૦૨૪-ફેબ્રુઆરી ૨૦૧૪
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૨૪-ફેબ્રુઆરી ૨૦૧૪

જીવનમાં આગળ વધવા માટે જવાબો જાણવા કરતાં, સવાલો જાગતા રહે એ વધુ જરૂરી હોય છે. આ વાત ઇન્ટરનેટનાં સર્ચ એન્જિન્સથી વિશેષ આપણને કોણ સમજાવી શકે?! 

Read more ...

આપણે દરરોજ ગૂગલના સર્ચબોક્સમાં કંઈક ને કંઈક લખીને સર્ચ કરીએ છીએ અને પછી સંખ્યાબંધ પરિણામો જોઈને ગૂંચવાઈએ છીએ. સર્ચ કરવાની કેટલીક ચોક્કસ રીત જાણી લઈએ તો આપણું કામ ઘણું આસાન બની શકે છે.

આગળ શું વાંચશો?

 • સર્ચના મૂળ
 • તમારા જન્મદિને, વિશ કરશે ગૂગલ
 • સેફસર્ચ કેવી રીતે કરાય?
 • પ્રાઈવેટ સર્ચ એન્જિનની વધતી લોકપ્રિયતા
 • ગુજરાતીમાં સર્ચ કેવી રીતે કરાય?
 • ફોન ઓટોમેટિક અનમ્યૂટ કરવા માટે
 • ધારદાર નોલેજ માટે... 
Subscribe to read more...

જેમ આપણે ઇન્ટરનેટમાં જોઈતી માહિતી આપતી સાઇટ્સ શોધીએ છીએ, તેમ બધી સાઇટ્સ આપણી નજરમાં આવવા માટે મથતી હોય છે. ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઇન માર્કેટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન વગેરે ક્ષેત્રનો મેળવીએ પ્રાથમિક પરિચય, આ લેખમાં.

Subscribe to read more...

ભારતીય ચલણી નોટો આજકાલ ચર્ચામાં છે, અસલી-નકલી કારણોસર. નકલી નોટોના મોટા પડકારને પહોંચી વળવા રિઝર્વ બેન્ક વિવિધ પગલાં લઈ રહી છે, એમાંનું એક પગલું છે લોકજાગૃતિ કેળવતી એક ખાસ વેબસાઇટ. 

આગળ શું વાંચશો?

 • આરપાર જોવાથી બનતી સખ્યા
 • વોટરમાર્ક
 • રંગબદલતી સંખ્યા
 • ફ્લુરોસન્ટ રંગનો ઉપયોગ
 • સિક્યુરિટી થ્રેડ
 • ઉપસેલા રંગ
 • છૂપાયેલી સંખ્યા
 • તદ્દન ઝીણા અક્ષરો
 • ઓળખ ચિહ્નો
 • નોટપ્રિન્ટ થયાનું વર્ષ
 • ચલણી નોટનું ચલણ વિકસ્યું આ રીતે 
Subscribe to read more...

 ધારો કે તમે વર્ડમાં કોઈને પત્ર લખ્યો. હવે પત્ર પ્રિન્ટ કરીને, એન્વેલપમાં પેક કરીને પોસ્ટ કે કુરિયર કરવાનો છે. સામાન્ય રીતે, આપણે કવર પર હાથેથી એડ્રેસ લખવા બેસીએ, પણ એકથી વધુ પત્રો હોય, અલગ અલગ એડ્રેસ હોય અને મદદ કરવાવાળું કોઈ ન હોય તો?

Subscribe to read more...

 સ્માર્ટવર્કિંગનો પહેલો નિયમ આ છે - આપણે કમ્પ્યુટરના નહીં પણ કમ્પ્યુટર આપણું ગુલામ હોવું જોઈએ! એટલે કે જે કામ કમ્પ્યુટર સારી રીતે કરી શકે તેમ હોય તેની જવાબદારી તેના શિરે જ નાખવી અને આપણે આપણા પોતાના મૂળ કામ પર ધ્યાન આપવું.

માઇક્રોસોફ્ટ વર્ડમાં આવું કરવા માટેની એક મજાની રીત છે ક્વિક ફોર્મેટિંગ.

Subscribe to read more...

‘‘આજે કેટલી વાર ફોન કર્યા, એક પણ વાર રિંગ સંભળાઈ નહીં?’’ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડથી માંડીને પત્ની કે પતિ અને બોસ કે ક્લાયન્ટમાંથી કોઈને કોઈએ તમને આ ફરિયાદ કરી જ હશે. તમારી પાસે બચાવની ફક્ત એક દલીલ હોય, "મીટિંગમાં હતો, ફોન મ્યૂટ કર્યો હતો અને મીટિંગ પૂરી થયા પછી વોઈસ ઓન કરવાનું ભૂલાઈ ગયું!’’ વાત સાચી હોય તોય આપણી આ દલીલ કારગત નીવડતી નથી.

આગળ શું વાચશો?

 • ધારદાર જનરલ નોલેજ માટે...
Subscribe to read more...

ગયા મહિને અખબારોમાં સમાચાર ચમક્યા હતા કે લંડન આઇ, સિંગાપોર ફ્લાયર, આઇ ઓફ એમિરેટ્સ કે ન્યૂ યોર્ક વ્હીલને પગલે અમદાવાદ રીવરફ્રન્ટમાં પણ, ૬૭ મીટર ઊંચી પતંગ હોટલની બાજુમાં ૧૩૫ મીટર ઊંચું જાયન્ટ વ્હીલ (તળપદી ગુજરાતી ભાષામાં એને ‘ફજેતફાળકો’ કહેવાય!) તૈયાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગ્લોબલ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જારી કર્યું હતું, પણ એમાં ફક્ત એક કંપનીએ રસ બતાવ્યો છે.

Subscribe to read more...

ગયા અંકમાં આપણે એક્સેલમાં સરવાળાની વિવિધ રીત સમજ્યા. હવે સમજીએ, આંકડાનો અને વિવિધ શરતો મુજબ તારવવાની પદ્ધતિઓ, જેમાં આપણે સરેરાશ અને અન્ય બાબતોને પણ આવરી લઈશું.

આગળ શું વાંચશો?

 • શરતી સ્થિતિ મુજબની ગણતરી
 • શરતી સરેરાશને લગતી ગણતરીઓ
 • માઈક્રોસોફ્ટ વર્ડમાં ક્વિક ફોર્મેટિંગ
 • ઓટોમેટિક એન્વેલપ પ્રિન્ટિંગ 
Subscribe to read more...

સવાલ લખી મોકલનાર - અમિત પટેલ, વીસનગર 

સાદો જવાબ સૌ ખબર છે - તમારા ઈ-મેઇલ પ્રોગ્રામમાં કમ્પોઝ બટન પર ક્લિક કરો, ‘ટુના ખાનામાં તમારે જે લોકોને એક સરખો ઈ-મેઇલ મોકલવાનો છે તેમાં ઈ-મેઇલ એડ્રેસ લખો, વિષય લખી મેઇલ કમ્પોઝ કરી સેન્ડ પર ક્લિક કરો. પરંતુ, આ પ્રશ્નના ભાવાર્થ કંઈક જુદો હતો. સવાલ ખરેખર વારંવાર એક જ ગ્રૂપમાં લોકોને, એક સરખો ઈ-મેઇલ કેવી રીતે સહેલાઈથી મોકલવો એ હતો. એક લોકો વારંવાર આ રીતે લાંબાલચક લિસ્ટ સાથે ઘણા બધા લોકોને આ રીતે ઈ-મેઇલ મોકલતા હોય છે. 

Subscribe to read more...

સવાલ લખી મોકલનાર- વિનાયક મજમુદાર, સુરત

હા અને ના. ટેકનિકલી જોઈએ તો હા અને લિગલી જોઈએ તો કોપીરાઇટવાળા આખેઆખા વીડિયો કે ફ્ક્ત તેના સાઉન્ડને ડાઉનલોડ કરવાની કાયદેસર ના હોય છે! 

Subscribe to read more...

સવાલ લખી મોકલનાર- ધારા ત્રિવેદી, મહેસાણા

બિલકુલ કરી શકાય! સામાન્ય રીતે, તમે સ્માર્ટફોન કે ટેબલેટમાં જ પ્લે સ્ટોરમાં જઈને ગમતી એપ ડાઉનલોડ કરી શકો છો, પણ તમારી પાસે નાના સ્ક્રીનવાળો સ્માર્ટફોન હોય તો તમે પીસીના મોટા સ્ક્રીનનો લાભ લઈ શકો છો. એ માટે...

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ ભરત ગણાત્રા, ભૂજ

આમ તો, મિનિ ટૂલબાર એક કામની સગવડ છે કેમ કે માઇક્રોસોફ્ટ વર્ડમાં ટેક્સ્ટ સાથે કામ કરતી વખતે, ટેક્સ્ટ સિલેક્ટ કરતાં અલ્લાદિનના જીનની જેમ, આપણે સિલેક્ટ કરેલી ટેક્સ્’ની બાજુમાં જ આ મિનિ ટૂલબાર હાજર થાય છે અને ટેક્સ્ટમાં આપણે જે ફોર્મેટિંગ કરવું હોય તે તેમાંથી કરી શકાય છે. 

Subscribe to read more...

 સવાલ લખી મોકલનારઃ રિયાઝખાન પઠાણ, અમદાવાદ

આ સવાલનો ટૂંકો જવાબ જાણવાને બદલે, આપણે મૂળમાંથી બ્રાઉઝરનાં સેટિંગ્સ સમજીએ કેમ કે ઘણા વાચકમિત્રો સાથેની વાતચીતથી લાગે છે કે બ્રાઉઝરના ઉપયોગ વિશે વિવિધ પ્રકારની ઘણી મૂંઝવણ ને ગૂંચવણ છે. આપણે એના ઉકેલ જાણીએ.

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ ધીરજ પરીખ, અમદાવાદ

હા, આવી સગવડ છે. એ માટે જીમેઇલમાં લોગ-ઇન થઈને જમણી તરફના ગિયર આઇકન પર ક્લિક કરી, જીમેઇલના સેટિંગ્સમાં જાઓ. 

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ નીતિન શાહ, ડોંબીવલી

ટૂંકો જવાબ છે, આપણે સૌ! આપણે બધા જ ભેગા થઈને ગૂગલને જુદી જુદી માહિતી આપીએ છીએ, જે ગૂગલ શોધીને આપણી નજર સમક્ષ લાવી મૂકે છે!

Subscribe to read more...

અંગ્રેજી શબ્દોનું ભાષાભંડોળ વધારવા માગતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે આ સાઈટ મોટું ભાથું તૈયાર કરી આપે છે. 

Subscribe to read more...

દુનિયા આખી પર સ્માર્ટફોન છવાઈ રહ્યા છે, તેમના ઉપયોગના બદલાતા ટ્રેન્ડની રસપ્રદ માહિતી 

એક મિનિટ માટે, તમારા હાથમાં રહેલા આ છાપાની ગડી વાળો અને આજુબાજુ નજર ફેરવો. તમે ઘરમાં એકલા જ બેઠા હો તો જુદી વાત છે (તો બીજા હાથમાં મોબાઇલ હશે!), બાકી બીજી ફક્ત એક વ્યક્તિ તમારી બાજુમાં હશે તો તેની નજર તેના હાથમાંના મોબાઈલમાં પરોવાયેલી હોવાની પૂરી શક્યતા છે! ઘરમાં કે ઓફિસમાં કે કોઈ પણ જાહેર સ્થળે હવે ઘણા ખરા લોકો પોતાના સ્માર્ટફોનમાં પરોવાયેલા જોવા મળે એ સાવ સામાન્ય થઈ પડ્યું છે ત્યારે, વર્ષ ૨૦૧૩માં આ સ્માર્ટફોનનો કેટલો અને કેવો ઉપયોગ વધ્યો એ જરા તપાસવા જેવું છે.

Subscribe to read more...

તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ છે? બેલ્જિયમની એક નોન-પ્રોફિટ સંસ્થા ‘ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફાઉન્ડેશન’ના વર્ષ ૨૦૧૩ના આંકડા કહે છે કે દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યાની દૃષ્ટિએ ભારત આખા વિશ્વમાં ચીન પછી બીજા નંબરે છે અને યુએસ ત્રીજા નંબરે છે. આ ત્રણેય દેશોની કુલ વસતી ધ્યાને લઈએ તો આ આંકડા ખાસ નવાઈજનક ન લાગે, પણ આ દેશોમાં ૨૦થી ૭૯ વર્ષની વયમર્યાદામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા જે ઝડપે વધી રહી છે તે ચોક્કસ ચિંતાજનક છે. ત્યાં સુધી કે આ સંસ્થાએ પોતાના અહેવાલમાં લખ્યું છે કે વિશ્વ ડાયાબિટીસ સામેની લડાઈ હારી રહ્યું છે! અત્યારે દુનિયામાં દર ૧૯માંથી ૧ વ્યક્તિને ડાયાબિટીસ છે.

આગળ શું વાંચશો?

 • ગુજરાતી સાહિત્યનો ખજાનો 
Subscribe to read more...

માઇક્રોમેક્સ કંપની ફેબ્રુઆરી ૨૦૧૪માં ડ્યુઅલ ઓપરેટિંગ સિસ્ટમવાળું લેપટેબ લાવી રહી છે. કંપનીએ યુએસના લાગ વેગાસમાં યોજાયેલા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો ૨૦૧૪માં આ ડિવાઇસ રજૂ કર્યું હતું.

આગળ શું વાંચશો?

 • મલ્ટિડિવાઈસ પેનડ્રાઈવ
 • કન્ઝ્યુમુર ઈલેકટ્રોનિક્સ શો ૨૦૧૪માં...
Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK