ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૩૬, ફેબ્રુઆરી ૨૦૧૫

‘સાયબરસફર’ને સાત વર્ષ પૂરાં થયાં! મેગેઝિનનો આ ૩૬મો અંક છે, એટલે મેગેઝિન સ્વ‚રૂપને ત્રણ વર્ષ થયાં, પણ ‘દિવ્ય ભાસ્કર’ની કળશ પૂર્તિમાંની સફરને સાત વર્ષ થઈ ગયાં. ‘સફરની સાચી મજા મંજિલે પહોંચી જવામાં નથી, સફરમાં જ છે’ - આ શબ્દોનો સાચો મર્મ આટલાં વર્ષ પછી બરાબર સમજાય છે!

Read more: સફરનાં સાત વર્ષ!

 ઇન્ટરનેટના સંદર્ભમાં વારંવાર વપરાતા ‘ક્લાઉડ’ શબ્દથી છેતરાશો નહીં - ઇન્ટરનેટ ટ્રાફિકનો લગભગ ૯૯ ટકા ડેટા ખરેખર તો મહાસાગરોના તળિયે પથરાયેલા સબમરીન કેબલ્સ મારફત આખી દુનિયાની સફર ખેડે છે!

આગળ વાંચશો

 • સબમરીન કેબલ્સના ઇન્ટરએક્ટિવ મેપ્સ
 • ઈન્ટરનેટનું વિશાળ જાળું કેવી રીતે કામ કરે છે?
 • ડેટાની હેરફેર લેટેસ્ટ સેટેલાઈટને બદલે કેબલની જૂની પદ્ધતિથી કેમ કરવામાં આવે છે?
 • સબમરીન કેબલ્સ કેવી રીતે પાથરવામાં આવે છે?
 • દરિયામાં રહેલો કેબલ ગમે ત્યારે કપાય તો?
 • તૂટેલા કેબલ્સને કેવી રીતે રીપેર કરવામાં આવે છે?
 • ભવિષ્ય શું છે?
 • સબમરીન કેબલ્સસની દીઓ જૂની પધ્ધતિ
 • સબમરીન કેબલ્સ અને સાયબર વોર 
 • ભારત કેવી રીતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે?
Subscribe to read more...

ચિંતા ના કરશો, તાબડતોબ નવો ફોન લેવાની વાત નથી, પરંતુ વિજેટ્સ અને લોન્ચર જેવી સગવડની મદદથી સ્માર્ટફોનનો દેખાવ તદ્દન બદલવાની કે તેને વધુ સ્માર્ટ બનાવી દેવાની વાત જાણી લો અહીં.

આગળ શું વાંચશો

 • વિજેટ્સનો ઉપયોગ
 • હોમસ્ક્રીન પર ફોનનાં ફંકશન્સ સરળ બનાવતાં વિજેટ્સ
 • લોન્ચરનો ઉપયોગ
 • ફોનનો દેખાવ અને કામકાજ બદલતી લોન્ચર એપ્સ 
Subscribe to read more...

ભારતની સૌથી મોટી ખાનગી બેંક - આઈસીઆઈસીઆઈ  ટ્વીટર પર બેન્કિંગ વ્યવહારો શરૂ‚ કર્યા છે. આ સેવા આઇસીઆઇસીઆઇબેન્કપે નામે ઓળખાશે. આ સેવાથી ગ્રાહકો પૈસા ટ્રાન્સફર કરી શકશે, પ્રીપેઇડ મોબાઇલ રીચાર્જ કરાવી શકશે, બેંક એકાઉન્ટ ચેક કરી શકશે અને છેલ્લા ત્રણ બેન્કિંગ વ્યવહારો પણ ચકાસી શકશે. ટ્વીટરના માધ્યમથી ગ્રાહક ભારતમાં ગમે તે સ્થળે નાણાં ટ્રાન્સફર કરી શકશે, પછી ભલે સામેના વ્યક્તિનું આઇસીઆઇસીઆઇ બેન્કમાં બચત ખાતું ન હોય.

Subscribe to read more...

કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને  આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે!

આગળ શું વાંચશો

 • ઈન્ટરનેટ પરથી પીડીએફ ફાઈલ ડાઉનલોડ નહીં પણ સીધી ઓપન કરવી હોય તો?
 • વોટ્સઅેપમાં પ્રોફાઈલ પિકચર અે સ્ટેટ્સ કેવી રીતે બદલાય?
 • મોબાઈલ કેમેરામાં આવતી એચડીઆર ટેકનોલોજી શું છે?
 • એચડીઆર મોડનો ઉપયોગ ક્યારે કરવો?
 • બે પીસી એકબીજા સાથે કેવી રીતે જોડી શકાય
Subscribe to read more...

મોબાઇલ ફોટોગ્રાફી સૌને માટે હાથવગી બન્યા પછી સરસ ફોટોગ્રાફી પર હવે માત્ર પ્રોફેશનલ ફોટોગ્રાફર્સનો ઇજારો રહ્યો નથી. જો આપણે મોબાઇલના પ્રતાપે આપણા સૌ માટે સુલભ બનેલી વિવિધ ટેકનોલોજી જરા ઊંડાણથી સમજી લઈએ તો આપણે પણ, ફોટોગ્રાફીના કોઈ ક્લાસ ન કર્યા હોય તો પણ, હૈયું ઠરે અને જોનારની નજર જકડી રાખે એવા ફોટોગ્રાફ લઈ શકીએ છીએ.

આગળ વાંચશો...

 • એચડીઆર મોડ શું છે?
 • એચડીઆર મોડનો ઉપયોગ ક્યારે કરવો?
 • એચડીઆર મોડનો ઉપયોગ ક્યારે ન કરવો? 
Subscribe to read more...

અખબારમાં આપણે વારંવાર કોઈ વ્યક્તિએ ૩-ડી પ્રિન્ટ કરીને ગન બનાવી કે આખી કાર બનાવી કે પછી આખેઆખું બિલ્ડિંગ બનાવ્યું એવા સમાચાર વારંવાર વાંચીએ છીએ. કમનસીબે આ સમાચારોમાં ૩-ડી પ્રિન્ટિંગ ખરેખર શું છે એ વિશે ખાસ સ્પષ્ટતા હોતી નથી. સાદા શબ્દોમાં કહીએ તો ડિજિટલ ડિઝાઇનમાંથી ત્રિપરિમાણિય એટલે કે થ્રી ડાયમેન્શનલ નક્કર અને વાસ્તવિક વસ્તુઓ બનાવવાની પ્રક્રિયા ૩-ડી પ્રિન્ટિંગ તરીકે ઓળખાય છે.  આખી વાતને અત્યંત સાદી રીતે સમજીએ તો એમ કહી શકાય કે જેમ આપણે કમ્પ્યુટરમાંથી કોઈ વર્ડ ડોક્યુમેન્ટની પ્રિન્ટરની મદદથી કાગળ પર પ્રિન્ટ લઈએ, કંઈક એવી જ રીતે  આપણે ધારીએ તો કમ્પ્યુટરમાં અક્ષરધામ મંદિરનું ૩-ડી મોડેલ બનાવીને તેનું આબેહૂબ ૩-ડી મોડેલ પ્રિન્ટ કરી શકીએ છીએ. 

Subscribe to read more...

માઇક્રોસોફ્ટ વર્ડમાં તૈયાર કરેલા પત્ર જેવા કોઈ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢતી વખતે છેલ્લા પેજમાં બહુ થોડું લખાણ હોય, તો થોડી બાંધછોડ કરીને એ પેજનું લખાણ આગલા પેજમાં સમાવી શકાય.

આગળ શું વાંચશો

 • શ્રીંક વન પેજ સુવિધાનો ઉપયોગ કરીને
 • પેરેગ્રાફ એન્ડ લાઈન સ્પેસિંગનો ઉપયોગ કરીને
 • પેજ માર્જિન બદલીને
 • હેડર-ફૂટરમાં જરુરી ફેરફાર કરીને 
Subscribe to read more...

ઓપન સોર્સને એક સમાંતર બ્રહ્માંડ કહી શકાય, જેમાં દરેક પદાર્થની સામે  પ્રતિ-પદાર્થ હોય છે. ઓપન સોર્સમાં કાંઈક એવું જ છે. લગભગ દરેક પ્રોપરાઇટરી સોફ્ટવેર કે ટેક્નોલોજીની સામે એક ઓપન સોર્સ સોફ્ટવેર કે ટેક્નોલોજી હોય છે

 આગળ શું વાંચશો?

 • ઓપન સોર્સ એટલે શું ?
 • ઓપન સોર્સ અને ફ્રી-વેરમાં શું તફાવત છે?
 • ઓપન સોર્સ હંમેશા ફ્રી જ હોય છે?
 • ઓપન સોર્સનો ઇતિહાસ
 • ઓપન સોર્સ સોફટવેર એટલે શું?
 • કરિયર સેન્ટ્રલ ડિક્ષનરી
 • પ્રોપ્રાઈટરી 
Subscribe to read more...

ઝિપડાયલ કંપનીએ સાવ સાદા વિચારમાંથી એટલો મોટો બિઝનેસ ઊભો કર્યો કે તેની ક્લાયન્ટ કંપનીએ તેને ખરીદી લીધી. શું છે આ ઝિપડાયલ અને ટવીટરે શા માટે તેને ખરીદી?

Subscribe to read more...

‘સાયબરસફર’ના એપ્રિલ ૨૦૧૩ અંકની કવરસ્ટોરીમાં આપણે સ્માર્ટફોનમાં નેવિગેશનની વિગતવાર વાત કરી ગયા છીએ. આ સુવિધાથી સ્માર્ટફોનમાં આપણે ઘણી અસરકારક રીતે લાઇવ નેવિગેશન એટલે કે ધાયર્િ સ્થળે પહોંચવા માટે નક્શા પર જીવંત માર્ગદર્શનની સુવિધા મેળવી શકીએ છીએ. 

Subscribe to read more...

અમેરિકાના લાસ-વેગાસમાં વર્ષના આરંભે યોજાતા ક્ઝ્યુમર ઇલેકટ્રોનિક શો (સીએસઈ)નું ટેક-રસિયાઓમાં અનેરું આકર્ષણ છે. આ શોમાં ટેક્નોલોજીમાં ટોપ રહેતી કંપનીઓ પોતાનો દબદબો જાળવી નવાં-નવાં મોડલ રજૂ કરે છે, તો ક્ષેત્રમાં નવી પ્રવેશેલી કંપનીઓ પોતાની હાજરીની નોંધ લેવાય તે માટે મથે છે. કંપનીઓની મોડલ-મથામણમાં મોજ પડે છે - ગેજેટ લવર્સને. તો ચાલો, આપણે પણ થઈ જઈએ તેમની સાથે કનેક્ટ...

Subscribe to read more...

યુએસની સ્પેસ અવકાશ સંસ્થા નાસા નિયમિત રીતે સૂર્યની તસવીરો લે છે અને ગયા મહિને ૧૯મી જાન્યુઆરીએ આ તસવીરોની સંખ્યા દસ કરોડના આંકને વટાવી ગઈ! નાસાની સ્પેસ બેઝ્ડ સન વોચીંગ ઓબ્ઝર્વેટરીંગ ચાર ટેલિસ્કોપની મદદથી દર ૧૨ સેક્ધડે સૂર્યની આઠ તસવીરો લે છે.

Subscribe to read more...

જો તમે મર્યિદિત બજેટમાં સારું ટેબલેટ શોધી રહ્યા હો તો આઈબોલ કંપનીના આઈબોલ ડી-૨૦ તરફ નજર દોડાવી શકો છો.

Subscribe to read more...

વિશ્વના-પ્રવાસીઓ આનંદો. તમે પ્રવાસ પણ કરતા રહો અને ઘર-ઓફિસ સાથે સતત સંપર્કમાં પણ રહો. કહેવાનો મતલબ એવો નથી કે તમે અત્યાર સુધી સંપર્કમાં નહીં રહેતા હો, પણ સંપર્ક જરા મોંઘો પડતો. હવે તમે સસ્તામાં સંપર્ક કરી શકશો.

Subscribe to read more...

સરસ! તમે ઓનલાઇન ઓર્ડર આપીને ખરીદી કરી હોય કે લોકલ સ્ટોરમાંથી તમારો મોબાઇલ સરસ મજાના બોક્સમાં પેક થઈને તમે મળ્યો હશે. પહેલી નજરેે આકર્ષક લાગતા આ બોક્સ ખોલ્યા પછી આપણે તે ઉપયોગી રહેતા નથી એ આપણે વહેલી તકે તેેને ડસ્ટબીનના હવાલે કરીએ છીએ, પરંતુ એવી ઉતાવળ કરતાં પહેલાં કેટલીક વાતી ખાતરી કરી લેવી હિતાવહ છે. જેમ કે...

Subscribe to read more...

આ મહિનાથી ભારત અને ક્રિકેટ રમતા દુનિયાના તમામ દેશોમાં સૌથી હોટ ટોપિક એક જ રહેશે - ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૫. ૪૦ દિવસ માટે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનારા આ વર્લ્ડકપમાં ભારત પોતાનો વર્લ્ડકપ જાળવા રાખવા માટે રમશે ત્યારે જો તમે ટીવીથી દૂર હો ત્યારે પણ સતત અપડેટેડ રહેવા માગતા હો અને દરેક મેચનો લાઇવ સ્કોર કે લાઇવ બ્રોડકાસ્ટ જોવા માગતા તો ડાઉનલોડ કરી લો તમારા સ્માર્ટફોનમાં આ બધી એપ્સ.

Subscribe to read more...

૧૩ ફેબ્રુઆરી એટલે વર્લ્ડ રેડિયો ડે. યુનેસ્કોએ જ્યારે ૧૩ ફેબ્રુઆરીને વર્લ્ડે રેડિયો તરીકે જાહેર કર્યો ત્યારે તેનાં કેટલાંક મજબૂત કારણ આપ્યાં હતાં. સંસ્થાના મતે રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું મીડિયમ છે. એટલું જ નહીં તે શક્તિશાળી અને સસ્તું પણ છે. રેડિયોનો અવાજ કરોડો લોકો સુધી પહોંચે છે, આ અવાજ શ્રોતાઓ વચ્ચે કોઈ અંતર રાખતો નથી.

નિરક્ષર, વિકલાંગ, વૃદ્ધ, મહિલા, યુવાનો, બાળકો બધા રેડિયોને સાંભળી શકે છે, તે તેનું જમા પાસું છે. તેથી રેડિયોનું એક નોખું જ મહત્ત્વ છે, પણ આજે આપણે વાત કરવી છે રેડિયોના નવા અવતાર એવા ઇન્ટરનેટ રેડિયો વિશે.

Subscribe to read more...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com