Home Tags 002_April-2012

Tag: 002_April-2012

પેપરમોડેલ્સની મસ્તીભરી દુનિયા

સામાન્ય રીતે, વેકેશન પડતાં જ છોકરાં (નાનાં હોય કે મોટાં) ટીવી અને કમ્પ્યુટર સામે ચીટકી જાય અને મા-બાપ થોડો સમય તો એ ચલાવી લે, પણ પછી એમને વાંધો પડે એ સ્વાભાવિક છે. કિડ્ઝની ચેનલ પર વારંવાર જોવા મળતી પેલી જાહેરખબરમાં કહે છે તેમ ‘હટા ટીવી, હટા કમ્પ્યુટર, દમ હૈ તો બાહર નીકલ’ વારંવાર બાળકોને કહેવું પડે તો વળી નવો પ્રોબ્લેમ થાય - ઘર બહાર જવું ક્યાં? અને કેટલીક વાર? બંગલો દરેક પાસે હોય નહીં અને દરેક એપાર્ટમેન્ટમાં કારનો એટલો ખડકલો થઈ પડ્યો છે કે બાળકો...

કરામતી મેથ્સ ગેમ્સનો ખજાનો!

ગણિતું નામ પડતાં કેટકેટલાય લોકો નાકનું ટીચકું ચઢાવતા હોચ છે, પણ દુનિયામાં એવા વિરલા પણ પડ્યા છે જે ગણિતને ખરેખર રમત વાત બનાવી શકે છે. આવા એક પ્રોફેસરની નિઃસ્વાર્થ મહેનતની વાત... આગળ શું વાંચશો? નાનામોટા સૌને ચકરાવે ચઢાવે એવી ટ્રાફિકજામ ગેમ જાતે બનાવો ગેમ રમવા શું જોઈએ? ગેમ કેવી રમશો? ગેમની થોડી પ્રેક્ટિસ કરી લો એકમાં અનેક ગેમની મજા ગણિતની લેબોરેટરી હોય? ભારતના વિખ્યાત ગણિતશાસ્ત્રી પ્રોફેસર એ. આર. રાવ માનતા હતા કે વિજ્ઞાનના બીજા વિષયોની જેમ ગણિત લેબોરેટરીમાં શીખવવામાં આવતું નથી એટલે બાળકોને ગણિત સમજવું મુશ્કેલ બને...

પેનોરમિક ફોટોગ્રાફીની રોમાંચક ઝલક

નાખી નજર પહોંચે એવાં દૃશ્યોે બરાબર એ જ રીતે તસવીરમાં કેદ કરવાની કલા એટલે પેનોરમિક ફોટોગ્રાફી. સાદા કેમેરાની મદદથી તમે પણ આવી ફોટોગ્રાફી કરી શકો છો, જોકે આવી તસવીરોને ઓનલાઇન જોવાની મજા અલગ જ છે! તમે તાજમહાલ તો જોયો હશે. પણ ક્યાંથી? નેચરલી, તેની સામે ઊભા રહીને અથવા તો જ્યાં બધા પ્રવાસીઓ પહોંચી શકે છે એ તાજના પહેલા મજલા પર ઊભા રહીને. પણ તાજના ગુંબજ પર ચઢીને - જ્યાં પ્રવાસીઓને જવાની મનાઈ છે - ત્યાંથી તાજનું મુખ્ય પ્રવેશદ્વાર, એની આસપાસનો બગીચો, દૂર ક્ષિતિજ સુધી પહોંચતી યમુના...

બનાવો તમારી પોતાની લાઇબ્રેરી, ઇન્ટરનેટ પર!

વાંચો શોખ હોય એ ઇન્ટરનેટ પર તમારી ફેવરિટ એવી જુદી જુદી એક સાઇટ્સની વારંવાર મુલાકાત લઈને થાકી જતા હો તો તમારા માટે આરએસએસ ખૂબ કામની સર્વિસ છે તમે તમારી શાળા-કોલેજ કે ગામ-શહેરની લાઇબ્રેરીમાં જ્યારે જાવ ત્યારે સામાન્ય રીતે કેવી લાગણી થાય? જો વાંચવાનો જરા સરખો શોખ હોય તો લાઇબ્રેરીમાં ગોઠવાયેલાં સંખ્યાબંધ પુસ્તકો જોઈને ક્યારેક તો એવો વિચાર ઝબકી જ જાય કે વાંચવા જેવું કેટકેટલું છે અને સમય કેટલો ઓછો છે! પાછું એવું પણ નથી કે લાઇબ્રેરીમાં જે કંઈ છે એ બધું જ આપણા રસનું છે. આવી સ્થિતિમાં...

સલામત વેબ બ્રાઉઝિંગ કરો, આ રીતે…

ઇન્ટરનેટનો જેમને ખાસ અનુભવ નથી, એવા લોકોએ ગાંઠે બાંધી રાખવા જેવી કેટલીક વાતો દરેક સર્વિસીસ માટે જુદા જુદા પાસવર્ડ વાપરો. જો તમે દરેક સાઇટ માટે જુદા જુદા પાસવર્ડનો ઉપયોગ કર્યો હશે અને જો તમારું સોશિયલ નેટવર્ક એકાઉન્ટ હેક થાય તો તમે એક જ એકાઉન્ટ ગુમાવશો, તમારા બાકીની સાઇટના પાસવર્ડ જુદા હોવાને લીધે તે બચી શકશે, તમારું સમગ્ર બેંક બેલેન્સ પણ. તમને ઓળખતા લોકો સહેલાઈથી અનુમાન કરી શકે એવા પાસવર્ડ રાખશો નહીં. વધુ સલામત વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરો. જેમ કે ફાયરફોક્સનો પ્રાઇવેટ બ્રાઉઝિંગ મોડ, એડબ્લોક એક્સ્ટેન્શન અને જાવા...

ઓછામાં ઘણું મેળવીએ!

 બહુ મોટો પ્રોબ્લેમ છે અતિરેક. માહિતીનો રીતસર વિસ્ફોટ સર્જ્યો છે ઇન્ટરનેટે ને પાછો એવો, જે સતત ચાલતો જ રહે છે! બધું વાંચવું કે જોવું બિલકુલ જરૂરી નથી, તેમ બિલકુલ ન વાંચવાથી કે જોવાથી પણ ચાલે તેવું નથી. તો કરવું શું?  ઇન્ટરનેટ જ એનો ઉપાય આપે છે - રિયલી સિમ્પલ સિન્ડિકેશનના સ્વરુપમાં. આરએસએસ ફીડ એ તેના રીડર ઇન્ટરેનેટની આપણી મગમતી એક સાઇટ્સ પર સરળતાથી એને ઝડપી નજર રાખવાની સવલત આપે છે. એક વાર થોડો સમય કાઢીને તમારી પસંદ અનુસારની સાઇટ્સની ફીડ સબસ્ક્રાઇબ (ફ્રીમાં) કરી લો એ...

કમ્પ્યુટર બહુ ધીમું ચાલે છે?

આ આપણા સૌની લગભગ કાયમી ફરિયાદ હોય છે. કમ્પ્યુટરની નિયમિત - બધી રીતે - સાફસફાઈ કરીને આ પ્રશ્ન નિવારી શકાય છે. ઘરની સફાઈમાં મોડું કરીએ તો કદાચ ચાલી જાય, પણ કમ્પ્યુટરની સફાઈ નિયમિત થવી જરૂરી છે, એમાં એક તરફ ‘નિર્મળ ગુજરાત’નાં સૂત્રો પોકારીએ અને બીજી તરફ પોતાના જ એપાર્ટમેન્ટની લિફ્ટ સુધ્ધાંમાં પાનની ચિકારીઓ મારતા રહીએ એવું ન ચાલે. લિફ્ટ પણ સાફ રહેવી જોઈએ અને કમ્પ્યુટરની સફાઈ પણ થવી જ જોઈએ, નિયમિત. કેમ? કારણ સ્પષ્ટ છે. સફાઈ કરતા ન રહીએ તો લાંબે ગાળે કમ્પ્યુટરના પરફોર્મન્સ પર ‘ચોખ્ખી’...

પ્રતિભાવ

માહિતીનો તો તમે નાયગરા ધોધ વહાવી દીધો... ખૂબ ખૂબ શુભેચ્છા ‘સાયબરસફર’ના આગલા અંકો માટે.  માહિતીભૂખ તમારા લેખો થકી આ વિષયમાં એટલી બધી હવે વધી ગઈ છે કે માસિક ને પખવાડિક બનાવો તો મોજ પડે. વાચક તરીકે અમારો સાથ સદાય તમારી જોડે છે જ. બસ આવી જ રીતે આંગળી પકડીને સાયબર જગતની અને માહિતીની નિતનવી સફર કરાવતા રહજો... ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ ખૂબ આભાર. ગુજરાતના વાચકો માટે આ વિષયનું વાંચન ઉપલબ્ધ કરવા બદલ આભાર. પાર્થ ભટ્ટ, અમદાવાદ પહેલો અંક ગમ્યો. ડાઉનલોડ અને  સાયન્સઝોન વિભાગ ગમ્યા, પણ...

વેકેશન પ્લાન : આઉટ-ડોર કે ઈન-ડોર!

મિત્રો, વેકેશનની પડઘમ સંભળાઈ રહી છે. કેટલાંક ગેજેટ - સેવી માતાપિતાઓ પોતાના સંતાનોને નવી ગેમ્સ અપાવશે. પી.એસ.પી. એક્સ બોક્સ, ‘વી’ કે પછી ઓનલાઇન ગેઈમ્સની વ્યવસ્થા થશે. આ ડાયલોગ સાંભળો... ‘જો અંશબેટા, આ વખતે ચોથા ધોરણની તારી ફાઇનલ એક્ઝામમાં ૮૫ ટકા આવશે તો તે પ્લે સ્ટેશન અપાવીશું’ ડેડી બોલ્યા. અંશબેટાએ બીજી ડિમાન્ડ કરી ‘મે પ્લે સ્ટેશન નહીં, પણ ‘વી’ ગેમ જ જોઈએ. મારા ફ્રેન્ડ્ઝ પાસે એ જ છે. મને બીજું કાંઈ ન જોઈએ.’ અને આવા અંશબેટાઓ પ્લે સ્ટેશન માટે યેન કેન પ્રકારેણ જરૂરી ટકા કે ગ્રેડ લાવી દે...

જીમેઇલનો આરંભ: ૧ એપ્રિલ, ૨૦૦૪

જીમેઇલનો આરંભ: ૧ એપ્રિલ, ૨૦૦૪ સર્ચએન્જિન ક્ષેત્રે સિક્કો જમાવનાર ગૂગલે જીમેઇલ દ્વારા ઈ-મેઇલ સર્વિસનો આરંભ કર્યો ત્યારે મેઇલ બોક્સની સ્ટોરેજ કેપેસિટી મર્યાદિત (મેગાબાઇટમાં) હતી. વધારે જગ્યા જોઈતી હોય તો ડોલર ભરવા પડે. મેઇલબોક્સમાં પાનું લોડ થતાં પણ વાર લાગતી હતી. જીમેઇલના આગમનથી એ સમીકરણો કાયમ માટે બદલાઈ ગયાં. વાયર્ડ સામયિકના એક લેખમાં જણાવ્યું છે કે જીમેઇલના શરૂઆતનાં વર્ષોમાં ડિલીટનું બટન જ ન હતું. કારણ કે કશું ડીલીટ કરવાની નજર ન પડે એટલી સ્ટોરેજ કેપેસિટી (૧ ગિગાબાઇટ) આપવામાં આવતી હતી. ઝડપ અને સ્ટોરેજ કેપેસિટીથી વટ પાડનાર જીમેઇલમાં લગભગ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.