Home Tags 000_February-2012

Tag: 000_February-2012

ભૂગર્ભ રેલવે : ૧૦ જાન્યુઆરી, ૧૮૬૩

જમીન નીચે બોગદાં ખોદીને ટ્રેન- એ પણ સ્ટીમ એન્જિનવાળી ધુમાડિયા ટ્રેન દોડાવવાનું અશક્ય લાગતું કામ પહેલી વાર લંડનમાં સંપન્ન થયું. આ દિવસે સાડા પાંચ કિલોમીટર લાંબી ‘ટ્યૂબ’-ભૂગર્ભ રેલની સેવાનો આરંભ થયો. પહેલા જ દિવસે ૪૦ હજાર લંડનવાસીઓ આ અજાયબીનો લહાવો લેવા ઊમટી પડ્યા. ટ્રેનને આખરી મંજિલ સુધી પહોંચવામાં ૧૮ મિનિટનો સમય લાગતો હતો. વાહનવ્યવહારની નવી સુવિધા લંડનવાસીઓને એટલી માફક આવી કે બે દાયકામાં લંડનની ‘ટ્યૂબ’માં વર્ષે ચાર કરોડ લોકો અવરજવર કરવા લાગ્યા. બીજા વિશ્વયુદ્ધ વખતે ‘ટ્યૂબ’નાં ભોંયરાંને હવાઈ આક્રમણથી બચવા માટેના આશ્રય તરીકે પણ ઉપયોગમાં...

કમ્પ્યુટરની તબિયત કેમ સાચવશો?

ઘરમાં કમ્પ્યુટર હોય એ તેની ઠીક ઠીક સારસંભાળ રાખી શકે એવું કોઈ હોય તો તો વાંધો નહીં, પણ ઘણા પરિવારોમાં સંતાનો પરદેશ હોય અને વતનમાં માતા-પિતા એકલાં હોય ત્યારે તેમા માટે કમ્પ્યુટરના મેઇન્ટેન્સની કેટલીક પાયાની વાતો જાણી લેવી જરુરી છે. ખાસ તો એટલા માટે કે તમે જેની પાસેથી કમ્પ્યુટર લીધું હોય એ રુપિયા આપવા તૈયાર હોવા છતાં પણ નાની નાની વાત માટે તમારી મદદે આવશે નહીં. તો જાતે જ કમ્પ્યુટરને સ્વસ્થ-તંદુરસ્ત રાખતાં શીખી લેવામાં શો વાંધો? અહીં આવી કેટલીક બિલકુલ પાયાની વાતો આપી છે : આગળ...

સફળતા સુધી પહોંચાડનારી નિષ્ફળતા : ‘એપલ’નું ‘લિસા’ કમ્પ્યુટર ૧૯ જાન્યુઆરી, ૧૯૮૩

‘લિસા’ પહેલાંના કમ્પ્યુટર પાસે કામ કરાવવું હોય તો સામાન્ય માણસને ટપ્પી ન પડે એવા કમાન્ડ આપવા પડે, કમ્પ્યુટરને કંઈક ‘કહેવા’ માટે ફક્ત કી-બોર્ડ હોય અને સ્ક્રીન પર ધોળાધબ્બ અક્ષરો. સ્ટીવ જોબ્સ અને તેમની ટીમે તૈયાર કરેલા ‘લોકલ ઇન્ટિગ્રેટેડ સોફ્ટવેર આર્કિટેક્ચર’ (લિસા)થી પાયાનું પરિવર્તન આવ્યું. સ્ક્રીન પર નીરસ વાક્યોને બદલે ચિહ્નો-આઇકન આવ્યાં. કી-બોર્ડની સાથે માઉસ (ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ) પણ આવ્યું, જે અસલમાં ‘ઝેરોક્સ’ કંપનીની શોધ હતી. ‘ખુલ જા સીમ સીમ’ જેવા અટપટા કોડ લખવાને બદલે ફક્ત માઉસ વડે ક્લિક કરવાથી કમ્પ્યુટરના પ્રોગ્રામ ખૂલવા લાગ્યા. મોંઘીદાટ કિંમત...

ક્વિક ક્લિક્સ

આગળ શું વાંચશો? મોબાઇલનો કયો પ્લાન તમને ફાયદાકારક છે? નેટ વિનાના ફોન પર ફેસબુક મોબાઈલમાં ગુજરાતી વાંચો દુનિયાભરનાં અખબારો બુકબૂનઃ ખરેખર પુસ્તકોનું વરદાન મધુર ગીતોની મહેક ગીતા દત્તનાં ગીતોની સુરીલી સફર મદનમોહનના પરિવારનું પિતૃતર્પણ મોજમસ્તીનો મસ્ત ખજાનો માતૃત્વને સમર્પિત સાઇટ પેપરક્રાફ્ટનો ક્રિયેટિવ પાર્ક મોબાઇલનો કયો પ્લાન તમને ફાયદાકારક છે? તમારી પાસે મોબાઇલ છે કે નહીં એનો જવાબ અચૂક હા હોવાનો અને તમે તમારા વપરાશ મુજબ બરાબર હોય એવો બિલ પ્લાન મોબાઇલ વાપરો છો કે નહીં એવો જવાબ અચૂક, અને તો ખબર નહીં એવો હોવાનો! હવે તો...

રોબોટની નાટકીય કલ્પના : ૨૫ જાન્યુઆરી, ૧૯૨૧

ચેકોસ્લોવાકિયાના પાટનગર પ્રાગના ‘નેશનલ થિયેટર’માં ઊઘડેલા ચાપેકના નાટક ‘આર.યુ.આર.’નો વિષય વિચિત્ર રીતે રસપ્રદ હતો : રાસાયણિક પ્રક્રિયાથી બનેલા અને હૂબહૂ માણસ જેવો દેખાવ ધરાવતા ‘રોબોટ’ (ચેક ભાષામાં ‘રોબોટા’ એટલે ‘મજૂરી’). તેમને કામ સોંપીને નિશ્ચિંત બનેલી માનવજાતને ખતમ કરવા સુધી રોબોટ આવી જાય, એવી કથા હતી.  દાયકાઓ પછી ચોક્કસ બાબતો પૂરતું- ‘એક ઇન્દ્રિયનું જ્ઞાન’ ધરાવતા ‘રોબોટ’ કલ્પના મટીને વાસ્તવિકતા બન્યા. યોગાનુયોગે, ૨૫ જાન્યુઆરી, ૧૯૭૯ના રોજ ‘ફોર્ડ’ કંપનીમાં સુરક્ષાખામીને લીધે એક રોબોટનો પોલાદી હાથ એક કામદારના માથે હથોડાની જેમ અથડાતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આખું નાટક માણો અહીં : http://goo.gl/TA0lB

ફેસબુક કે સ્ટ્રેસબુક

મિત્રો, આજે દરેકના હાથમાં ક્લિક અને કમ્પ્યુટર છે. હવે તો ‘ટચ’નો જમાનો છે પણ આપણે હૃાુમન ટચ ગુમાવતાં જઇએ છીએ. ક્યારેક અહંકારના કે શરમના ભાર તળે ગૂંગળાઈએ છીએ. મોઢું બંધ રાખીને જાતે જ પોતાના નાકને દબાવીએ છીએ અને ખોખલી સક્સેસ અને હેપ્પિનેસનો દેખાડો કરીએ છીએ. ટેક્નોલોજીમાં મોડર્ન ટચ દેખાડવામાં ગૌરવ અનુભવીએ છીએ, પણ પોતાની જાત સાથે હૃાુમન ટચ છૂટતો જાય છે. ચાલો, આવા જ એક કિસ્સા વડે પોતાની જાતમાં પ્રકાશ પાડવાની કોશિશ કરીએ. એક કિસ્સો જોઈએ. કુંજલ અને અર્જુન એમની પહેલી જ એનિવર્સરીએ એક બ્યુટીફૂલ...

ઓક્સફર્ડ ડિક્શનરી: ૧ ફેબ્રુઆરી, ૧૮૮૪

અંગ્રેજી ભાષા, શબ્દો, તેના ઉચ્ચારો, લખાણોમાં તેના ઉપયોગ અને ઇતિહાસ માટે સૌથી અધિકૃત અને સૌથી પ્રમાણભૂત ગણાતી ઓક્સફર્ડ ડિક્શનરીનો પહેલો ભાગ- ફેસિકલ- પ્રકાશિત થયો. ત્યાં સુધી અંગ્રેજી ભાષાા આધારભૂત અને સર્વસમાવેશક શબ્દકોશનો અભાવ હતો. લંડનની ફિલોલોજિકલ (ભાષાશાસ્ત્રને લગતી) સોસાયટીએ ઇ.સ.૧૮૫૭માં પહેલી વાર ઇ.સ.૧૧૫૦થી અંગ્રેજી ભાષાના તમામ શબ્દો ધરાવતી ૪ ખંડ અને ૬,૪૦૦ પાનાંની ડિક્શનરીની યોજના ઘડી ત્યારે એ કામ ૧૦ વર્ષમાં પૂરું કરવાની તેમની ધારણા હતી. પરંતુ એ મહાકાર્ય ૧૦ ખંડ અને આશરે ૪૪ વર્ષ સુધી લંબાયું. તેમાં ચારેક લાખ શબ્દોનો સમાવેશ થતો હતો....

બ્લોગ્સની મારા જીવન પર અસર

ધોધ બનીને એકધારું પડતું પાણી પર્વતને કોતરીને સરોવર રચી દે છે. મારા જીવનનો એક અનિવાર્ય અને અદ્વૈત હિસ્સો બની ગયેલા મારા બે બ્લોગ્સ મારા જીવનમાં આવું જ વહેણ, આવો જ ધોધ બનીને આવ્યા છે. આપણી આસપાસ ઘટતી નાની-મોટી બધી જ ઘટનાઓ આપણી જિંદગી પર નાની-મોટી છતાં અમીટ છાપ છોડી જાય છે. પવન અને પાણીના વહેણનો એકધારો બદલાવ નદીના કિનારાનો આકાર પણ બદલી નાખે છે. ધોધ બનીને એકધારું પડતું પાણી પર્વતને કોતરીને સરોવર રચી દે છે. મારા જીવનનો એક અનિવાર્ય અને અદ્વૈત હિસ્સો બની ગયેલા મારા...

ફેસબુકની શરૂઆત (લાઇક, લાઇક, લાઇક): ૪ ફેબ્રુઆરી, ૨૦૦૪

વિશ્વભરમાં કુલ ૮૦ કરોડથી પણ વધુ યુઝર્સ ધરાવતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને હજુ માંડ આઠ વર્ષ થયાં, પણ તેનો વ્યાપ અને પ્રભાવ એવો છે, જાણે તે આઠ દાયકાથી ચાલતી હોય. માર્ક ઝકરબર્ગ અને મિત્રોનું આ સર્જન શરૂઆતમાં હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પૂરતું સીમિત હતું. ધીમે ધીમે વિદ્યાકીય વર્તુળોમાં તેનું ચલણ વધ્યું, થોડું ઘણું નામ થતાં બહારના લોકો માટે ફેસબુકના દરવાજા ખુલ્યા. તેના પગલે પોતાની વાતો, વિચારો, વીડિયો, તસવીરો બધું ફેસબુક પર શેર કરવા, જૂના મિત્રોને શોધવા અને નવા મિત્રો મેળવવા ફેસબુક પર થયેલો અભૂતપૂર્વ ધસારો...

તમારી ‘હાર્ડ ડ્રાઇવ’માં ડાઉનલોડ કરવા જેવો પ્રોગ્રામ

કસ્ટમર : હલ્લો, મારે મારી સિસ્ટમમાં એક એવો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો છે, જેનાથી કોઈ ટેન્શન વિના આખી સિસ્ટમ સરસ રીતે ચાલે. મને મદદ કરશો? મને ટેકનિકલ બાબતો બહુ સમજાતી નથી. કસ્ટમર કેર સર્વિસ : નો પ્રોબ્લેમ! હું કહું એમ કરતા જાવ. સૌથી પહેલાં તો ‘માય હાર્ટ’ ડ્રાઇવ ઓન કરો. કસ્ટમર : પણ એમાં તો બીજા કેટલાય પ્રોગ્રામ્સ રન થઇ રહ્યા છે! કસ્ટમર કેર સર્વિસ : કેવા પ્રોગ્રામ્સ? કસ્ટમર: ઊભા રહો કહું છું. અત્યારે PASTHURT.EXE, LOWESTEEM.EXE GRUDGES.EXE A“¡ RESENTMENT.EXE એ બધા પ્રોગ્રામ રન થઈ રહ્યા છે. કસ્ટમર કેર સર્વિસ : કંઈ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.