ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૧૮-ઓગસ્ટ ૨૦૧૩

થોડા દિવસ પહેલાં, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લા પાને એક નાના સમાચાર છપાયા હતા - ‘મહેસાણાનો વિદ્યાર્થી ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર બન્યો’. વિદ્યાર્થીનું નામ - બોની પ્રજાપતિ - વાંચીને ચમકારો થયો કે અરે, આના પપ્પા તો ‚રુબરુ આવીને ‘સાયબરસફર’નું લવાજમ ભરી ગયા છે! બોનીએ કહ્યું કે પોતે ભલે કમ્પ્યુટર એન્જિનીયરિંગ ભણે, આ મેગેઝિનમાંથી એને પણ ઘણું નવું જાણવા મળે છે. 

Subscribe to read more...

આખી દુનિયામાં એવી કંપની બહુ ઓછી હશે, જ્યાં કામ કરતા લોકોને વધુ સારી તકની આશામાં બીજી કોઈ કંપનીમાં જવાની જ‚રુર ન લાગતી હોય. ફોર્બ્સ, ફોર્ચ્યુન, સીએએન, લિંક્ડઇન જેવી વિશ્વપ્રસિદ્ધ કંપનીઓ વર્ષોવર્ષ, વિશ્વવ્યાપી સર્વેક્ષણ કરીને નોકરી કરવા માટે વિશ્વની સૌથી સારી કંપનીઓની યાદી બહાર પાડતી હોય છે. તેમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી એક નામ ટોપ રેન્ક્સમાં જોવા મળે છે - ગૂગલ. 

આગળ શું વાંચશો?

ગૂગલ સ્ટુડન્ટના એમ્બેસ્ડરના અનુભવો, તેમના જ શબ્દોમાં 

Subscribe to read more...

કમ્પ્યુટર અને ઇન્ટરનેટની ટેક્નોલોજી ગજબની વિકસી હોવા છતાં એ હકીકત છે કે આપણા કામકાજને લગતા કે સામાજિક સંપર્કોની માહિતી યોગ્ય રીતે જાળવવાનો, બધી રીતે પરિપૂર્ણ હોય એવો એક પણ ઉપાય ઉપલબ્ધ નથી! 

Subscribe to read more...

વેબ સર્ફિંગ કરતી વખતે ઘણાં બધાં કારણોસર આપણે ઉતાવળમાં હોઈ શકીએ છીએ. આવે સમયે, ઓછા સમયમાં વધુ કામ કરી લેવું હોય તો અહીં આપેલા શોર્ટકટ્સ તમને ઘણા કામ લાગશે. 

Subscribe to read more...

તમે લાંબા સમયથી ઇન્ટરનેટ એક્સપ્લોરર કે ફાયરફોક્સનો ઉપયોગ કરતા હો, તેમાં તમારી ફેવરિટ વિવિધ સાઇટ્સનાં એડ્રેસ બુકમાર્ક તરીકે સેવ કરી રાખ્યાં હો અને હવે અત્યારના સૌથી ચઢિયાતા ગણાતા બ્રાઉઝર ગૂગલ ક્રોમનો ઉપયોગ શરુ‚ કર્યો હોય તો સ્વાભાવિક રીતે, તમારા જૂના બ્રાઉઝરમાંના બુકમાર્ક ક્રોમમાં ઇમ્પોર્ટ કરી લેવાની ઇચ્છા થાય. આ માટેની વિધિ બહુ સરળ છે. 

Subscribe to read more...

આખું મેગેઝિન વંચાઈ ગયું? લેખો વાંચી લીધા હોય તોય, આપણા આ મેગેઝિનની ખાસિયત મુજબ તેમાં આપેલી લિંક્સ પર જઈને ઘણું બધું કરવાનું તો બાકી રહે જ છે. તેમ, મોટા ભાગનાં પાનાં પર છેક નીચે આપેલા વિવિધ શબ્દોથી ઊભી થયેલી જિજ્ઞાસા સંતોષવાનું પણ બાકી રહે છે. ઉત્સુકતા ઊભી કરવી અને પછી તેને સંતોષવી એ જ આ ‘રિવાઇન્ડ’ પેજનું લક્ષ્ય છે. 

Subscribe to read more...

જાણીતા બુક અને મ્યુઝિક સ્ટોર્સમાં હવે જોવા મળવા લાગેલી બ્લુ-રે ડિસ્કે ઘણા બધાનું ધ્યાન ખેંચ્યું છે. ઘણી બધી ફિલ્મ હવે બ્લુ-રે ડિસ્કમાં ઉપલબ્ધ થવા લાગી છે. 

Subscribe to read more...

એન્જિનીયરીંગની પરંપરાગત શાખાઓ જેવી કે મિકેનિકલ, પ્રોડક્શન, કેમિકલ વગેરેમાં કામ કરતા અને અનુભવ ધરાવતા વ્યક્તિઓ અને ફાયનાન્સ, લોજિસ્ટિક કે માર્કેટિંગ જેવા મેનેજમેન્ટનો અનુભવ ધરાવતા વ્યાવસાયિકોને આઇ.ટી. ક્ષેત્રે પ્રવેશવાની ખૂબ ઈચ્છા હોય છે, પણ આમ કરવા માટે નવેસરથી તાલીમ લઈને એકડેએકથી શ‚આત કરવી પડે અને પહેલાંનો જે તે ક્ષેત્રનો અનુભવ પણ બાતલ જાય. 

આગળ શું વાંચશો?

 • ERPની વિશેષતાઓ
 • પ્રિ-સેલ્સ
 • ERP એડમિનિસ્ટ્રેટેર
 • ટેકનિકલ કન્સલ્ટન્ટ
 • કરિયર સેન્ટ્રલ ડિક્ષનરી 
Subscribe to read more...

કમ્પ્યુટરમાં કયું ફોલ્ડર કેટલી જગા રોકે છે એ જાણવાનો એક સહેલો રસ્તો જાણી લો... 

તમે કમ્પ્યુટરમાં આવી સ્થિતિનો ઘણી વાર સામનો કર્યો હશે, હાર્ડડિસ્ક ફૂલ થઈ રહી હોવાનો મેસેજ મળે, તમે માય કમ્પ્યુટરમાં જઈને જુદાં જુદાં ફોલ્ડર, તેમાંનાં સબ-ફોલ્ડર્સ અને વળી તેમાં ઠાંસીને ભરેલી જુદી જુદી ફાઇલ્સ ફંફોસી જુઓ, પણ ડ્રાઇવમાં આ બધું એટલું બધું છૂટુંછવાયું ને ખૂણેખાંચરે ધરબાયેલું પડેલું હોય કે એક્ઝેક્ટલી કયું ફોલ્ડર ડ્રાઇવ પર કેટલી સ્પેસ રોકી રહ્યું છે તેનો પાકો અંદાજ મળે જ નહીં. 

Subscribe to read more...

આ અંકમાં આગળના પાને એક ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડરે લખ્યું છે કે ફેસબુક યોગ્ય રીતે ઉપયોગ કરો તો એ નોલેજનો સરસ સોર્સ છે. એનાથી તદ્દન ઊંધી તમને આ લેખમાં વાંચવા મળશે. બંને મુદ્દા સાચા છે કે કેમ કે સૌથી મહત્વની વાત છે યોગ્ય રીતે ઉપયોગ લેખ વિશે તમારા મંતવ્ય જરુર આપશો. 

-સંપાદક

Subscribe to read more...

તમે ફેસબુક પર છો?’ એ પ્રશ્ન હવે કોઈ કોઈને પૂછતું નથી કારણ કે પોતાનું કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન ન ધરાવતા લોકો પણ હવે તો ફેસબુક આવી ગયા છે. એ જ રીતે, ‘તમે વોટ્સએપ પર છો?’ એ પ્રશ્ન પણ ધીમે ધીમે જૂનો થઈ રહ્યો છે કેમ કે સ્માર્ટફોન ધરાવતા સૌ કોઈ આ લોકપ્રિય અને શરુ‚આતમાં મફત એપનો લાભ લેવા લાગ્યા છે.

આગળ શું વાંચશો?

 • વોટ્સએપમાં આ બધું પણ ટ્રાય કરી શકાય...
 • દરેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે વોટ્સએપ 
Subscribe to read more...

‘અચ્છા તો હમ ચલતે હૈં...’ ફિલ્મ સ્ટાર પરિનીતિ ચોપરા અને વરુણ ધવનને મોબાઇલ ફોન પર એકબીજા સાથે વાત કરતાં દશર્વિતી અને છેલ્લા થોડા સમયથી ભારતીય ટીવી ચેનલ્સ પર જોવા મળી રહેલી આ જાહેરાતે ભારતમાં મોબાઇલ ચેટ એપ્સના માર્કેટમાં જબરજસ્ત ગરમાવો લાવી દીધો છે.

આગળ શું વાંચશો?

 • વીચેટમાં આ બધું શક્ય છે 
Subscribe to read more...

સાયબરસફરના ગયા અંકમાં આપણે તારની વિદાય અને એનો મૃત્યુઘંટ વગાડનાર ઇન્ટરનેટ તેમ જ મોબાઇલ પરની ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીઝનો આછો ચિતાર મેળવ્યો હતો. એ જ વાત આગળ વધારતાં, આગળના પાને અત્યારની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ અને વીચેટનો પરિચય આપ્યો છે. 

Subscribe to read more...

હર્ષ નિષાર (ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ગાંધીનગર)

મારી કોલેજના એક સિનિયર વિદ્યાર્થી ગયા વર્ષે જીએસએ હતા અને એમણે મને આ પ્રોગ્રામ વિશે જણાવ્યું. મારા માટે આ પહેલો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ હતો, જે બહુ સારો અનુભવ રહ્યો. ઇન્ટરવ્યૂ લેનાર લેડી એકદમ ફ્રેન્ડલી હતાં, આપણે કોઈ ફ્રેન્ડ સાથે વાત કરતા હોઈએ એમ જ લાગે. એમણે મને વિવિધ કાલ્પનિક સ્થિતિઓ જણાવી અને પછી એના ઉપાય પૂછ્યા. મેં જનરલ પ્રકારના જવાબ દેવાને બદલે, મારી કોલેજના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એકદમ સ્પેસિફિક જવાબ આપ્યા. દરેક કોલેજમાં જુદું જુદું સ્ટુડન્ટ કલ્ચર હોય છે. 

Subscribe to read more...

બ્રિજેશ પટેલ (એલડી કોલેજઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ)

મારી ઇન્ટરનેટ સર્ફિંગ કરવાની આદતે મને ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર પ્રોગ્રામથી વાકેફ કરાવ્યો. મારા ટેલિફોનિક ઇન્ટરવ્યૂ દરમિયાન મને ૩-૪ ક્રોસ ક્વેશ્ચેન્સ પણ પૂછ્યા હતા, પણ મેં મારી બધી બેઝિક ઇન્ફર્મેશન પહેલેથી કાગળમાં નોટ કરી રાખી હતી. 

Subscribe to read more...

કાવેરી ધવન (ફેકલ્ટી ઓફ આર્કિટેકચર, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા)

ગૂગલ સ્ટુડન્ટ પ્રોગ્રામ અગાઉ એક ઓપન પ્રોગ્રામ હતો, પણ વિદ્યાર્થીઓના જબરજસ્ત પ્રતિભાવ પછી ગૂગલે પસંદગીની કોલેજોને પાંચ-પાંચ વિદ્યાર્થીઓ સૂચવવા કહ્યું અને તેમાંની પોતાના એમ્બેેસેડર પસંદ કરવાની પદ્ધતિ અપનાવી. અમારે પહેલાં એક ફોર્મ ભરીને અમારી વ્યક્તિગત વિગતો, આવડત અને લીડર તરીકેના અનુભવો કહેવાના હતા. ત્યાર પછીના ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં પણ અમારા પોતાના વિશે જ વાત કરવાની હતી. 

Subscribe to read more...

હરનીતસિંહ સીતલ, (બાબરિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, વડોદરા)

ગૂગલના ટેલિફોનિક ઇન્ટરવ્યૂની તૈયારી કરવા મેં કેટલાક સારા બ્લોગ સર્ફ કર્યા મને કેવા સવાલો પૂછાઈ શકે એની એક યાદી બનાવી. ગૂગલ ટીમ સાથેના ઇન્ટરએક્શન દરમિયાન મારે ફોકસ કરવા જોઈએ એવા કેટલાક મુદ્દાઓ પણ મેં નોંધી રાખ્યા. મારા પિતાના મિત્ર ભારતના એક અગ્રગણ્ય ઓર્ગેનાઇઝેશનની રીક્રુટમેન્ટ ટીમના સભ્ય છે. મેં તેમની સાથે પણ ઇન્ટરવ્યૂની પ્રેક્ટિસ કરી. આ મોક ઇન્ટરવ્યૂ મારા માટે પ્રેક્ટિસ મેચ જેવો રહ્યો અને મને ખબર પડી કે ખરેખરા ઇન્ટરવ્યૂમાં હું કેવી રીતે વધુ આત્મવિશ્વાસ દાખવી શકું. 

Subscribe to read more...

વૈભવી દેસાઈ (ધીરૃભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ગાંધીનગર)

અમારી કોલેજમાં એકાદ વર્ષથી ગૂગલ ડેવલપર ગ્રુપ કાર્યરત છે, જે અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ યોજે છે. તેમાંથી જ મને ગૂગલ વિશે ઘણું વધુ જાણવા મળ્યું અને જીએસએ પ્રોગ્રામની માહિતી મળી. 

Subscribe to read more...

બોની પ્રજાપતિ (એલડીઆરપી ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રીસર્ચ ગાંધીનગર)

હું લગભગ બીજા ધોરણમાં હતો ત્યારે મારા પપ્પા બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરવાળું કમ્પ્યુટર લાવેલા. કમાન્ડ પ્રોમ્પ્ટથી જ ચાલે. જેમની પાસેથી લીધું હતું એમણે થોડાક કમાન્ડ લખી આપેલા. ત્યારથી હું કમ્પ્યુટર મચડતો થયો! 

Subscribe to read more...

૨૫મી જુલાઈએ ગૂગલે જાહેરાત કરી છે કે એન્ડ્રોઇડનું વધુ એક વર્ઝન આવી ગયું છે - જેલી બીન ૪.૩. ગૂગલનું નેક્સસ ૭ ટેબલેટ એન્ડ્રોઇડ ૪.૩ જેલી બીન ધરાવતું સૌથી પહેલું ટેબલેટ બન્યું છે. તમે એન્ડ્રોઇડનો ક્યારેય ઉપયોગ કર્યો ન હોય તો આ નવા વર્ઝનની ખૂબીઓ સમજાવવી મુશ્કેલ છે, છતાં થોડો પ્રયત્ન કરીએ :

આગળ શું વાંચશો?

 • રીસ્ટ્રિક્ટેડ પ્રોફાઈલ્સ
 • બ્લુટૂથ સ્માર્ટ રેડી
 • બિલ્ટ ઈન સિક્યોરિટી પ્રોટેકશન
 • બિગસ્ક્રીન પર પ્રોજેકશન
 • એકશનેબલ નોટિફિકેશન્સ
 • સ્માર્ટ રેડી બ્લુટૂથ 
Subscribe to read more...

ટીવી અને કમ્પ્યુટરના સ્ક્રીન વચ્ચેનું અંતર ધીમે ધીમે ઓગળી રહ્યું છે અને આ કામ કરી રહ્યા છે સ્માર્ટફોન અને ટેબલેટ!

આગળ શું વાંચશો?

 • પૃથ્વી પરના પહેલા વર્ષની સફર 
Subscribe to read more...

મેગેઝિન ખૂબ જ સરસ છે. દરેક લેખ ઉપર ધ્યાન અપાય છે. નવું નવું જાણવા મળે છે. ભાષા સરળ છે. કસ્ટમર સપોર્ટ સારો છે. ઓફિસ ૨૦૦૭ પરનો લેખ સરસ હતો. આવી જ રીતે આપતા રહેશો. દર વખતે કોઈ સારી એન્ડ્રોઇડ એપ્લિકેશન વિશે જાણકારી આપશો. 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com