ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૩૮, એપ્રિલ ૨૦૧૫

આપણા જ્ઞાન કરતાં અજ્ઞાનનું પ્રમાણ ઘણું વધુ હોય એ તો સ્વાભાવિક છે, પણ જે નથી જાણતા, અને નથી જાણતા એવી ખબર પણ નથી, એવું તો અસીમ છે. આ વખતની કવરસ્ટોરી કંઈક એવી છે. ગૂગલનો ખૂબ ઉપયોગ કરતા હોવા છતાં, પોતાના ઉપયોગ વિશે અને ગૂગલ આપણા વિશે કેટલું જાણે છે એની પણ આપણને ખબર હોતી નથી.

Read more: જરૂરી છે એટલું તો જરૂ‚ર જાણો

ગૂગલનો તમે કેટલો ઉપયોગ કરો છે તેની વિગતોથી માંડીને ગૂગલની વિવિધ સર્વિસનાં મહત્ત્વનાં સેટિંગ્સ પર એક સાથે નજર રાખવી હોય તો એ માટે તમારે તપાસવું પડે તમારું ગૂગલ ડેશબોર્ડ - આ રીતે...

આગળ શું વાંચશો?

 • સમજીએ ગૂગલનું આપણું ડેશબોર્ડ
 • ગૂગલના આપણા એકાઉન્ટની વિગતો
 • ગૂગલની વિવિધ સર્વિસમાં આપણી પ્રવૃત્તિ
 • ગૂગલ ડેસ્કબોર્ડમાં કંઈ પણ શંકાસ્પદ જણાય તો શું કરવું? 
Subscribe to read more...

ગયા અંકમાં આપણે અગાશીએ ચઢીને નરી આંખે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોવાની વાત કરી હતી, એ વાંચીને અને જાતઅનુભવ કર્યા પછી તમને ચોક્કસ સવાલ થયો હશે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેવા બીજા કેટલા સેટેલાઇટ્સ અત્યારે આપણી માથે, અંતરિક્ષમાં ચકરાવા લેતા હશે? જવાબ મળી શકે છે કે એક મજાના ઇન્ટરએક્ટવિ વેબપેજ પરથી.

Subscribe to read more...

જે કાંઈ સાંભળ્યું, વાંચ્યું કે ગોખેલું હોય તેના કરતાં જે કર્યું હોય એ બરાબર સમજાવાની અને યાદ રહેવાની શક્યતા ઘણી વધુ હોય છે  -આવી રીતે જાતે પ્રવૃત્તિ કરીને શીખવામાં તમને મજા આવતી હોય તો આ સાઈટ તમારે કામની છે.

આગળ શું વાંચશો?

 • સિમ્પલ મશીન્સ (વિવિધ મશીન્સના પાયાના સિદ્ધાંત સમજાવતી રમત)
 • ગો-રીએક્ટ (રસાયણોની ક્રિયા-પ્રતિક્રિયા દર્શાવતી રમત)
Subscribe to read more...

પરિવારના કોઈ સ્વજનનું આકસ્મિક મૃત્યુ આમેય આંચકાજનક અને દુ:ખદ હોય, તેમાં તેમના વિવિધ ઓનલાઇન એકાઉન્ટને સંભાળવાની જવાબદારી કુટુંબીઓ માટે બહુ મુશ્કેલ બની જાય. ફેસબુક પર આ કામ થોડું સહેલું બનશે.

Subscribe to read more...

તમારી ઘડિયાળ સમયસર છે કે નહીં? આ સવાલનો સાચો જવાબ સામાન્ય રીતે બહુ મુશ્કેલ ગણાય કેમ કે ઘરમાં પાંચ છ ઘડિયાળ હોય તો કઈ ઘડિયાળને સાચી ગણવી અને આપણી ઘડિયાળને કોની સાથે સરખાવીને નક્કી કરવું તે સમયસર છે કે નહીં? 

Subscribe to read more...

જુદાં જુદાં બ્રાઉઝર આપણું બ્રાઉઝિંગ ઝડપી બનાવવા માટે જે તે વેબપેજની સામગ્રી કામચલાઉ ધોરણે સાચવી રાખે છે. આપણે કમ્પ્યુટરની સફાઇના ઉત્સાહમાં તેને ઉડાડી દઈએ તો ગમતી સાઇટ્સ ધીમે લોડ થાય. વિગતવાર સમજીએ આખી વાત.

આગળ શું વાંચશો?

 • પહેલાં સમજીએ બ્રાઉઝર કેશ
 • તો પછી કરવું શું? 
Subscribe to read more...

એક્સેલ વિશે તમે બિલકુલ આછી-પાતળી જાણકારી ધરાવો છો અને બીજા લોકોને તદ્દન પાયાના સવાલો પૂછતાં અચકાવ છો? અહીં જાણી લઈએ એક્સેલની સાદી એ, બી, સી, ડી.

આગળ શું વાંચશો?

 • રિબન શું છે?
 • વર્કબુક  શું છે?
 • વર્કશીટ્સ  શું છે?
 • સેલ, રો અને કોલમ  શું છે?
 • રેન્જ  શું છે?
 • ફોર્મ્યુલા અને ફંકશન્સ  શું છે?
Subscribe to read more...

માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ પણ પ્રકારનું લખાણ - પછી તે નાનો પત્ર હોય કે લાંબો રીપોર્ટ - તૈયાર કરતી વખતે વારંવાર એવું તો બનવાનું જ કે આપણે લખાણમાંના કોઈ શબ્દ ડિલીટ કરવાના થાય. 

Subscribe to read more...

વોટ્સએપમાં વોઇસ કોલિંગ સુવિધા આખરે શ‚રુ થઈ ગઈ છે. તમને એ કેટલી ઉપયોગી થશે કે તમે એનો ખરેખર કેટલો ઉપયોગ કરશો એ તો સમય કહેશે, પણ અત્યારે તેની વિગતો સમજી લઈએ

આગળ શું વાંચશો?

 • વોઈસ કોલિંગ શું છે
 • વોટ્સએપ વોઈસ કોલિંગમાં ખર્ચ કેટલો?
 • આ સુવિધા બધાને ઉપલબ્ધ છે?
 • વોઈસ કોલિંગ કેવી રીતે મળે? 
Subscribe to read more...

સવાલ લખી મોકલનાર - પરેશ ગણાત્રા, રાજકોટ


આપણે ઇન્ટરનેટ પરથી કોઈ પણ વેબસાઇટમાંથી કોઈ પણ ફાઈલ ડાઉનલોડ કરીએ તો એનો અર્થ એ થયો કે એ ફાઈલ એ વેબસાઇટ જે સર્વર પર હોસ્ટ થયેલી હશે તે સર્વરમાંથી ટ્રાન્સફર થઈને આપણા કમ્પ્યુટરમાં આવે છે.   

Subscribe to read more...

આ વખતે ‘ફાઇનલ ક્લિક’માં એક રમત રમીએ. ઉપરની તસવીરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ શોધી બતાવો! 

Subscribe to read more...

સવાલ લખી મોકલનાર - પિંકલ પટેલ, અમદાવાદ


 

Subscribe to read more...

ઇન્ટરનેટ પર આપણા રસના વિષયો વિશેની વાંચનસામગ્રીનો પાર નથી, તેમ અલગ અલગ સાઇટ પરના લખાણને એક જ વેબપેજ પર સહેલાઈથી વાંચવાની સગવડ આપતી સર્વિસ પણ સતત વધી રહી છે. જાણો આવી એક લોકપ્રિય સર્વિસ વિશે.

આગળ શું વાંચશો?

 • ગમતી સાઈટ્સ ઝડપથી લોડ કરવી છે?
 • પહેલાં સમજીએ બ્રાઉઝર્સ કેશ
 • તો પછી શું કરવું? 
Subscribe to read more...

આ ગેમ પણ તમે કદાચ પીસી પર રમ્યા જ હશો. આખા સ્ક્રીન પર આપણને જુદા જુદા આકારના પાઈપના ટુકડા મળે, જેે આંગળીના ઇશારે આપણે ફેરવી શકીએ.

Subscribe to read more...

ગૂગલની વિવિધ સર્વિસ સતત અપડેટ થાય છે, પણ એ દરેકના પાયામાં જે છે એ કોન્ટેક્ટ્સની સર્વિસ લાંબા સમયથી જેમની તેમ હતી. હવે તેમાં નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યાં છે. 

Subscribe to read more...

નવો ફોન ખરીદવા માગતા હો, એ પણ ઓછા બજેટમાં વધુ સુવિધાવાળો - તો તમારા માટે મીઠી મૂંઝવણના દિવસો આવ્યા છે. ભારતમાં ખાસ સફળ રહેલા મોટો ઇના નવા વર્ઝન અને ઝિયોમીના રેડએમઆઇ વચ્ચે મોટી સ્પર્ધા છે.

આગળ શું વાંચશો?

 • કેમેરા
 • ઓપરેટિંગ સિસ્ટમ
 • પ્રોસેસર
 • ૪જી
 • તો સરવાળે ચુકાદો શો છે? 
Subscribe to read more...

માઇક્રોસોફ્ટ કંપનીએ નોકિયા કંપની હસ્તગત કર્યા પછી, સ્માર્ટફોન માર્કેટ પર પકડ જમાવવાની કોશિશ વધુ તેજ કરી છે. એના ભાગરુ‚પે, એપ્રિલ મહિનામાં માંડ ‚રુ ૪૪૦૦માં નોકિયા લૂમિયા ૪૩૦ ફોન મળવા લાગે તેવી શક્યતા છે. આ સૌથી ઓછી કિંમતનો વિન્ડોઝ સ્માર્ટફોન હશે. 

આગળ શું વાંચશો?

 • ઝિયોમીનો ઓનલાઈન સ્ટોર
 • હવે વિન્ડોઝ ૧૦
 • યુટ્યૂબફોર કિડ્સ 
Subscribe to read more...

ચીનની એમેઝોન જેવી અલીબાબા કંપનીએ ચાની ડિલિવરી માટે ડ્રોનનો ઉપયોગ કરી બતાવ્યો. બીજી તરફ, એમેઝોનને પણ ડ્રોનથી ડિલિવરીના ટેસ્ટિંગ આડે જે અંતરાયો હતા તે હવે દૂર થયા છે, તેેને જોઈતી મંજૂરીઓ મળી ગઈ છે.

આગળ શું વાંચશો?

 • ફેસબુક તરફથી કોલરની ઓળખ આપતી એપ
 • લકઝરી ચાય ખરીદો ઓનલાઈન
 • બીએસએનએલ ૩જીના ભાવ ઘટાડે તેવી શક્યતા
 • ટ્વીટરનો બર્થડે 
Subscribe to read more...

નોકરી/કામકાજ અને પરિવાર - આ બંને વચ્ચે સંતુલન સાધવું હંમેશા મુશ્કેલ હોય છે. ગૂગલના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર પેટ્રિક પાઇશેટે હમણાં આ જ કારણસર, ગૂગલમાં સાત વર્ષની નોકરી પછી રાજીનામું આપ્યું. પેટ્રિકે પોતે શા માટે રાજીનામું આપ્યું એ પણ ગૂગલ+ પર શેર કર્યું. ગૂગલના સહસ્થાપક લેરી પેજે એમની એ નોટને ‘એક સૌથી અસાધારણ સીએફઓ તરફથી સૌથી અસાધારણ લીવિંગ નોટીસ’ ગણાવી અને સાથે લખ્યું કે ‘વેલ વર્થ રીડિંગ, ઇટ વિલ વાર્મ યોર હાર્ટ. (અચૂક વાંચશો, તમારું હૃદય હૂંફ અનુભવશે). તમે પણ વાંચો, પેટ્રિકના એ ‘અસાધારણ’ પત્રનો ભાવાનુવાદ... 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com