આપણા જીવનમાં ઇન્ટરનેટના આગમન સાથે આપણી દુનિયા બદલાઈ રહી છે. કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને સ્માર્ટફોન ત્રણેય ધીમે ધીમે આપણા જીવનનાં અભિન્ન અંગ બની રહ્યાં છે. 

બાળકોના અભ્યાસમાં મદદરૂપ થવું હોય, ઉજજવળ કારકિર્દી ઘડવી હોય, બિઝનેસ વધુ સારી રીતે આગળ ધપાવવો હોય કે પછી નિવૃત્તિ પછી પણ નવા સમય સાથે તાલ મિલાવવો હોય, કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને સ્માર્ટફોન એ માટે અનિવાર્ય છે.

‘સાયબરસફર’ આ ત્રણેય સાધન સાથે ઘરોબો કેળવવામાં તમને મદદરૂપ થવાનો પ્રયાસ કરે છે, હળવાશથી!

જાન્યુઆરી ૨૦૦૮માં, ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકની બુધવારની ‘કળશ’ પૂર્તિમાં એક નાનકડી કોલમ સ્વરૂપે ‘સાયબરસફર’ની શરૂઆત થઈ. પછીના વર્ષે તેની વેબસાઇટ બની. કોલમ અને વેબસાઇટ બંનેને વાચકોનો અપાર પ્રેમ મળ્યો. એ પછી ડિસેમ્બર 2011માં ‘સાયબરસફર એજ્યુમીડિયા’ના નેજા હેઠળ, ‘સાયબરસફર’નાં પ્રિન્ટેડ પ્રકાશનોની શરૂઆત કરવામાં આવી.

‘સાયબરસફર’ પ્રિન્ટેડ મેગેઝિનનો ફેબ્રુઆરી 2012થી પ્રારંભ થયો. જુલાઈ 2012થી મેગેઝિનના તમામ અંકો ઓનલાઇન એડિશન સ્વરૂપે પણ ઉપલબ્ધ થયા. આ વિષયનું અને મેગેઝિનના પેજ પર જ વીડિયો કે ઓડિયો જોઈ-સાંભળી શકાય એવી સગવડવાળું આ પ્રકારનું આ પ્રથમ ગુજરાતી પ્રકાશન છે. 

‘સાયબરસફર’ માં કેવા લેખ હોય છે?

જો આપ અખબારની ‘સાયબરસફર’ કોલમ વાંચતા હશો તો સાયબરસફરના અભિગમથી આપ પરિચિત હશો જ. ‘સાયબરસફર’માં ટેક્નોલોજીમાં બહુ ઊંડા ઊતર્યા વિના, સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગ વિશે સરળ સમજણ આપવામાં આવે છે. ઇન્ટરનેટની ઉજળી બાજુને માધ્યમ બનાવીને જિજ્ઞાસુ અને જ્ઞાનની ઉપાસક પ્રજા તરીકે ગુજરાતી પ્રજાની ક્ષિતિજો વિસ્તારવી એ ‘સાયબરસફર’નું મુખ્ય ધ્યેય છે.

લેખોની પસંદગીમાં ‘સાયબરસફર’માં મુખ્યત્વે ત્રણ બાબતો પર ભાર મૂકવામાં આવે છેઃ

  1. ક્યુરિયોસિટી
  2. ક્રિએટિવિટી
  3. પ્રોડક્ટિવિટી

‘સાયબરસફર’ મેગેઝિનમાં પ્રિન્ટ અને ઓનલાઇન બંને માધ્યમનાં જમા પાસાંનો સુમેળ સાધવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે જ આ જરા જુદા પ્રકારનું મેગેઝિન છે, કેમ કે તેમાં પ્રિન્ટેડ મેગેઝિનમાં બધું વાંચી લીધા પછી પણ વાંચનનો દોર અટકતો નથી! લગભગ દરેક લેખનો અંત આપને એના મૂળ સ્રોત કે સંદર્ભ વેબસાઇટ્સ તરફ દોરી જશે.

મેગેઝિનમાં એક્શન રિપ્લે, ઇન્ફોવર્લ્ડ, એરાઉન્ડ ધ વેબ, નોલેજ પાવર, અમેઝિંગ વેબ, સ્માર્ટ વર્કિંગ, બેઝિક ગાઇડ એફએક્યુ, સાયન્સ ઝોન, ક્વિક ક્લિક્સ વગેરે વિભાગોમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટની રોજબરોજ ઉપયોગી ખૂબીઓ આવરી લેવામાં આવે છે.

જેમને ઇંગ્લિશ વાંચન વધુ ફાવે છે એમને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ જ્ઞાનખજાનાના હેન્ડી રેફરન્સ મળી રહે અને જેમને ગુજરાતી વધુ ફાવે છે એમને કમ્પ્યુટર/ ઇન્ટરનેટનાં વિવિધ પાસાંની સરળ સમજ મળી રહે એવું સંતુલન સાધવાનો આ મેગેઝિનમાં પ્રયાસ કરવામાં આવે છે.

આ મેગેઝિન આપના બધા સવાલોના જવાબ આપી નહીં શકે, પણ જવાબો શોધતાં જરૂર શીખવશે અને ખાસ તો, વધુ સવાલો પણ  ઊભા કરશે!

મેગેઝિનમાં આવરી લેવાતા વિવિધ વિભાગો અને વિષયો... 

CS-Slugs-1 ઇન્ટરનેટ પર ઉપલબ્ધ શૈક્ષણિક સ્ત્રોતોની વિગતવાર માહિતી 

CS-Slugs-2 ઇન્ટરનેટ અને અન્ય વિષયોના માહિતીપ્રદ ઇન્ફોગ્રાફિક

CS-Slugs-3  વિજ્ઞાન, ટેક્નોલોજી વગેરે વિષેના ઇન્ટરએક્ટિવ વેબપેજીસની માહિતી

 CS-Slugs-4  રોજબરોજના કામકાજમાં લાભદાયી ફ્રી વેબસર્વિસીઝના ઉપયોગ વિશે સ્ટેપ-બાય-સ્ટેપ સમજ

CS-Slugs-5   ઇન્ટરનેટનું સર્ફિંગ સરળ બનાવતી ઉપયોગી માહિતી

CS-Slugs-6   દૈનિક કામકાજમાં ઉપયોગી કમ્પ્યુટરના વિવિધ પ્રોગ્રામ્સની ખૂબીઓની સમજ

CS-Slugs-7   સર્જનાત્મકતાને વેગ મળે એવી જુદી જુદી વેબસર્વિસીઝની માહિતી

CS-Slugs-8   ઇન્ટરનેટ જગતમાં થઈ રહેલા ફેરફારોની વાત

CS-Slugs-9   કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગ અંગે બિલકુલ પાયાની બાબતોની સરળ સમજ

 

...અને બીજું ઘણું બધું!

 

 

 

<div style="width: 400px; height: 200px;">
<object width="100%" height="100%" align="middle" id="TNeatTempl" name="TNeatTempl" pluginspage="http://www.adobe.com/go/getflashplayer" type="application/x-shockwave-flash" data="ftp://cybersafar.com/familyguide/2016/Cybersafer-Magazine-Issue-56_October-2016/book.swf" style="background-color: #888888; vertical-align: middle;">
<param name="bgcolor" value="#888888" />
<param name="allowscriptaccess" value="sameDomain" />
<param name="quality" value="high" />
<param name="movie" value="ftp://cybersafar.com/familyguide/2016/Cybersafer-Magazine-Issue-56_October-2016/book.swf" />
</object>
</div>
<p>&nbsp;</p>

 

 

  • No comments found
Add comment

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com