Home Tags 005_July-2012

Tag: 005_July-2012

મેઘધનુષ અને વિજ્ઞાનના બીજા અનેક રંગો

ફરી ચોમાસાના આહલાદક દિવસો આવી પહોંચ્યા છે! કુદરતનાં અનેકવિધ પાસાં અને રંગ (આંખે દેખાય એ અને દિલમાં ઉતરે એ પણ!) માણવાની શ્રેષ્ઠ ઋતુ છે આ! હવે વાત મુદ્દાની. ચોમાસામાં આપણે અવારનવાર મેઘધનુષ જોઈ શકીએ છીએ એ પ્રકાશનાં કિરણો અને વરસાદનાં ફોરાંની રમત છે એ તો આપણે જાણીએ છીએ, પણ આપણે કયારેય મેઘધનુુષનું સંપૂર્ણ વર્તુળ જોઈ શકીએ ખરા? આ અને આવા બીજા કેટલાય સવાલોના જવાબ મળી શકે છે આ સાઇટ પર : http://earthsky.org અર્થસ્કાય અમેરિકાના ટેક્સાસ રાજ્ય સ્થિત સંસ્થા છે. વિજ્ઞાનમાં ઊંડો રસ ધરાવતા કેટલાક લોકોએ સાથે મળીને ૧૯૯૧માં વિજ્ઞાન...

સાઇટ બદલો – માઇન્ડ બદલો

જયમીન અને માધવ બેસ્ટ ફ્રેન્ડઝ. બંનેનાં માતાપિતા પણ નજીકના મિત્રો. ખૂબ સારા રિઝલ્ટ સાથે હવે બંને જણા છઠ્ઠા ધોરણમાં આવી ગયા છે. જયમીન અને માધવ બંને કમ્પ્યુટરના રસિયા. ઇન્ટરનેટથી કમ્પ્લિટલી વાકેફ. લગભગ બધી જ એપ્લિકેશન ખૂબ સરસ રીતે જાણે અને ઉપયોગ પણ કરે. એક વખત બંનેને સાથે જ એક પ્રોજેક્ટ મળેલો. અમદાવાદના કોટ વિસ્તારની અંદર કેટલાં પુરાતન મકાનો છે કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા અપાવી શકાય તે શોધવાનું હતું. જયમીન ઇન્ટરનેટ પર આ વિશેે ગૂગલ સર્ચ કરી રહ્યો હતો, પરંતુ માધવ જરા સ્માર્ટલી આગળ...

ઇન્ટરનેટ પર ઝાઝાં ખાંખાંખોળાં કરવાં હોય તો…

ઇન્ટરનેટ પર વિવિધ ભાષામાં, વ્યક્તિગત કે સંસ્થાગત સ્વરુપે કેટલાય પ્રકારની નોંધપાત્ર પહેલ થઈ છે અને સતત આગળ વધી રહી છે. આ વિભાગમાં આપણે એવી વિવિધ ભાષામાં વિકસી રહેલી પ્રવૃત્તિઓ પર ઝડપભેર નજર ફેરવીશું. અહીં વાત ટૂંકમાં થશે, પણ તમે પૂરતો સમય લઈને ફુરસદે આ સાઇટ્સ જોવા જજો, કેમ કે અહીં તો મોટા ભાગે એ સાઇટના એકાદ પાસાની જ વાત થશે, પણ સાઇટની મુલાકાત લેશો તો બીજાં અનેક પ્રકારનાં પાસાં ખૂલશે! ઇન્ટરનેટ પર ફ્રી ઈ-બુક્સ ઓફર કરતી સાઇટ્સનો તો અંત નથી, પણ એમાંની ખરેખર ઉપયોગી અને યોગ્ય...

માનવશરીરની અંદર ગાઇડેડ ટૂર

માનવશરીરની અંદર ગાઇડેડ ટૂર તમે આ વાંચતા હશો ત્યારે વેકેશનનો લાભ લઈને નજીકના કે દૂરના કોઈ સ્થળનો પ્રવાસ કરી આવ્યા હશો. ક્યાંય નહીં તો પછી તમારા શહેર કે ગામની જુદી જુદી જગ્યાઓ જોઈને ક્યાંક ફરી આવ્યાનો સંતોષ માન્યો હશે. બહારનો આવો પ્રવાસ કરી આવ્યા પછી, અંદરનો પ્રવાસ પણ કરીએ તો કેવું? આંતરખોજ તો બહુ મોટો શબ્દ છે, પૃથ્વીના પેટાળ સુધી કદાચ પહોંચી શકાય પણ મનના ઊંડાણનો તાગ મેળવવો મુશ્કેલ, એટલે આપણે એવો કોઈ પ્રયાસ નથી કરવો. આપણે તો વડીલો જેને વાતવાતમાં ‘નશ્ર્વર દેહ’ કે ‘હાડચામનો માળો’...

ફાઇલ્સની કોપી-ટ્રાન્સફર, ફટાફટ

હમણાં એવું બન્યું કે એક કમ્પ્યુટરમાંનો ચાર જીબી જેટલો ડેટા બીજા કમ્પ્યુટરની હાર્ડડિસ્કમાં ટ્રાન્સફર કરવાની જરુર ઊભી થઈ. બંને કમ્પ્યુટર લેનથી જોડાયેલાં હતાં એટલે પેનડ્રાઇવમાં કોપી કરી, બીજામાં પેસ્ટ કરવાનો તો સવાલ નહોતો, પણ થયું એવું કે બીજા કમ્પ્યુટરની એક ડ્રાઇવમાં આ ડેટા પેસ્ટ કર્યો અને અડધી-પોણી કલાકે મેસેજ મળ્યો કે ડ્રાઇવ ફૂલ છે! પછી શું? ફરી બધો ડેટા બીજી ખાલી ડ્રાઇવમાં નવેસરથી ટ્રાન્સફર કરવાની કસરત! આવું તમારી સાથે પણ બનતું હશે. હાઇ રેઝોલ્યુશન ફોટોગ્રાફ્સ, મ્યુઝિક ફાઇલ્સ કે બીજા કોઈ પ્રકારની હેવી ફાઇલ્સ ધરાવતાં ફોલ્ડર એક...

આકાશ ટેબલેટ લેવાય? જાણો હકીકત અને વિકલ્પો

તમે પણ આકાશ ટેબલેટની રાહ જોઈ રહ્યા હો અને તેના વિશે ફેલાયેલી ગૂંચવણોથી અકળાયા હો, તો જાણી લો આ બહુ ગાજેલા ટેબલેટની કેટલીક નક્કર હકીકતો આગળ શું વાંચશો? ટેબલેટ શું છે? આકાશની હકીકત આકાશ ક્યાંથી મળશે? તો બીજા કોઈ વિકલ્પ છે સાયબરસફર કોલમમાં ડિસેમ્બર ૨૦૧૧માં ‘આકાશ’ ટેબલેટ વિશે લખવામાં આવ્યું, તે પછી અનેક પેરેન્ટ્સે તેમનાં કોલેજિયન સંતાનો માટે ‘આકાશ’ લેવાય કે નહીં એવા ફોનકોલ્સનો મારો ચલાવ્યો હતો! એ સમયે અખબારમાં સમાચાર એવા હતા કે ‘આકાશ’ની જાન્યુઆરીમાં જ ડિલિવરી મળવાની શરુ થઈ જશે, પણ ‘આકાશ’ બજારમાં ઉપલબ્ધ નહોતું અને...

આ હેકિંગ છે શું? તમે હેકર બની શકો?

સાયબર સિક્યોરિટીના અભ્યાસ પછી વડોરાની એપ્પીન ટેક્નોલોજી લેબમાં ટ્રેનર તરીકે કાર્યરત મિલાપ ઓઝાના આ લેખનો વિષય હેકિંગ છે, પણ કોઇ પણ વિષયના વિદ્યાર્થીને કામ લાગે એવા અનુભવોનું ભાથું એમાં સમાયેલું છે. મારી બે વર્ષની કારકિર્દીમાં મને કેટલાય લોકોએ, ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓએ ઘણી વાર પૂછ્યું છે કે "મારે હેકર બનવું છે. તો હું શું કરું? અવા "એક સારો હેકર કઈ રીતે બની શકાય? એવું હું શું કરું અથવા તો મારામાં કઈ લાયકત હોવી જોઈએ એક હેકર બનવા માટે? આ પ્રશ્ર્નનો સંતોષકારક જવાબ આપવા માટે ઇન્ટરનેટ પર...

માઉસની પાંખે, ચાલો વિશ્વપ્રવાસે

‘‘મારા ક્લાસમાં બે બારી છે. એકમાંથી અમને જિનિવાની ઓળખ સમું ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું બિલ્ડિંગ દેખાય છે અને જરા દૂર સુધી નજર નાખીએ તો આલ્પ્સની પર્વતમાળા પણ દેખાય. બીજી બારીમાં નજર નાખીએ તો અમારી નજર દુનિયાના ખૂણેખૂણા સુધી પહોંચે છે...’’ જિનિવાની એક સ્કૂલના ટીચરે લખેલા આ શબ્દો જેવું જ કંઈક આપણે જામખંભાળિયા કે જસદણની શાળાના શિક્ષકના મોંએ પણ સાંભળીએ એ દિવસો લગભગ તો આવી જ ગયા છે, કેમ કે રાજ્ય સરકારના પ્રયાસો થકી ગુજરાતનાં ગામડાંની શાળાઓ સુધી પણ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ તો પહોંચવા લાગ્યાં છે, સવાલ ફક્ત...

વિશ્વમાં કઈ ભાષાનું કેટલું ચલણ?

માણસજાતે અભિવ્યક્તિ માટે ભાષા વિક્સાવી ત્યારથી સતત પાંગરેલી ભાષાઓની સંખ્યા હવે સાત હજારે પહોંચી છે, પણ નિષ્ણાતો કહે છે કે હવે ભાષાવૈવિધ્ય ભૂંસાતું જશે. વિશ્વની ભાષાઓ ભૂંસાઈ રહી છે? શું સમય જતાં વિશ્વમાં માત્ર ગણીગાંઠી ભાષાઓ જ બોલાતી હશે? આવારા સમયી વાત તો છી, અત્યારે વિશ્વની ભાષાઓની સ્થિતિ કેવી છે? આ બધા પ્રશ્નોના જવાબ ઘણે અંશે ટ્રાન્સરન્ટ લેન્ગ્વેજ (http://www.transparent.com) નામની યુએસએની એક કંપનીએ બનાવેલા ઇન્ફોગ્રાફિકમાંથી મળી રહે છે. ટ્રાન્સપરન્ટ લેન્ગ્વેજ અને સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ બિઝનેસીઝ એ સામાન્ય લોકો માટે ભાષા શીખવાનાં સોફ્ટવેર બનાવતી કંપની છે. કંપનીના દાવા...

એરાઉન્ડ ધ વર્લ્ડ ઇન ૬૦ સેકન્ડસ

ઓક્ટોબર ૨૦૧૧માં ગૂગલ અર્થ પ્રોગ્રામ ડાઉનલોડ થવાની સંખ્યા એક અબજે પહોંચી! ભૌગૌલિક અંતર સતત ઘટાડી રહેલી ટેક્નોલોજી અને તેની શક્તિ દર્શાવતું આ ઇન્ફોગ્રાફિક ગૂગલ અર્થનો નિકટનો પરિચય કરાવે છે. આપણે ભારતીયો એક અબજી સંખ્યો ઓળંગી ગયા છીએ એટલે આમ તો આપણે એક અબજ સંખ્યા એટલે કેટલી મોટી સંખ્યા એ સમજાવવા બીજા કોઈ ઉદાહરણની જરુ‚ર નથી તેમ છતાં, આ કેટલાંક ઉદાહરણો પર નજર ફેરવી લો... એક અબજ કલાકો પહેલાં માનવ પથ્થરયુગમાં  જીવતો હતો. એક અબજ મિનીટની વાત કરીએ તો, એટલા સમય પહેલાં પૃથ્વી પર રોમ સામ્રાજ્યનો...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.