ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં બહુ ઝડપથી નવાં નવાં વિસ્મય જગાવવાની ક્ષમતા છે.  

આ ક્ષેત્રની બે દિગ્ગજ કંપની ગૂગલ એ ફેસબુક વચ્ચે અત્યારે ગ્રાફ સર્ચ વિક્સાવવાની હરીફાઈ શ‚રુ થઈ છે. બંને વચ્ચેની સરખામણી બહુ રસપ્રદ છે. ગૂગલે આખા વેબજગતમાં શું શું છે તેની તલસ્પર્શી માહિતી છે એ ફેસબુક પાસે આ વેબજગતમાં લોકો શું શું કરે છે તેની માહિતી છે.

 

 

હવે આ બંને કંપની પોતે જે કંઈ જાણે છે એ બધી માહિતીને એકબીજા સાથે સાંકળીને, માહિતી અને હકીકતોનો વિરાટ ગ્રાફ તૈયાર કરી રહી છે. આ બધું આપણને કેટલું ઉપયોગી થશે કે આપણા માટે કેટલું જોખમી પૂરવાર થશે તેનો બધો આધાર આપણે કેટલાક સજાગ રહીની ઇન્ટરેટનો ઉપયોગ કરીએ છીએ, તેના પર છે. આ અંકમાં આ વિશે થોડી વિગતવાર વાત કરી છે.

આ વખતી કવરસ્ટોરી, જેને હવે વધુ ને વધુ લોકો ઉપયોગ કરી રહ્યા છે તે ગૂગલ ક્રોમ બ્રાઉઝરની ખૂબીઓ સમજાવે છે. વેબ બ્રાઉઝિંગનું પહેલું પગથિયું બ્રાઉઝર પર જ મંડાય છે એટલે તેની ખૂબી જેટલી સારી રીતે સમજી લઈએ એટલું આપણા જ લાભમાં છે.

વેબ બ્રાઉઝિંગ સાથે સંકળાયેલી બીજી મહત્ત્વી બાબત છે સાયબરસેફ્ટી. એન્ટિવાયરસ સોફ્ટવેરનું મહત્ત્વ આપણે સૌ સમજીએ છીએ, પણ તેની પસંદગી કરવાની વાત આવે છે તે ત્યારે ઘણી બધી ગૂંચવણો સામે આવે છે. હવે તમે સૌ જેનાથી સારી રીતે પરિચિત છો એ મિલાપ ઓઝાએ આ ગૂંચવણો ઉકેલવાની કોશિશ કરી છે.

પરંતુ આ બધું જ ત્યારે કામ લાગશે, જ્યારે આપ તેની અજમાયશ કરશો! આ મેગેઝિનમાં અપાતા લેખો, માહિતી, સૂચનો વગેરે આપને કેવું લાગે છે એ વિશે નિખાલસ અભિપ્રાય આપતા રહેશો તો ગમશે!

- હિમાંશુ

  • No comments found
Add comment

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com