ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૨૩-જાન્યુઆરી ૨૦૧૪

"કમ્પ્યુટર, સ્માર્ટફોન, ૩જી કનેક્શન... આ બધું હોવા છતાં આપણા વિદ્યાર્થીઓ તેનો પૂરો લાભ લઈ શક્યા હોય એવું લાગતું નથી. નવી ટેક્નોલોજી, નવા ટ્રેન્ડ વગેરેની સામાન્ય જાણકારી પણ તેમને હોતી નથી. આપણા વિદ્યાર્થીઓ પાસે ઇન્ફર્મેશનની એક્સેસ છે, પણ તેઓ ઇન્ફોર્મ્ડ નથી.  

Read more: સાધનો છે, જાણકારી નથી

આ કવર સ્ટોરી ખરેખર તો ચાર-પાંચ અંક પહેલાં ‘સાયબરસફર’માં પ્રકાશિત થઈ ગઈ હોત, પણ ત્યારે એ વિચાર પડતો મૂકવામાં આવેલો અને હવે, અત્યારે તમે એ જ મુદ્દો, કવર સ્ટોરી તરીકે જ વાંચી રહ્યા છો, કેમ? ઇન્ટરનેટને ખરેખર આપણા ગજવામાં મૂકી દેતી આ અફલાતૂન સુવિધા ઉપયોગી તો અગાઉ પણ હતી, પણ ત્યારે તેનો ખરો લાભ માત્ર સ્માર્ટફોન ધરાવતા લોકોને મળે તેમ હતો. સ્માર્ટફોનમાં આ એપનો ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે લાભ મળતો હતો, જ્યારે પીસી પર પોકેટનો લાભ માત્ર નેટ કનેક્શન હોય ત્યારે જ મળી શકતો હતો. મતલબ કે ત્યારે આ મુદ્દાને ૧૦૦માંથી ૭૫ ટકા માર્ક મળતા હોવાથી ધીરજ ધરવાનું નક્કી કરી, કવર સ્ટોરી પડતી મૂકી હતી. હવે ધીરજનાં મીઠાં ફળ પાક્યાં છે અને પોકેટ સ્માર્ટફોન અને પીસી બંને પર, ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ઉપયોગી છે!

આગળ શું વાંચશો?

 • વેબપેજીસ પોકેટમાં સેવ કરવા માટે...
 • પીસીના વેબબ્રાઉઝરમાં...
 • મોબાઈલ ડિવાઈસમાં
 • ડાયરેક્ટ એપમાંથી
 • ઈ-મેઈલ દ્વારા
 • પોકેટમાંના વેબપેજીસ વાંચવા માટે...
 • મોબાઈલ ડિવાઈસ માટે ધ્યાનમાં રાખવા જેવું.. 
Subscribe to read more...

‘અત્યારે જમાનો આઇ.ટી.નો છે’ વાતવાતમાં આપણે આવું સાંભળીએ છીએ, પણ આ સતત વિકસતા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને જ પૂરતી જાણકારી ન હોય તો તેમના વાલીને તો ક્યાંથી હોય! અહીં એમની પ્રાથમિક ગૂંચવણો ઉકેલવાનો પ્રયાસ કર્યો છે.

આગળ શું વાંચશો?

 • સોફ્ટવેર અને આઈ.ટી.ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે
 • સોફ્ટવેર અને આઈ.ટી. ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ધોરણ ૧૨માં વિજ્ઞાનપ્રવાહ લેવો પડે?
 • શ્રેષ્ઠ વિદ્યાશાખા કઈ?
 • ખાનગી કલાસીસમાં અભ્યાસ કરવાનો વિકલ્પ કેવો રહે?
 • કોલેજ કે યુનિવર્સિટીની પસંદગી કરતી વખતે શું કાળજી રાખવી?
 • સારી કોલેજ કે વિદ્યાશાખામાં પ્રવેશ પ્રવેશ મેળવી લીધા પછી શું ધ્યાન રાખવું પડે?
 • આ ક્ષેત્રમાં કારકિર્દી માટે કઈ ટેકનોલોજી શ્રેષ્ઠ છે? 
Subscribe to read more...

બિઝનેસીઝ માટે હવે જે પેઈડ સર્વિસ છે, તે એપ્સ ગૂગલ શૈક્ષણિક સંસ્થાઓને બિલકુલ નિ:શુલ્ક આપે છે, જેની મદદથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકમેકના સીધા સંપર્કમાં રહીને, સાથે મળીને વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી શકે છે.

આગળ શું વાંચશો?

 • આ ગુગલ એપ્સ ફોર એજ્યુકેશન ખરેખર શું છે?
 • અમારી સ્કૂલની પોતાની વેબસાઈટ છે, પણ અમારી ગૂગલ એપ્સની શી જરુર?
 • વિદ્યાર્થાઓને જીમેલ એકાઉન્ટમાં કે બીજી એપ્લિકેશન્સમાં વણજોઈતી જાહેરાતો જોવા મળે એનું શું?
 • ડેટા સ્ટોર કરવાની સગવડ મળે?
 • બીજો કોઈ લાભ ખરો?
 • પણ આ બધું કેવી રીતે કરવું? 
Subscribe to read more...

ગૂગલ ક્રોમના પાંચમાં જન્મદિને મળેલી આ નવી સોગાતથી, ઓફલાઇન અને ઓનલાઇન વચ્ચેનું અંતર ઘટ્યું છે અને હવે, પીસી લેપટોપ કે સ્માર્ટફોન પર કામ કરવાની આપણી ઢબ ફરી એક વાર બદલાઈ શકે છે! 

Subscribe to read more...

કેવું રહ્યું ૨૦૧૩નું વર્ષ? એક શબ્દમાં કહેવું હોય તો...

ઇન્ફર્મેશન ટેક્નોલોજીની દૃષ્ટિએ વર્ષ ૨૦૧૩ને એક શબ્દમાં વર્ણવવું હોય તો કયો શબ્દ સૌથી યોગ્ય ગણાય? આઇટી સાથે જેમને ડેવલપમેન્ટનો નાતો છે એવા લોકો ‘ક્ધવર્જન્સ’ જેવો કોઈ ભારેખમ શબ્દ બોલશે અને આપણા જેવા, જેમને આઇટી સાથે રોજબરોજના ઉપયોગનો સીધો ને સાદો નાતો છે એવા લોકો કહેશે - ભેળસેળ! ખરેખર, આ આખું વર્ષ જુદાં જુદાં સાધનો અને જુદી જુદી ટેક્નોલોજી અને જુદી જુદી કંપનીઓની ભેળસેળનું રહ્યું છે. આ બધું આ જ વર્ષમાં શ‚ થયું અને પૂરું થયું એવું નથી, એટલે કે પાછલાં ને આગલાં વર્ષોની પણ ભેળસેળ છે કારણ કે વાત ઘટનાની નહીં, પ્રવાહોની છે! આવો તપાસીએ...

આગળ શું વાંચશો?

 • ફોન-ફેબલેટ-ટેબલેટની ભેળસેળ
 • ૨૦૧૩માં કેટલી એપ્સડાઉનડોલ થઈ?
 • રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય બ્રાન્ડની ભેળસેળ
 • કંપનીઓનાં કાર્યક્ષેત્રોની ભેળસેળ
 • આંખમાં કમ્પ્યુટર
 • ઈન્સ્ટન્ટ કમ્યુનિકેશનમાં ભેળસેળ
 • કમ્પ્યુટરમાં પણ ભેળસેળ
 • હાઈબ્રીડ ડિવાઈસનું બજાર ઊંચકાશે?
 • કમ્પ્યુટર અને ટીવીની ભેળસેળ
 • કનેકટેડ પીપલ અને થિંગ્સની ભેળસેળ
 • ઓફલાઈન-ઓનલાઈન ડેટાની ભેળસેળ
 • ઓફલાઈન-ઓનલાઈન કામકાજની ભેળસેળ
 • સહદેવ-શ્રીકૃષ્ણની ભેળસેળ
 • વાસ્તવિક - અવાસ્તવિકની ભેળસેળ
 • ખાનગી જાહેરની ભેળસેળ
 • માણસ અને મશીનની ભેળસેળ
 • પીસીમાં એપ્સ ચલાવો, નેટ કનેકશન વિના
 • ઓફલાઈન એપ્સ કેવી રીતે ચલાવશો? 
Subscribe to read more...

ઉત્તરાયણમાં ધાબે ચઢીને પતંગ ચગાવીએ ત્યારે આપણા સૌની નજર ક્યાં હોય? આકાશ પર. ઊંચે ઊડતી પતંગો પર. પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે પતંગને આંખો હોય તો એને નીચે રહેલી ધરતી કેવી દેખાતી હશે? કાઇટ એરિયલ ફોટોગ્રાફી એ કોઈ નવી વાત નથી, પણ આ રીતે પતંગથી થતી ફોટોગ્રાફીને પોતાનું પ્રોફેશન બનાવી શકાય એવો વિચાર ચોક્કસ નવો છે. ભારતમાં જ સ્થાયી થયેલા આવા અનોખા ફોટોગ્રાફર છે નિકોલસ કોરિયર.

Subscribe to read more...

 ટેબલ પર દૂધ કે કોફી ઢોળાય તો તમે શું કરો? પોતાનું ઘર હોય તો પોતું મારો અને રેસ્ટોરાં હોય તો વેઈટર પાસે પોતું મરાવો રાઇટ? ફ્રેન્ચ આર્ટિસ્ટ વીવી મેક આથી જુદું કંઈક કરી શકે છે. એ સ્ટ્રોને પેઇન્ટ બ્રશ તરીકે વાપરીને ઢોળાયેલા દૂધ કે અન્ય પીણાંમાંથી અદ્ભુત કલાકૃતિઓ સર્જી શકે છે! અહીં આપેલાં ચિત્રો જોઈને તમે માની નહીં શકો, માનવા માટે તમારે આ વીડિયો જોવો રહ્યો! 

Subscribe to read more...

સંસ્કૃત ભાષા વિશ્વની સૌથી પ્રાચીન અને સૌથી સુવ્યવસ્થિત ભાષાઓમાંની એક ગણાય છે, ત્યાં સુધી કે ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં સંસ્કૃતના ઉપયોગની હિમાયત કરનારા નિષ્ણાતો પણ છે. તેનું મુખ્ય કારણ એ છે કે સંસ્કૃત એકદમ આયોજનબદ્ધ વ્યાકરણના પાયા પર વિક્સેલી ભાષા છે. 

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ મીનાબહેન ઠાકર


આ સૌ કોઈની સમસ્યા છે! આપણા માટે કામના ન હોય કે આપણે જે ઈ-મેઇલ મેળવવાની ક્યારેય ઇચ્છા દર્શાવ ન હોય એવા અનસોલિસિટેડ ઈ-મેઇલ્સ સ્પામ કે જંક મેઇલ તરીકે ઓળખાય છે. વિશ્ર્વઆખામાં આવા જંક મેઇલ્સનું બહુ મોટું પ્રમાણ છે અને દરેક ઈ-મેઇલ સર્વિસ પ્રોવાઇડ કંપની પોતાના જેન્યુઇન યુઝર - એટલે કે આપણે સૌ - નાં ઇનબોક્સમાં જંક મેઇલ્સનું પ્રમાણ ઘટાડવા માટે સતત પ્રયાસ કરતી રહે છે. 

Subscribe to read more...

કમ્પ્યુટર પર અલગ અલગ રીતે થતી છેતરપીંડી સૌ કોઈ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. આ સમસ્યાનો ઉપાય એક જ છે - સાવચેતી અને સાવચેત રહેવા માટે, હેકર્સ કઈ કરામતો કરી શકે છે એ જાણી લેવું જ‚રુરી છે.

આગળ શું વાંચશો?

 • ફિશિંગ એટેક
 • ટ્રોજન એટેક
 • ડ્રાઈવ-બાય ડાઉનલોડ
 • બાયપાસ પાસવર્ડ
 • ઓપન વાઈ-ફાઈ 
Subscribe to read more...

ઓફિસના રોજબરોજના હિસાબ-કિતાબમાં આપણે સ્પ્રેડશીટ અને તેમાં સરવાળા-બાદબાકીનો વારંવાર ઉપયોગ કરીએ છીએ. કેટલાક ખાસ સંજોગોમાં, ખાસ રીતે સરવાળા કરવાના થાય ત્યારે ગૂંચવણો ઊભી થાય છે. અહીં બતાવ્યા છે તેના ઉપાય... 

Subscribe to read more...

જો તમે વિન્ડોઝ ૭ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હો તો તમારે જાણવા જેવી એક સુવિધા છે ટાસ્કબારમાંનાં જમ્પ લિસ્ટ્સ.

Subscribe to read more...

મોબાઇલમાં નેટ કનેક્શનના દર સતત ઘટી રહ્યા છે, પણ સામે ઉપયોગ વધી રહ્યો છે. બિલને કંટ્રોલમાં રાખી શકાય આ રીતે...

આગળ શું વાંચશો ?

 • ડેટા પ્લાન બચાવતી એપ
 • ડેટા ક્યાં વપરાય છે તે જાણો
 • વાઈ-ફાઈનો વધુ ઉપયોગ કરો
 • ડેટાની ઓટોમેટિક આપલે કંટ્રોલ કરો
 • ડેટાભૂખી એપ્સ જાણી લો
 • ઓટો-અપડેટ્સ કરો
 • ડેટાની કરકસર કરતી એપ્સનો ઉપયોગ કરો 
Subscribe to read more...

મોટો સ્ક્રીન અને પાવરપેક્ડ પરફોર્મન્સ તમારી પસંદ હોય, પણ બજેટ ઇન્ટરનેશનલ બ્રાન્ડ જેટલું મોટું ન હોય તો તમારા માટે ઝોલો ક્યુ૨૦૦૦ સારી ચોઈસ બની શકે છે.

 

આગળ શું વાંચશો?

 • બજેટ સ્માર્ટફોન
 • વિન્ડોઝ ફોન
 • હાઈએન્ડ એન્ડ્રોઈડ
 • ઝોલો વિરુધ્ધ નેકસસ 
Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com