૦૧૭-જુલાઈ ૨૦૧૩
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૧૭-જુલાઈ ૨૦૧૩

આ અંકની કવરસ્ટોરી નક્કી કરવામાં અમને ખરેખર મૂંઝવણ થઈ. શ‚આતમાં, સૌ કોઈ જેનો ઉપયોગ અને ચર્ચા કરે છે તે આજના ‘હોટ ટોપિક’ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સને કવર પર ચમકાવવાનું વિચાર્યું હતું. પછી, નેટબેન્કિંગમાં રહેલાં જોખમો અને તેની સામે સલામતીનાં પગલાંને કવર સ્ટોરી બનાવવાનું વિચાર્યું પણ અંતે, કવરસ્ટોરી બની ગૂગલના પ્રોજેક્ટ લૂન પર. 

Subscribe to read more...

લોકોની કલ્પનાની કામ ન કરે એવું કંઈક કરીને સતત સમાચારમાં રહેવું એ ગૂગલની જાણે આદત બની ગઈ છે. સર્ચ એન્જિનથી શરુ‚આત કરનારી આ કંપનીએ હવે આખી દુનિયામાં સૌથી ઓછા ખર્ચે ઇન્ટરનેટ કનેક્ટિવિટી શક્ય બનાવવાનું બીડું ઝડપ્યું છે.

ગૂગલનું આ નવું સાહસ સફળ થશે તો બહુ ઝડપથી દુનિયાની તાસીર બદલાશે. આ પ્રયોગ નિષ્ફળ જશે તો પણ કંઈક કલ્પનાને નવી ઊંચાઈ આપનો વિક્રમ તો ગૂગલને નામે નોંધાઈ જ જશે!

 આગળ શું વાંચશો?

 • પ્રોજેક્ટ ખરેખર શું છે?
 • બલૂન કેવી રીતે કામ કરશે?
 • આ પ્રોજેક્ટથી સાચે ફાયદો થશે?
 • પ્રોજેક્ટ સામેના પડકારો ક્યા છે?
 • ગૂગલ કમાણી વધારવા આ બધું કરે છે?
 • પ્રોજેક્ટ લૂન પાછળનો વિચાર
 • આવી ટેકનોલોજીનો ભૂતકાળમાં ઉપયોગ
 • બલૂનથી તદ્દન બીજા છેડાનું, ઝંઝાવાતી ઝડપી ગૂગલ ફાયબર કનેકશન
Subscribe to read more...

મુંબઈ પોલીસના કર્મચારીઓનાં પગાર ખાતાંમાંની રકમ ગ્રીસના હેકર્સે ગૂપચાવી લીધાના સમાચાર વાંચીને ભલભલા લોકોને નેટબેન્કિંગની સલામતી વિશે ચિંતા થઈ પડી છે. દુનિયાભરની બેન્ક્સ ઇન્ટરનેટથી કનેક્ટેડ હોવાથી આપણે ફક્ત ચિંતા કરવાથી બચી નહીં શકીએ. એ માટે તો સલામતીની ચોક્કસ જાણકારી મેળવીને સાવધાની રાખ્યા વિના છૂટકો નથી. એ સંદર્ભે, સાયબરસેફ્ટીના ક્ષેત્રે પ્રવૃત્ત પ્રોફેશનલની કલમે લખાયેલો આ લેખ.

- સંપાદક

આગળ શું વાંચશો?

 • નેટબેકિંગ કેટલું પ્લસ કેટલું માઈનસ? 
Subscribe to read more...

અંકનાં બધાં પાનાં વંચાઈ ગયાં હોય તો ફરી સમય છે આખું મેગેઝિન રિવાઇન્ડ કરવાનો! 

Subscribe to read more...

કમ્પ્યુટરમાંની ડુપ્લિકેટ ફાઇલ્સ, ઇમેજીસ, સોંગ્સ વગેરે શોધીને સાફસફાઈમાં મદદ કરતું એક ઉપયોગી સોફ્ટવેર.

આવું બધાની સાથે બનતું હોય છે - ઓફિસના કમ્પ્યુટરમાંથી કોઈ પ્રેઝન્ટેશન પેનડ્રાઇવમાં કોપી કરીને ક્લાયન્ટને બતાવવા માટે લઈ જવાનું હોય, પણ પેનડ્રાઇવ ફૂલ હોય! આપણે ઉતાવળમાં હોઈએ એટલે પેનડ્રાઇવમાંની ફાઇલ્સ ડિલીટ કરવાને બદલે, ‘શાંતિથી તપાસીને ડિલીટ કરીશું’ એવું વિચારીને પેનડ્રાઇવનું બધું કોપી કરી, કમ્પ્યુટરમાં એક નવું ફોલ્ડર બનાવી તેમાં ખડકી દઈએ. આ બધું જ, અગાઉ આપણે કમ્પ્યુટરમાંથી જ પેનડ્રાઇવમાં કોપી કર્યું હોય. પરિણામે હવે કમ્પ્યુટરમાં ડુપ્લિકેટ ફાઇલ્સ સર્જાઈ!

Subscribe to read more...

ઇન્ટરનેટ પર સર્ચની સુવિધાને ખરા અર્થમાં માનવીય વળાંક આપીને, ગૂગલે આફતગ્રસ્ત લોકો અને ચિંતાતૂર પરિવારજનોને જોડતી એક સર્વિસ બનાવી છે.

Subscribe to read more...

વિશ્વભરના ગુજરાતી પરિવારોમાં લોકપ્રિય ગુજરાતી લેક્સિકોનની સેવાઓ હવે મોબાઇલ એપ્સ સ્વરુ‚પે પણ વિસ્તરી રહી છે, મોબાઇલમાં ગુજરાતી ભાષાનો આ અલભ્ય લાભ લૂંટવા જેવો છે! 

Subscribe to read more...

ગુજરાતમાં આઇટી ક્ષેત્ર સતત વિકસી રહ્યું છે, પણ આઇટીમાં કરિયર એટલે સોફ્ટવેર ડેવલપમેન્ટ એવી માન્યતા થઈ પડી છે. વાસ્તવમાં આ ક્ષેત્રમાં જુદી જુદી ઘણી રીતે કારકિર્દી વિક્સાવી શકાય છે. શ્રી રોશન રાવલે તેમના આ બીજા લેખમાં ગુજરાતમાં ઓછી જાણીતી ટેકનિકલ રાઇટિંગની વાત આલેખી છે.વાચકો તેમના સવાલો રોશનભાઈને કે ‘સાયબરસફર’ને મોકલી શકે છે. - સંપાદક

આગળ શું વાંચશો?

 • ટેકનિકલ રાઈટર કેવી રીતે બની શકાય?
 • ટેકનિકલ રાઈટર અન્ય શું કામગીરી બજાવી શકે?
 • ટેકનિકલ રાઈટરની કારકિર્દીમાં વિકાસની તકો છે?
 • ટેકનિકલ રાઈટર માટે ગુજરાતમાં કેવી તકો છે? ફ્રીલાન્સિંગની તકો કેવી હોય છે?
 • સોફ્ટવેર પ્રોડક્ટ કંપની
 • સર્વિસીસ કંપની
 • ટેકનિકલ રાઈટર તરીકેની તકો અને પગાર ધોરણ કેવા હોય છે? 
Subscribe to read more...

આ વર્ષે એન્જિનીયરિંગમાં એડમિશન લઈને તમે એન્જિનીયર બનશો ત્યારે તમારી સ્પર્ધા બીજા હજારો એન્જિનીયર્સ સાથે થશે. એ ટોળામાં તમને અલગ અને આગળ રહેવામાં મદદ કરે એવી એક વેબસાઇટ...

Subscribe to read more...

ઇન્ટરનેટ પરથી કશુંક પણ ડાઉનલોડ કરવું હોય તો માર્ગમાં અનેક છટકાં આવી શકે છે. એનાથી કેમ બચવું અને કઈ કઈ વાતની સાવધાની રાખવી એની વાત.

આગળ શું વાંચશો?

 • આખી વાત ઉદાહરણથી સમજીએ
 • ઓફિશિયલ સાઈટ પરથી ડાઉનલોડ કરતી વખતે...
 • માલવેર ઘૂસી જ જાય તો શું કરવું? 
Subscribe to read more...

વર્ષોજૂની તારસેવાનો આખરે ભારતમાં પણ અંત આવી રહ્યો છે, કારણ છે આંખના પલકારામાં, આંગળીના હળવા ઇશારે અને લગભગ બિલકુલ મફતમાં સંદેશા આપલે કરી આપતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીઝ!

આગળ શું વાંચશો?

 • ફ્લેશબેકઃ ટેલિગ્રામ અને ટેલિગ્રામ ઉર્ફે તાર
 • નજીકનો ભૂતકાળઃ ઈન્ટરનેટ પર ઈન્સ્ટન્ટ મેસેજિંગ
 • લેટેસ્ટ ટ્રેન્ડઃ મોબાઈલ ઈન્સ્ટન્ટ મેસેજિંગ 
Subscribe to read more...

બ્લોગિંગની વાત નીકળે એટલે પહેલું નામ વર્ડપ્રેસનું લેવાય! મે ૨૭, ૨૦૦૩ના રોજ લોન્ચ થયેલી આ સર્વિસ ૧૦ વર્ષમાં બહુ મોટું નામ બની ચૂકી છે. વર્ડપ્રેસનું ૩.૫ વર્ઝન ૧.૮ કરોડ વાર ડાઉનલોડ થઈ ચૂક્યું છે. જે સાઇટ વારંવાર અપડેટ થતી હોય તેનું ક્ધટેન્ટ મેનેજ કરવા માટે ક્ધટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (સીએમએસ) તરીકે ઓળખાતી એક ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. 

આગળ શું વાંચશો?

 • આંગળીના ટેરવે ઈન્ટરનેટ
 • ગૂગલની એક દિવસની કમાણી આપણને મળે તો?
 • જીમેઈલમાં નવું ઈનબોક્સ
 • એક શાળાની સરસ પહેલ
 • યાદ છે પેલાં, યાદોની સફર કરાવતાં આલ્બમ?
 • પીડીએફનાં ૨૦વર્ષ્
 • ગૂગલ પ્લસમાં ફેરફેર
 • ગૂગલ પિકાસા પણ બંધ થશે?
 • ફેસબુકમાં પણ એકાઉન્ટ વેરિફિકેશન

 

Subscribe to read more...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK