પ્લે સ્ટોરમાં ગેમની ટેસ્ટ ડ્રાઇવ લો!

વધી રહી છે અને તેની સાથોસાથ દરેક ગેમ એપની સાઇઝ પણ વધી રહી છે! ક્લેશ રોયાલ જેવી લોકપ્રિય એપ ૯૪ એમબીની છે તો આસ્ફાલ્ટ-૮ જેવી અફલાતુન એકસ્ટ્રીમ રેસિંગ ગેમની સાઇઝ ૧.૫ જીબી સુધી પહોંચી રહી છે!

તકલીફ એ છે કે ઘણી ગેમ્સ એવી પણ હોય કે તે ૪૦-૫૦ એમબીની હોવા છતાં આપણે ડાઉનલોડ કરીએ અને પછી એક બે લેવલ રમીએ ત્યારે ખ્યાલ આવે કે ગેમમાં કંઈ મજા આવે એવું નથી. પરિણામે આપણે ગેમ અનઇન્સ્ટોલ કરવી પડે.

હવે ગૂગલ ‘પ્લે ઇન્સ્ટન્ટ ગેમ્સ’ નામની સગવડની મદદથી આ તકલીફનો ઉકેલ મળશે. આ નવી સર્વિસને કારણે આપણે પ્લે સ્ટોરમાં જુદી જુદી ગેમ્સ બ્રાઉઝ કરી રહ્યા હોઇએ ત્યારે તેમાંની કેટલીક ગેમ ડાઉનલોડ કર્યા વિના તરત ને તરત રમી જોવાનો ચાન્સ મળશે. આ રીતે આપણે ગેમના શરૂઆતના એક-બે લેવલની અજમાયશ કરી શકીશું.

અત્યારે ગૂગલે ક્લોઝ્ડ બિટા સ્વરૂપે આ સર્વિસ લોન્ચ કરી છે એટલે માત્ર અમુક ગેમ ડેવલપર તેનો લાભ લઈ શકે છે. ઉપરાંત આ સર્વિસ ધીમે ધીમે રોલ આઉટ થઈ રહી છે. શરૂઆતમાં ક્લેશ રોયાલ, વર્ડ્ઝ વીથ ફ્રેન્ડઝ ટુ, બબલ વીચ ૩ સાગા જેવી કેટલીક ગેમમાં ઇન્સ્ટન્ટ પ્લેની સગવડ મળી રહી છે. ધીમે ધીમે આ યાદી લંબાશે. આપણે ‘ટ્રાય નાઉ’ બટન પર ક્લિક કરીને ગેમ ડાઉનલોડ કર્યા વિના તેને રમી શકીશું.

એ ખાસ નોંધવા જેવું છે કે ગયા ફક્ત એક વર્ષમાં ગૂગલ પ્લે સ્ટોર પર ગેમ ડાઉનલોડ થવાની સંખ્યા આગલા વર્ષ કરતાં બમણી થઈ ગઈ છે!

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here