા જજો, કેમ કે અહીં તો મોટા ભાગે એ સાઇટના એકાદ પાસાની જ વાત થશે, પણ સાઇટની મુલાકાત લેશો તો બીજાં અનેક પ્રકારનાં પાસાં ખૂલશે! મન્ના ડેના કંઠમાં મધુશાલા મધુશાલા! આ શબ્દ કાને પડતાં જ બે નામ સૌથી પહેલાં મનમાં ઊગે, પહેલું...

ઓલિમ્પિકની વર્ચ્યુઅલ સફર

ગયા મહિને, ૨૭ જુલાઈએ આપણી જ્યારે મધરાત હતી ત્યારે લંડનમાં ૩૦મા ઓલિમ્પિક વિશ્વ ખેલ મહોત્સવનો પ્રારંભ થયો અને તમે આ વાંચતા હશો ત્યારે એના સમાપનની ઘડીઓ ગણાતી હશે કે સમાપન થઈ પણ ગયું હશે. અખબારોમાં તમે પાનેપાનાં ભરીને તેનું કવરેજ વાંચ્યું (કે ફક્ત જોયું!) હશે, પણ જે વાત નજરે નહીં ચઢી હોય તે અહીં કરી લઈએ. આ વિશ્વ ખેલ મહોત્સવનાં અનેક પાસાંને વર્ષોવર્ષ માટે સાચવી લેવા ૧૯૯૩માં સ્વિટ્ઝરલેન્ડમાં એક ઓલિમ્પિક મ્યુઝિયમે આકાર લીધો. મ્યુઝિયમને સંપૂર્ણ નવું સ્વરુપ આપવા માટે આ વર્ષની શરુઆતમાં તેને બંધ કરવામાં આવ્યું...

સાયબર ક્રાઇમ અને આઇટી એક્ટ

આપણા જીવનમાં ઇન્ટરનેટનો પ્રભાવ અને પ્રસાર જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ તેની કાળી બાજુનાં જોખમો પણ વધતાં જાય છે. સાયબર ક્રાઇમ અને આઇટી એક્ટ વિશે કેટલીક પાયાની માહિતી. પાછલા અંકના ‘હેકર કેવી રીતે બનશો?’ લેખ અંગે આપના ફોન-કોલ્સ અને ઈ-મેઇલ્સ બદલ આપ સહુનો અભાર. આ પાનાંઓ પર આવી માહિતી આપતા રહીશું. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના આધુનિક યુગમાં માહિતીક્ષેત્રે હરણફાળ ભરતા નવા જમાનામાં દર સો વ્યક્તિએ સિત્તેર લોકો કમ્પ્યુટર સાથે કોઈ ને કોઈ રીતે સંકળાયેલા છે અને તેમાંથી મોટા ભાગના લોકો સીધા જ કમ્પ્યુટર સાથે સંકળાયેલા છે, એટલે...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.