ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૫-જુલાઈ ૨૦૧૨

આ અંકથી ‘સાયબરસફર’ એક નવો વળાંક વટાવી રહી છે. આપણું પ્રિન્ટ મેગેઝિન હવે પ્રથમ ગુજરાતી ઓનલાઇન મલ્ટિમીડિયા મેગેઝિન પણ બની રહ્યું છે!

એવું મેગેઝિન, જે દર મહિને નિયત તારીખે તમારા સુધી પહોંચે, કલર્ડ પેજીસમાં ફોન્ટ તમે ચાહો તેટલા નાનામોટા કરવાની સગવડ હોય, તત્ક્ષણ ક્લિક કરીને વાંચન વિસ્તારવાની સુવિધા હોય અને મેગેઝિનના પાને જ્યાં ફોટોગ્રાફ જોવા મળે છે ત્યાં જ વિષય સમજવામાં ઉપયોગી એવા વીડિયો પણ જોઈ શકાય!

 

Subscribe to read more...

માત્ર પૃથ્વી જ ન - અવકાશ, ચંદ્ર એ મંગળના ખૂણેખૂણાનું કિટ દર્શન કરાવતા આ પ્રોગ્રામ સાથે દોસ્તી કેળવશો તો તેના વિવિધ પાસાની  મદદથી એક જાણીઅજાણી ભૂમિના ભોમિયા બનવા માટે દિવસો ઓછા પડશે!

આગળ શું વાંચશો?

 • ગૂગલ અર્થનો પાયો
 • ગૂગલ અર્થની પૂરી મજા કઈ રીતે લૂંટીશું?
 • તાજમહાલની સફરઃ સ્ટેપ બાય સ્ટેપ
 • હિમાલય દર્શન કરો, તમારા પ્લેનની કોકપીટમાંથી
 • પોતે ટૂર ક્રિયેટ કરો અને શેર કરો
 • ગૂગલ અર્થ ડાઉનલોડ કરો 
Subscribe to read more...

હમણાં એવું બન્યું કે એક કમ્પ્યુટરમાંનો ચાર જીબી જેટલો ડેટા બીજા કમ્પ્યુટરની હાર્ડડિસ્કમાં ટ્રાન્સફર કરવાની જ‚રુર ઊભી થઈ. બંને કમ્પ્યુટર લેનથી જોડાયેલાં હતાં એટલે પેનડ્રાઇવમાં કોપી કરી, બીજામાં પેસ્ટ કરવાનો તો સવાલ નહોતો, પણ થયું એવું કે બીજા કમ્પ્યુટરની એક ડ્રાઇવમાં આ ડેટા પેસ્ટ કર્યો અને અડધી-પોણી કલાકે મેસેજ મળ્યો કે ડ્રાઇવ ફૂલ છે! પછી શું? ફરી બધો ડેટા બીજી ખાલી ડ્રાઇવમાં નવેસરથી ટ્રાન્સફર કરવાની કસરત! 

Subscribe to read more...

દર વર્ષે ગૂગલ ડેવલપર્સની એક કોન્ફરન્સ યોજે છે, નામ આપવામાં આવ્યું છે ગૂગલ આઇ-ઓ (ઇુટ-આઉટુટ). ગૂગલે પાછલા વર્ષ દરમિયાન કેવી સિદ્ધિઓ મેળવી અને આગામી વર્ષમાં ગૂગલ તરફી કેવી કેવી પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ લોન્ચ થવાની છે તેની વિગતો આપતી આ કોન્ફરન્સમાં દુનિયાભરના લોકો ઊમટી પડતા હોય છે. નેટ પર કેટલાય બ્લોગ અને ટ્વીટર પર તેની ઓલમોસ્ટ લાઇવ વિગતો અપડેટ થતી હોય છે.

આગળ શું વાંચશો?

 • ટેબલેટની હરીફાઈમાં માઈક્રોસોફ્ટનો પ્રવેશ
 • ઈન્ટેલ ઈનસાઈડ મોબાઈલ 
Subscribe to read more...

ફરી ચોમાસાા આહલાદક દિવસો આવી પહોંચ્યા છે! કુદરતાં અનેકવિધ પાસાં એ રંગ (આંખે દેખાય એ એ દિલમાં ઉતરે એ પણ!) માણવાની શ્રેષ્ઠ ઋતુ છે આ. હવે વાત મુદ્દાની. ચોમાસામાં આણે અવારવાર મેઘધુષ જોઈ શકીએ છીએ એ પ્રકાશનાં કિરણો અને વરસાદનાં ફોરાંની રમત છે એ તો આપણે જાણીએ છીએ, પણ આપણે કયારેય મેઘધનુુષનું સંપૂર્ણ વર્તુળ જોઈ શકીએ ખરા? 

Subscribe to read more...

સાયબર સિક્યોરિટીના અભ્યાસ પછી વડોરાની એપ્પીન ટેક્નોલોજી લેબમાં ટ્રેનર તરીકે કાર્યરત શ્રી મિલાપ ઓઝા આ લેખનો વિષય હેકિંગ છે, પણ કોઇ પણ વિષયના વિદ્યાર્થીને કામ લાગે એવા અનુભવોનું ભાથું એમાં સમાયેલું છે. 

Subscribe to read more...

જયમીન અને માધવ બેસ્ટ ફ્રેન્ડઝ. બંનેનાં માતાપિતા પણ નજીકના મિત્રો. ખૂબ સારા રિઝલ્ટ સાથે હવે બંને જણા છઠ્ઠા ધોરણમાં આવી ગયા છે. જયમીન અને માધવ બંને કમ્પ્યુટરના રસિયા. ઇન્ટરનેટથી કમ્પ્લિટલી વાકેફ. લગભગ બધી જ એપ્લિકેશન ખૂબ સરસ રીતે જાણે અને ઉપયોગ પણ કરે. એક વખત બંનેને સાથે જ એક પ્રોજેક્ટ મળેલો. અમદાવાદના કોટ વિસ્તારની અંદર કેટલાં પુરાતન મકાનો છે કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા અપાવી શકાય તે શોધવાનું હતું. 

Subscribe to read more...

 ક્લોનિંગથી ‘ડોલી’નો જન્મ: ૫ જુલાઈ, ૧૯૯૬

આ માદા ઘેટું ઘેટાશાહી માટે નહીં, પણ જન્મની કુદરતી પ્રક્રિયાનો ચીલો ચાતરીને પેદા થવા માટે વિશ્વવિખ્યાત બન્યું. ક્લોનિંગ- એટલે કે સજીવના એક જ કોષમાંથી તેની પ્રતિકૃતિ જેવો આખેઆખો બીજો સજીવ પેદા કરવાની ટેક્નિકથી  પેદા થયેલું આ પહેલું સસ્તન પ્રાણી હતું. 

Subscribe to read more...

ઇન્ટરનેટ પર વિવિધ ભાષામાં, વ્યક્તિગત કે સંસ્થાગત સ્વ‚રુપે કેટલાય પ્રકારની નોંધપાત્ર પહેલ થઈ છે અને સતત આગળ વધી રહી છે. આ વિભાગમાં આપણે એવી વિવિધ ભાષામાં વિકસી રહેલી પ્રવૃત્તિઓ પર ઝડપભેર નજર ફેરવીશું. અહીં વાત ટૂંકમાં થશે, પણ તમે પૂરતો સમય લઈને ફુરસદે આ સાઇટ્સ જોવા જજો, કેમ કે અહીં તો મોટા ભાગે એ સાઇટના એકાદ પાસાની જ વાત થશે, પણ સાઇટની મુલાકાત લેશો તો બીજાં અનેક પ્રકારનાં પાસાં ખૂલશે! 

Subscribe to read more...

તમે પણ આકાશ ટેબલેટની રાહ જોઈ રહ્યા હો અને તેના વિશે ફેલાયેલી ગૂંચવણોથી અકળાયા હો, તો જાણી લો આ બહુ ગાજેલા ટેબલેટની કેટલીક નક્કર હકીકતો

આગળ શું વાંચશો?

 • ટેબલેટ શું છે?
 • આકાશની હકીકત
 • આકાશ ક્યાંથી મળશે?
 • તો બીજા કોઈ વિકલ્પ છે 
Subscribe to read more...

માણસજાતે અભિવ્યક્તિ માટે ભાષા વિક્સાવી ત્યારથી સતત પાંગરેલી ભાષાઓની સંખ્યા હવે સાત હજારે પહોંચી છે, પણ નિષ્ણાતો કહે છે કે હવે ભાષાવૈવિધ્ય ભૂંસાતું જશે.  

Subscribe to read more...

ઓક્ટોબર ૨૦૧૧માં ગૂગલ અર્થ પ્રોગ્રામ ડાઉનલોડ થવાની સંખ્યા એક અબજે પહોંચી! ભૌગૌલિક અંતર સતત ઘટાડી રહેલી ટેક્નોલોજી અને તેની શક્તિ દર્શાવતું આ ઇન્ફોગ્રાફિક ગૂગલ અર્થનો નિકટનો પરિચય કરાવે છે. 

Subscribe to read more...

‘સાયબરસફર’ મેગેઝિન પાછળના તમારા પ્રયત્નોની હું દિલથી કદર કરું છું. મેગેઝિનના અંકો કાયમ સાચવી રાખવા જેવા છે. મેગેઝિન નવું જ લોન્ચ થયું હોવાથી તેનું મેનેજમેન્ટ, માર્કેટિંગ વગેરે પ્રશ્નો હું સમજી શકું છું, પણ અમે વાચકો પૂરો સહયોગ આપીશું. અમારા સૌની શુભેચ્છા છે કે મેગેઝિનનું ક્ધટેન્ટ, ક્વોલિટી અને સાઇઝ વધુ ને વધુ સારી થતી જાય.
અજયકુમાર મકવાણા, હજીરા

 

Subscribe to read more...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com