Home Tags 004-June-2012

Tag: 004-June-2012

મેગાપિક્સેલની માયાજાળ!

ફરી એક વાર સમય આવી ગયો છે આખા મેગેઝિનનાં બધાં પાનાં રિવાઇન્ડ કરવાનો! આ વખતે આપણે ફોટોગ્રાફી પર ફોકસ કર્યું છે તો રિવાઇન્ડમાં પણ તેને જ ક્લિક કરીએ! મોટા ભાગે તમે આ બેમાંથી એક કેટેગરીમાં આવતા હશો - કાં તો તમે ડિજિટલ કેમેરા લેવાનું નક્કી કરી રહ્યા હશો અથવા ‘વધુ સારો’ ડિજિટલ કેમેરા લેવાનું વિચારી રહ્યા હશો. કારણ દેખીતું છે - પેલા રોલ ‘ધોવડાવવાવાળા’ કેમેરા હવે આઉટ-ઓફ-ફોકસ થઈ ગયા છે. બીજી તરફ ડિજિટલ કેમેરા માર્કેટમાં મેગાપિક્સેલની સંખ્યા સતત ઊંચે જતી જાય છે અને કિંમત સતત નીચી...

કોમ્પેક્ટ ડિસ્ક કે ક્રિયેટિવિટી ડેવલપમેન્ટ

ઘર કે ઓફિસમાં ખૂણે ખાંચરે નજર દોડાવી જુઓ. કેટલીય જૂની સીડી મળી આવશે. એનાથી છૂટકારો મેળવવાનો એક રસ્તો ડસ્ટબીનને હવાલો કરવાનો છે અને બીજો રસ્તો થોડું દિમાગ દોડાવીને, એમાથી કંઈક અફલાતૂન કારીગરી કરવાનો છે. થોડી પ્રેરણા જોઈતી હોય તો આ તસવીરો પર નજર નાખી લો.

પેનડ્રાઇવ કમ્પ્યુટરથી અલગ કરવાની સલામત રીત કઈ?

આપણને પેનડ્રાઇવના ઉપયોગની જેવી આદત પડી ગઈ છે, એટલી જ ટેવ છે કામ પતે એટલે પેનડ્રાઇવને સીધી જ કમ્પ્યુટરમાંથી ખેંચી કાઢવાની. તમને પણ આવી ટેવ હોય તો આટલું જાણી લો... ધીમે ધીમે યુએસબી પેનડ્રાઇવ આપણા દૈનિક જીવનમાં એવી વણાઈ ગઈ છે કે કોઈ આપણી પાસે પેન માગે તો સાદી પેનને બદલે યુએસબી પેન પકડાવી દઈએ! એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ફાઈલ, ફોલ્ડર વગેરે ટ્રાન્સફર કરવાનો સૌથી સહેલો રસ્તો ઈ-મેઇલ કે બીજી કોઈ વેબબેઝ્ડ સર્વિસ દ્વારા ઓનલાઇન ટ્રાન્સફર કરવાનો છે અને તેના પછી સરળતાની રીતે બીજો નંબર આવે યુએસબી...

ફટાફટ કામ કરી આપતા શોર્ટકટ

સફળતાનો ભલે કોઈ શોર્ટકટ ન હોય, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર પર શોર્ટકટ બહુ ઉપયોગી થઈ શકે છે. માન્યામાં ન આવતું હોય તો જાતે જ અજમાવી જુઓ આવા કેટલાક શોર્ટકટ! અમેરિકાનાં અત્યારનાં ફર્સ્ટ લેડી મિશેલ બરાક ઓબામા તેમના પતિને છૂટાછેડા દેવાનાં હતાં એવા અહેવાલોના પગલે સમાચારોમાં છે, પણ અમેરિકાના ૩૨મા પ્રમુખ ફ્રેન્કલિન ‚ઝવેલ્ટનાં પત્ની અને યુનાઇટેડ નેશન્સમાં પણ જવાબદારીઓ સંભાળી ચૂકેલાં ઇલિએનોર ‚ઝવેલ્ટ વર્ષો પહેલાં એવું કંઈક કહી ગયાં છે કે જે આપણને અત્યારે પણ વિચારતા કરી મૂકે. ઇન્ટરનેટ પરની અવતરણોની ઢગલાબંધ સાઇટ્સમાં એમના નામે મુકાયેલું એક અવતરણ...

આજે તમારી સવાર બગડશે!

કેટલીક વાતો એવી હોય છે જેનો જે તે સ્વરુપમાં સ્વીકાર કરવા માટે દિમાગ ના પાડે છે, પણ હૈયું એની મનમાની કરે છે. અહીં વાત છે એવા જ એક નાજૂક વિષયની. માફ કરજો, આજે કદાચ તમારી સવાર બગડશે. સવારના પહોરમાં મોજથી ચાની ચૂસકી લેવા જાવ અને કપમાં પડેલી માખી પર નજર પડે એવું કદાચ આજે થશે. આગળ વાંચો... દુનિયામાં આરોગ્યની દૃષ્ટિએ સૌથી મોટું જોખમ કયું છે જાણો છો? ભૂખ. એઇડ્ઝ, મલેરિયા અને ટીબીના સરવાળા કરતાં વધુ લોકો ભૂખથી મૃત્યુ પામે છે. આજે બુધવારે (અને દરરોજ રાત્રે) આખી દુનિયામાં...

આંગળી ચીંધ્યાનું પુણ્ય!

ઇન્ટરનેટ પર વિવિધ ભાષામાં, વ્યક્તિગત કે સંસ્થાગત સ્વરુપે કેટલાય પ્રકારની નોંધપાત્ર પહેલ થઈ છે અને સતત આગળ વધી રહી છે. આ વિભાગમાં આપણે એવી વિવિધ ભાષામાં વિક્સી રહેલી પ્રવૃત્તિઓ પર ઝડપભેર નજર ફેરવીશું. અહીં વાત ટૂંકમાં થશે, પણ તમે પૂરતો સમય લઈને ફૂરસદે આ સાઇટ્સ જોવા જજો, કેમ કે અહીં તો મોટા ભાગે એ સાઇટના એકાદ પાસાની જ વાત થશે, પણ સાઇટની મુલાકાત લેશો તો બીજાં અનેક પ્રકારનાં પાસાં ખૂલશે! આપણી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાની કેટલીક યાદગાર અને ગુજરાતીઓને કંઠસ્થની સાથોસાથ હૃદયસ્થ થયેલી કૃષ્ણભક્તિથી ભરપૂર રચનાઓ......

‘વર્ચ્યુઅલ મેમરી ઓછી છે’ એવી નોટિસ સતાવે છે?

કમ્પ્યુટરમાં ઘણી વાર સાવ નાની નાની સમસ્યાઓ આપણું કામ ખોરંભે ચઢાવતી હોય છે. અહીં વાત કરીએ એવી એક નાની, પણ મોટો કંટાળો ઉપજાવતી સમસ્યા અને તેના ઉપાયની.  વિન્ડોઝ એ કમ્પ્યુટર ચલાવવા માટેની સિસ્ટમ છે, જ્યારે એમએસ ઓફિસ એ કમ્પ્યુટરમાં ઉપયોગમાં લઈ શકાય એવા જુદા જુદા પ્રોગ્રામ્સનો સેટ છે. કમ્પ્યુટરનું કામકાજ ઘણે અંશે માણસ જેવું હોય છે. એનો મિજાજ ક્યારે બદલાય અને ક્યારે બગડે એ કહેવાય નહીં! આપણે કંઈક અગત્યનું કામ કરતા હોઈએ અને ત્યાં એ અચાનક ઠપ થઈ જાય, સાવ બંધ થઈ જાય અથવા તો આપણને જલદી...

સ્માર્ટફોનની બેટરીલાઇફ વધારવાના સ્માર્ટ ઉપાય

કેટલીક નાની નાની વાતી કાળજી લઈને તમે તમારા સ્માર્ટફોનની બેટરી વધુ લાંબો સમય ચલાવી શકો છો, આ રીતે... આગળ શું વાંચશો? સ્ક્રીનને ઓછા ટાઈમઆઉટ પર રાખો સ્ક્રીનની યોગ્ય બ્રાઈનેટ સેટ કરો બ્લૂટૂથ બંધ રાખો વાઈ-ફાઈ ન વાપરતા હો તો બંધ રાખો જીપીએસ પણ ઓછું વાપરો એપ્લિકેશન ઓન / ઓફ કરો વાઈબ્રેટરનો ઉપયોગ ટાળો દરેક બિનજરુરી નોટિફિકેશન બંધ રાખો એન્ડ્રોઈડ માટે પાવર સેવર મોડ સ્માર્ટફોન એટલે એવા ફોન, જેનો કદાચ વાતચીત કરતાંય બીજી જાતભાતની કેટલીય વસ્તુઓ માટે વધુ ઉપયોગ થતો હશે. તમે સ્માર્ટફોન વાપરો છો? જે રીતે જાદુઈ ચિરાગ...

અદભુત ફોટોગ્રાફ્સની અફલાતૂન ઝલક

વિકિપીડિયાએ સહિયારા સર્જનની અનેક દિશાઓ ખોલી આપી છે. દુનિયાભરના ફોટોગ્રાફર્સ એકઠા થઈને આ જ રીતે, વિગતવાર માહિતીના સાથમાં વિશ્વનું સપ્તરંગી દર્શન કરાવે છે એક સાઇટ પર. કોઈ પણ વિષય પર વિગતવાર અને પ્રમાણમાં વિશ્વસનીય માહિતી મેળવવા માટે હવે આપણને એક વાર વિકિપીડિયા પર આંટો મારી આવવાની આદત પડી ગઈ છે. એ રીતે, જુદા જુદા વિષયના ફોટોગ્રાફ જોવા હોય તો મોટા ભાગે માઉસ આપોઆપ આપણને ફ્લિકર કે ગૂગલ-યાહૂના ઇમેજસર્ચ તરફ દોરી જાય છે. હવે વિચારો કે આપણને મનમાં કોઈ વિષય સ્ફુરે - ધારો કે મંગળનો ગ્રહ કે...

તમામ ઓનલાઇન ફોટોઝ, જુઓ એક સાથે

તમે અને તમારા મિત્રો જુદી જુદી અનેક સાઇટ્સ પર ફોટોગ્રાફ્સ અપલોડ કરતા હો તો તમને ક્યારેક તો એ બધા જ ફોટોઝ એક સાથે, એક જોવાની ઇચ્છા થઈ જ હશે. હવે એ શક્ય છે, આ રીતે... આગળ શું વાંચશો? કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો એકાઉન્ટ બંધ કેવી રીતે કરશો? આપણી જિંદગીમાં ઇન્ટરનેટનો પ્રભાવ વધતો જાય છે તેમ તેમ જાણ્યે-અજાણ્યે આપણી જિંદગી બે ભાગમાં વહેંચાતી જાય છે. એક તો એ, જે આપણે રોજબરોજ જીવીએ છીએ, વાસ્તવિક દુનિયામાં, પળે પળે શ્વાસ લઈને. અને બીજી, ઇન્ટરનેટ ક્લાઉડ પર! આપણે રોજેરોજ જે...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.