Home Tags 003-May-2012

Tag: 003-May-2012

જિજ્ઞાસાને જીવતી રાખવી હોય તો…

ફરી એક વાર સમય આવી ગયો છે આખા મેગેઝિનનાં બધાં પાનાં રિવાઇન્ડ કરવાનો! જુદા જુદા લેખ વાંચતી વખતે જો તમારું ધ્યાન ખેંચાયું હોય તો તમે જોયું હશે કે લગભગ દરેક પેજમાં નીચે એક એક લિંક આપેલી છે. તેના છેડે લખેલી ચીજવસ્તુ આપણી રોજબરોજના ઉપયોગની છે, પણ એ કેવી રીતે બને છે એ વિશે આપણે લગભગ અજાણ છીએ. ખબર નથી પડતી કે ક્યાં, કોણે, શું ભૂલ કરી, પણ સ્થિતિ એવી આવીને ઊભી છે કે આપણે વેકેશન સિવાયના ભાગમાં સ્કૂલ-કોલેજના ક્લાસરૂમમાં થતી પ્રવૃત્તિને જ શિક્ષણ ગણવાનું શરૂ...

ટેક IT ઇઝી

ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણ પરિવારના શ્રીશિવશંકરરાવ પદુકોણ એટલે ગુરુદત્ત. તેમની કાગઝ કે ફૂલ જેવી ફિલ્મ માટે સાહિર લુધિયાનવીએ લખેલા પ્રખ્યાત ગીર પરથી પ્રેરણા લઈને કોઈ સોફ્ટદિલ એન્જિનિયરે આ ગીત લખ્યું .... યે ડોક્યુમેન્ટ, યે મિટિંગ્સ, યે ફિચર્સ કી દુનિયા યે ઈનસાં કે દુશ્મન, કર્સર્સ કી દુનિયા યે ડેડલાઈન્સ કે ભૂખે મેનેજમેન્ટ કી દુનિયા યે પ્રોડક્ટ અગર બન ભી જાયે તો ક્યા હૈ? યહાં એક ખિલૌના હૈ પ્રાેગ્રામર કી હસ્તી, યે બસતી હૈ મુર્દા બગ-ફિકસર કી બસ્તી, યહાં પર તો રેઈઝિંગ હૈ ઈન્ફલેશન સે સસ્તી, યે રીવ્યૂ અગર હો ભી જાયે તો ક્યા હૈ? યહાં...

બુઢાપો : નેટના પ્રેમમાં પડવાની ઉંમર!

દીપક સોલિયા ગુજરાતી પત્રકારત્વમાં એવું નામ છે, જે અત્યંત ઊંડી કે જબરજસ્ત ઊંચાઈ ધરાવતી વાતો પણ સાવ સહજતાથી કરી લે છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે આપણા બધાની વચ્ચે રહીને, આપણી જેમ જ જીવતા દીપકભાઈ જીવનને સાવ અલગ એન્ગલથી જોઈ શકે છે અને આપણને એનો પરિચય પણ કરાવી શકે છે. આવા એક અલગ એન્ગલથી થયેલી વાત, એમની આગવી શૈલીમાં... બુઢાપો આકરો છે. ઓકે. શરીર પહેલાં જેટલું જોશીલું નથી રહેતું. ઓકે. નવું શીખવાની ઇચ્છા નથી થતી. ઓકે. જુવાનો પાસે વૃદ્ધોને ફાળવવા માટે પૂરતો સમય નથી...

સિનિયર સિટીઝન બન્યા નેટીઝન

ઇન્ટરનેટનો સમજણપૂર્વકનો ઉપયોગ સિનિયર સિટીઝન્સ માટે આશીર્વાદ સમાન છે. મુકુંદરાયને ઈન્ટરનેટનું જ્ઞાન તો હતું જ. પણ હવે તેનો સદ્ઉપયોગ કરવા માંડ્યા. ડોક્ટર, મારું નામ મુકુંદરાય. હું એક નિવૃત્ત પ્રોફેસર છું. મારે એક જુદી જ બાબતે કાઉન્સેલિંગની જરુર છે. હમણાંથી મારો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. હું કોઈ પણ બાબતે સહેજ પણ રેઢિયાળપણું ચલાવી શકતો નથી. હું અને મારાં વાઇફ બંને ઘરમાં એકલાં જ હોઈએ છીએ. વાતે વાતે અમારે સંઘર્ષ થયા કરે છે. મને ખ્યાલ છે કે વાંક મારો જ હોય છે. વાત એમ છે ને કે...

અવનવી માહિતીનો વિશ્વસનીય ખજાનો

ઇન્ટરનેટ પર શું શું છે એ સવાલ નથી, સવાલ તો જે છે એ સહેલાઈથી કેમ મેળવવું એનો છે. આપણી દુનિયાની અનેક બાબતોની ટૂંકી, સરળ ને મુદ્દાસર માહિતી આપતી એક સાઇટ આ કામ સહેલું બનાવી આપે છે. તેની વારંવાર મુલાકાત લેવા જેવી છે. આગળ શું વાંચશો? કેવી રીતે થઈ કોકા-કોલાની શોધ? વર્ષોવર્ષ ચાલે તોય માંડ ઘસાય એવું રબર શોધાયં, એક અકસ્માતથી જાણો હાઉસ્ટફવકર્સ પર.. ફોર એ ચેન્જ, આ લેખ તમે જુદી રીતે વાંચી શકો છો. પહેલાં બંને બોક્સ વાંચો અને પછી અહીં પરત ફરો! બંને કિસ્સા રસપ્રદ લાગ્યા? આ...

આ બ્રોડબેન્ડ આખરે છે શું?

ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચી ગયેલા આ શબ્દ અને સર્વિસની મદદથી આપણે દુનિયા આખીમાં રોજેરોજ લટાર મારીએ છીએ, પણ દીવાતળે અંધારાની જેમ, બ્રોડબેન્ડ આખરે છે શું એ બરાબર જાણતા નથી. થોડી પ્રાથમિક સમજ... આગળ શું વાંચશો? શરુઆતનાં ડાયલ-અપ કનેકશન એડીએસએલ કેબલ કનેકશન સેટેલાઈટ મોબાઈલ ફાઈબર ઓપ્ટિક ડાયલ-અપ અને બ્રોડબેન્ડમાં ગામના ગાડા રસ્તા એ એક્સપ્રેસ હાઈવે જેટલો તફાવત છે. ડાયલ-અમાં એક જ બેન્ડ હોય જ્યારે બ્રોડબેન્ડમાં ડેટા અલોડ કરવા, ડાઉનલોડ કરવા, વોઇસ માટે વગેરે અલગ અલગ કામ માટે અલગ અલગ બેન્ડ હોય છે હવે તો ઇન્ટરેટ જેટલો જાણીતો શબ્દ છે...

ઈ-મેઇલનો એલર્ટ મોબાઇલ પર કેવી રીતે મેળવાય?

‘સાયબરસફર’ના વાચકમિત્ર શ્રી અમિત પટેલના આ પ્રશ્નનો તમે પણ ઉત્તર શોધતા હો તો જવાબ જાણી લો અહીં...  તમે અત્યંત વ્યસ્ત વ્યક્તિ છો, તમારે તમને આવતા ઈ-મેઇલ્સ વિશે તરત જાણવું જરુરી હોય છે, પણ તમે સતત કમ્પ્યુટર સામે જ બેઠા હોય એવું બનતું નથી. આ ત્રણેય વસ્તુનો આમ તો એકબીજા સાથે મેળ બેસતો નથી. તમે ખરેખર વ્યસ્ત રહેતા હો તો વારંવાર ટપકી પડતા ઈ-મેઇલ તમને ખલેલ પહોંચાડી શકે છે અને જો તમારે ઈ-મેઇલ્સ વિશે તરત જાણવું જરુરી હોય તો મોટા ભાગે તમે કમ્પ્યુટર સામે હો તો જ એ...

મિશન : ખાલી કરો જીમેઇલ

મિશન : ખાલી કરો જીમેઇલ તમારા જીમેઇલના ઇનબોક્સના તળિયે જોશો તો ડાબી તરફ તમારું એકાઉન્ટ કેટલું ભરાયું છે તે લખેલું હશે. જો ૭૦, ૮૦ ટકા ઉપરનો આંકડો બતાવતું હોય તો ચેતી જવું સારું. જીમેઇલ ઘણી બધી રીતે સારી સર્વિસ હોવા છતાં તેની મોટી ખામી એ છે કે તે આપણા મેઇલ્સને સાઇઝ પ્રમાણે સોર્ટ કરી આપતું નથી. આપણે વીણી વીણીને હેવી અને હવે નકામા મેઇલ્સ શોધીને ડીલીટ કરવા કેવી રીતે? એક રસ્તો ડિજિટલ ઇન્સ્પિરેશન (www.labnol.org) નામે એક સરસ ટેક્નોલોજી બ્લોગ લખતા અને ઇન્ડિયન બ્લોગર્સમાં બહુ મોટી નામના મેળવનારા અમિત...

એક્સેલના માસ્ટર બનો

એક્સેલના માસ્ટર બનો સ્પ્રેડશીટ્સનો તમે કેટલોક ઉપયોગ કરો છો? જો તમે ખાસ્સો ઉપયોગ કરતા હશો તો તમને ટેમ્પ્લેટનો પણ પરિચય હશે જ. ઇન્ટરનેટ પર આવાં ટેમ્પ્લેટ્સ ઓફર કરતી અનેક સાઇટ્સ છે, જેમાંની એક છે www.vertex42.com જોન વિટવર નામના એક સ્પ્રેડશીટના જાણકારે મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી. કરતાં કરતાં ૨૦૦૩માં સ્પ્રેડશીટ્સ, ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર્સ અને ટાઇમ મેનેજમેન્ટનાં ટૂલ્સ ટેમ્પ્લેટ સ્વરુ‚પે આપતી એક સાઇટ વિકસાવી, જે અત્યારે નેટ પર આ બધા પ્રકારનાં ટેમ્પ્લેટ્સનો એક મહત્ત્વનો સ્રોત બની ગઈ છે. આ સાઇટ પર જુદાં જુદાં કેલેન્ડર્સ, પ્લાનર્સ, બિઝનેસ, ફેમિલી, ટાઇમશીટ, ઇન્વેન્ટરી,...

મલ્ટિમીડિયા ‘વિકિપીડિયા’

મલ્ટિમીડિયા ‘વિકિપીડિયા’ વિકિપીડિયા આપણને કોઈ એક વિષય પર અત્યંત વિગતવાર માહિતી આપી શકે છે, પણ કદાચ એ જ કારણસર આપણે વિકિપીડિયાથી દૂર ભાગીએ એવું બની શકે છે. આપણે ઓછા સમયમાં, જરુ‚ર પૂરતું જાણી લેવું હોય તો? જવાબ આપવાનો પ્રયાસ કરે છે ક્વિકી (http://www.qwiki.com). ક્વિકીની તેના નામ પ્રમાણે બે ખાસિયત છે, એક તો તે ક્વિક છે અને બીજું તે વિકી છે. એક અર્થમાં, ઇન્ટરનેટ પર વિકી એટલે સહિયારું સર્જન. ક્વિકી સાઇટ સહિયારા સર્જનની ભાવના અને શક્તિને આગળ ધપાવે છે. આ સાઇટ પર તમે કોઈ પણ વિષય સર્ચ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.