૦૧૧-જાન્યુઆરી ૨૦૧૩
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૧૧-જાન્યુઆરી ૨૦૧૩

‘સાયબરસફર’એ એક વર્ષ પૂરું કર્યું! આ ૧૨મો અંક છે. 

આ અંકની કવરસ્ટોરી ધ્યાનમાં રાખીએ તો એમ કહી શકાય કે કોઈ પર્વતની ધાર પરથી પાંખો ફફડાવીને અગાધ આકાશમાં છલાંગ લગાવતા પક્ષીને કેવી અનુભૂતિ થશે એ હવે, કંઈક અંશે સમજાય છે. 

Read more ...

ગૂગલ અર્થ વિશે આપણે સૌ જાણીએ છીએ. પણ તમે એ જાણો છો કે ગૂગલ અર્થની મદદથી, આપણે આખી દુનિયામાં ગમે ત્યાં પ્લેન ઉડાવીને નીચેની દુનિયા જોવાનો આનંદ માણી શકીએ છીએ? એ માટે તમારે મુલાકાત લેવી પડે આ ખાસ વેબસાઇટની. આગળ વાંચો આ સાઇટનો પૂરો લાભ લેવા વિશે સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી.

Subscribe to read more...

વિશ્વભરના નિષ્ણાતો અનેક વિષયો પર સંશોધનો કરતા રહે છે, પણ હવે, ઇન્ફર્મેશન ટેક્નોલોજીની મદદથી આપણે પણ તેમાં સહભાગી બની શકીએ છીએ. બદલાયેલા સમયનો પરિચય કરાવતા આવે એક સંશોધનની વાત...

આગળ શું વાંચશો?

  • મહાસાગરોના પેટાળનો અભૂતપૂર્વ અભ્યાસ
  • શું છે આ કોરલ રીફ?
  • આપણા રસની વાત
  • સર્વે પાછળની ટેકનોલોજી
  • આ પણ ગમશે... 
Subscribe to read more...

વાંચન ગમે છે, પણ સમય નથી - આવી ફરિયાદ હવે નહીં ચાલે. એક ફ્રી વેબસર્વિસની મદદથી તમે સંખ્યાબંધ પુસ્તકોના નાના-નાના અંશ નિયમિત રીતે ઈ-મેઇલમાં મેળવી શકો છો. દરરોજ પાંચ-દસ મિનિટ તો ફાળવી શકોને? 

Subscribe to read more...

એક જ સમાચાર, ત્રણ જુદા જુદા સ્તરની અંગ્રેજી ભાષામાં વાંચવા મળે તો નવા નવા શબ્દો શીખવા સહેલા બને? ન્યુઝઇનલેવલ્સ સાઇટ પર નજર નાખતાં લાગે છે કે આઇડિયા તો સારો છે! 

Subscribe to read more...

રોજબરોજના અનેક મેઇલ્સ વચ્ચે, આપણે અજાણતાં જ કોઈ મેઇલમાં આવેલી લિંક પર ક્લિક કરી દઈએ, તો એવું બની શકે છે કે આપણે ઈ-મેઇલ ફિશિંગનો ભોગ બની જઈએ. 

Subscribe to read more...

જી, બિલકુલ! મેગેઝિનના છેલ્લા પેજ પર ભલે પહોંચી ગયા, વાંચન સામગ્રી પૂરી થઈ નથી. હવે સમય છે દરેક પેજ રિવાઇન્ડ કરવાનો. 

Subscribe to read more...

આમ તો માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ એટલો બધો યુઝર-ફ્રેન્ડલી છે કે થોડો સમય લઈને તેમાં કામ કરવાનું શરુ‚ કરો અને જુદા જુદા ઓપ્શન્સ પર બેધડક ક્લિક્સ કરતા જાઓ તો થોડા સમયમાં તો ઘણું બધું શીખી જાઓ. આમ છતાં, આ પ્રોગ્રામ એટલો ફીચર રીચ પણ છે કે તેમાં જેટલું શીખો એટલું ઓછું પડે. આ પ્રોગ્રામનું એક ખાસ નોંધવા જેવું પાસું એ પણ છે કે તેમાં યુઝરની વારંવારની જરુ‚રિયાતોને ધ્યાનમાં રાખીને, તેનું કામ શક્ય એટલું સહેલું અને ઝડપી બનાવવાનો તેમાં પ્રયાસ કરવામાં આવે છે. 

Subscribe to read more...

જેમ આપણું ઈ-મેઇલ્સ એકાઉન્ટ પાસવર્ડથી સુરક્ષિત રહે છે એ જ રીતે, આપણે માઇક્રોસોફ્ટ વર્ડ કે એક્સેલની કોઈ પણ ફાઈલને પાસવર્ડથી સુરક્ષિત રાખી શકીએ છીએ. 

Subscribe to read more...

પોતપોતાના ક્ષેત્રની આ બે મહારથી કંપનીઓએ હાથ મિલાવ્યા છે. બંનેને એ માટે પોતપોતાનાં કારણો છે, પણ એમાં આપણા જેવા યુઝરને ફાયદો થવાનો એ નક્કી છે. 

Subscribe to read more...

કમ્પ્યુટર જેનો વ્યવસાય નથી એમને રેન્ડમ એક્સેસ મેમરી અને હાર્ડ ડિસ્ક ડ્રાઇવ વચ્ચે ગૂંચવણ થઈ શકે છે. અહીં આપેલી પ્રાથમિક સમજ મદદરુ‚પ થશે.

Subscribe to read more...

કાગળમાંથી હોડી કે પ્લેન બનાવવા જેટલો સીમિત ઓરિગામી સાથેનો તમારો સંબંધ જરા ગાઢ બનાવવો હોય કે ઓરિગામીના એન્જિનિયરિંગ સુધી પહોંચવું હોય, બંને હેતુ પાર પાડવામાં મદદ કરશે આ બે નિષ્ણાતો...

આગળ શું વાંચશો?

  • એરબેગના એન્જિનિયરિંગમાં ઓરિગામી
  • કાગળની અવનવી વસ્તુઓ બનાવવની હોયતો..
  • ઓરિગામીના સાયન્સમાં રસ હોય તો 
Subscribe to read more...

અખબારોમાં ભાવિ ટેક્નોલોજીની કપોળ કલ્પનાઓ વિશે વાંચીને તમને સંતોષ ન થતો હોય અને અલગ અલગ ક્ષેત્રમાં કેવી ટેક્નોલોજી વિકસશે અને તેની કેવી અસર થશે તેની તર્કબદ્ધ માહિતી મેળવવી હોય તો આ સાઇટ તમારે જોવી જ રહી. 

Subscribe to read more...

ઇન્ટરનેટ પર વિવિધ વિષયોના ઇન્ફોગ્રાફિક્સની ભીડ જામવા લાગી છે એ તો આપણે જાણીએ છીએ. એક સાઇટ પર, ખુદ ઇન્ટરનેટના પોતાના વિઝ્યુઅલાઇઝેશનનો પ્રયોગ શ‚રુ થયો છે. 

Subscribe to read more...

વર્ષભર દબદબો રહ્યો મોબાઇલ ડિવાઇસીઝનો

ઇન્ફર્મેશન ટેક્નોલોજીની દૃષ્ટિએ વર્ષ ૨૦૧૨માં રાજ ચાલ્યું મોબાઇલનું. આ વર્ષમાં સ્માર્ટફોન અને ટેબલેટ જેવાં મોબાઇલ સાધનો વધુ શક્તિશાળી, વધુ સસ્તાં અને વધુ ઉપયોગી બન્યાં. ભારતમાં આકાશ અને બીએસએનએલનાં અત્યંત સસ્તાં ટેબલેટ છેવટે હકીકત બનવાને કારણે આવનારા સમયમાં વધુ ને વધુ લોકોના હાથમાં ટેબલેટ જોવા મળશે એ નક્કી છે. 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK