નવા વિચારનો મહિમા
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

‘સાયબરસફર’માં નવી ટેક્નોલોજી કરતાં પણ નવા વિચારને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. નવા વિચાર હશે તો તેની પાછળ પાછળ બધું જ ધીમે ધીમે સાકાર થશે. 

આ વખતના અંકની કવરસ્ટોરી આવા નવા વિચાર પર કેન્દ્રિત છે. વિકિપીડિયા આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ, કોઈ પણ વિષયની પ્રાથમિકથી લઈને ખાસ્સી ઊંડાણભરી માહિતી જોઈતી હોય તો આપણું સર્ફિંગ આપોઆપ વિકિપીડિયા તરફ વળે. પરંતુ વેબટેક્નોલોજીમાં ગજબ પરિવર્તનો આવ્યા છતાં, વિકિપીડિયાનો દેખાવ એ જ જૂનો રહ્યો છે. ઇઝરાયેલની એક કંપનીએ ફક્ત એક નવા વિચારને બળે, ૩ કરોડ જેટલા લેખો ખરેખર યુઝર-ફ્રેન્ડલી લેઆઉટમાં આપણી સમક્ષ મૂક્યા છે.

સરેરાશ વેબયુઝર, વેબ ડેવલપર અને ઉદ્યોગસાહસિક - સૌએ આ જાણવા જેવું છે.

બીજી બાજુ, ઓનલાઇન શોપિંગનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એક સાથે અનેક પ્રોડક્ટ સરખાવવાની સુવિધા, તેનાં તમામ ફીચર્સ જાણવાની સુવિધા, ઘેરબેઠાં મંગાવવાની સુવિધા, વસ્તુ ન ગમે તો પાછી આપવાની સુવિધા... આ બધું છે, પરંતુ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં, જેમાં કંઈ પણ ખરાબી થાય અને આપણને મેન્યુફેક્ચરિંગ કંપનીના સપોર્ટની જ‚રૂર પડે, તો તેમાં મળતી વોરંટીનું ચિત્ર ઓનલાઇન સાઇટ્સમાં અત્યંત ધૂંધળું છે. એ વિશે ધ્યાનમાં રાખવાની બાબતો આ અંકમાં સમાવી છે.

એ સિવાય આ અંકમાં, બાળકોથી માંડીને એન્જિનીયર્સની ક્રિએટિવિટીને ચેલેન્જ કરે એવી માહિતી છે, એક્સેલની ફંક્શન કીનો પરિચય છે, દુનિયાભરની પબ્લિક ઇમેજીસને એકઠી કરવાના મહાભગીરથ પ્રોજેક્ટની વાત છે... અને એ સિવાય બીજું પણ ઘણું છે જે તમને ઇન્ટરનેટ પર અનેક નવા માહિતીસ્રોત તરફ દોરી જશે.

આ સફરમાં શું ગમ્યું અને શું ન ગમ્યું એ જરૂર લખતા રહેશો.

- હિમાંશુ

  • No comments found
Add comment

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK