ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૫૧, મે ૨૦૧૬

આપણો દેશ ગજબના વિરોધાભાસોનો દેશ છે. એક તરફ આપણી બેન્ક્સ વિજય માલ્યા જેવા લેણદારોને હજારો કરોડોની લોન આંખ મીંચીને આપી દે છે અને પછી પરત મેળવી શકતી નથી. બીજી તરફ, આ જ બેન્કોની બનેલી વ્યવસ્થા, આખા વિશ્વમાં અજોડ ગણાય એ રીતે, એક-સવા અબજ લોકો સુધી વિસ્તારી શકાય એવી કેશ-લેસ સિસ્ટમ પણ વિક્સાવવા તરફ આગળ વધી શકે છે! 

Read more: વિરોધાભાસ વચ્ચે આશાનો સંચાર

ગયા મહિેને ભારતે આખા દેશને કેશ-લેસ સોસાયટી બનાવવાની દિશામાં હરણફાળ બની શકે એવી એક પહેલ કરી, જેની આખી દુનિયાએ નોંધ લીધી. આ નવો વિચાર સફળ રહેશે તો થોડા મહિનામાં આપણે કરિયાણાવાળા કે પ્લમ્બરને પણ મોબાઇલથી પેમેન્ટ કરતા થઈ જઈશું!

આ લેખનો વિષય સૂચવનાર વાચક મિત્ર : તપન મારુ, પૂણે  

આગળ શું વાંચશો?

 • યુપીઆઇથી શો લાભ થશે?
 • યુપીઆઇનો લાભ કેવી રીતે મળશે?
 • યુપીઆઇના ભાવિ ઉપયોગ
 • યુપીઆઇ સફળ થશે?
 • રેલવે રિઝર્વેશન કરી શકાશે આ રીતે...
 • યુપીઆઈનાં જમા પાસાં
 • આધાર કાર્ડનું યુપીઆઈ કનેક્શન
 • ફેસબુક મેસેન્જરમાં પણ રકમની આપલે! 
Subscribe to read more...

અંગ્રેજી ભાષા પર તમારી ઠીક ઠીક પકડ હોય, પણ તમે વિવિધ શબ્દોની ઊંડી સમજ કેળવવા માગતા હો તો આ વેબસાઇટની વારંવાર મુલાકાત લેવા જેવી છે! 

Subscribe to read more...

વોટ્સએપનો તમે રોજેરોજ ઉપયોગ કરતા હો, તો પણ તેમાં ઉમેરાયેલાં કેટલાંક નવાં ફીચરથી હજી તમે અજાણ હો એવું બની શકે છે. અહીં વોટ્સએપની એવી કેટલીક નવી સુવિધાઓની માહિતી આપી છે, જે કાં તો તમારા ફોનમાં આવી ગઈ હશે, અથવા નવા અપડેટ સાથે આવવામાં હશે. કેટલીક સુવિધાઓ એવી પણ છે, જે હજી ફક્ત આઇઓએસના યૂઝર્સને મળી રહી છે, એન્ડ્રોઇડ ફોન ધરાવતા લોકોને આ સુવિધા મળશે ખરી, પણ થોડો સમય રાહ જોયા પછી!  

આગળ શું વાંચશો?

 • એટેચમેન્ટમાં પીડીએફ મોકલો

 • ટેક્સ્ટનું ફોર્મેટિંગ

 • લિંક્સ વિશે વધુ જાણકારી મેળવો

 • કેલેન્ડર સાથે કનેક્શન

 • ડેટા ખર્ચ પર અંકુશ મેળવો

 • ૩ડી ટચની સુવિધા

 • વ્યક્તિ કે ગ્રૂપ માટે અલગ નોટિફિકેશન

 

Subscribe to read more...

એન્ક્રીપ્શનની સુવિધાથી એમ ન માનશો કે હવે બિન્દાસ કોઈને પણ, કશું પણ મોકલી શકાશે

વોટ્સએપનો ભરપૂર ઉપયોગ કરતા લોકો ગયા મહિને તેમના વોટ્સએપ ચેટમાં એક ચેતવણી જેવી સૂચના વાંચીને ગૂંચવાયા. કારણ હતું એ ચેતવણીમાંનો ‘એન્ક્રીપ્શન’ જેવો ભારેખમ શબ્દ. જોકે સાથે ‘સિક્યોર્ડ’ જેવો શબ્દ હોવાને કારણે મોટા ભાગના લોકોએ ધરપત પણ અનુભવી કે એન્ક્રીપ્શન જે હોય તે, વાત કંઈક સલામતીને લગતી છે.

 

આગળ શું વાંચશો?

 • તમે મેસેજ ફોનમાં સ્ટોર કરો છો?

 • તમે મેસેજનો ક્લાઉડમાં બેકઅપ લો છો?

 • તમે મેસેજનો સ્ક્રીનશોટ લો છો?

 • સામેનો છેડો સલામત નથી?

 

Subscribe to read more...

તમે કોઈ પેનડ્રાઇવમાં અગત્યનો બેકઅપ સાચવતા હો અને તેને પાસવર્ડ પ્રોટેક્શન આપવા માગતા હો, તો જાણી લો પેનડ્રાઇવના ‘એન્ક્રીપ્શન’ની આ સહેલી રીત! 

Subscribe to read more...

રેઝોલ્યુશન

એક ઇમેજમાં કેટલી વિગતો સમાઈ શકશે તેનું માપ. ડિજિટલ ઇમેજ ‘પિક્સેલ’ તરીકે ઓળખાતા સંખ્યાબંધ નાના રંગીન ડોટ્સથી બને છે. ઇમેજમાં જેમ વધુ પિક્સેલ (કે રેઝોલ્યુશન) તેમ તેમાં વધુ વિગતો સમાઈ શકે.  

આગળ શું વાંચશો?

 • મેગાપિક્સેલ

 • ડ્યુઅલ એલઇડી/ટ્રુ ટોન ફ્લેશ

 • લેસર ઓટો ફોકસ

 • ઓટો ફોકસ (એએફ) ફિક્સ્ડ ફોકસ

 • બેક અથવા રીયર-ઇલ્યુમિનેટેડ સેન્સર

 • એપર્ચર/એફ-નંબર

 • ફૂલ એચડી

 • ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન

 • સ્લો-મો, સ્લોમોશન અથવા હાઇ ફ્રેમ રેટ વીડિયો

 • જીઓટેગિંગ 
Subscribe to read more...

 

વેકેશનમાં ‘હું શું કરું, મમ્મી/પપ્પા?’ એવા બાળકોના સવાલોથી થાક્યા? અથવા તમે પોતે ફુરસદના સમયમાં દિમાગની ધાર કાઢવા માગો છો? તો એક મજાની ગેમ છે ટેનગ્રામ. 

Subscribe to read more...

 

આપણે કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ ત્યારે (સ્પિકર ચાલુ હોય ત્યારે) એક સાઉન્ડ સાંભળવા મળે છે, જે વિન્ડોઝનું ડિફોલ્ટ હોય છે. આ મ્યુઝિક સાંભળીને તમે કંટાળી ગયા હો અથવા તેની જગ્યાએ મનપસંદ મ્યુઝિક કે ગીત સાંભળવા માંગતા હો તો... 

Subscribe to read more...

 ઘણી વાર તમારું કમ્પ્યુટર ધીમું થઈ ગયું હોય અને તમને ખબર હોય કે તમારા કમ્પ્યુટરમાં ઘણા ન જોઈતા પ્રોગ્રામ છે, તો તેને કમ્પ્યુટરની કંટ્રોલ પેનલમાં જઈને અનઇન્સ્ટોલ કરી શકાય.

પણ આ કામ તમને મુશ્કેલ લાગતું હોય તો તેનો એક સહેલો રસ્તો છે.

Subscribe to read more...

તમારે ઇન્ટરનેટની સ્પિડ ઓછી હોય અને યૂટ્યૂબના વીડિયો જોવા હોય ત્યારે જ્યાં સુધી વીડિયો લોડ થાય નહીં ત્યાં સુધી તમે તેને સારી રીતે જોઈ શકતાં નથી. ઇન્ટરનેટ કનેક્શનની ધીમી સ્પીડને કારણે વીડિયો બફર થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડે. 

Subscribe to read more...

તમારી સાથે આવું ઘણી વાર બન્યું હશે, કોઈ સમયે સ્માર્ટફોનથી વીડિયો લેવાના ઉત્સાહમાં, ફોન આડો રાખવાનું ભૂલાઈ જાય અને આપણે વર્ટિકલ પોઝિશનમાં વીડિયો કેપ્ચર કરી લઈએ! આવો વીડિયો ‘દેખીતી’ રીતે મજા પડે એવો ન હોય. 

Subscribe to read more...

 

સવાલ લખી મોકલનારઃ અલ્કેશ દવે, અમદાવાદ  

Subscribe to read more...

વેકેશન શ‚રૂ થઈ ગયું છે તો બે ઘડી મજાની વાત કરીએ. ધારો કે તમે મોબાઇલમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું અને કોઈ વેબસાઇટ જોવા માટે તેનું એડ્રેસ ટાઇપ કર્યું. હવે કોઈ કારણસર તમારું વાઇ-ફાઇ કનેક્શન બંધ છે અથવા મોબાઇલના ડેટા પ્લાનનાં સિગ્નલ પકડાતાં નથી. દેખીતું છે કે ક્રોમ બ્રાઉઝર તમને કહેશે કે તમે ઓફલાઇન છો, ‘યુ આર ઓફલાઇન, યોર ડિવાઇસ ઇઝ ઓફલાઇન’.

 

Subscribe to read more...

 સવાલ લખી મોકલનારઃ નિર્મલ જોષી, નખત્રાણા (કચ્છ) 

Subscribe to read more...

ખિસ્સામાં સ્માર્ટફોન હોય અને તેમાં વોટ્સએપ જેવી મેસેજિંગ સર્વિસ હોય તો સૌ સાથે સંપર્કમાં રહેવાનું, ફોટોગ્રાફ્સની આપલે કરવાનું વગેરે ઘણું સહેલું બની જાય, પણ સાથોસાથ ફોનની ગેલેરીમાં જમા થતા જતા ફોટોગ્રાફ્સને મેનેજ કરવાનું મુશ્કેલ પણ બનતું જાય. 

Subscribe to read more...

રાતદિવસ વોટ્સએપ પર એક્ટિવ લોકોને ધડાધડ ટાઇપિંગની પ્રેક્ટિસ થઈ જ જાય છે, પણ નાનાં બાળકોને ગેમ્સ માટે ફક્ત એરો કીથી આગળ વધારીને ટાઇપિંગની પ્રેક્ટિસ કરાવવી હોય કે ચાલીસી વટાવી ગયેલા લોકોએ સ્માર્ટફોન પર આંગળીઓને ફટાફટ ફરતી કરવી હોય તો એ માટે તેમણે પૂરતી પ્રેક્ટિસ કરવી પડે. 

Subscribe to read more...

ટવીટરની ‘પેરિસ્કોપ’ નામની સર્વિસની જેમ હવે ટૂંક સમયમાં ફેસબુકમાં પણ તમને લાઇવ વીડિયો શેર કરવાની તક મળશે - પણ ઉપયોગ સંભાળીને કરશો! 

Subscribe to read more...

ઘણી વાર અમુક બાબતોને આપણે શક્ય એટલી સરળ બનાવી શકીએ તો તેનું ઊંડાણ સમજી શકીએ. પૃથ્વી પર વસતા લોકોના સંદર્ભમાં, આપણા સૌનું જીવન, રહેણીકરણી, ધર્મ, કુદરતી અને માનવસર્જિત સંસાધનો વગેરે આપણા સૌ વચ્ચે કેવા પ્રમાણમાં વહેંચાયેલું છે એ સમજવા માટે, કેટલાક લોકોએ આપણી પૃથ્વી પર ફક્ત ૧૦૦ લોકો વસતા હોય એવી કલ્પના કરીને વિવિધ સ્રોતમાંથી આંકડા તારવ્યા. આ આમ તો ટકાવારીની જ વાત થઈ, પણ પરિણામ આપણને વિચારતા કરે તેવું છે : 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • સાદું આધાર કાર્ડ સંપૂર્ણ માન્ય

 • ડબ્બાવાલાની ઈ-ડિલિવરી સર્વિસ

 • ખેડૂતોને ભારતનું સરકારનું ‘ઈ-નામ’

 • એપલ-એફબીઆઇની લડાઈમાં અંતે...  
Subscribe to read more...

‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૧૬ અંકમાં એક વાચકમિત્ર (આયુષ શાહ, ભુજ-કચ્છ)નો એક રસપ્રદ સવાલ પ્રકાશિત થયો હતો, "સ્માર્ટફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરવાને બદલે ક્લાઉડમાં ઇન્સ્ટોલ કરી, ત્યાંથી ઉપયોગમાં લઈ શકાય? ત્યારે એ સમયની સ્થિતિ અનુસાર વિસ્તૃત જવાબ અપાયો હતો, પણ હવે આયુષની કલ્પનાને - જરા અલગ રીતે - સાકાર કરતો એક સ્માર્ટફોન આવી રહ્યો છે (તમે આ વાંચતા હશો ત્યારે કદાચ એ ભારતમાં લોન્ચ પણ થઈ ગયો હશે).

Subscribe to read more...

‘કમ્પ્યુટરને કહો, બંધ હોજા સીમ સીમ’ આ માહિતી મને ખૂબ ઉપયોગી થવાની છે. આખો અંક વાંચવાની ખૂબ મજા આવી, સરસ માહિતી. અંક એક બેઠકે જ પૂરો કરી દીધો! ગુજરાતીમાં આવી માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને હા, જય આલ્ફા ગો!

- સમ્રાટ ઠાકર, કલોલ 


આપના દ્વારા પ્રકાશિત ‘સાયબરસફર’નો હું નિયમિત વાચક છું. હું ‘સાયબરસફર’ છેલ્લાં અઢી વર્ષથી નિયમિત વાંચું છું. કમ્પ્યુટરના ક્ષેત્રમાં અંગ્રેજી ભાષામાં નોંધપાત્ર મેગેઝિનો છે, પણ માતૃભાષા ગુજરાતીમાં કમ્પ્યુટર વિશે ચોક્કસ, વાસ્તવિક, નવી નવી માહિતી આપતું આપનું એકમાત્ર મેગેઝિન છે.

આપના મેગેઝિનની પ્રશંસા વિજ્ઞાન વિશેના ગુજરાતી મેગેઝિન ‘સફારી’ના અંક એપ્રિલ-૧૬માં થયેલી છે. આજના સમયમાં આપનું મેગેઝિન બહુ કામનું છે.

‘સાયબરસફર’માં આપના લેખોમાં વિવિધતા હોય છે જેથી વાંચવાની બહુ મજા આવે છે. આપની ‘કવર સ્ટોરી’ પણ સારી હોય છે. ‘કવર સ્ટોરી’માં આપ કમ્પ્યુટર વિશે જ્ઞાન છેક તળ સુધી સમજાવો છો... જે એક બહુ નોંધનીય બાબત છે.

આપનું ‘સાયબરસફર’ મેગેઝિન ગુજરાતીના દરેક વર્ગને કમ્પ્યુટર વિશે ગુજરાતીમાં સરળ ભાષામાં જ્ઞાન આપવા માટે સૌથી સારું મેગેઝિન છે. આપની જેટલી ગુજરાતીમાં કમ્પ્યુટર વિશે માહિતી બીજે ક્યાંય ઉપલબ્ધ નથી.

આપ ‘સાયબરસફર’ દ્વારા વિવિધ અને રસપ્રદ માહિતી અમારા જેવા ગુજરાતી વાચક સુધી પહોંચાડતા રહો તેવી શુભેચ્છા..

- કેવલ ડી. ધરમશી, સર્વોદય સોસાયટી, પાલીતાણા

 

 • વોટ્સએપને પગલે વાઇબર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપે પણ પોતાના તમામ યૂઝર્સને સર્વિસને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનું સલામતી કવચ આપ્યું છે
 • Subscribe to read more...

   

  કમ્પ્યુટર એન્જિનીયરિંગના વિદ્યાર્થી અને ‘સાયબરસફર’ના વાચકમિત્ર ગુંજન પનારાએ, હમણાં હમણાં વધુ સંભળાતા શબ્દ ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી)’ વિશે વિસ્તૃત સમજ આપવાનું સૂચન કર્યું છે. એમનું સૂચન એક આખી કવર સ્ટોરીનો વિષય છે, પણ એ શક્ય બને ત્યાં સુધી, તેનું એક ટ્રેલર જોઈ લઈએ!

   

  Subscribe to read more...

  સંપર્ક માહિતી

  સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

  બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

  ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com