ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૨૬-એપ્રિલ ૨૦૧૪

ગયા મહિને, ચૂંટણી ઉપરાંત મલેશિયાનું પ્લેન ગાયબ થવાનો મુદ્દો અખબારોમાં છવાયેલો રહ્યો. ગૂગલ ન્યૂઝ પર પણ આ સમાચારનો શેરબજારની જેમ ઉપર-નીચે થતો ટ્રેન્ડ જોવા મળ્યો. શરુઆતના દિવસોમાં દુનિયાભરનાં અખબારોમાં આ સમાચાર છવાયેલા રહ્યા, દિવસો વીતતાં સૌનો રસ ઓછો થયો અને પ્લેન તૂટી પડ્યું હોવાની જાહેરાત સાથે ફરી તેમાં ઉછાળો આવ્યો!

Read more: અલગ અલગ ક્ષેત્રમાં ઊંચ-નીચ

વેકેશન નજીક આવતાં જ આપણે પ્રવાસ માટે રેલવે રિઝર્વેશનની તપાસમાં લાગી જઈએ છીએ. તમારે એજન્ટના ભરોસે ન રહેવું હોય તો ઘેરબેઠાં રિઝર્વેશન કરાવવું સહેલું છે, જો કેટલીક ખાસ વાત જાણી લઈએ તો! 

આગળ શું વાંચશો?

 • આઈઆરસીટીસી શું છે?
 • ઓનલાઈન બુકિંગનું તંત્ર
 • ઓનલાઈન બુકિંગની શરુઆત
 • ટિકિટનું બુકિંગ
 • ઝડપ જરુરી
 • કાગળની બચત 
Subscribe to read more...

પ્રવાસનું વહેલાસર આયોજન કરી, જોઈતા દિવસે, જોઈતી ટ્રેનમાં રિઝર્વેશન મેળવી નિશ્ર્ચિંત બની જવું અને પછી પ્રવાસના મજાના દિવસો ગણતા રહેવાનો આનંદ કંઈક જુદો જ છે, પણ કામકાજ કે અભ્યાસ કે સ્વાસ્થ્ય જેવા કોઈ પણ કારણસર તમે મુસાફરીની ચોક્કસ તારીખ નક્કી કરી શકતા ન હો તો અગાઉથી રિઝર્વેશન કરાવી શકાતું નથી.

આગળ શું વાંચશો?

 • દરેક વિગતો પહેલેથી ચકાસી રાખો
 • ઓળખનો પુરાવો નક્કી કરી રાખો
 • પેમેન્ટ કરવાની વિધિ નક્કી કરી લો
 • પ્રવાસની વિગતો તૈયાર રાખો
 • હવે સમય છે બુકિંગનો
 • આટલું ખાસ ધ્યાન રાખશો
Subscribe to read more...

સાયબરસફરના જૂના વાચકોને યાદ હશે કે નવેમ્બર ૨૦૧૨ના અંકમાં આપણે ‘ભારતીય રેલવેના નવા મુકામ’ની વાત કરી હતી, જેમાં ગૂગલ મેપ પર દરરોજ ભારતભરમાં દોડતી સાડા છ હજાર જેટલી ટ્રેનનાં લાઇવ લોકેશન બતાવતી રેલરડાર સર્વિસની વાત કરી હતી. 

Subscribe to read more...

આ  લખાઈ રહ્યું છે ત્યારે મલેશિયા એરલાઇન્સનું પ્લેન ગૂમ થયાની ઘટનાને પૂરા ૧૫ દિવસ વીતી ગયા પછી, પ્લેન હિંદ મહાસાગરમાં તૂટી પડ્યું હોવાની જાહેરાત થઈ છે, છતાં આ ઘટના વિશે ઘણા પ્રશ્નો અનુત્તર રહ્યા છે. જેનો જવાબ મળ્યો નથી એ મુખ્ય સવાલ એ જ રહ્યો છે કે ટેક્નોલોજી આટલી આગળ વધી ગઈ હોવા છતાં, આવડું મોટું પ્લેન આકાશમાંથી એવું તે કેમ સાવ ગાયબ થઈ ગયું?

આગળ શું વાંચશો?

 • રડાર
 • એડીએસ-બી
Subscribe to read more...

 તમે પોતે પૃથ્વી પરના અફાટ આકાશમાં ઊડી રહેલાં વિવિધ પ્લેનને ટ્રેક કરવા માગતા હો તો પહોંચો આ વેબસાઇટ પર:

 

Subscribe to read more...

તમારા ખિસ્સામાં એક સ્માર્ટફોન હોય પછી તમારે કાંડાઘડિયાળ, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, કેલેન્ડર વગેરે અલગ અલગ ઘણી ચીજોની જ‚રુર રહેતી નથી.
ફોન સાદો હોય કે સ્માર્ટ, દરેકમાં કેલ્ક્યુલેટર અચૂક હોય છે, પણ એ હોય છે તદ્દન બેઝિક. તમને થશે કે કેલ્ક્યુલેટરમાં ગણતરીની સગવડથી વધુ હોય પણ શું? સાદા લાગતા કેલ્ક્યુલેટરમાં કેવી કેવી ખાસિયતો ઉમેરી શકાય એ જોવું હોય તો તમારા સ્માર્ટફોનમાં ‘કેલ્ક્યુ’ નામની એપ ઉમેરવા જેવી છે. આ પણ અંતે તો કેલ્ક્યુલેટર જ છે, પણ એક વાર તેને ઉપયોગ શરુ‚ કરશો પછી સાદા કેલ્સીને આંગળી અડાડવાનું ગમશે નહીં!

Subscribe to read more...

એક સમયે વેબડિઝાઇનિંગ ખૂબ સારી કારકિર્દી ગણાતી હતી, પણ પછી એનું મહત્ત્વ ઘટવા લાગ્યું. વાસ્તવમાં આ ક્ષેત્રે હજી પણ વિશાળ તકો છે, જો તમે સમય પ્રમાણે તકો પારખી શકો અને તે અનુસાર જ‚રુરી નવી કુશળતાઓ કેળવી શકો છો. આ લેખમાં એ જ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે.

આગળ શું વાંચશો?

 • વેબડિઝાઈનિંગ /UI ડિઝાઈનિંગમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય?
 • UI ડેવલેપમેન્ટમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય? કેવી તકો છે?
Subscribe to read more...

માર્ચ મહિનામાં વર્લ્ડ વાઈડ વેબને ૨૫ વર્ષ થયાં, ત્યારે આખી દુનિયાને એકમેક સાથે સાંકળી રહેલું આ અજબ-ગજબ જાળું કેવી રીતે ગૂંથાયું એ જાણવું રસપ્રદ બનશે.

Subscribe to read more...

મોબાઇલ ફોનની શોધને ૪૦ વર્ષ થઈ ગયાં હોવા છતાં, તેનાથી માનવમગજને નુક્સાન થાય છે કે નહીં એ વિષે નિષ્ણાતો એકમત નથી. એમની દલીલો ચાલુ છે ત્યારે, નવાં ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ અને વાઇ-ફાઈ પણ જોખમી હોવાનો સૂર ઊઠી રહ્યો છે.

આગળ શું વાંચશો?

 • મોબાઈલ હાનિકારક છે?
 • સાર શું છે?
 • રેડિએશનનું વિરાટ આવરણ
 • નુકસાન શી રીતે થાય છે?
 • સાવચેતીનાં પગલા
Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ નિખિલ મહેતા, સુરત 

બહુ મહત્ત્વનો સવાલ. નિખિલભાઈ લખે છે કે "હું જીમેઇલમાં ઈ-મેઇલ એકાઉન્ટ ધરાવું છું. હું જ્યારે મારા એન્ડ્રોઇડ ડિવાઇસમાં ઈ-મેઇલ ઓપન કરું છું ત્યારે મારો ઈ-મેઇલ પાસવર્ડ પૂછવામાં આવતો નથી અને ડાયરેક્ટ ઇનબોક્સ ઓપન થઈ જાય છે. એનો અર્થ તો એ થયો કે જો કોઈને મારો મોબાઇલ મળે તો એ વ્યક્તિ મારા પાસવર્ડની જરુ‚ર વિના મારા ઇનબોક્સ સુધી પહોંચી શકે. મારા એન્ડ્રોઇડ ફોનમાં બીજી કોઈ વ્યક્તિને મારું ઈ-મેઇલ એકાઉન્ટ ખોલતાં અટકાવવાનો કોઈ રસ્તો છે?

Subscribe to read more...

એક સમય એવો હતો જ્યારે લોકો પોતાની યાદશક્તિ માટે પોરસાતા. હવે યાદશક્તિ કરતાં, શોધશક્તિનું મહત્ત્વ વધી ગયું છે - કેમ કે વાંચીને યાદ રાખવાને બદલે શોધી લેવાની ટેવ વધી રહી છે! ઇન્ટરનેટની આપણા વાંચન અને વિચાર પર કેવી અસર થઈ રહી છે એ વિશે થોડા વિચારો…

Subscribe to read more...

૧૯૭૩માં આજના મોબાઇલની સૌથી નજીકના ગણાય એવા મોબાઇલ ફોનથી ન્યુ યોર્કથી ન્યુ જર્સી ફોન કોલ થયો, એ પહેલાં એવું શું શું બન્યું, જેનાથી જગતને મોબાઇલ ફોનની ભેટ મળી? આવો જાણીએ…

Subscribe to read more...

આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે લોકસભાની ચૂંટણીનો પહેલો તબક્કો શ‚રુ થવામાં હશે કે શરુ‚ થઈ ગયો હશે. આ ચૂંટણીમાં કુલ ૮૧.૪ કરોડ લોકો મત આપી શકશે (આખા યુરોપના બધા દેશોની કુલ વસતિ આના કરતાં ઓછી છે), વર્ષ ૨૦૦૯ની ચૂંટણીમાં આના કરતાં ૧૦ કરોડ ઓછા મતદાર હતા. ભારતમાં કુલ ૯,૩૦,૦૦૦ મતમથકો પર મતદાન થશે! આ વખતે પહેલી વાર મતદારોને ‘નન ઓફ ધ અબાવ - કોઈ ઉમેદવારને મારો મત નહીં’ કહેવાનો વિકલ્પ મળશે.

Subscribe to read more...

સ્માર્ટફોનમાં ખરેખર અફરાતફરીનો માહોલ છે! એક તરફ માઇક્રોસોફ્ટ પોતાની લાઇસન્સ ફી જતી કરીને પણ સ્માર્ટફોન માર્કેટમાં વિન્ડોઝ પુશ કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ નોકિયાએ સાડા સાત-સાડા આઠ હજાર જેવી બજેટ પ્રાઇસમાં એન્ડ્રોઇડ ફોન રજૂ કર્યા છે. થોડા સમય પહેલાં બાર્સિલોનામાં યોજાયેલી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં નોકિયાએ તેના પહેલા એન્ડ્રોઇડ ફોન રજૂ કયર્િ હતા. હવે તે ભારતમાં પણ આવી પહોંચ્યા છે.

આગળ શું વાંચશો?

 • હવે વિન્ડોઝ ફોન પણ બજેટ રેન્જમાં મળશે
 • મોબાઈલ ચાર્જ કરતા શૂઝ
Subscribe to read more...

 

‘સાયબરસફર’ ખૂબ સરસ મેગેઝિન છે, પણ મારું એક સૂચન છે. જ્યારે પણ સ્માર્ટફોન, મોબાઇલ કે તેની એપ્સ વિશે માહિતી આપવામાં આવેશે ત્યારે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને લગતી માહિતી હોય છે. મારું સૂચન છે કે વિન્ડોઝ ૮, વિન્ડોઝ ફોન ૮ અને લુમિયા સ્માર્ટફોન વિશે માહિતી આપવા વિનંતી છે.

 - અવનિશ ગોર, ભુજ-કચ્છ

 

Read more: પ્રતિભાવ

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com