ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૨૦-ઓક્ટોબર ૨૦૧૩

હમણાં એક વિશેષ પ્રકારના ગુજરાતી પ્રકાશન માટે, ‘સાયબરસફર’ની અત્યાર સુધીની સફર વિશે લખવાનું થયું ત્યારે, કોલમ, વેબસાઇટ અને મેગેઝિન, આ ત્રણેય સ્વ‚રુપમાં ‘સાયબરસફર’નું હાર્દ શું છે એ લખવા માટે આ એકવાક્ય લખ્યું - ‘સાયબરસફર’માં માહિતીનું મહત્ત્વ છે, પણ મહિમા સમજણભર્યું ઉપયોગનો છે’. ખરેખર આ આખી સફરનો સાર આ એક વાક્યમાં સમાઈ જાય છે. અંગતપણે હું માનું છું કે પહેલું પગથિયું માહિતી છે, બીજું પગથિયું જ્ઞાન છે અને ત્રીજું સૌથી મહત્ત્વનું પગથિયું સમજ છે. માહિતી અને જ્ઞાન ચોક્કસ મહત્ત્વનાં, પણ સમજણ વિનાં કોરાં ને અધૂરાં. 

Subscribe to read more...

તાજા અહેવાલો મુજબ, ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં લોકલ બ્રાન્ડ્સનો દબદબો વધી રહ્યો છે. સવાલ એ છે કે આપણે લોકલ ફોન લેવો કે નહીં? આ પ્રશ્નને લગતાં વિવિધ પાસાં, જુદા જુદા રિપોર્ટ્સના આધારે સમજવાનો પ્રયાસ કરીએ.

આગળ શું વાંચશો?

 • આખી દુનિયામાં શું થઈ રહ્યું છે?
 • ભારતમાં શું ચાલી રહ્યું છે?
 • શું લોકલ બ્રાન્ડના ફોન ચાઈનીઝ હોય છે?
 • કિંમતમાં આટલો ફેર કેમ છે?
 • તો મૂળ મુદ્દાનો સવાલ, લોકલ બ્રાન્ડનો ફોન લેવાય?
 • જાતે સરખાવો ફોનના વિવિધ સ્પેસિફિકેશન્સ
 • જાતે અનુભવો ફોનનો ઉપયોગ 
Subscribe to read more...

અંગ્રેજીમાં કી-બોર્ડ પર ફટાફટ ટાઇપિંગની ફાવટ આવી જાય તે પછીનો મુકામ છે ગુજરાતી, હિન્દી જેવી સ્થાનિક ભાષામાં પણ એટલી જ ઝડપ કેળવવાનો. આ કામ થોડું મુશ્કેલ એટલા માટે બને કે તેમાં આપણે અંગ્રેજી અક્ષરો લખેલા કી-બોર્ડની મદદથી ગુજરાતીમાં ટાઇપ કરવાનું હોય છે!

Subscribe to read more...

દિવાળીની સ્કીમ્સનો લાભ લઈને નવું ટીવી ખરીદવાનો વિચાર કરતા હો, પણ એલસીડી, એલઇડી અને પ્લાઝમા ટીવીમાં ગૂંચવાતા હો, તો અહીં વિવિધ વેબસાઇટ્સમાંથી તારવેલી માહિતી તમને ચોક્કસ કામ લાગશે

આગળ શું વાંચશો?

 • ટીવીની સ્ક્રીન સાઈઝ
 • સ્ક્રીન રીઝોલ્યુશન
 • ખાસયાદ રાખવાનો મુદ્દો એ કે...
 • પિક્યર ક્લેરિટી
 • ટીવીનો સાઉન્ડ
 • ટીવીમાંના સોકેટ્સ
 • પ્લાઝમા ટીવી
 • એલસીડી ટીવી
 • એલઈડી ટીવી 
Subscribe to read more...

જે સામાન્ય નજરે, સહેલાઈથી જોવા મળતું નથી, એવું કંઈક જુદું, કંઈક અનોખું જોવું તમને ગમે છે? તો તમને, લોસ એન્જલેસના ટાઇમલેપ્સ સિનેમેટોગ્રાફર, ફોટોગ્રાફર અને ફિલ્મમેકર જોન ક્રેપાએ બ્રાઝિલના રોમાંચક અને રળિયામણા શહેર રિયો ડી જાનેરો શહેરનો બનાવેલો ટાઇપલેપ્સ વીડિયો જોવો જરુ‚ર ગમશે. ટાઇમલેપ્સ ફિલ્મ એ શબ્દ આપણા માટે નવો હશે, પણ ઘણી હોલીવૂડ કે બોલીવૂડની ફિલ્મમાં, ખાસ કરીને ટાઇટલ્સ દરમિયાન આ પ્રકારની ફોટોગ્રાફી જોઈ છે. આ એક એવી પ્રોસેસ છે, જેમાં આપણો કોઈ પણ બાબતને જોવાનો, સમયનો સંદર્ભ બદલાય છે અને રોજબરોજની જિંદગી આપણે જુદી જ રીતે જોઈ-માણી શકીએ છીએ. 

Subscribe to read more...

તમે નોંધ્યું હશે કે જીમેઇલમાં આપણે જ્યારે નવો ઇમેઇલ લખવા માટે ‘કમ્પોઝ’ બટન પર ક્લિક કરીએ ત્યારે જમણી તરફના નીચેના ખૂણામાં નવો ઇમેઇલ લખવાની વિન્ડો ઓપન થાય છે. આ થોડા સમય પહેલાં ઉમેરાયેલી નવી સગવડ છે. 

Subscribe to read more...

જીમેઇલમાં ટેબ્ઝની નવી સુવિધા ઉમેરાઈ છે, જે આપણા પર આવતા મેઇલ્સને આપોઆપ પ્રાઇમરી, સોશિયલ, પ્રમોશન્સ, અપડેટ્સ તેમ જ ફોરમ્સ એવી પાંચ કેટેગરીમાં આપણા મેઇલ્સ વિભાજિત કરી નાખે છે. આમ તો આ એક કામની સગવડ છે, તમે જોશો તેમ સામાન્ય રીતે તમારે વધુ કામના બધા જ મેઇલ્સ પ્રાઇમરી ટેબમાં જોવા મળશે, જ્યારે બાકીની ટેબ્સમાં જોવા મળતા મેઇલ્સ સામાન્ય રીતે બહુ કામના હોતા નથી. 

Subscribe to read more...

છે ક મે ૨૦૦૮માં ‘સાયબરસફર’ કોલમમાં આપણે ગૂગલની નોટબુક નામની એક સર્વિસ વિશે જાણ્યું હતું ત્યારે વાતની શરુ‚આત કંઈક આ રીતે કરી હતી કે...

Subscribe to read more...

છેલ્લાં બેએક વર્ષથી એન્ગ્રીબર્ડનાં કેરેક્ટરે ધૂમ મચાવી છે. ટીશર્ટ, મોબાઇલનાં કવર, સ્કૂલ સ્ટેશનરીથી માંડીને રાખડી કે કેક સુદ્ધાં ઉપર પણ એન્ગ્રીબર્ડની ડિઝાઇન જોવા મળે છે. એન્ગ્રીબર્ડ એક કેરેક્ટર તરીકે સ્પાઇડર મેન, શીન્ચેન, ડોરેમોન, કે છોટા-ભીમ જેવાં કાર્ટૂન કેરેક્ટરને લોકપ્રિયતામાં તો પરાસ્ત કરી જ ચૂક્યું છે, વત્તા તે ૫થી ૩૫ વર્ષના વયજૂથમાં એક સરખું લોકપ્રિય છે. એન્ગ્રીબર્ડ એક ગેમ તરીકે ૫થી ૭૫ના વયજૂથમાં એક સરખી લોકપ્રિયતા ધરાવે છે એ પણ નોંધપાત્ર છે. કોઈ ગેમના કેરેક્ટરને આટલી લોકપ્રિયતા મળી હોય એવા દાખલા કદાચ કોઈ નથી. 

Subscribe to read more...

આ વિશાળ બ્રહ્માંડમાં પૃથ્વીની જેમ બીજા કોઈ ગ્રહ પર જીવન હશે? આ પ્રશ્ન સાથે એક જ ગ્રહનું નામ દિમાગમાં ઝબકે છે - મંગળ, માર્સ!

Subscribe to read more...

માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામ માત્ર બિઝનેસમાં જ કામ લાગે એવું નથી. ઘરમાં ગૃહિણીઓને રોજિંદો આવક-જાવકનો હિસાબ રાખવામાં પણ આ પ્રોગ્રામ ખૂબ કામ લાગી શકે છે. જો અત્યાર સુધી તમે સાદી નોટ કે ડાયરીમાં ઘરના હિસાબો લખતા હો કે નાના વેપારી તરીકે ચોપડામાં રોજના હિસાબો લખતા હો તો અહીં આપેલી તદ્દન સરળ રીતથી તમારો રોજમેળ એક્સેલમાં બનાવી, તેને નિયમિત જાળવી શકો છો. એક્સેલનો ઉપયોગ કરવાનો ફાયદો એ થશે કે તમારે કોઈ સરવાળા-બાદબાકી જાતે કરવાં નહીં પડે, ભૂલો નહીં થાય અને ખાસ તો આવક-જાવકનું વિશ્લેષણ કરવું હોય, મહિના દરમિયાન ક્યાં વધુ ખર્ચ થયો એ જાણવું હોય તો આંકના પલકારામાં જાણી શકશો. એક્સેલના કોઈ અનુભવીની થોડી મદદ લેશો તો ચાર્ટ, પિવોટ ટેબલ વગેરેની મદદથી બધી માહિતી વધુ હાથવગી રહેશે. તમારા અનુભવ કે ગૂંચવણો જ‚રુર જણાવશોે. - સંપાદક 

Subscribe to read more...

 પણ પ્રકારના શિક્ષણની જેમ, ટાઇપિંગ શીખવાનું કામ પણ ભાર‚રુપ ન હોવું જોઈએ. અહીં એવી કેટલીક સાઇટ્સની યાદી આપી છે, જ્યાં પહોંચીને તમને ગેમ રમતાં રમતાં કે ફેસબુક પરના મિત્રો સાથે હરીફાઇ કરીને ટાઇપિંગની ઝડપ વધારી શકો છો અને ચોક્સાઈ કેળવી શકો છો. 

Subscribe to read more...

આજના સમયમાં ડિજિટલ ટાઇપિંગ શીખ્યા વિના લગભગ કોઈને ચાલે તેમ નથી. તમે એક-બે આંગળી વાપરીને, ધીમે ધીમે ટાઇપ કરીને કંટાળ્યા હો તો જાણી લો સાચી રીતે, ફટાફટ અને ચોક્સાઇથી ટાઇપ કરવાની પદ્ધતિ!

આગળ શું વાંચશો?

 • ટાઈપિંગની ખોટી રીત છોડો
 • તમામ આંગળીઓનો ઉપયોગ કરો
 • ટચ ટાઈપ શીખો
Subscribe to read more...

 તમે તમારી ફાઇલ્સ ગમે ત્યારે, ગમે ત્યાંથી, ગમે તે ડિવાઇસ પર એક્સેસ કરવા માગતા હો તો કોમ્પેટિબિલિટીના ઘણા પ્રશ્નોનો સામનો કરતા હશો. ગૂગલે ફ્રી ક્વિકઓફિસની ભેટ આપતાં આ પ્રશ્નો ઉકલી શકે છે. 

આગળ શું વાંચશો?

 • કામનો પાયો કમ્પ્યુટર
 • કમ્પ્યુટરમાં કામ કરવા માટેના પ્રોગ્રામ
 • મોબાઈલ ડિવાઈસમાં કામકાજ
 • ક્વિક ઓફિસમાં એવું તે શું છે?
 • તમારા પીસીમાં ગૂગલ ડ્રાઈવ ઈન્સ્ટોલ કરવા માટે 
Subscribe to read more...

સ્પેલિંગ કે ઉચ્ચારની રીતે સરખા લાગતા શબ્દોના સાચા ઉપયોગની સમજ કેળવવી હોય તો આ પેજ લાઈક કરવા જેવું છે 

Subscribe to read more...

હજી થોડાં વર્ષ પહેલાં, આપણા સૌ માટે ટેબલેટનો એક જ અર્થ થતો હતો - એવી વસ્તુ જે લેવાનું કોઈને ન ગમે. હવે એ એવી વસ્તુ બની ગઈ છે, જે લેવાનું સૌ કોઈને મન થાય છે!

આગળ શું વાંચશો?

 • ઓપરેટિંગ સિસ્ટમ
 • એપ્સ
 • ટચસ્ક્રીન
 • કનેક્ટિવિટી
 • બેટરી 
Subscribe to read more...

જો તમે સરકારી અધિકારી હો અને તમારા ઓફિશિયલ કમ્યુનિકેશન માટે જીમેઇલની સગવડભરી સુવિધાનો ઉપયોગ કરી રહ્યા હો તો તમારી એ સગવડ ટૂંક સમયમાં છીનવાઈ જવાની સંભાવના છે.

આગળ શું વાંચશો?

 • એમેઝોનની સોગાત
 • એપલના નવા આઈફોન
 • એન્ડ્રોઈડનો મીઠો ધમાકો
 • એપલની નવી ઓએસ
 • એમ્બ્યુલન્સ માટે એલર્ટ સિસ્ટમ
 • ગૂગલનો લોગો બદલાશે
 • નોકિયા અને બ્લેકબેરી, બંને હવે ભૂતકાળ?
 • ગાંધીજી વિશે પોર્ટલ
 • યાહૂની ઓળખ બદલાઈ 
Subscribe to read more...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com