ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૨૯-જુલાઈ ૨૦૧૪

આ વખતના અંકમાં અખબારોએ જેની ખાસ નોંધ લીધી નથી એવી બે બાબતો તરફ વધુ ધ્યાન આપ્યું છે. દુનિયાઆખીને અત્યારે ફૂટબોલજ્વર ચઢ્યો છે, અખબારો પાનેપાનાં ભરીને દરેક મેચની ઝીણવટભરી વાતો લખે છે, પણ ટીવી પર વર્લ્ડકપની મેચીઝ લાઇવ જોવાની મજા જેનાથી ચાર ગણી ચઢી જાય છે એ ટેક્નોલોજીસ વિશે ભાગ્યે જ ક્યાંય કશું વાંચવા મળ્યું છે. અત્યારે ભલે ફૂટબોલનો વર્લ્ડકપ છે એટલે એની વાત કરીએ, પણ ક્રિકેટની વાત કર્યા વિના સ્પોર્ટ્સની વાત અધૂરી જ રહે. ઉર્વીશ કોઠારીએ ફૂટબોલ અને ક્રિકેટ બંનેમાં ચોક્સાઈ અને મનોરંજન ઉમેરતી વિવિધ ટેક્નોલોજીની વાત ઊંડાણપૂર્વક આલેખી છે.

Read more: જે ઓછું વાંચવા મળે છે…

જગત આખામાં ફૂટબોલ ફીવર છવાયો છે, પરંતુ આ વખતનો વર્લ્ડકપ ઘણી બધી રીતે કંઈક જુદો છે. આપણા મીડિયાની નજરમાં ન આવેલા આ મુદ્દાઓ જાણી લો અહીં…

આગળ શું વાંચશો?

 • દૂધનું દૂધ, પાણીનું પાણી કરી આપતી ગોલલાઈન ટેકનોલોજી
 • વેનેશિંગ સ્પ્રેઃ કામચલાઉ લક્ષ્મણરેખા આંકવાની કમાલ
 • હાઈટેક પ્રસારણ
 • બ્રાઝુકા બોલબાહરી પરિબળો સામે અવિચળ
Subscribe to read more...

ક્રિકેટમાં નવી ટેક્નોલોજીના વધા ઉપયોગ પાછળ મોટા ભાગે રમતની મૂળભૂત જરુ‚રિયાત કરતાં, પ્રેક્ષકોના મનોરંજનનો મુદ્દો વધુ મહત્ત્વનો રહ્યો છે, છતાં વિવિધ ટેક્નોલોજીથી ક્રિકેટમાં ચોક્સાઈ અને રોમાંચ બંનેનો ઉમેરો થયો છે એ સ્વીકારવું રહ્યું!

આગળ શું વાંચશો?

 • હોક-આઈઃ બાજ-નજર નહીં, એક્સ-રે દૃષ્ટિ
 • કટ અડી કે નહીં એની કટકટ ટાળતી બે ટેકનોલોજી
 • સ્પીડગનઃ ગોળીની જેમ છૂટેલા દડાની ઝડપ માપતી ગન
 • સ્ટમ્પ કેમેરાઃ બેટ્સમેનની આંખે દેખ્યો અહેવાલ
 • ઝિંગ વિકેટ સિસ્ટમઃ દાંડિયા ડૂલ નહીં, કૂલ
 • સ્પાયડર કેમઃ સબકી ખબર રખતા હૂં
 • જોઈએ છેઃ નાે બોલ નક્કી કરી આપતી ટેકનોલોજી 
Subscribe to read more...

પ્રેઝન્ટેશન તૈયાર કરવું અને તેને રજૂ કરવું એ એક કળા છે. નાની નાની વાતની કાળજી લઈને તમે પણ તેમાં માસ્ટર બની શકો છો. 

Subscribe to read more...

આજકાલ હાથેથી લખવાનું તો જાણે ભૂલાઈ જ ગયું છે. જેમને ખૂબ લખવાનું થાય છે એમને કમ્પ્યુટર કે મોબાઇલમાં ટાઇપ કરવું પણ કંટાળાજનક લાગે છે. એમને માટે ખરેખર ઉપયોગી છે આ સર્વિસ… આજે તો લખી લખીને આંગળાં દુખી ગયાં! આવું કાં તો તમે પોતે ક્યારેક ને ક્યારેક બોલ્યા હશો, કાં વારંવાર બોલતા હશો અથવા બીજાને આવું કહેતાં સાંભળતા હશો. જેમનું કામ જ લખવાનું છે એમને લખી લખીને હાથ કે આંગળાં દુખે એ ક્યારેય પાલવે નહીં, પણ આવું થતું હોય છે એ જાતઅનુભવ છે!

Subscribe to read more...

માઇક્રોસોફ્ટ વર્ડ દુનિયાનો કદાચ સૌથી વધુ વપરાતો પ્રોગ્રામ હશે, છતાં તેની કેટલીય ખૂબીઓ આપણી જાણ બહાર રહે છે. અહીં જાણી લો વર્ડમાં તમારું કામ વધુ ઝડપી અને સરળ કેવી રીતે બની શકે?

આગળ શું વાંચશો?

 • શબ્દ, વાક્ય કે ફકરાને ખસેડો, સહેલાઈથી
 • ટેકસ્ટને ડબલ અન્ડરલાઈન કરો
 • ડોક્યુમેન્ટમાં તારીખ ઉમેરો
 • ફોન્ટ સેટ કરો, ફટાફટ 
Subscribe to read more...

હાલમાં જ આપણા દેશમાં લોકસભા ચૂંટણી સંપન્ન થઈ તેમાં ભાજપને અને ખાસ કરીને નરેન્દ્ર મોદીને મળેલી સફળતાનાં રહસ્યો કોઈ પૂછે તો નાનું છોકરું પણ સોશિયલ મીડિયાનું નામ અચૂક લે! આ વખતની ચૂંટણીમાં સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વીટરની ભૂમિકા મહત્ત્વની રહી. નવી સરકાર રચાઈ તેમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સાથી મંત્રીઓને ટ્વીટર જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું કહ્યું છે.

આગળ શું વાંચશો?

 • લંડન ડિજિટલી પાવરફુલ બનશેઃ ડિજિટલ ટેકનોલોજીમાં ભરશે હરણફાળ
 • ટેકનોલોજીએ સર્જી મૂંઝવણ
 • કેટલી ચા પીવી જોઈએ? તમારો કપ જ તમને કહેશે।
 • તિરુવનંથપુરમના ટેકનોપાર્કમાં ૪૫,૦૦૦ નવી નોકરીની તક
 • વોલમાર્ટનું ઓનલાઈન સાહસઃ
 • નોકરીવાંચ્છુઓ માટે લિન્કડલાઈનની નવી એપ
Subscribe to read more...

તમારા કમ્પ્યુટરમાં કોઈ વાયરસ કે માલવેર ઘૂસી જાય તો કેટલીક બાબતો તેની હાજરીની તરત ચાડી ખાય છે. આવાં લક્ષણો સમજી લેશો તો ઉપાય કરવામાં સરળતા રહેશે.

આગળ શું વાંચશો?

 • કમ્પ્યુટરમાં રોગનાં લક્ષણો
 • વેબસાઈટમાં રોગનાં લક્ષણો
 • ટૂલબાર્સમાં રોગનાં લક્ષણો
 • સર્ચન એન્જિનમાં રોગનાં લક્ષણો
Subscribe to read more...

સ્માર્ટફોનનો નવો સવો ઉપયોગ શરુ‚ કર્યો હોય તો તેમાંની ઘણી વાતો ગૂંચવણ ઊભી કરી શકે છે. આવો એક મુદ્દો છે વેબબેઝ્ડ સર્વિસીઝ અને આપણા મોબાઇલમાંના ડેટાનું સિન્કિંગ. જાણીએ તેની ખૂબીઓ.

Subscribe to read more...

ગુજરાતની શાળાઓ અને શિક્ષકો પાસેથી એક અપેક્ષા છે. સાથે એવો વિશ્વાસ પણ છે કે ગુજરાત આ અપેક્ષા પૂરી કરી જ શકશે, કેમ કે ઘણી શાળાઓમાં આવી પહેલ થવા પણ લાગી છે.  

Subscribe to read more...

એપ્રિલ મહિનામાં, એવરેસ્ટની સૌથી મોટી દુર્ઘટનામાં એક સાથે ૧૬ શેરપાનાં મૃત્યુ થયાં. ડિસ્કવરી ચેનલે શેરપા સમુદાયને મદદ‚રુપ થવા અને તેમનું કામ કેટલું મુશ્કેલ છે એ હૂબહૂ દશર્વિતી એક વેબસાઇટ તૈયાર કરી છે.

આગળ શું વાંચશો?

 • મોબાઈલમાં એવરેસ્ટનો ૩ડી મેપ
Subscribe to read more...

ગુજરાતના અનેક પરિવારોના નવયુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એન્જિનિયરિંગ કે ઉચ્ચ શિક્ષણના બીજા ક્ષેત્રોમાં કદમ માંડવા જઈ રહ્યાં છે. આ વિદ્યાર્થીઓનું સ્વપ્ન શું હોય છે?

Subscribe to read more...

લાગે છે કે ગૂગલ ગ્લાસમાંથી ઘણા લોકો જુદી જુદી પ્રેરણા લઈ રહ્યા છે. રશિયાના કેટલાક મોટરસાઇકલિંગ પ્રેમી એન્જિનિયર્સ ગૂગલ ગ્લાસના કન્સેપ્ટને હેલ્મેટમાં સમાવી રહ્યા છે!

Subscribe to read more...

મોબાઇલ ફોન્સની દુનિયામાં રોજબરોજ નવીનતા જોવા મળી રહી છે. હમણાં કાર્બન કંપનીનો ‘કાર્બન ટાઇટેનિયમ એસ૯ લાઇટ’ નામનો તેનો મોબાઇલ ઓનલાઇન રિટેલર વેબસાઇટ પર લિસ્ટેડ થઈ ચૂક્યો છે. જેની કિંમત રૂ‚. ૯૯૯૦ રાખવામાં આવી છે, જે હાલ ડિસ્કાઉન્ટ રેટ  રુ‚. ૮૯૯૦માં ઉપલબ્ધ થઈ શકે છે.

આગળ શું વાંચશો?

 • માઇક્રોમેક્સ દ્વારા બે નવા વિન્ડોઝ ફોનની રજૂઆત 
Subscribe to read more...

 

પહેલાની જેમ જ હજુ પણ ‘સાયબરસફર’માં વહેતા ટેકનો-જ્ઞાનના પ્રવાહમાં તણાવાનું ચૂકતો નથી. મેં આપને પહેલાં જણાવ્યું તેમ આપના લેખમાંથી પ્રેરણા લઈને અમારા જ્ઞાતિ-સમાજના એક નાના એવા મેગેઝિનમાં ટેકનો-કોર્નર નામનો લેખ શ‚રુ કર્યો.

 

Read more: પ્રતિભાવ

રમતના આંતરરાષ્ટ્રીય મેદાન સુધી પહોંચવું બહુ મુશ્કેલ હોય છે. એથી મુશ્કેલ ત્યાં ટકી રહેવું હોય છે અને એથી પણ વધુ મુશ્કેલ, ત્યાંથી વિદાય લેવાનું હોય છે. વિવિધ રમતોના મહારથીઓએ તેમની નિવૃત્તિ સમયે અનુભવેલી લાગણી... 

Subscribe to read more...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com