Home Tags 001_March-2012

Tag: 001_March-2012

ઇન્ટરનેટ સહકારી મંડળી વિકીનાં મંડાણ: ૨૫ માર્ચ, ૧૯૯૫

ઇન્ટરનેટ સહકારી મંડળી વિકીનાં મંડાણ: ૨૫ માર્ચ, ૧૯૯૫ વેબસાઇટનું નામ હતું વિકીવિકીવેબ. તેનો હેતુ ફક્ત લોકો માટે નહીં, પણ લોકો દ્વારાની ભાવના અમલી બનાવવાનો હતો. વેબસાઇટ પર ગણ્યાગાંઠ્યા લોકો લખે ને બાકીના ફક્ત વાંચે એવું નહીં. અમુક મયર્દિામાં રહીને સૌ સાઇટ પરની સામગ્રીમાં પોતાનું પ્રદાન આપી શકે. એ રીતે વિકી-સાઇટ દુનિયાના જુદા જુદા ખૂણે બેઠેલા લોકોનું સહિયારું સર્જન બની રહે. સાઇટની શરુઆત કરનાર વોર્ડ કનિંગહામના મનમાં હવાઈ ટાપુની મુલાકાત વખતે કાને પડેલો શબ્દપ્રયોગ વિકીવિકી વસી ગયો હતો. તેનો અર્થ હતો : ફટાફટ કે ઝડપી. સહિયારા પ્રદાનના...

‘ટ્વીટર’ પર પહેલો ટહુકો : ૨૧ માર્ચ, ૨૦૦૬

‘ટ્વીટર’ પર પહેલો ટહુકો : ૨૧ માર્ચ, ૨૦૦૬ ફક્ત ૧૪૦ અક્ષરો (કેરેક્ટર)માં હાલ-એ-દિલ જાહેર કરવાની સુવિધા આપતી ‘માઇક્રોબ્લોગિંગ સાઇટ’ ‘ટ્વીટર’નું માળખું ગોઠવાયા પછી, તેના થકી વહેતો મુકાયેલો પહેલો ટ્વીટ હતો : ‘ઇનવાઇટિંગ કોવર્કર્સ.’ લખનાર હતા કંપનીના સહસ્થાપક જેક ડોર્સી. શરૂઆતમાં twttr તરીકે ઓળખાતી આ સેવાએ પક્ષીઓના કલબલાટ માટે વપરાતા ‘ટ્વીટ’ શબ્દનો અર્થ ધરમૂળથી બદલી નાખ્યો અને અંગ્રેજી ભાષાને, ‘ટ્વીટરવર્સ’ (ટ્વીટરજગત) જેવો નવો શબ્દ આપ્યો. ટ્વીટર પર હવે રોજના લાખોની સંખ્યામાં માણસો સાર્થક-નિરર્થક તમામ પ્રકારનો કલબલાટ મચાવે છે. ‘ટ્વીટર’ પર નબળી ક્ષણોમાં કંઈક લખ્યા પછી નેતાઓને હોદ્દા ગુમાવવાનો...

ચંદ્રયાત્રાનાં દ્વાર ખોલતી રોકેટ-ઉડાન : ૧૬ માર્ચ, ૧૯૨૬

ચંદ્રયાત્રાનાં દ્વાર ખોલતી રોકેટ-ઉડાન : ૧૬ માર્ચ, ૧૯૨૬ ૧૯૨૦ના દાયકામાં અમેરિકાના વિજ્ઞાની રોબર્ટ ગોડર્ડે રોકેટના જોરે ચંદ્ર સુધી પહોંચવાની વાત કરી ત્યારે ‘ન્યુયોર્ક ટાઇમ્સ’ જેવા પ્રતિષ્ઠિત અખબારે તેમની હાંસી ઉડાવી હતી, પણ ‘એપોલો ૧૧’ યાનની સફળ ચંદ્રયાત્રા પછી ૧૭, ૧૯૬૯ના રોજ ‘ટાઇમ્સે’ પોતાની પાંચ દાયકા જૂની ભૂલ બદલ માફી માગી. પ્રવાહી બળતણના ઓછામાં ઓછા જથ્થા દ્વારા મહત્તમ વેગ અને ધક્કો હાંસલ કરીને અવાજથી વધારે ઝડપે ઉડ્ડયનો યોજવાનું - બીજા ગ્રહો સુધી પહોંચવાનું સુધ્ધાં શક્ય છે એવું પહેલી વાર ગોડર્ડે કહ્યું અને મેસેચુસેટ્સના એક ખેતરમાં રોકેટનું સફળ...

પહેલા ‘ડોટ કોમ’ એડ્રેસની નોંધણી : ૧૫ માર્ચ, ૧૯૮૫

પહેલા ‘ડોટ કોમ’ એડ્રેસની નોંધણી : ૧૫ માર્ચ, ૧૯૮૫ વેબસાઇટના આંકડાકીય સરનામાને સરળ સ્વ‚પે રજૂ કરતાં ‘ડોમેઇન નેમ’નો આંકડો અત્યારે કરોડોમાં પહોંચ્યો છે, પણ પહેલું ડોમેઇન નેમ symbolics.com નોંધાવવાનો વિચાર ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ સોફ્ટવેરના ક્ષેત્રે કામ કરતી મેસેચુસેટ્સની સિમ્બોલિક્સ કંપનીને આવ્યો, ઇન્ટરનેટ ત્યારે ગણ્યાગાંઠ્યા અભ્યાસીઓ પૂરતું મર્યાદિત હતું. વર્લ્ડ વાઇડ વેબ (www) તરીકેનું તેનું વિરાટ-લોકભોગ્ય સ્વરુ‚પ આવવાની વાર હતી. એટલે જ કંપનીના નામનું ડોમેઇન નેમ રજિસ્ટર કરાવવાની કોઈને ઉતાવળ ન હતી. આખા ૧૯૮૫માં ફક્ત પાંચ ડોમેઇન નેમ રજિસ્ટર થયાં. ‘એપલ’ કંપનીએ ૧૯૮૭માં અને ‘માઇક્રોસોફ્ટ’ના બંદાઓએ તો છેક ૧૯૯૧માં...

સાતમા ગ્રહની શોધ : ૧૩ માર્ચ, ૧૭૮૧

સાતમા ગ્રહની શોધ : ૧૩ માર્ચ, ૧૭૮૧ ખગોળઅભ્યાસી વિલિયમ હર્ષલે આકાશભણી ટેલિસ્કોપ માંડીને યુરેનસ ગ્રહની હાજરી પહેલી વાર નોંધી ત્યારે તેમને એ ગ્રહને બદલે ધૂમકેતુ લાગ્યો હતો. અગાઉના ખગોળશાસ્ત્રીઓ તેની હાજરી નોંધી ચૂક્યા હતા, પણ તેનો વધુ અભ્યાસ કરીને પ્રચલિત ગ્રહોમાં સ્થાન અપાવવાનું શ્રેય હર્ષલને મળ્યું. ગ્રહના નામકરણમાં ખુદ હર્ષલે બ્રિટનના રાજા જ્યોર્જ ત્રીજાના નામનું સૂચન કર્યું, પરંતુ જર્મન ખગોળશાસ્ત્રી બોડના સૂચનથી, ગ્રીક દંતકથાના પાત્રના આધારે તેને ‘યુરેનસ’ નામ મળ્યું. હર્ષલના અવલોકનનાં ૨૦૫ વર્ષ પછી વોયેજર ટુ યાને ૧૯૮૬માં યુરેનસની મુલાકાત લઈને તેનો નિકટ પરિચય પૂરો પાડ્યો. યુરેનસ...

ટેલિફોનનો સફળ પ્રયોગ : ૧૦ માર્ચ, ૧૮૭૬

ટેલિફોનનો સફળ પ્રયોગ : ૧૦ માર્ચ, ૧૮૭૬ ડેશ અને ડોટના મોર્સ કોડ થકી મોકલાતા ટેલિગ્રાફ સંદેશાની બોલબાલા હતી, ત્યારે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ અને એલિશા રે પોતપોતાની રીતે અવાજને મોજાં સ્વરૂપે એક છેડેથી બીજા છેડે મોકલવાના પ્રયોગ કરી રહ્યા હતા. બન્નેનું કામ લગભગ સાથે પૂરું થયું અને પોતપોતાની ડિઝાઇન સાથે તે પેટન્ટ ઓફિસ પહોંચ્યા, પણ પેટન્ટ રજિસ્ટર કરાવવામાં બેલનો નંબર પહેલો લાગ્યો. ટેલિગ્રાફ પર એકસાથે એકથી વધુ સંદેશા મોકલવાના અખતરા કરતી વખતે બેલને અવાજ મોકલવાની તરકીબ હાથ લાગી ગઈ. તેના આધારે ડિઝાઇન કરેલા ટેલિફોન પર બેલનો - અને ટેલિફોનના...

સોશિયલ મીડિયાના બિઝનેસનો ઇતિહાસ

આપણે તો સોશિયલ નેટવર્કિંગે નામે આજકાલા ઓર્કૂટ (હવે ભુલાઈ પણ ગયું!), ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ કે નવાસવા પિન્ટરેસ્ટને જ જાણી છીએ, પણ ‘માનવ એક સામાજિક પ્રાણી છે’ એ વાત ફરી યાદ અપાવી દેનારા આ સોશિયલ નેટવર્કિંગના મૂળ છેક વર્ષ ૧૯૭૮માં નખાયાં હતાં. દુનિયા વધુ ને વધુ નાની ને લોકોને પરસ્પર વધુ નજીક લાવતા આ જબરા બિઝેસનો ઇતિહાસ તપાસીએ.  ૧૯૭૮ વોર્ડ ક્રિસ્ટેન્સન અને રેન્ડી સ્યુએસ નામના બે કમ્પ્યુટરા અખતરાબાજોએ મિત્રો સાથે નવાજૂનીનો આપલે કરવા માટે કમ્પ્યુટરાઇઝ્ડ બુલેટિન બોર્ડ સિસ્ટમ (બીબીએસ) વિકસાવી. ૧૯૯૩ ઇલિનોઇસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મોઝેઇક નામનું...

ફેસબુક પર મહેન્દ્ર મેઘાણી: છે અને નથી

ફેસબુક આજની ‘યંગ’ અને ‘હેપ’ જનરેશન માટે છે એવું માનતા હો તો તમે ભૂલ કરો છો. ગુજરાતીઓને સાત્વિક વાંચન તરફ વાળનારા મહેન્દ્રદાદા ૮૯ વર્ષે પણ ફેસબુકને ‘લાઇક’ કરે છે! એમના અનુભવો ઉર્વીશ કોઠારીની કલમે. "પહેલાં મને એવું હતું કે ફેસબુક એટલે એવી જગ્યા જ્યાં નવરા લોકો અરસપરસ વાતો કરવા આવે છે, પણ પછી મારા એકાઉન્ટ પર આવતા પ્રતિભાવ જોઇને સમજાયું કે સાવ એવું નથી. સાહિત્યના પ્રચાર-પ્રસાર જેવા ઘણા હેતુઓ માટે કમ્પ્યુટર-ઇન્ટરનેટ અદ્ભુત શોધ છે, એવું સ્વીકારતા મહેન્દ્રભાઈ પચીસ-પચાસ વર્ષ પહેલાં ઇન્ટરનેટ આવ્યું હોત તો તમે શીખ્યા હોત?...

ફેસબુકની કમાણી : કેટલી અને કેવી રીતે?

ગયા મહિને ફેસબુકે આઇપીઓની અરજી ફાઈલ કર્યા પછી આ સોશિયલ નેટવર્ક જાયન્ટનાં આર્થિક પાસાંની કેટલીય રસપ્રદ વાતો પ્રકાશમાં આવી છે... સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એક્ટિવ સભ્યો બીજી સાઇટ્સ પર કેટલો ટ્રાફિક મોકલી શકે છે અને અંતે એની કંપનીને કેટલો બિઝનેસ મળે છે એના આધારે સોશિયલ નેટવર્કિંગ સાઇટનું વજન મપાતું હોય છે. ગુજરાતનાં ગામડાંઓમાં ગામના ચોરે, વડલાના ઓટલે બેઠાં બેઠાં ગામના મોભીઓ અલકમલકની વાતો કરે એનાથી વડદાદાને શો ફાયદો થતો હશે એ તો વડલાને વાચા ફૂટે તો આપણને ખબર પડે, પણ આ જ પ્રવૃત્તિ જો લોકો ઇન્ટરનેટ પર...

એક ટ્વીટની મજેદાર સફર

અહીં બાજુમાં જે આપ્તોયું છે એ તો  ફક્ત હળવાશભરી કલ્પના છે, પણ સોશિયલ મીડિયા છે જબરજસ્ત પાવરફુલ. તેની તાકાત સમાયેલી છે આંખના પલકારામાં એક સાથે અનેક લોકો સુધી પહોંચવાની તેની ક્ષમતામાં. હમણાં ટીવી પર પેલી ‘જજસા’બ, એક નહીં, અનેક ચશ્મદીદ ગવાહ હૈં’ વાળી જાહેરાત જોતા જ હશો!  સોશિયલ મીડિયાનો સૌથી સ્માર્ટ ઉપયોગ કર્યો બરાક ઓબામાએ. ૨૦૦૭ની શરુઆતમાં તેમને ખાસ કોઈ જાણતું નહોતું. ત્યાંથી શરુ કરીને નવેમ્બર ૨૦૦૮માં એ અમેરિકાના ૪૪મા પ્રમુખ બનવા સુધીની એમની સફરમાં સોશિયલ મીડિયાએ બહુ મોટો ભાગ ભજવ્યો હોવાનું કહેવાય છે. ઓબામાએ ઈ-મેઇલ,...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.