‘કળશ’ના સંપાદકનો અભિપ્રાય
 
 
 
 

Gmail

વાચકોની રુચિને અનુસરવું એ નહીં, પણ બદલાતા સમયની જરુ‚રિયાત મુજબ વાચકોની રુચિ કેળવવી એ અખબારનો પાયાનો ધર્મ છે.

વર્ષ ૨૦૦૭ સુધીમાં ખાસ્સી લોકપ્રિય થઈ ગયેલી ‘દિવ્ય ભાસ્કર’ની બુધવારની ‘કળશ’ પૂર્તિને નવું સ્વ‚રુપ આપવાનું નક્કી થયું અને નવું સ્વ‚રુપ કેવું હોવું જોઈએ એનાં બ્રેઇનસ્ટોર્મિંગ સેશન્સ શ‚રુ થયાં ત્યારે ચર્ચાના કેન્દ્રમાં હંમેશાં આ જ વાત રહેતી હતી - અત્યારે દુનિયા કઈ દિશામાં જઈ રહી છે? લોકોએ શું વાંચવું છે એ તો વિચારીએ જ, પણ એમણે શું વાંચવું જોઈએ એ પણ તપાસીએ. સમયનાં વહેણ કઈ દિશામાં વહી રહ્યાં છે?

આ બધી ચર્ચાઓના અંતે ‘કળશ’નું જે નવું સ્વ‚પ ઘડાયું એ ફક્ત લેઆઉટના ઉપરછલ્લા ફેરફારો પૂરતું સીમિત નહોતું. ખરેખર તો વાચકો માટે એક નહીં, અનેક જુદી જુદી અને નવી દિશાઓ ખોલી આપતું કલેવર મળ્યું ‘કળશ’ને.

એ સમયે આપણી ભાષામાં ઇન્ટરનેટના વપરાશની હજી શ‚આત થઈ રહી હતી. અખબારોમાં સાયન્સ અને ટેક્નોલોજીને લગતા જે સમાચાર કે વિભાગો આવતા હતા એ મોટા ભાગે એવા હતા જે સરેરાશ, સામાન્ય વાચક સાથે નિસબત ધરાવતા ન હોય અથવા તો તેમને સમજાય એવા ન હોય. આ દિશામાં કંઈક થવું જોઈએ અને જુદું થવું એવી ‘કળશ’ સાથે સંકળાયેલા સૌની લાગણી હતી.

સવાલ એ હતો કે આવું લખે કોણ? કોઈક એવું જોઈએ જે ટેક્નોલોજી સમજતું હોય અને સાથે સારી રીતે લખી-સમજાવી શકે એમ પણ હોય.

મારી નજરમાં એક વ્યક્તિ હતી - હિમાંશુ.

મારો નજીકનો મિત્ર, અમે પત્રકારત્વની કારકિર્દીનો સાથે જ આરંભ કર્યો, કોમ્પ્યુટર પર ન્યૂઝસ્ટોરીઝ લખતા કે એડિટ કરતા અમે સાથે જ શીખ્યા હતા - ઇન્ડિયા ટુડેની ગુજરાતી આવૃત્તિમાં. એ સામયિક બંધ થયા પછી હિમાંશુએ એડ્વટર્ઇિઝિંગ અને ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનના ફિલ્ડમાં ઝંપલાવ્યું હતું. અમારી વાતચીતમાં વારંવાર જીમેઇલ, બ્લોગ, ફાયરફોક્સ, વગેરે શબ્દો ઝબક્યા કરતા હતા. અમારા મિત્રવર્તુળમાં ઇન્ટરનેટ અને તેના પર ભાષાના મુદ્દે કોઈ પણ, ક્યાંય પણ અટકે તો એના સોલ્યુશન માટે હિમાંશુ તરફ નજર દોડતી.

એ પછી ઇન્ફર્મેશન ટેક્નોલોજી માટે ‘કળશ’માં શું હોવું જોઈએ અને કોણ લખશે એ સ્પષ્ટ થઈ ગયું. મારે ફક્ત એટલું જ કહેવાનું હતું કે "જે અમને કહે છે એ હવે બધાને સમજાવ!’’

આ વિષય માટે સ્પેસ ઓછી મળશે એ પહેલેથી સ્પષ્ટ હતું. ટેક્નોલોજીનાં વિવિધ પાસાં, ટૂંકમાં સમજાવવાં અને એ પણ સરળતા સાથે, એ ચેલેન્જ તો હતી, પણ મને મારા લેખક પર ભરોસો હતો, કેમ કે વર્ષો સુધી અમે એકબીજાનાં લખાણ તપાસ્યાં હતાં.

અત્યારે ચાર વર્ષ અને ૨૦૦ જેટલા લેખ પછી ‘કળશ’ની ફક્ત એક ઊભી કૉલમ જેટલી જગ્યામાં સમાઈ જતી ‘સાયબરસફર’ ૪૮ પાનાંના મેગેઝિન જેટલી વિસ્તરી રહી છે એ બતાવે છે કે જે તે સમયની જ‚રિયાત પારખવામાં અને વાચકોની રુચિ યોગ્ય દિશામાં કેળવવામાં ‘દિવ્ય ભાસ્કર’ કેટલું સફળ રહ્યું છે. તક મળી છે તો આ કોલમનું થોડું એનાલિસિસ કરીએ તો?

અખબારના પાનેથી સ્વતંત્ર વેબસાઇટ અને તેમાંથી હવે મંથલી મેગેઝિનના સ્તર સુધી પહોંચેલી આ નાનકડી કોલમ - મોટા ભાગે જેમના ઘરમાં કોમ્પ્યુટર હોય એવા જ વાચકોને ઉપયોગી હોવા છતાં - વાચકોને આટલી સ્પર્શી કેમ શકી?

મને જુદા જુદા સ્તર અને વર્ગના વાચકો તરફથી જે પ્રતિભાવો મળ્યા છે ને વેબસાઇટ પર જે રીતે વાચકો પોતાના દિલની વાત કહેતા આવ્યા છે એ જોતાં, એટલું સ્પષ્ટ છે કે વિષયની નવીનતા, સમયની અનુ‚પતા, હળવી ભાષાશૈલી અને તદ્દન લાઘવ સ્વ‚પ, આ ચારેય પાયા પર આ સફળતા ઊભી છે.

‘સાયબરસફર’ વાચકો માટે સાચા અર્થમાં ફ્રેન્ડ, ફિલોફર અને ગાઇડ બની શકી છે. એ લખાય છે એ રીતે, જાણે આપણો નજીકનો મિત્ર બાજુમાં બેસીને ઇન્ટરનેટનાં ખરેખર આપણને કામનાં જુદાં જુદાં પાસાં સમજાવતો હોય. એ વાચકને આંગળી પકડીને જુદી જુદી સાઇટ, સર્વિસની રોમાંચક સફરે લઈ જાય છે. છતાં ‘સાયબરસફર’નું ફલક ઇન્ટરનેટની ટિપ્સ આપતી કોલમ જેટલું સીમિત રહ્યું નથી.

મેં હંમેશાં હિમાંશુના લખાણમાં એક અન્ડરકરન્ટ જોયો છે કે એ વાત ભલે ગૂગલ કે ફાયરફોક્સની કરતો હોય, એના લેખનું હાર્દ હંમેશાં જે ગમે તે ઉંમરે કંઇ પણ નવું શીખવા તૈયાર છે એનો ઉત્સાહ વધારવાનું રહ્યું છે.

‘સાયબરસફર’નો ઝોક હંમેશાં એજ્યુકેશન તરફ અને એ પણ ક્લાસ‚ બહારના, જિંદગીને ટીચર બનાવવાના અભિગમ તરફ રહ્યો છે. કદાચ એટલે જ ‘સાયબરસફર’ના ચાહકોમાં એક બહુ મોટો વર્ગ વડીલોનો પણ છે.

વિજ્ઞાનની કોઈ પણ બાબતની જેમ ઇન્ટરનેટ પણ બેધારી તલવાર છે - આપણા ગુજરાતી પરિવારો ઘરમાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ લાવી દે છે પણ પછી એનો - હિમાંશુની ભાષામાં કહું તો - ‘કસ કાઢતા’ નથી. પરિણામે ચાર મિત્રોની મંડળીમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીની વાત નીકળે એટલે બિનગુજરાતીઓ અથવા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા બોલતા રહે અને ગુજરાતી ભાઈ ચૂપ થઈ જાય! મને એ વાતનો ખરેખર આનંદ છે કે આ સ્થિતિ બદલવામાં ‘કળશ’ અને તેની કોલમનો સિંહફાળો છે.

‘સાયબરસફર’ને દિલથી શુભેચ્છા!

- મનીષ મહેતા
સંપાદક, ‘કળશ’ પૂર્તિ, ’દિવ્ય ભાસ્કર’

 • jaswant

  Permalink

  Dear Himansu Sir

  hu jyare nano hato tyarathi amara kaka na store par divyabhaskar vachato jema mane kadas nu vachavanu bahuj gamatu . ane tema panh hu khas himasu sir ni colom j vachato . mane computer ma kai panh gatagam pade nahi . panh jyarathi mai divyabhaskar ma aavata kadas ma aapano lekh vachato tyare tamari te colom na page ne pahela vachhi jato ane pachhi te colom ne katar thi kapi mara bag ma muki deto hato. kemake mare te vachavu bahuj gamatu ane aaje panh te sachvela lekho chhe. aapana te lekho ae mane computer sikhva mate mane majaboor karya mane computer ma interest vadhava madyo. mai pahela practicle basic computer karyu . pachhi dr reddy foundation ma panh certy sathe ites no basic course karyo . Temaj iti ma panh m power no basic computer no course karyo . ane pachhi DTP karyu . ane have mare Hardware ane tally panh karavano chhoo .

  Sir hu janato nathi ke aap kon chho . panh aek vat nakki chhe . aap ne karanhe mane science and technology vise janava madyu ane ae panh easy rite . aap par bhagavan hamesa khus rahese . kemake aape mane computer ni duniyama pravesh karavyo .

  Aapano aabhaar
  Aapano aabhaar
  Aapano aabhaar
  Aapano aabhaar
  Aapano aabhaar
  Aapano aabhaar Aapano aabhaar Aapano aabhaar Aapano aabhaar Aapano aabhaar Aapano aabhaar

  Jaswant

  about 2 years ago
 • I am inspired to put these words after reading comments of Shri Jaswant produced above. I am 57. I am a regular reader of column Cyber Safar in Divya Bhaskar. I used to save every issue of Wednesday Edition i.e. KALASH, till I started subscribing Cyber Safar in Magazine format. I was thrilled to see International Space Station gazing at the stars for long intervals and toiling hard for about a month and half. I can definitely say that magazines like Safari (I am a regular reader and collector of this magazine since it was published in the name of Scope), Cyber Safar etc. have taken over the work of shaping future Indian Citizens which was earlier done by Kumar. Now a days, every student or child goes with an impression that nothing is required to be saved on paper or elsewhere, as it is easily available on Google. But the fact remains that nothing helps at eleventh hour if you have not preserved it somewhere for easy reference. For me, as far as knowledge of computer is concerned, Cyber Safar is a friend easily available at all hours near my pillow. My humble request is that YOU SHOULD START ACCEPTING LIFE TIME SUBSCRIPTION. Whatever may be the amount, it will save our time and energy spared in renewal of subscription. JasWant has rightly said above: "aap par bhagavan hamesa khus rahese . kemake aape mane computer ni duniyama pravesh karavyo ." I can add a little more: "aap par bhagavan TATHA AME PAN hamesa khus rahISHU ."

  KM Patel
  (M) 94290 25901

  about 1 year ago
 • મારી પાસે શબ્દો નથી! કયા શબ્દોમાં આભાર વ્યક્ત કરું? ‘સાયબરસફર’ની શરૂઆત બિલકુલ નિજાનંદના હેતુથી અને ગમતાંનો ગુલાલ કરવાના હેતુથી જ થઈ હતી, એ આટલા બધા લોકો સુધી, આટલી સારી રીતે પહોંચશે એવી કોઈ કલ્પના જ નહોતી!
  કુમાર અને સફારી જેવાં સામયિકોનું દેખીતું પ્રદાન તો છે જ, પણ મને લાગે છે સાયબરસફર જેવાં મેગેઝિનને જન્મ આપવામાં પણ એમની બહુ મોટી ભૂમિકા છે.
  આજીવન લવાજમની આપનું સૂચન ખરેખર સારું છે, પણ હું ગણિતમાં બહુ કાચો છું એટલે એની રકમ નક્કી કરવાનો દાખલો મને અઘરો પડે છે!
  એક વાત મને હવે બરાબર સમજાઈ છે કે ‘સાયબરસફર’ હવે મારા એકલાની સફર નથી, એટલે એ યોગ્ય રીતે વિસ્તરે અને વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ જોવાની મારી જવાબદારી છે.
  એમાં હજી વધુ શું થઈ થશે એ વિશે ચોક્કસ જણાવતા રહેશો.
  ભગવાનની અને આપની ખુશાલી નિઃશંકપણે અનુભવું છે, એનો આનંદ!

  about 1 year ago
 • મારું નામ મહેશ બારોટ છે હું કોમ્પ્યુટર ટીચર છું
  સાયબર સફર ટીમ નું આભાર માનુંછું કે સારું નોલેજ આપેછે
  સાથે સાથે તેમની મેગેજીન પોસ્ટ થી પહોંચવામાં ઘણી મુકેલી પડતી
  પણ તેમની ટીમ ને જાણકર્તા તરતજ ઓનલઈન સુવિધા સારુંકારી દીધી। .તેમનો આભાર માનુંછું

  about 11 months ago
 • તમારું લેખો તો ખૂબ ગમ્યા પણ એક નાનકડું ફ્રીડબેક છે
  બૂક સાથે સીડી કે જેમાં સોફ્ટવેર નવી એપ નવી ગેમ અને etc ...
  તો સોનેપે સુહાગા જેવું થશે sir

  લી .મહેશ કે બારોટ
  મીઠાપુર

  about 11 months ago
Add comment

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK